Saturday, September 27, 2014

Rockstar Modi: સિક્યોરિટી પ્રોટોકોલ તોડી મળ્યા પ્રસંશકોને, ગૂંજ્યા નારા

(ન્યૂયોર્ક પેલેસ હોટેલની બહાર મોદીની ઝલક માટે ઊમટેલા પ્રશંસકોને મળ્યા મોદી)
 
ન્યૂયોર્કઃ વડાપ્રધાન મોદીની પાંચ દિવસીય અમેરિકા વિઝિટનો પ્રારંભ થઇ ચૂક્યો છે. 26મી સપ્ટેમ્બરે ન્યૂયોર્કના અંદાજે 12.30 કલાકે મોદીનું વિમાન એર ઇન્ડિયા વન ન્યૂયોર્કના એરપોર્ટ ખાતે લેન્ડ થયું હતું. એરપોર્ટથી નીકળીને મોદી ન્યૂયોર્ક પેલેસ હોટેલ તરફ રવાના થયા, જ્યાં હોટેલની બહાર મોટી સંખ્યામાં પ્રશંસકો મોદીને આવકારવા માટે રાહ જોતાં હતા. હોટેલમાં પ્રવેશ્યા બાદ મોદી સિક્યોરિટી પ્રોટોકોલનો ભંગ કરી ચાલતા બહાર આવ્યા ને પોતાના પ્રશંસકો સાથે હાથ મિલાવ્યા તથા નમસ્કાર કર્યા. બાદમાં હોટેલ ખાતે બે કલાકના ટૂંકા વિરામ બાદ તેઓ ન્યૂયોર્કના મેયર બિલ જે બ્લાસિયોને મળ્યા હતા.
 
ન્યૂયોર્કના મેયર સાથે મોદીએ અર્બન સ્પેસ, પબ્લિક હાઉસિંગ, મેગાસિટી પોલિસિંગ, મોટા શહેરો સામેના ખતરા અને ક્રાઉડ મેનેજમેન્ટ જેવા વિષયો પર વાતચીત કરી હતી. તે સિવાય મોદી અમેરિકાની નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટના વડા પ્રોફેસર ડો. હેરોલ્ડ વારમસને પણ મળ્યા હતા. ડો. વારમસ સાથે પીએમએ કેન્સર નાબૂદી અંગે ચર્ચા કરી.
 
મરુન રંગના સુટમાં મોદીનું અમેરિકામાં આગમન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભારતીય સમયાનુસાર રાત્રે 10.10 કલાકે (ન્યૂયોર્કના સમય પ્રમાણે બપોરે 12.30 કલાકે ) ન્યૂયોર્કના JFK એરપોર્ટ ખાતે આગમન થયું હતું.  અમેરિકામાં આગમન સમયે નરેન્દ્ર મોદીએ મરુન રંગનો સુટ પહેર્યો હતો. અમેરિકા સ્થિત ભારતના રાજદૂત એસ. જયશંકરે એરપોર્ટ ખાતે મોદીને આવકાર્યા હતા. મોદી જ્યારે ન્યૂયોર્ક એરપોર્ટે પહોંચ્યા ત્યારે મેડિસન સ્ક્વેર ખાતે મોટી સંખ્યામાં મોદી પ્રશંસકો ઉમટ્યા હતા ને તેમણે 'મોદી જિંદાબાદ' અને 'વંદે માતરમ્'ના નારા લગાવ્યા હતા. એરપોર્ટથી નીકળ્યા બાદ મોદીનો કાફલો ન્યૂયોર્ક પેલેસ હોટેલ માટે રવાનો થયો છે.
 
પ્રોટોકોલ તોડી મોદી મળ્યા પ્રસંશકોને

વડાપ્રધાન મોદી ન્યૂયોર્ક સિટીની ન્યૂયોર્ક પેલેસ હોટલે પહોંચ્યા ત્યારે હોટલની બહાર ઊભેલા ચાહકોએ તેમનું ગ્રાન્ડ વેલકમ કર્યું હતું. મોદી જેવા પોતાની ગાડીમાંથી ઉતર્યા ત્યારે પ્રશંસકો જોશભેર નારા લગાવવા માડ્યા હતા. પીએમ પહેલા હોટેલમાં પ્રવેશ્યા ને પછી તરત જ હોટેલની બહાર ઊભેલા હજારો પ્રશંસકોને મળવા ચાલીને બહાર આવ્યા હતા.

વડાપ્રધાનની ફરતે સિક્યોરિટી ઓફિસર્સ હતા તેમ છતાં મોદી સિક્યોરિટી પ્રોટોકોલ તો઼ડીને  પ્રશંસકો તરફ આગળ વધ્યા હતા ને તેમણે કેટલાંય પ્રશંસકો સાથે હાથ મિલાવ્યા ને સૌને નમસ્કાર કર્યા હતા. મોદીને જોઇને બેકાબૂ બનેલી ભીડને સંભાળવી સિક્યોરિટી ઓફિસર્સ માટે પડકારરૂપ બન્યું હતું.

મોદી ન્યૂયોર્ક પેલેસ હોટેલના 15મા માળે રોકાયા છે. ન્યૂયોર્કના મેયર બિલ ડે બ્લાસિયો તથા નોબેલ પારિતોષિક વિજેતા અને નેશનલ કેન્સર ઇન્સ્ટીટ્યૂટ, યુએસના પ્રોફેસર હેરોલ્ડ વારમસને પણ વડાપ્રધાન મળ્યા ત્યારે મોદીએ ખાખી રંગનો બંધ ગળાનો કોટ પહોર્યો હતો.
 

વ્હાઇટ હાઉસની મૂંઝવણ : મોદી ખાશે નહીં ને ખાવા પણ નહીં દે

-અમેરિકામાં મોદી ભોજન નહીં માત્ર પાણી, લીંબુ સરબત કે વિટામિન વોટર જ લેશે
 
(ફાઈલ તસવીર: વાનગીઓના રસથાળ વચ્ચે મોદી આંગળીના વેઢે ગણાય તેટલી વાનગીઓ ચાખે છે.)
 
વ્હાઇટ હાઉસની મૂંઝવણ : મોદી ખાશે નહીં ને ખાવા પણ નહીં દેઅમદાવાદ:. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમેરિકાની ધરતી પર પહોંચી જશે. તેમની માટે અમેરિકાના પ્રમુખ ઓબામા દ્વારા ખાસ ડિનરનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ઉપપ્રમુખ જ્યો બિદેન દ્વારા લંચ છે. પણ મોદી નવરાત્રિ ઉપવાસના કારણે ડિનરમાં કંઇ જ ખાઇ શકશે નહીં. મુખ્ય મહેમાન જ કંઇ ના જમે તો ડિનરમાં કરવું શું? એ સવાલ વ્હાઇટ હાઉસના રસોઇયાઓમાં ચર્ચા બન્યો છે. કદાચ વ્હાઇટ હાઉસના ઇતિહાસમાં પહેલીવાર એવું થશે કે અમેરિકાના પ્રમુખે જેની માટે ડિનર પાર્ટીનું આયોજન કર્યું હોય અને એ જ નહીં જમે. આવા આયોજન મહિનાઓ અગાઉથી થતા હોય છે અને દરેક મહેમાનની નાની-નાની પસંદનું ધ્યાન રાખવામાં આવતું હોય છે.

વ્હાઇટ હાઉસમાં વરસો સુધી વિદેશના મહેમાનો માટે રસોઇ બનાવનાર પૂર્વ executive chef  Walter Scheibના જણાવ્યા મુજ્બ, તેણે આજ સુધી આવી સ્થિતિનો સામનો કર્યો નથી. તે કહે છે કે કોઇની એવી ફરમાઇશ આવતી કે મને લસણ નથી ભાવતું કે મને આ નથી ભાવતું પણ આ વખતે તો એવું છે કે હું ખાવાનો જ નથી. ડિનર વખતે વ્યવ્સ્થા માટે પણ મુંઝવણની પરિસ્થિતિ પેદા થશે. તે કહે છે કે. કેવું લાગશે કે મુખ્ય મહેમાન જ કંઇ નહીં ખાતા હોયને બધા પેટ ભરીને ભોજનનો સ્વાદ માણતા હશે.
 
