મ્યુચ્યુઅલ ફંડ્સ સ્કીમનું વેચાણ કરવા માટે કેટલીક શરતોનું પાલન કરવાની નિયમનકારી જરૂરિયાતને પગલે મ્યુચ્યુઅલ ફંડના આશરે અડધોઅડધ વિક્રેતાઓએ આ બિઝનેસ છોડી દીધો છે.
મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીના આશરે 40,000 નોંધાયેલા વિક્રેતાઓએ 31 માર્ચ સુધી પૂરી કરવાની હતી તે નો-યોર ડિસ્ટ્રિબ્યુટર (કેવાયડી)ની ઔપચારિકતા પૂરી કરી નથી. આ સંખ્યા કુલ વિતરકોની 50 ટકા થવા જાય છે.
મ્યુચ્યુઅલ ફંડના વિક્રેતા તરીકેનું પ્રમાણપત્ર આપતા આ ઉદ્યોગના સંગઠન એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સની ઇન ઇન્ડિયા (એમ્ફી)એ કેવાયડીની પ્રક્રિયા પૂરી કરવાની સમયમર્યાદાને એક મહિનો લંબાવી છે , પરંતુ તેનાથી કોઈ ફેર ન પડે તેવી શક્યતા છે , કારણ કે તેમને હવે વધુ વળતર મળતું નથી.
ફંડ રિસર્ચ કંપની વેલ્યૂ રિસર્ચના મેનેજિંગ ડિરેક્ટર ધીરેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે , વિક્રેતાને ફંડનું વેચાણ કરવા પૂરતું પ્રોત્સાહન મળતું નથી. કમિશનના હાલના દરે આ ઉદ્યોગનો વિકાસ થાય તેવું મને લાગતું નથી... વિક્રેતા નાના રોકાણકારોનો સંપર્ક કરશે નહીં , કારણ કે નાના રોકાણકારો પાસેથી તેમને મળતી ફી તેમના પ્રયાસનું પૂરતું વળતર નહીં હોય.
એમ્ફીનાં સૂત્રોએ જણાવ્યું હતું કે એમ્ફીનો નોંધણી નંબર ધરાવતા આશરે 41,000 વિક્રેતાએ કેવાયડી પ્રક્રિયા પૂરી કરી છે , આ પ્રક્રિયામાં વિતરકોની અંગત માહિતી , વિતરણ બિઝનેસની વિગત અને બાયો-મેટ્રિક પ્રોફાઇલ સુપરત કરવાનો સમાવેશ થાય છે.
એમ્ફીના અધિકારીઓએ જણાવ્યું હતું કે , સલાહકારોએ ફંડ્સનું વેચાણ બંધ કર્યું હોય તેનું એક સંભવિત કારણ નીચું કમિશન હોઈ શકે છે. બીજી તરફ અમે એવું માનીએ છીએ કે મોટા વિતરકો હજુ પણ ફંડ્સનું વેચાણ કરવાના બિઝનેસમાં છે અને તેમની કેવાયડી પ્રક્રિયા પૂરી કરી છે.
કેવાયડી ધોરણોનું પાલન ન કરતા વિતરકોને કમિશન ચૂકવવાનું બંધ કરવા એમ્ફીએ એસેટ મેનેજમેન્ટ કંપનીઓને સૂચના આપી છે. આ ઉદ્યોગે એજન્ટની જવાબદારીમાં વધારો કરવા માટે કેવાયડી નિયમોની રચના કરી છે.
કુમારના જણાવ્યા અનુસાર એન્ટ્રી લોડ પરના પ્રતિબંધ અને તેના પગલે નીચા કમિશનની વ્યવસ્થાને કારણે વિતરણ બિઝનેસ માટે ગંભીર ન હોય તેવા એડ્વાઇઝર્સને દૂર કરવામાં આ ઉદ્યોગને મદદ મળી છે .
ઉદ્યોગના અંદાજ મુજબ એન્ટ્રી લોડ પરના સેબીના પ્રતિબંધને પગલે એમએફનું વેચાણ કરતા વિતરકોની સંખ્યા આશરે 50,000 રહી છે .
મુંબઈ , દિલ્હી અને નાગપુર જેવા શહેરોમાં ફાઇનાન્શિયલ એડ્વાઇઝર્સની સંખ્યામાં ઝડપથી ઘટાડો થયો છે . મુંબઈમાં 10,000 રજિસ્ટ્રર્ડ વિતરકોમાંથી માત્ર 2,000 વિતરકો જ એમએફનું વેચાણ કરી રહી છે , એમ આ ઉદ્યોગનાં સૂત્રોએ જણાવ્યું હતું .
