:બિટકોઇન એક્સ્ચેન્જિસે જીએસટી ભરવો પડશે? જો તેઓ જીએસટીને પાત્ર હોય તો ટેક્સનો દર કેટલો હશે અને એક્સ્ચેન્જના રેવન્યુ અથવા માર્જિન પર જીએસટી લાગુ કરવામાં આવશે કે કેમ?
સાત બિટકોઇન એક્સ્ચેન્જિસને આ પ્રશ્નો સતાવી રહ્યા છે. તેમાં ઝેબપે, યુનિકોઇન, કોઇનસિક્યોર અને બીટીસીએક્સ ઇન્ડિયા સામેલ છે. તેઓ આ મામલે સ્પષ્ટતા મેળવવા માટે એડ્વાન્સ ઓથોરિટી ઓફ રુલિંગ (એએઆર) પાસે જવાનું વિચારે છે તેમ બે સૂત્રોએ જણાવ્યું હતું.
એએઆર એ અર્ધન્યાયિક સંસ્થા છે જે ભવિષ્યમાં ટેક્સ કઈ રીતે લાગુ થશે તે વિશે નિર્ણય લઈ શકે છે. ઇન્કમટેક્સ વિભાગે ડિસેમ્બરમાં અગ્રણી બિટકોઇન એક્સ્ચેન્જિસને ત્યાં સર્ચ ઓપરેશન કર્યા પછી આ કાર્યવાહી થઈ છે.
પરોક્ષવેરા વિભાગ એ બાબતની ચકાસણી કરી રહ્યું છે કે બિટકોઇનને જીએસટી હેઠળ કઈ રીતે ટેક્સ લાગુ કરવો. ઇટીએ 16 ડિસેમ્બરે આપેલા અહેવાલ પ્રમાણે પરોક્ષ વેરા વિભાગે ભારતમાં સક્રિય બિટકોઇન એક્સ્ચેન્જની તપાસ શરૂ કરી છે અને તેમના પર જીએસટીનો દર કેટલો રાખવો તેની તપાસ આદરી છે. સેલ્સ ટેક્સ વિભાગ અને વેટ ઓથોરિટીએ પણ ગયા નાણાકીય વર્ષમાં બિટકોઇનની કરપાત્રતા વિશે તપાસ શરૂ કરી હતી.
આ બાબતથી વાકેફ એક અધિકારીએ ઇટીને જણાવ્યું કે, કમ સે કમ એક બીટકોઇન એક્સ્ચેન્જે મહારાષ્ટ્ર એએઆરમાં ભવિષ્યની ટેક્સ પાત્રતા અંગે એપ્લિકેશન દાખલ કરી છે. ટેક્સ વિભાગ હાલમાં આ વિચારની ચકાસણી કરે છે કારણ કે બિટકોઇન અત્યંત જટિલ વિષય છે.
એક્સ્ચેન્જ માટે ટેક્સ રેટનો આધાર એ બાબત પર રહેશે કે ટેક્સ સત્તાવાળાઓ બિટકોઇનને શેમાં ગણે છે. તેને ગૂડ્ઝ ગણવા, સર્વિસ ગણવા કે પછી કરન્સી તરીકે ગણવા? જો તેને કરન્સી ગણવામાં આવશે તો બિટકોઇન પર કોઈ ટેક્સ લાગુ નહીં થાય. જો બિટકોઇનને ગૂડ્ઝ ગણવામાં આવે તો ટેક્સનો દર 12 ટકા રહેશે અને સર્વિસ ગણવામાં આવશે તો ટેક્સનો દર 12 ટકા રહેશે.
ખૈતાન એન્ડ કંપનીના પાર્ટનર અભિષેક રસ્તોગીએ જણાવ્યું કે ઘણા બિટકોઇન એક્સ્ચેન્જ સવાલ ઉઠાવે છે કે જીએસટી કુલ આવક પર લાગશે કે માત્ર માર્જિન પર. તેનું કારણ એ છે કે ટેક્સ સત્તાવાળાઓએ એ સ્પષ્ટતા કરવી જોઈએ કે બિટકોઇન એક્સ્ચેન્જ ગૂડ્ઝ અને સર્વિસિસનું વેચાણ કરે છે કે પછી માત્ર તેના માટે ટ્રેડિંગ પ્લેટફોર્મ તરીકે કામ કરે છે.
બિટકોઇન કંપનીઓની બેલેન્સશીટની સમીક્ષા કરનાર એક સરકારી અધિકારીએ જણાવ્યું કે આ કંપનીઓનું કદ ઘણું મોટું છે. તેમણે કહ્યું કે ટોચની સાત પ્લેયર્સની સંયુક્ત રેવન્યુ ₹40,000 કરોડ છે અને તેઓ લગભગ 20 ટકા માર્જિન ધરાવે છે. મોટા ભાગના કિસ્સામાં તેમના પ્લેટફોર્મ પર વેચાણ થાય કે ખરીદી, એક્સ્ચેન્જિસ જંગી તફાવત વસૂલે છે જે એક લાખ રૂપિયાની રેન્જમાં હોય છે. ગુરુવારે બિટકોઇનનો ભાવ 4.81 ટકા ઘટીને 14,407 અથવા ₹9,13,503 પ્રતિ કોઇનડેસ્ક થયો હતો.

No comments:
Post a Comment