નવરાત્રિના ઉપવાસના કારણે મોદી સાવ ભોજન નહીં લે, માત્ર પાણી પીને નકોરડા ઉપવાસ કરશે. મોદી  અમેરિકા પ્રવાસમાં પણ નવરાત્રિનો પોતાનો નિત્યક્રમ નહીં તોડે. મોદી નવરાત્રિ દરમિયાન દરરોજ દુર્ગા સપ્તશતીના તમામ 13 પાઠ કરશે. આ માટે તેઓ પોતાની સાથે દુર્ગા સપ્તશતીની ચોપડી અમેરિકા લઈ જશે. ગીતા પ્રેસ દ્વારા પ્રકાશિત કરાયેલી આ દુર્ગા સપ્તશતી સંસ્કૃતમાં છે તેમજ તેમાં તેનો અનુવાદ પણ આપેલો છે.
 

સોનુ અને સેન્સેક્સ બંને 27,000ની નીચેઃ હવે શેમાં રોકાણ ફાયદો આપશે?

સર્વેક્ષણમાં 10માંથી સાત નિષ્ણાતોની સેન્સેક્સમાં રોકાણ કરવાની સલાહ 
 
મુંબઇઃ સોનુ અને સેન્સેક્સમાં 'કૌન કિતના સોણા' એ મુદ્દે દલાલ સ્ટ્રીટ અને બજારમાં ચર્ચા થઇ રહી છે. સોનાના ભાવ ગબડીને 27,000ની આસપાસ આવી ગયા છે અને સેન્સેક્સ પણ ઘટીને અત્યારે 27,000ની નીચે ચાલી રહ્યો છે. આ બંનેના સ્તરો અત્યારે રોકાણકારોને આકર્ષિત કરી રહ્યા છે. તો શામાં રોકાણ કરવું જોઇએ?
 
આ મુદ્દે નિષ્ણાતોનો અભિપ્રાય બિલકુલ સ્પષ્ટ છે. નિષ્ણાતો કહે છે કે સોનામાં ફંડામેન્ટલ અત્યારે નબળા છે. ભારતમાં આર્થિક સુધારાની આશાએ આવેલી તેજી પર એફઆઇઆઇના ભરોસાનો ટેકો છે. તેથી તેઓ હાલ શેરબજારમાં રોકાણ કરવાની સલાહ આપે છે. હિન્દી વેબસાઇટ મની ભાસ્કરે કરેલા સર્વેક્ષણમાં આ તારણ નિકળે છે.
 
સોનુ અને સેન્સેક્સ બંને 27,000ની નીચેઃ હવે શેમાં રોકાણ ફાયદો આપશે?આ સર્વેક્ષણમાં 10માંથી સાત નિષ્ણાતોએ સેન્સેક્સમાં રોકાણ કરવાની સલાહ આપી છે. તેમના મતે સોનામાં ફંડામેન્ટલ અત્યારે નબળા છે. વળી, અમેરિકન ડોલર મજબૂત થવાથી તેમાં વેચવાલીથી વધુ ઘટાડો આવી શકે છે. જ્યારે શેરબજારમાં તેજીનો અવકાશ ઘણો છે. ઉપરાંત, આર્થિક સુધારામાં વેગ આવવાથી રોકાણકારો માટે સારો મોકો છે.
 
સેન્સેક્સમાં રોકાણ તરફી નિષ્ણાતો
 
 ટ્રેડ સ્વિફ્ટના એમડી સંદીપ જૈન સેન્સેક્સમાં રોકાણ કરવાની સલાહ આપે છે. જૈનના જણાવ્યા અનુસાર, ડોલરમાં મજબૂતી અને ચીનમાં ઘટતી માગના કારણે સોનાના ભાવમાં દબાણ આવી શકે છે. જ્યારે ભારતીય અર્થતંત્રમાં સુધારો થવાની આશા પ્રબળ છે. તેથી સેન્સેક્સમાંથી વધુ વળતર મળવાની શક્યતા છે.
 
એન્જલ કોમોડિટીના ડાયરેક્ટર નવીન માથુર કહે છે કે ભારતના અર્થતંત્રમાં સુધારો આવી રહ્યો છે અને રોકાણકારો માટે માહોલ પણ સારો છે તેથી હમણાં સેન્સેક્સમાં તેજી ચાલુ રહેશે. બીજી બાજુ, ડોલર ઇન્ડેક્સ ચાર વર્ષની ટોચે છે, તેથી સોનાની કિંમતો દબાણમાં રહેશે.
 
માઇસ્ટોકના એનાલિસ્ટ લોકેશ ઉપ્પલ માને છે કે સોના કરતા સેન્સેક્સ બહેતર છે. કારણ કે આર્થિક સુધારા પર તેજી ચાલી રહી છે. સોનામાં હાલ ફંડામેન્ટલ્સ નબળા છે. તેઓ ટૂંકા ગાળા માટે સેન્સેક્સનું ટાર્ગેટ 30,000 આપે છે, જેમાં 25,500 સ્ટોપલોસ છે. 
 
વેવ સ્ટ્રેટેજીના ડાયરેક્ટર આશિષ કયાલ કહે છે કે ટૂંકા ગાળા માટે સોનાના બદલે શેરબજાર તરફી વલણ રાખવું જોઇએ. સોનામાં નબળાઇ છે અને તેના ભાવ વધુ ગબડી શકે છે. નવી સરકારના ઝડપી સુધારાના પગલે શેરબજારમાં તેજી આગળ વધી શકે છે.
 
પેરાડિમના બિરને વકીલના મતે, આ વર્ષના અંત સુધીમાં કોઇને રોકાણ કરવું હોય તો તેણે સોનાના બદલે સેન્સેક્સમાં રોકાણ કરવું જોઇએ. જોકે, તેમના મતે, આંતરરાષ્ટ્રીય સ્તર પર ચાલી રહેલી તંગદિલીને પણ નજર અંદાજ નહિ કરવી જોઇએ, જે સોનામાં ઊછાળો લાવી શકે છે.

આ ઉપરાત જેઆરજી વેલ્થ મેનેજમેન્ટના કે સી રેડ્ડી તથા ફંડામેન્ટલ એનાલિસ્ટ આસિફ ઇકબાલ પણ ઉપર જણાવેલા કારણો આપીને સોનાના બદલે સેન્સેક્સમાં રોકાણની સલાહ આપે છે.
 
સેન્સેક્સ વિરુદ્ધ સોનુ
 
વર્ષ સેન્સેક્સમાં વળતર સોનામાં વળતર
2008    -52%    +26.2%
2009    +71.5%        +22.6%
2010    +17.3%            +23.5%
2011    -24.9%         +31.7%
2012    +27.4%         +12.2%
2013    +5.90%         -4.10%
2014    +28.5%         -6.00%
 
આગળ વાંચોઃ સોનામાં કેમ રોકાણ કરવું જોઇએ?
ગ્લોબલ કેપિટલના તરુણ સત્સંગીના મતે, વર્ષના અંત સુધીમાં સોનું 10 ગ્રામ દીઠ રૂ. 28,000 થઇ શકે છે. જ્યારે શેરબજાર ઓલ ટાઇમ ઊંચી સપાટી પર છે. તેથી તેમાં વધુ તેજી જણાતી નથી.
 
નિષ્ઠા ઇન્વેસ્ટમેન્ટના ડાયરેક્ટર રાજેશ શર્મા માને છે કે ટૂંકા ગાળા માટે સોનાની કિંમતોમાં ઊછાળો આવી શકે છે. આ તેજી પાછળ બે કારણો હોઇ શકે છે. એક, શેરબજારમાં વેચવાલીથી ઘટાડો તોળાઇ રહ્યો છે, જેથી સોનામાં તેજી જોવા મળશે. આ સાથે તહેવારોમાં માંગના કારણે સોનામાં હાલના સ્તરેથી તેજી આવી શકે છે.
 