નીચા કમિશન ઉપરાંત ન્યૂ ફંડ ઓફર્સ ( એનએફઓ ) માં તીવ્ર ઘટાડાને કારણે પણ વિક્રેતાઓએ મ્યુચ્યુઅલ ફંડનું વેચાણ બંધ કર્યું છે . 24 એનએફઓ મારફત ઇક્વિટી ફંડ્સ હેઠળ 2010 માં આશરે રૂ . 3,000 કરોડ એકત્ર કરવામાં આવ્યા હતા , જે 2009 ની સરખામણીમાં 57 ટકાનો ઘટાડો દર્શાવે છે અને ચાર વર્ષમાં સૌથી નીચું ભંડોળ છે.
Thursday, May 12, 2011
નર્મદા યોજનામાં જમીન આપનારા ખેડૂતોને નવી જંત્રીના દરે વળતર
સરદાર સરોવર નર્મદા યોજનાની કેનાલ માટે એક વર્ષ અગાઉ જમીન આપનારા ખેડૂતોને સંપાદિત જમીન માટે નવી જંત્રીના દરે વળતર અપાશે. જેના
કારણે ખેડૂતોને રૂ. 770 કરોડ વધુ નાણા ચૂકવવામાં આવશે.
આ નિર્ણયથી નર્મદા કમાન્ડ એરિયા માટેની જમીન સંપાદન હેઠળના આઠ જિલ્લાના 86,13 ર ખેડૂતોને નવી જંત્રી પ્રમાણે વધુ વળતર મળશે. જૂની જંત્રી પ્રમાણે વળતર મેળવેલા પપ ,39 પ ખેડૂતોને પણ નવી જંત્રી પ્રમાણે વળતર યોજનાનો લાભ મળશે.
રાજ્યમાં નવી જંત્રીના દરના અમલ પછી કેટલાક વિસ્તારોમાં સરદાર સરોવર નિગમને અગાઉ જમીન વેચનાર ખેડૂતોમાં એવી લાગણી પેદા થઇ હતી કે તેમને રાજ્યના હિતમાં જમીન આપવા સામે ઓછા નાણા મળ્યા છે.
આ લાગણીને દૂર કરવાના ભાગ રૂપે આ નિર્ણય લેવાયો છે. રાજ્ય સરકારના પ્રવક્તા જયનારાયણ વ્યાસ અને સૌરભ પટેલે ખેડૂતોને સંપાદિત જમીનનું યોગ્ય વળતર મળે તે માટેની નીતિ વિષયક જાહેરાત કરતાં જણાવ્યું હતું કે , નર્મદા યોજનાની કેનાલો માટેની જમીન આપનારા ખેડૂતોને તાજેતરમાં નવી જંત્રી પ્રમાણેના ભાવ ઉપરાંત વધારાનું 30 ટકા સોલેસિયમ વળતર મળવાપાત્ર થશે.

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી 10 કિલો સોનાનું પાર્સલ ગુમ
| ||||
| <a href="http://netspiderads2.indiatimes.com/ads.dll/clickthrough?slotid=36120" target="_blank"><img src="http://netspiderads2.indiatimes.com/ads.dll/photoserv?slotid=36120" border="0" width="462" height="48" alt="Advertisement"></a> |
ચાંદીમાં 7200 રૂપિયાનો કડાકો, સોનુ પણ ઘટ્યું
સતત ચાર દિવસના સુધારા બાદ આજે બન્ને કિંમતી ધાતૂઓમાં કડાકો
જોવાયો હતો.
એક કિલો ચાંદી આજે 7200 રૂપિયાના કડાકા સાથે 53,300 જ્યારે દસ ગ્રામ સોનાનો ભાવ 410 રૂપિયા ગગડીને 22,170 રૂપિયા નોંધાયો હતો.
મોટા ભાગના ચલણો સામે ડોલર મજબૂત થવાને પગલે વૈશ્વિક બજારમાં કિંમતી ધાતૂઓના બજારમાં કડાકો જોવાયો હતો અને તેની અસર ભારતના બુલિયન માર્કેટમાં પણ જોવા મળી હતી. મૂડીરોકાણના વિકલ્પ તરીકે સોનાની માંગમાં ઘટાડો થયો હોવાને કારણે પણ પીળી ધાતુમાં નરમાઈ જોવા મળી હતી.
આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનુ 0.7 ટકા ઘટીને ઔંસ દીઠ 1491 ડોલર અને ચાંદી 5.2 ટકા ઘટીને ઓંસદીઠ 33.65 ડોલર બોલાઈ હતી.
ઊંચા મથાળે સ્થાનિક બજારમાં પણ માંગ ઘટતાં સોના તેમજ ચાંદીમાં નરમાઈ જોવા મળી હતી.
સ્થાનિક બજારમાં હાજરમાં એક કિલો ચાંદી 7200 રૂપિયા ઘટીને 53,300 અને સાપ્તાહિક ડિલિવરી 7440 રૂપિયા ઘટીને 52,300 રૂપિયા નોંધાઈ હતી.