ફંડામેન્ટલ એનાલિસ્ટ વિવેક મિત્તલને સેન્સેક્સના બદલે હાલના ભાવે સોનામાં રોકાણ કરવાનું સારું લાગે છે. તેમના મતે, હાલમાં શેરબજારમાં કોન્સોલિડેશનનો તબક્કો છે. પરંતુ તહેવારો અને લગ્નોની મોસમમાં સોનાની માગ વધી શકે છે. રોકાણકારોએ ટૂંકા ગાળા માટે સોનામાં રોકાણ કરી શકે છે.
 
આ સર્વેક્ષણમાં કુલ 10 નિષ્ણાતોને બે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.
 
1. ટૂંકા ગાળાના રોકાણ માટે સોનુ અને સેન્સેક્સમાંથી કોણ વધુ સારું?

2. કેમ રોકાણ કરવું સારું છે?
 
નિષ્ણાતો કેમ આવું કહે છે
 
નવી સરકાર બન્યા પછી શેરબજારમાં સતત તેજી ચાલી છે. સેન્સેક્સ અને નિફ્ટી નવી ઊંચાઇઓ પર જઇ રહ્યા છે. જોકે, થોડા દિવસથી શેરબજારમાં ઉપલા સ્તરોએ પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે. જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમત નવ માસના નીચા સ્તરે ગબડી છે.
 

ચાલો ન્યૂયોર્કની બોમ્બે જંક્શન રેસ્ટોરન્ટમાં:માણો પટેલના પરોઠા અને પીઝા

(ફોટોઃ ન્યૂયોર્ક શહેરની વચ્ચોવચ આવેલું બોમ્બે જંક્શન રેસ્ટોરન્ટ)
ચાલો ન્યૂયોર્કની બોમ્બે જંક્શન રેસ્ટોરન્ટમાં:માણો પટેલના પરોઠા અને પીઝા
 
ન્યૂયોર્ક. અમેરિકાની આર્થિક રાજધાની ન્યૂયોર્ક. ન્યૂયોર્ક, ન્યૂજર્સીમાં વસતા ભારતીયો અને યુએસએની પ્રવાસે ગયેલા ભારતીયો ન્યૂયોર્કમાં બધે જ ફરીને પછી પેટપૂજા કરવા એક જ સ્થળને પસંદ કરે છે જેનું નામ છે બોમ્બે જંક્શન. ન્યૂયોર્ક શહેરની વચ્ચોવચ બોમ્બે જંક્શન નામની એક રેસ્ટોરન્ટ આવેલી છે. બોમ્બે જંક્શનના માલિક છે એક ગુજરાતી પ્રવિણ પટેલ છે જેમણે સાત વર્ષ પહેલા આ રેસ્ટોરન્ટ શરૂ કરી હતી.
 
પરાઠાથી લઈને ઢોંસાથી પીઝા સુધીની વિવિધ વેરાઈટીઝ બોમ્બે જંક્શનના મેનૂમાં સામેલ છે. કસ્ટમરથી હંમેશા ઉભરાતા બોમ્બે જંક્શનના સ્વાદના સૌ દિવાના બની ગયા છે. ખાસ લન્ચ સમય એટલે કે લગભગ બપોરના ૧૨ વાગ્યોથી ૪ વાગ્યા સુધી અહીં લાઈનો લાગે છે. બોમ્બે જંક્શનના માલિક પ્રવિણ પટેલનું કહેવું છે કે રોજના લગભગ ૧૦૦૦ લોકો અમારી રેસ્ટોરન્ટની મુલાકાત લે છે.
 
ન્યૂયોર્કની મધ્યે તમને ભારતીય સ્વાદ મળે તે તો એક સુખદ આશ્ચર્ય જ ગણાય. આ રેસ્ટોરન્ટમાં ભારતીય ઉપરાંત બાંગ્લાદેશી અને કેટલાક મેક્સીકન્સ પણ છે. બોમ્બે જંક્શના માલિક પ્રવિણ પટેલે દિવ્ય ભાસ્કર સાથે ખાસ વાત કરી અને તેમના અનુભવો અને નરેન્દ્ર મોદીની અમેરિકા વિઝીટ વિશે વાતો કરી હતી.
 
  બોમ્બે જંક્શનના માલિક પ્રવિણ પટેલ સાથેની ખાસ વાતચીત અને નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાત અંગેના મંતવ્યો


(ફોટોઃ ગ્રાહક સાથે વાત કરતા બોમ્બે જંક્શનના માલિક પ્રવિણ પટેલ) 
 
નરેન્દ્ર મોદીની અમેરિકા વિઝીટ માટે કેટલી ઉત્સુક્તા છે?
 
હું તો નાનપણથી જ બીજેપીનો સપોર્ટર રહ્યો છું. અમારી ત્રણ પેઢી બીજેપીને જ સપોર્ટ કરે છે. મારી આ રેસ્ટોરન્ટના પાર્ટનર બાંગ્લાદેશી હિન્દુ છે. તે પણ નરેન્દ્ર મોદીને એટલો જ ચાહે છે જેટલું હું ચાહું છું. મોદીજી અમેરિકા આવીને દેશની શાન તો વધારશે ઉપરાંત અમેરિકામાં વસતા ભારતીયા અને ખાસ તો ગુજરાતીઓની શાન વધુ વધારશે.
 
શું ખરેખર અચ્છે દીન આવી ગયા છે?
 
સો એ સો ટકા અચ્છે દીન આવી ગયા છે. તમે ગુજરાતને ૧૫ વર્ષ પહેલા જુઓ અને આજે જુઓ તેમાં વિકાસના કારણે તમને જમીન આસમાનનો તફાવત દેખાશે. હું ૧૧ વર્ષથી અહીં છું પણ ગુજરાતમાં પબ્લીક ફેસીલીટી, હાઈવે અન્ય સેવાઓમ વધારો થયો છે તે ખરેખર કલ્પનાની બહારની વાત લાગતી હતી. મારો પરિવાર અમદાવાદ રાણીપમાં રહે છે. પહેલા ત્યાં દિવસમાં માંડ અડધો કલાક પાણી આવતું હતું. હવે મારા વાત થાય છે તો મારી માતા કહે છે કે બંને ટાઈમ ફૂલ પાણી આવે છે. નરેન્દ્ર મોદીએ ગુજરાતનો જેમ વિકાસ કર્યો એવી જ રીતે હવે ભારતનો પણ વિકાસ કરશે અને અમને એમાં કોઈ શંકા નથી. 
 
 

ખુલ્લી ઓફર : નરેન્દ્ર મોદીને સમન્સ બજાવી આવો, પુરાવા બતાવો અને રોકડા 6 લાખ રૂપિયા લઇ જાઓ

ખુલ્લી ઓફર : નરેન્દ્ર મોદીને સમન્સ બજાવી આવો, પુરાવા બતાવો અને રોકડા 6 લાખ રૂપિયા લઇ જાઓ
- 2002નાં રમખાણો બદલ US કોર્ટના મોદીને સમન્સ
- અમેરિકન જસ્ટિસ સેન્ટરે ફેડરલ કોર્ટમાં કેસ કર્યો
-
સરકાર સમન્સ મામલે તપાસ કરશે: રવિશંકર પ્રસાદ

ન્યૂયોર્ક: અમેરિકામાં આગમનની સાથે જ ભારતના વડાપ્રધાનના નરેન્દ્ર મોદીને એક ફેડરલ કોર્ટ દ્વારા 2002માં થયેલા કોમી રમખાણો બદલ તેમની કથિત ભૂમિકા બદલ સમન્સ પાઠવવામાં આવ્યાં છે. અમેરિકા સ્થિત એક માનવ  અધિકાર સંસ્થા અમેરિકન જસ્ટિસ સેન્ટર ગુજરાતના કોમી રમખાણોમાં બે ભોગ બનેલી વ્યક્તિઓ સાથે મળીને ન્યૂયોર્કની ફેડરલ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. ઉપરાંત આજે એ સંસ્થાએ જણાવ્યું છે કે જે પણ વ્યક્તિ મોદીને સમન્સ બજાવી આવશે તેને 10 હજાર ડોલરનું ઇનામ આપવામાં આવશે. સંસ્થાના વકીલ ગુરપતવંત સિંહે આ જાહેરાત કરી હતી. મોદી બે દિવસ ન્યૂયોર્ક ખાતે છે એ સમયે સમન્સ બજાવનાના રહેશે. ગ્રુપના જણાવ્યા મુજ્બ, ન્યૂ યોર્ક સ્ટેટ કાયદા મુજ્બ કોઇ સમન્સને દસ ફૂટ દૂરથી એમની પર ફેંકે તો પણ માન્ય ગણાય છે. અમેરિકાએ આ બાબતે કહ્યું હતું આવી બાબાતોની વડાપ્રધાનની અમેરિકાની મુલાકાત પર કોઇ અસર થશે નહીં. વ્હાઇટ હાઉસ દ્વારા આવેલા નિવેદન મુજ્બ, રાજનૈતિક ઉમ્યિનિટી મુજબ તેમને કોઇ સમન્સ હાથોહાથ આપી શકે નહીં. સાથે તસવીર કે વિડીયોનો પુરાવો પણ લાવવાનો રહેશે.
  
આ સમન્સ બાબતે ભારતે પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે, મોદીને અમેરિકાની મુલાકાત દરમિયાન કોઇ સમંસ આપી શકે એમ નથી. ભારતે અમેરિકી અદાલતના નિર્ણય સામે બહુ જ કડક પ્રતિક્રિયા આપી છે.
 
નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન તરીકે પ્રથમ વખત શુક્રવારે ન્યૂયોર્કની મુલાકાતે આવી રહ્યા છે.  તેમના પાંચ દિવસના પ્રવાસ દરમિયાન નરેન્દ્ર મોદી અમેરિકાની જનરલ એસેમ્બલી અને મેડિસન સ્ક્વેર ગાર્ડન ખાતે ભારતીય અમેરિકન કોમ્યુનિટીને સંબોધવાના છે. ત્યારબાદ તેઓ અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાને વોશિંગ્ટન ખાતે 29 અને 30 સપ્ટેમ્બર દરમિયાન મળવાના છે. ભારતવિરોધી પ્રવૃત્તિઓ માટે જાણીતા એક જૂથે ન્યૂયોર્ક અને વોશિંગ્ટન ખાતે શ્રેણીબદ્ધ વિરોધ પ્રદર્શનોનું આયોજન કર્યુ છે.
 
આ પ્રકારનાં કેસ થવા એ પહેલીવારની ઘટના નથી. કેસમાં જે વકીલ મોદી વિરુદ્ધ ઉપસ્થિત રહ્યા છે તે જ વકીલ યુએસનાં શિખ ફોર જસ્ટીસ નામનાં એક જૂથ વતી કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી સામે કેસ દાખલ કરી ચૂક્યા છે. આ કેસમાં સોનિયા ગાંધીને 1984નાં શિખ વિરોધી રમખાણોમાં માનવાધિકારનાં ભંગનાં આરોપી બનાવાયા છે. સોનિયાએ આ કેસને રદ્દ કરવા માટે પણ અરજી કરી હતી અને એક મીડિયા અહેવાલ પ્રમાણે તેમની આ અરજીને સ્વીકારી પણ લેવાઇ હતી.  
 
ન્યુયોર્કના સાઉધર્ન ડિસ્ટ્રીક્ટની કોર્ટમાં ગુરુવારે દાખલ કરાયેલી અરજીમાં ફરિયાદી તરીકે બે ભારતીયોનાં નામ છે. જેમાંથી એકની ઓળખ ફક્ત આસિફ તરીકે અને બીજાની જેન ડીઓ તરીકે અપાઇ છે. બીજા ફરિયાદી માટે જણાવાયું હતું કે રાજ્ય અને રાજ્ય સિવાયનાં લોકો તરફથી બદલાની ભાવનાથી થઇ શકતી કાર્યવાહીનો ડર હોવાથી તેણી પોતાનું નામ નહીં આપે. ફરિયાદમાં જણાવાયું છે કે મોદી અને રાજ્ય સરકાર ગેરકાયદેસર હત્યાઓ, સંગઠિત હિંસા, લઘુમતિ મુસ્લિમોનાં મોટા પાયા પરનાં વિસ્થાપન તેમજ ન્યાયનાં સતત ઇન્કાર માટે જવાબદાર છે.   
 

વેદાંતાના માલિક રૂ.16,000 કરોડની સંપત્તિનું દાન કરશે

 
નવી દિલ્હી : વેદાંતા રિસોર્સિસના માલિક અનિલ અગ્રવાલ તેમની 75 ટકા સંપત્તિનું દાન કરશે. તેમની પાસે રૂ. 21,385 કરોડની સંપત્તિ છે. એટલે કે અગ્રવાલ કુટુંબ અંદાજે 16,000 કરોડની સંપત્તિનું દાન કરશે. તેઓ ભારતીય શ્રીમંતોની યાદીમાં 24મા સ્થાને છે. લંડન સ્ટોક એક્સચેન્જમાં વેદાંતાનું લિસ્ટિંગ થયાને 10 વર્ષ થયા તે નિમિત્તે અનિલ અગ્રવાલે આ જાહેરાત કરી હતી. તેમણે ક્હયું કે પૈસા જ બધું નથી. જે કમાણી કરી છે તે સમાજને પાછી આપવા માગું છું. તેમણે બિલ ગેટ્સને મળ્યા બાદ આ નિર્ણય કર્યો હતો.
 
વિશ્વના સૌથી મોટા દાનવીર
વેદાંતાના માલિક રૂ.16,000 કરોડની સંપત્તિનું દાન કરશે
1 બિલ ગેટ્સ171100
2 વોરેન બફેટ 150400
3 જ્યોર્જ સોરોસ51900
4 ગોર્ડન મૂર30500
5 અઝીમ પ્રેમજી12800

ભારતના દાનવીર

1 અઝીમ પ્રેમજી (રૂ.12,800  કરોડ)
2 શિવ નાદર (રૂ.3000 કરોડ)
3 જીએમ રાવ  (રૂ.740 કરોડ)
4 નંદન નિલેકણી (રૂ.530  કરોડ)

આ સાથે અનિલ અગ્રવાલ આ સાથે વિશ્વના 9મા અને ભારતના પ્રથમ ક્રમના દાનવીર બની ગયા છે.

Friday, September 26, 2014

નવો આઈફોન 6 વળી જતો હોવાનું એપલે સ્વીકાર્યુંઃ જાણો, કેમ વળી જાય છે ફોન

નવો આઈફોન વળી જતો હોવાનું એપલે સ્વીકાર્યુંઃ જાણો, કેમ વળી જાય છે ફોનએજન્સી : બે દિવસ પહેલાં અનેક એપલ યુઝર્સે દાવો કર્યો કે આઇફોનની એલ્યુમિનિયમ બોડીના કારણે જો ફોન પર થોડું પણ પ્રેશર પડે તો તે વળી જાય છે. જો ફોન એકવાર વળી જાય તો તે સીધો થઇ શકતો નથી અને તેની સ્ક્રીન તૂટી જાય છે. આ બાબતને રિસર્ચ દ્વારા સાબિત પણ કરવામાં આવી હતી અને આ માટેના વીડિયો પણ ટેકજગતમાં આવી ચૂક્યા હતા. ટેકનિકને માટે જાણીતી એપલ કંપનીએ નવા આઇફોનને સ્ટેનલેસ સ્ટીલ, એલ્યુમિનિયમથી બનાવીને કાચની સુવિધા આપનારો મજબૂત ફોન ગણાવ્યો છે.  કંપનીના પ્રવક્તા ટ્રૂડી મુલરનું કહેવું છે કે ફોનને લોન્ચ કર્યાના થોડા સમયમાં અમને યુઝર્સની તરફથી ફોનના વળી જવાની ફરિયાદો મળી રહી છે. અમારી પાસે વેચાણના પહેલા છ દિવસમાં જ નવ ગ્રાહકોએ એપલના આઇફોન 6ની ફરિયાદ કરી છે.  કંપનીનું માનવું છે કે આ પ્રકારના કિસ્સાઓ બનવા એ એક દુર્લભ બાબત છે. 
 