ચાંદીના 100 સિક્કાના ખરીદ તેમજ વેચાણ ભાવ પણ 9500 રૂપિયાના ઘટાડા સાથે અનુક્રમે 57,500 અને 58,500 રહ્યા હતા.
શુધ્ધ દસ ગ્રામ સોનુ અને સોનાના દાગીનાના ભાવ 410 રૂપિયા ઘટીને અનુક્રમે 22,170 રૂપિયા અઇને 22050 રૂપિયા બોલાયા હતા.
MCX માં ચાંદીનો જૂન મીની વાયદો 50,400 સુધી તૂટ્યો હતો

અલંગ શિપ-બ્રેકિંગ યાર્ડમાં મંદીથી સ્ક્રેપ સ્ટીલના ભાવમાં વૃદ્ધિ
દેશના સૌથી મોટા શિપ-બ્રેકિંગ યાર્ડ અલંગમાં મંદીના લીધે સ્ક્રેપ સ્ટીલના ભાવ બે સપ્તાહમાં પ્રતિ ટન એક હજાર રૂપિયા વધ્યા છે. આ જ રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં સ્ટીલની માંગ પણ નબળી હોવાનું કેટલાક ટ્રેડરો કહે છે.
શિપ રિસાઇકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન (ઇન્ડિયા)ના સંયુક્ત સચિવ જયંતિભાઈ વાનાણીએ જણાવ્યું હતું કે , ભારતીય ઉપખંડમાં સારા ફ્રેટ રેટના લીધે આ શિપયાર્ડમાં મર્યાદિત વહાણો જ ભંગાવવા માટે આવે છે. આ ઉપરાંત , બાંગ્લાદેશમાં દસ મહિના બાદ શિપબ્રેકિંગ ઉદ્યોગનો પુનઃ પ્રારંભ પણ મંદીનું કારણ છે.
તેમણે ઉમેર્યું હતું કે , અલંગમાં મહિને સરેરાશ 30 થી 35 વહાણ ભંગાવવા માટે આવે છે. છેલ્લા કેટલાક મહિનામાં તેની સંખ્યા ઘટીને 20 થઈ ગઈ છે.
બાલ્ટિક ડ્રાય ઇન્ડેક્સ જાપાનીઝ ભૂકંપ અને સુનામી વખતે 1045 પોઇન્ટે પહોંચી ગયો હતો , હવે તે સુધરીને 1350 થી 1400 પોઇન્ટ થયો હોવાનું વાનાણીએ ઉમેર્યું હતું.
વહાણ ભાંગવાનો ખર્ચ પ્રતિ ટન 460 થી 475 ડોલરની વચ્ચે આવે છે તે વધીને 510 થી 520 ડોલર થઈ ગયો છે , જે સ્થાનિક ભાવ સાથે મેળ ખાતો નથી. મંડી ગોવિંદગઢ સ્થિત વેપારી છજ્જુરામે જણાવ્યું હતું કે મેલ્ટિંગ સ્ક્રેપનો ભાવ પખવાડિયા દરમિયાન પ્રતિ ટન 500 થી 1,000 રૂપિયા વધીને રૂ. 23,000 થી 24,000 એ પહોંચી ગયો છે.

નિફ્ટી 5500ની નીચે બંધ : મેટલ શેર્સ ડાઉન
મુંબઈ શેરબજાર આજે નીચે ગેપમાં ખૂલ્યું હતું . ટ્રેડિંગની થોડી જ મિનિટોમાં BSE સેન્સેક્સ 77.21 પોઈન્ટ ઘટીને 18,507.75 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો .
નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 29.10 પોઈન્ટ ઘટીને 5,535.95 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો .
BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.12 ટકા ઘટીને અને 0.09 ટકા વધીને ટ્રેડ થઈ રહ્યા હતા .
આજે સવારે મેટલ , આઈટી અને ટેકનો શેરોમાં વેચવાલી જોવા મળી હતી જ્યારે જાહેર એકમોના શેરોમાં લેવાલી જોવા મળી હતી .
બુધવારે BSE સેન્સેક્સ ઉપરમાં 18,622.44 અને નીચામાં 18,454.93 પોઈન્ટની સાંકડી રેન્જમાં અથડાયા બાદ 72.19 પોઈન્ટ વધીને 18,584.96 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો .
નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 5,574.70 અને 5,525.00 પોઈન્ટની રેન્જ વચ્ચે અથડાયા બાદ 23.80 પોઈન્ટ વધીને 5,565.05 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો

માર્ચમાં ઔદ્યોગિક ઉત્પાદન આંક વધીને 7.3%
માર્ચ મહિનામાં દેશનો ઔદ્યોગિક ઉત્પાદન આંક ( IIP) વધીને 7.3
ટકા નોંધાયો હોવાનું સેન્ટ્રલ સ્ટેટેસ્ટિક ઓર્ગેનાઈઝેશને જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરીમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં માત્ર 3.65 ટકાના દરે વૃદ્ધિ જોવા મળી હતી.
ઔદ્યોગિક ઉત્પાદનમાં 80 ટકા ભાર ધરાવતા ઉત્પાદન ક્ષેત્રે આ સમયગાળા દરમિયાન 7.9 ટકાની વૃદ્ધિ નોંધાવી હોવાનું સેન્ટ્રલ સ્ટેટેસ્ટિક ઓર્ગેનાઈઝેશનની યાદીમાં જણાવાયું હતું.
માર્ચમાં પૂરા થયેલા 2010-11 ના નાણાકીય વર્ષ દરમિયાન ઔદ્યોગિક ઉત્પાદનમાં 7.8 ટકાનો વિકાસદર જોવાયો હતો જે અગાઉના નાણાકીય વર્ષના 10.5 ટકાની સરખામણીમાં ઓછો હતો.
ઉત્પાદનના વિસ્તરણનો સંકેત આપતો HSBC માર્કિટ પરચેઝીંગ મેનેજર્સ ઈન્ડેક્સ માર્ચમા 57.9 ટકાથી વધીને 58.0 ટકા થયો હતો જ્યારે માર્ચની સરખામણીમાં ઈનપૂટ તેમજ આઉટપૂટ પ્રાઈસ ઈન્ડાઈસિસમાં મોટો ઘટાડો જોવાયો હતો. કાચા માલના ભાવમાં વધારો તેમજ ઈંધણ પણ મોંઘુ થયું હોવાથી આ અસર જોવા મળી હતી.
ભારતીય રિઝર્વ બેન્ક ( RBI) એ પણ ફુગાવાને અંકુશમાં લેવા માટે વિકાસના ભોગે પણ વ્યાજદરમાં અપેક્ષા કરતાં વધુ વધારો કર્યો હતો. સેન્ટ્રલ બેન્કે વ્યાજદરમાં 50 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો હતો.

Subscribe to:
Posts (Atom)
Economic Event Calendar
Best Mutual Funds
Recent Posts
Search This Blog
IPO's Calendar
Market Screener
Industry Research Reports
INR Fx Rate
!-end>!-currency>
NSE BSE Tiker
Custom Pivot Calculator
Popular Posts
-
LIC Term Insurance or Pvt Life Insurance Term Plan ? Which is the best term insurance in India ? Which Insurance company has the best cla...
-
આજકાલ કોઈપણ સમસ્યા હોય લોકો એન્ટિબાયોટિક્સ અંગ્રેજી દવાઓ લેવાનું વધુ પસંદ કરતાં હોય છે કારણ કે આજની પેઢીને આપણા જુનવાણી નુસખા વિશે જાણ હોત...
-
Introduction The Japanese began using candlestick patterns for over 100 years before the West developed the bar and point and figure syst...
-
સેબીએ કોમોડિટી ડેરિવેટિવ્ઝ માર્કેટના નિયમનને કડક બનાવ્યાના એક વર્ષ પછી કોમોડિટી એક્સ્ચેન્જિસની વૃદ્ધિના પગલાની શરૂઆત કરી છે. MCX અને NCDEX ...
-
મ્યુચ્યુઅલ ફંડ્સના સોદામાં ઉચ્ચ સ્તરની પારદર્શકતા આવે તે હેતુથી શેરબજાર નિયમનકારી સંસ્થા સેબીએ એજન્ટ્સને ચૂકવેલું પુરેપુરું કમિશન જાહેર કરવ...
-
While investing in Mutual Funds, you go through fund reviews, watch funds performance, track historical performance, find out what ex...
-
Equity Linked Savings Scheme (ELSS) is the best tax saving (Section 80C) investment option for investors looking to create long term w...
-
સીબીઆઈ કોર્ટે બુધવારે એફટીઆઈએલ જૂથના સ્થાપક જિજ્ઞેશ શાહને 26 સપ્ટેમ્બર સુધી પોલિસ કસ્ટડીમાં રાખવા આદેશ આપ્યો હતો. સીબીઆઈએ 30 સપ્ટેમ્બર સુ...
-
મેનેજમેન્ટ સ્નાતકો માટે ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગમાં કારકિર્દી હંમેશા આકર્ષક રહી છે. જોકે, હવે આ સેક્ટરના પડકારોને લીધે ઘણા મેનેજમેન્ટ સ્નાત...
-
The Federal Open Market Committee (FOMC), a branch of the US Federal Reserve Board that decides US monetary policy, meets eight times ever...