નવો આઈફોન વળી જતો હોવાનું એપલે સ્વીકાર્યુંઃ જાણો, કેમ વળી જાય છે ફોનશેર માર્કેટની વાત કરવામાં આવે તો હાલમાં એપલ કંપની નીચે આવી રહી છે. નવા ફોનના વળી જવાના કારણે કંપનીએ વધારે હાસ્યાસ્પદ બનવું પડી રહ્યું છે. સોશ્યલ મીડિયામાં અને ઓનલાઇન અનેક જગ્યાઓએ આઇફોનના વળી જવા અંગે અનેક ચર્ચાઓ થઇ રહી છે. કંપની જણાવે છે કે આઇફોનમાં વપરાયેલો મજબૂત કાચ અને તેનું સ્ટેનલેસ સ્ટીલ અને ટાઇટેનિયમ બોડી એપલના આઇફોનને માટે કંપની માટે જમા પાસું છે. કંપનીના મુખ્ય અધિકારી જણાવે છે કે જો આઇફોનને પેન્ટના પાછળના ખિસ્સામાં રાખી તેની પર લાંબા સમય સુધી પ્રેશર આપવામાં આવે તો તે વળી શકે છે. હવે એક જ રસ્તો છે કે તેને પેન્ટના પાછળના ભાગમાં રાખવાના બદલે તેને બાજુના કે ફ્રન્ટના ખિસ્સામાં કે પછી બેગમાં રાખવામાં આવે. 
 
Phone 6 પ્લસ વળી જવાનું કારણ તેમાં વપરાયેલું એલ્યુમિનિયમ છે જેના કારણે હવે તેને તેનાથી દૂર કરી દેવામાં આવશે. એલ્યુમિનિયમ નરમ ધાતુ છે અને કોમળતાની સાથે લચીલાપણું પણ ધરાવે છે. જો તેની પર થોડો પણ ભાર પડે તો તે સરળતાથી વળી શકે છે. નવા આઇફોનમાં વપરાયેલા એલ્યુમિનિયમનો કોઇપણ ભાગ એક ઇંચ (0.64 સીએમ)ના એક ચતુર્થાંશથી પણ વધારે છે. આ જ કારણ છે કે ફોન સરળતાથી વળી જાય છે. આ પ્રમાણ બટન અને સિમ કાર્ડ સ્લોટની પાસે વધારે હોય તેવું ફોટોમાં જોવા મળી રહ્યું છે. કંપનીનું કહેવું છે કે અહીં એક વાત સ્પષ્ટ કરી દેવી જોઇએ કે, જ્યારે ફોન વળે છે એવી ફરિયાદ કરાય છે ત્યારે યુઝર્સ ફોનના ઉપરના ભાગ પર જ વધારે ભાર આવ્યો હોવાનું જણાવે છે. ફોનને વચ્ચેના ભાગથી વળ્યો હોવાની કોઇ ફરિયાદ હાલ સુધી આવી નથી. આ માટેનો એક સરળ રસ્તો હાલમાં કંપની દ્વારા એ બતાવવામાં આવી રહ્યો છે કે તેને પેન્ટના પાછળના ભાગમાં રાખવાના બદલે તેને બાજુના કે ફ્રન્ટના ખિસ્સમાં કે પછી બેગમાં રાખવામાં આવે.  આ સિવાય તેમાં લાબાન Roomes, અનુકૂળ સોનાની પ્લેટ વાપરવામાં આવે. 

USની ધરતી પર પગ મૂકે એ પહેલાં જ PM મોદી સામે સમન્સ


(મોદીને અમેરિકાની કોર્ટ દ્વારા ઇસ્યુ કરાયેલા સમન્સની તસવીર, ટ્વીટર પર આ તસવીર ફરી રહી છે)

- યુએસ જતા પહેલાં મોદી દ્વારા ઓબામાની પ્રશંસા
- અનેક અંતર દૂર થશે, નવા સંબંધો રચાશે : મોદી


ન્યૂ યોર્ક : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની ધરતી પર નવ વરસના પ્રતિબંધ બાદ પગ મુકે એ પહેલાં જ અમેરિકાની એક અદાલતે તેમની સામે સમન્સ ઇસ્યુ કરી સનસનાટી મચાવી દીધી છે. ગુજરાતના 2002ના રમખાણૉ મામલે ન્યૂ યોર્કની ફેદરલ કોર્ટે મોદી સામે સમન્સ જારી કર્યા છે. American Justice Center (AJC) દ્વારા લૉ–સુટ ફાઇલ કરાયો હતો. કોર્ટે મોદીને 21 દિવસમાં જવાબ રજૂ કરવા સમય આપ્યો છે. મોદી સામે ઇસ્યુ કરાયેલા સમન્સમાં કહેવામાં આવ્યું છે કે 21 દિવસની અંદર જો જવાબ નહીં આપવામાં આવે તો ડિફોલ્ટ જજમેન્ટનો ઉપયોગ કરવામાં આવશે. નોંધનીય છે કે આ પ્રકારનો ઉપયોગ ત્યારે કરવામાં આવે છે જ્યારે કોઇ મામલે એક પક્ષ નક્કી કરેલા સમયમાં જવાબ આપતો નથી.  
 
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે સાંજે 4.20 વાગે દિલ્હીથી રવાના થયા. પહેલાં તે ફ્રેન્કફર્ટ રોકાયા હતા.  ત્યાંથી તે અમેરિકા જવા રવાના થયા હતા. વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીનો આ પાંચમો વિદેશ પ્રવાસ છે. આ પહેલાં તે 1993માં અમેરિકા ગયા હતા પરંતુ 2005માં મુખ્યપ્રધાન તરીકે જઇ શક્યા નહોતા. અમેરિકાએ વિઝા આપ્યા નહોતા. હવે પીએમ છે તો તેમને વિઝાની જરૂરત નથી.

પહેલો દિવસ મોદી 26 સપ્ટેમ્બરે ભારતીય સમય અનુસાર બપોરે 12 વાગે ન્યૂયોર્ક પહોંચશે. યુએનની બેઠકમાં ભાગ લેવા જઇ રહ્યા છે, આથી એરપોર્ટ પર ઓબામા સરકારના બદલે અમેરિકામાં ભારતીય રાજદૂત આગેવાની કરશે. બાદમાં તેઓ ન્યૂયોર્કના મેયર બિલ ડે બ્લાસિયોની મુલાકાત કરશે. મોદી કેટલાક ભારતીય મૂળના ઉદ્યોગપતિઓને પણ મળશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે બહુચર્ચિત અને બહુપ્રતિક્ષિત અમેરિકા યાત્રા પર રવાના થઇ ગયા. અમેરિકા પ્રવાસે જતાં પહેલાં તેમણે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાની પ્રશંસા કરી. તેમણે જણાવ્યું કે તેમનું જીવન યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત છે. તેમણે વિશ્વાસ અપાવ્યો કે આ પ્રવાસથી ઘણું બધું અંતર દૂર થશે. વ્યૂહાત્મક સંબંધોમાં એક નવો ઇતિહાસ શરૂ થશે.

વડાપ્રધાને સમગ્ર અમેરિકન પ્રવાસ પર પણ પ્રકાશ પાડ્યો હતો. ત્યારબાાદ તે પાંચ દિવસની યાત્રા પર રવાના થઇ ગયા. રાત્રે તે ફ્રેન્કફર્ટમાં રોકાશે અને ભારતીય સમયાનુસાર શુક્રવારે બપોરે ન્યૂયોર્ક પહોંચશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હકીકતમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 69મા અધિવેશનને સંબોધિત કરવા માટે અમેરિકા ગયા છે. આ તકનો લાભ ઉઠાવતાં તે અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાને મળશે. ઓબામાએ વોશિંગ્ટનમાં નરેન્દ્ર મોદી માટે વિશેષ ભોજન સમારંભની વ્યવસ્થા કરી છે. નરેન્દ્ર મોદી અનેક દેશોના વડાઓને પણ મળશે.

નવી દિલ્હીથી રવાના થતાં પહેલાં નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે તે પ્રમુખ ઓબામા સાથે પરસ્પર અને વૈશ્વિક હિતો પર ચર્ચા કરશે. બન્ને દેશો પોતાના સંબંધોને નવી ઊંચાઇ પર કેવી રીતે લઇ જઇ શકે છે તે અંગે ચર્ચા કરશે.
 
 

ચેતન ભગતની નવી નવલકથા માર્કેટમાં આવે એ પહેલાં એના પરથી બનનારી ફિલ્મની જાહેરાત

Chetan Bhagatજાણીતા રાઇટર ચેતન ભગતની નૉવેલો પરથી ‘થ્રી ઇડિયટ્સ’, ‘ટૂ સ્ટેટ્સ’ જેવી સુપરહિટ ફિલ્મો બની ચૂકી છે.

થોડા દિવસ પહેલાં સમાચાર હતા કે ચેતન ભગત ફિલ્મ પ્રોડ્યુસ કરવાનો છે. વાત સોએ સો ટકા સાચી છે. ચેતનની આગામી નૉવેલ ‘હાફ ગર્લફ્રેન્ડ’ જે હજી માર્કેટમાં પણ નથી આવી ત્યારે નૉવેલનું સેમ ટાઇટલ ધરાવતી ફિલ્મની જાહેરાત થઈ ગઈ છે અને એને ૨૦૧૬ના ઉનાળાના સમયમાં રિલીઝ કરવાનું પણ નક્કી થઈ ગયું છે. બિહાર, દિલ્હી, ન્યુ યૉર્કમાં આકાર લેનારી આ લવ-સ્ટોરીના ડિરેક્શનની કમાન ‘આશિકી ૨’વાળા મોહિત સૂરિના હાથમાં આપવામાં આવી છે. આ ફિલ્મની મુખ્ય પ્રોડ્યુસર એકતા કપૂર છે.

MCXને 2015માં નવા વાયદા લોન્ચ કરવા મનાઈ

વાયદા બજાર પંચ (એફએમસી)એ એમસીએક્સને 2015ના પહેલા ત્રણ મહિનામાં નવા કોન્ટ્રાક્ટ લોન્ચ કરવાની મનાઈ ફરમાવી છે. આ સ્થિતિમાં રોકાણકારોનો ગભરાટ ઓછો કરવા એમસીએક્સે બીએસઇને જણાવ્યું હતું કે, તેની ભૂતપૂર્વ પ્રમોટર ફાઇનાન્શિયલ ટેક્‌નોલોજિસ (FTIL) ચાલુ મહિનો પૂરો થતાં સુધીમાં એમસીએક્સનો હિસ્સો વેચી દેશે એવી તેને આશા છે.

કોન્ટ્રાક્ટ લોન્ચ કરવાની મનાઈ પછી તરત એમસીએક્સનો શેર દિવસના ઊંચા સ્તરથી લગભગ 6 ટકા ગબડ્યો હતો, પરંતુ ત્યાર પછી તેમાં રિકવરી જોવા મળી હતી. એફએમસીના જણાવ્યા અનુસાર એમસીએક્સમાંથી FTIL શેરધારક તરીકે સંપૂર્ણ બહાર નહીં નીકળે ત્યાં સુધી એમસીએક્સ 2015માં નવા કોન્ટ્રાક્ટ લોન્ચ નહીં કરી શકે.

એમસીએક્સે બીએસઇને એક પત્રમાં જણાવ્યું હતું કે, FTIL એમસીએક્સનો બાકી 15 ટકા હિસ્સો ક્યારે વેચશે તેની માહિતી આપવા અમે એમસીએક્સને જણાવ્યું છે. તેમણે હજુ આ અંગે કોઈ માહિતી આપી નથી. અમને આશા છે કે, એફએમસીએ જે સવાલો કર્યા છે તેનો 30 સપ્ટેમ્બર 2014 સુધીમાં જવાબ મળશે અને ટૂંક સમયમાં (કોન્ટ્રાક્ટ લોન્ચ કરવા માટે) એફએમસીની મંજૂરી મળશે.

એફએમસીએ નવા વર્ષે કોન્ટ્રાક્ટ લોન્ચ કરવાની મનાઈ ફરમાવ્યા પછી એમસીએક્સની સ્પષ્ટતાથી બજારનો ગભરાટ ઓછો થયો હતો. એફએમસીએ શુક્રવારે એમસીએક્સને પત્ર લખીને જણાવ્યું હતું કે, FTIL દ્વારા કોટક મહિન્દ્રા બેન્કને એમસીએક્સનો 15 ટકા હિસ્સો વેચવાનો સોદો શરતી જણાય છે. જેમાં હિસ્સાના વેચાણની ચોક્કસ તારીખનો ઉલ્લેખ નથી. એટલે એમસીએક્સના 15 ટકા હિસ્સાના વેચાણની વાત પર વિશ્વાસ પડતો નથી.

FTIL એમસીએક્સનો બાકી 15 ટકા હિસ્સો ક્યારે વેચશે એ બાબતે સ્પષ્ટતા કરવા એફએમસીએ એમસીએક્સને જણાવ્યું છે.

એમસીએક્સ લિસ્ટેડ હોવાથી તેણે એફએમસીના પત્રની માહિતી બીએસઇને આપી હતી. ત્યાર પછી એમસીએક્સનો શેર દિવસના ઊંચા સ્તરથી 5.6 ટકા ગબડ્યો હતો. જોકે, નીચા મથાળે થોડી લેવાલીને પગલે શેર 0.9 ટકા ઘટીને રૂ.810.05ના મથાળે બંધ રહ્યો હતો. એમસીએક્સની સ્પષ્ટતા બીએસઇની સાઇટ પર બપોરે 3.26 કલાકે મૂકવામાં આવી હતી.

એમસીએક્સે 2015માં નવા કોન્ટ્રાક્ટ લોન્ચ કરવા હશે તો તેણે FTILને શેરધારકની યાદીમાંથી દૂર કરવી પડશે. રૂ.5,600 કરોડના એનએસઇએલ કૌભાંડને પગલે એફએમસીએ FTILને એમસીએક્સના સંચાલન માટે 'અનફિટ' જાહેર કરી હતી. તેની જાહેરાત 8 મેએ કરવામાં આવી હતી. FTILએ એફએમસીના આદેશને પડકાર્યો છે.

નવા વર્ષનું કોન્ટ્રાક્ટ કેલેન્ડર લોન્ચ કરતાં પહેલાં એફએમસીએ એમસીએક્સને એનએસઇએલના કૌભાંડ પછી પીડબલ્યુસી દ્વારા કરાયેલા ફોરેન્સિક ઓડિટનાં તારણોનો અમલ કરવા જણાવ્યું છે. એમસીએક્સે જણાવ્યું હતું કે, પીડબલ્યુસીના અહેવાલનાં સૂચનોનો અમલ કરી દેવામાં આવ્યો છે અને તેની માહિતી એફએમસીને પણ આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, FTIL એમસીએક્સમાં ૨૬ ટકા હિસ્સો ધરાવતી હતી. જોકે, એફએમસીના આદેશનું પાલન કરવા તેણે ૧૧ ટકા હિસ્સો જાણીતા રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાને વેચી દીધો હતો. કંપનીએ જુલાઈમાં એમસીએક્સનો 15 ટકા હિસ્સો વેચવા કોટક મહિન્દ્રા બેન્ક સાથે કરાર કર્યા હતા. જોકે, હજુ આ સોદામાં શેર ટ્રાન્સફર થયા નથી.

ક્રૂડ $100ની નીચે: 15 માસના તળિયે

લાંબા સમય બાદ લંડન ટ્રેડેડ બ્રેન્ટ ક્રૂડ 100 ડોલર પ્રતિ બેરલની નીચે ઊતરી ગયું છે. સોમવારે ભારતના સવારના સમયે તેણે 99.72 ડોલરનું 15 મહિનાનું તળિયું દર્શાવ્યું હતું, પરંતુ બપોરે ફરીથી 100 ડોલર પર ટ્રેડ થઈ રહ્યું હતું.

જોકે, સાંજ પછી તે ફરી 100 ડોલર નીચે ઊતરી ગયું હતું અને તેણે99.36ની નવી નીચી સપાટી દર્શાવી હતી અને રાત્ર 10 કલાકે ત્યારે તે 99.95 પર ટ્રેડ થઈ રહ્યું છે. આ અગાઉ બ્રેન્ટ ક્રૂડ 24 જૂનના રોજ 99.67ની સપાટીએ જોવા મળ્યું હતું.

જોકે ત્યાર બાદ તે મહદ્ અંશે 105 ડોલરથી 120 ડોલરની રેંજમાં હતું. છેલ્લાં ત્રણ વર્ષની વાત કરીએ તો બ્રેન્ટ ક્રૂડ 97 ડોલરથી નીચે ટકી શક્યું નથી. ક્રૂડમાં મંદી લંબાશે તો એવું બને કે બ્રેન્ટ ક્રૂડમાં પાછલાં કેટલાંક વર્ષની નીચી સપાટી જોવા મળી શકે. સાથે બ્રેન્ટ અને નાયમેક્સ ક્રૂડ વચ્ચેનો ગાળો પણ ઘટે.

ઐતિહાસિક રીતે બ્રેન્ટ ક્રૂડ નાયમેક્સ ક્રૂડ કરતાં ડિસ્કાઉન્ટમાં જ ટ્રેડ થતું આવ્યું હતું. જોકે ઓગસ્ટ 2010થી તો નાયમેક્સ ક્રૂડ સામે પ્રીમિયમથી ટ્રેડ થઈ રહ્યું છે. એક તબક્કે બંને બેન્ચમાર્ક વચ્ચેનો ગાળો 28 ડોલર જેટલો મોટો હતો. જે ઘટીને 2.5 ડોલરના સ્તરે આવ્યો હતો. હાલમાં નાયમેક્સ 92 ડોલર આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે અને તેથી બંને વચ્ચે તફાવતનો ગા‌ળો હજુ પણ 7 ડોલરથી ઉપર ચાલી રહ્યો છે.

જો ક્રૂડમાં વધુ ઘટાડો રહેશે તો આ ગાળો વધુ ઘટશે તેવું માનવામાં આવે છે. એક વાત નોંધવી જરૂરી કે એશિયાઈ દેશોની ક્રૂડ ખરીદી માટે બ્રેન્ટ એ મહત્ત્વનો બેન્ચમાર્ક બની રહે છે.




ટેક્સ બચાવવા શેરધારકોને ડિવિડન્ડની લહાણી

પહેલી ઓક્ટોબરે ડિવિડન્ડ ડિસ્ટ્રિબ્યુશન ટેક્સ (DDT) વધે એ પહેલાં ઘણી કંપનીઓએ શેરધારકો માટે ડિવિડન્ડની જાહેરાત કરી છે. પહેલી જુલાઈથી અત્યાર સુધીમાં 118 લિસ્ટેડ કંપનીએ ડિવિડન્ડ જાહેર કર્યું છે, જે આંકડો અગાઉના વર્ષના સમાન ગાળામાં 67 હતો. પહેલી ઓક્ટોબરથી DDTનો દર 20.47 ટકા થશે, જે કંપનીઓની ટેક્સ જવાબદારી 3.475 ટકા વધારશે.

ઇન્વેસ્ટમેન્ટ બેન્ક અલ્પેન કેપિટલના એમડી અવિનાશ ગુપ્તાએ જણાવ્યું હતું કે, ઘણી લિસ્ટેડ કંપનીઓ અને ખાનગી કંપનીઓના પ્રમોટર્સ 30 સપ્ટેમ્બર પહેલાં ડિવિડન્ડ વિતરણના નીચા ટેક્સ રેટનો લાભ લઈ રહ્યા છે.'' લગભગ 36 કંપનીએ પહેલી જુલાઈથી આખરી ડિવિડન્ડ જાહેર કર્યું છે. જ્યારે ૭૭ કંપનીએ શેરધારકોને વચગાળાનું ડિવિડન્ડ આપ્યું છે.

ટીસીએસ, એચસીએલ ટેક્‌નોલોજિસ, સોનાટા સોફ્ટવેર, કેર રેટિંગ્સ અને મહિન્દ્રા લાઇફસ્પેસ ડેવલપર્સે સ્પેશિયલ ડિવિડન્ડની જાહેરાત કરી છે. બીનસ્ટોક એડ્વાઇઝરીના સીઇઓ કુશ કટકિયાએ જણાવ્યું હતું કે, "ટેક્સમાં વૃદ્ધિ ઘણી મોટી હોવાથી આ પગલું સમજાય તેવું છે.''

હાલ સરચાર્જ અને એજ્યુકેશન સેસની ગણતરી પછી અસરકારક ટેક્સ રેટ 16.995 ટકા (15 ટકા ટેક્સ + 10 ટકા સરચાર્જ + 3 ટકા એજ્યુકેશન સેસ) છે અને કંપની ડિવિડન્ડના વિતરણ પહેલાં ટેક્સ ચૂકવે છે. આ દરમાં જુલાઈ મહિનાના બજેટમાં વધારો કરાયો છે.

આરઆરએ કન્સલ્ટન્ટ્સના પાર્ટનર રજત અગરવાલે જણાવ્યું હતું કે, કંપનીઓ અને મ્યુચ્યુઅલ ફંડ્સ માટે નાણાકીય વર્ષ 2013-14 માટે ડિવિડન્ડની જાહેરાત અને ચુકવણી તેમજ 2014-15ના વચગાળાના ડિવિડન્ડની ચુકવણી યોગ્ય જણાય છે. કારણ કે તેને લીધે પહેલી ઓક્ટોબર પહેલાં 3.475 ટકાનો ટેક્સ બચાવી શકાશે.

માર્કેટ કેપની રીતે દેશની સૌથી મોટી કંપની ટીસીએસે જુલાઈમાં 500 ટકાનું વચગાળાનું અને 4,000 ટકાનું સ્પેશિયલ ડિવિડન્ડ જાહેર કર્યું છે. જેને લીધે કંપનીના નીચા DDTને કારણે લગભગ રૂ.326 કરોડની બચત થઈ છે.

એચડીએફસીએ પણ ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં અનુક્રમે 400 અને 500 ટકાનું વચગાળાનું ડિવિડન્ડ ચૂકવ્યું છે. કેર રેટિંગ્સે 31 જુલાઈએ 60 ટકાનું વચગાળાનું અને 15 સપ્ટેમ્બરે 650 ટકાના સ્પેશિયલ ડિવિડન્ડને મંજૂરી આપી છે.

રસપ્રદ રીતે સપ્ટેમ્બરના પ્રારંભે 9,700 ટકાનું ડિવિડન્ડ (શેર દીઠ રૂ.485) જાહેર કરનારી ઓરેકલ ફાઇનાન્શિયલ સેબીના ડિવિડન્ડની જાહેરાત અંગેના ચુકાદા સામે SATમાં ગઈ હતી. સેબીએ ડિવિડન્ડની બુક બંધ અને રેકોર્ડ ડેટ વચ્ચે 30 દિવસનો ગાળો રાખવાનો નિર્દેશ આપ્યો હતો.

જોકે, મંગળવારે SATએ સેબીના આદેશને રદ કરી કંપનીને વચગાળાનું ડિવિડન્ડ જાહેર કરવા અને તેના માટે 25 સપ્ટેમ્બરની રેકોર્ડ ડેટ નિર્ધારિત કરવાની મંજૂરી આપી હતી. SATના ઓર્ડરને પગલે ઓરેકલને DDTની લગભગ રૂ.142 કરોડની બચત થશે.

રોકાણ કરો, નાણાં નહીં ડૂબે તેની ગેરંટી મારી: મોદી

નવી દિલ્હી:સુપ્રીમ કોર્ટે 204 કોલ બ્લોક રદ કર્યાના બીજા જ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્થાનિક મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં રોકાણ ખેંચી લાવવા માટે ઉદ્યોગજગતને આગ્રહ કર્યો હતો. તેમણે 'મેક ઇન ઇન્ડિયા' અભિયાન શરૂ કર્યું છે જેમાં ભારતને મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની યોજના છે. તેમણે ઉદ્યોગોને ખાતરી આપી હતી કે ભારતમાં તેમનું રોકાણ સલામત રહેશે.

વડાપ્રધાને રોકાણકારોને ત્રણ ડી - ડેમોક્રેસી, ડેમોગ્રાફી અને ડિમાન્ડ ઓફર કર્યા હતા. અમેરિકા જવા રવાના થતાં પહેલાં વિજ્ઞાન ભવનમાં તેમણે સંબોધન કર્યું હતું અને રોકાણકારોને કહ્યું કે આવી અદ્‌ભુત તક ફરી નહીં મળે.

તેમણે કહ્યું, "રોકાણકારોનો ભરોસો જીતવા માટે રોકાણની સુરક્ષા અને નીતિમાં સાતત્ય અનિવાર્ય છે. તમારાં નાણાં નહીં ડૂબે. આ અમારી ખાતરી છે. મારી આખી ટીમ, સમગ્ર બ્યૂરોક્રસી આ માટે કામ કરશે."

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણી, ટાટા ગ્રૂપના વડા સાઇરસ મિસ્ત્રી, વિપ્રોના અઝીમ પ્રેમજી, આદિત્ય બિરલા ગ્રૂપના વડા કુમાર મંગલમ્ બિરલા અને મારુતિ સુઝુકીના એમડી કેનિચી અયુકાવાએ વડાપ્રધાનની પહેલને આવકારી હતી અને પોતાના તરફથી શક્ય એટલું કરવાનું વચન આપ્યું હતું.

અંબાણીએ રાષ્ટ્રીય માર્કેટ રચવા માટે જીએસટી લાગુ કરવાની તરફેણ કરી હતી. તેમણે કહ્યું કે તેમની કંપની 12-15 મહિનામાં 1.8 લાખ કરોડનું રોકાણ કરશે જેનાથી 1.25 લાખ રોજગારી પેદા થશે. મિસ્ત્રીએ કહ્યું કે કેટલાક પડકારોનો ઉકેલ આવે તો મેન્યુફેક્ચરિંગમાં ભારત પ્રગતિ કરી શકે છે. તેમાં દેશભરમાં સ્થિર નીતિઓ સાથે મજબૂત ક્રિટિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્પર્ધાત્મક ડ્યૂટી અને ટેક્સ માળખું, કાર્યક્ષમ અને સમયમર્યાદામાં કામ કરતું વહીવટીતંત્ર, વિશ્વસનીય ઊર્જા સ્રોત અને લોજિસ્ટિક્સની સુવિધા જરૂરી છે.

રાજ્યકક્ષાના વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી (સ્વતંત્ર હવાલો) નિર્મલા સીતારામને ઉદ્યોગજગતને રેડ કાર્પેટથી આવકારવાની ખાતરી આપી હતી. તેમણે કહ્યું કે, "અમે લાઇસન્સમુક્તિ, નિયમનમુક્તિ અને ધરમૂળથી પરિવર્તન લાવવા માટે કટિબદ્ધ છીએ.

અમે ખુલ્લું મન ધરાવીએ છીએ.મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા કામદાર કાયદા સુધારાશે અને કામના કલાકોમાં ફેરફાર કરી શકાશે. અત્યારે ભારતના જીડીપીમાં મેન્યુફેક્ચરિંગનો હિસ્સો 15 ટકા છે અને ઘણા સમયથી તે નથી વધી રહ્યો. તેના કારણે રોજગારી સ્થિર થઈ ગઈ છે અને ખાધ વધી છે.

મેન્યુફેક્ચરિંગમાં નબળા દેખાવના કારણે ગયા વર્ષે વૃદ્ધિદર સળંગ બીજા વર્ષ માટે પાંચ ટકાથી નીચે રહ્યો હતો. 2013-'14માં મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં 0.7 ટકા ઘટાડો થયો હતો. નવી સરકાર સીબીઆઇથી ખુશ નથી તેવા પણ સંકેત સાંપડ્યા છે. મોદીએ કહ્યું કે, બિઝનેસ સમુદાયે તેનો વિશ્વાસ ગુમાવ્યો છે. તેમને બીક છે કે સરકાર ગમે ત્યારે નીતિ બદલશે, સીબીઆઇ ગમે ત્યારે ત્રાટકશે.

અમદાવાદના સ્ટોક બ્રોકરનું ઉઠમણું: લોકોના કરોડ સલવાયા

લોકોના નાણાનું શેરબજારમાં રોકાણ કરતા અમદાવાદના મણિનગરના એક શેરબ્રોકરે ચુકવણી બંધ કરતા સંખ્યાબંધ લોકોના નાણા સલાવાઈ ગયા છે. બજારની અટકળો પ્રમાણે આ રકમ રૂ.200 કરોડ જેટલી હોય શકે છે. નાણા ધિરનારા લોકો મોટા ભાગે ધનાઢ્ય વર્ગના તેમજ મધ્યમથી ઉચ્ચ વર્ગના છે.

બજારમાં ચાલેલી વાતો મુજબ રસેશ શાહ નામનો વ્યક્તિ તેના સાથીદાર પરીન શાહની સાથે મળીને લોકો પાસેથી લોકોના ફંડ મેનેજ કરી આપતો હતો. તેમની સાથે દુબઈનો પણ એક પાર્ટનર છે.

તેઓ મણિનગરના વિજય પ્લાઝામાંથી કામ કરતા હતા. પરીન લોકો પાસેથી ફંડ લાવીને આપતો હતો. લોકોના નાણા લઈને નિફ્ટીના ઓપ્શન્સ ટ્રેડિંગમાં રોકીને તેના દ્વારા મહિને 2-3 ટકાના વળતરની ખાતરી આપતો હતો.

ક્લાયન્ટ્સ સાથેની સમજૂતિ પ્રમાણે નફાનો 67 ટકા હિસ્સો ક્લાયન્ટ્સ પાસે જતો હતો અને 33 ટકા હિસ્સો બંને પાર્ટનર્સ રાખતા હતા. આ કામગીરી પાછલા બે વર્ષ કે તેથી વધુ સમયથી ચાલતી હતી. તેના મોટા ભાગના ક્લાયન્ટસ હાઇ નેટવર્થ ઇન્ડિવિડ્યુઅલ્સ (એચએનઆઇ) હતા.

આ ઉપરાંત મધ્યમથી ઉચ્ચ વર્ગના લોકોએ પણ તેને નાણા આપ્યા હતા. કુલ કેટલા નાણા ફસાયા છે તેની કોઈ ચોક્કસ વિગતો મળી નથી પણ બજારની અટકળો પ્રમાણે આ રકમ રૂ.200 કરોડથી નીચે તો નહીંજ હોય.

અલબત્ત કામગીરીમાં સામેલ વ્યક્તિઓના નામ સ્વતંત્ર રીતે ચકાસી શકાયા નથી.કામગીરી એકંદરે બરાબર ચાલતી હતી, પણ ગયા મંગળવારથી તેમણે લોકોને નાણા આપવાનું બંધ કર્યું છે.

રોકાણાકારો તેની ઓફિસે જાય છે પણ તેમને તે પૈસા આપતા નથી. અંદાજે 100-150 ક્લાયન્ટ્સના નાણા સંડોવાયા હોવાનો અંદાજ છે. બંનેની કામગીરી કેટલી હદે ગુનો બને છે, તે અંગે પણ કંઈ સ્પષ્ટતા નથી.

જો તેઓ ક્લાયન્ટના એકાઉન્ટમાંથીજ ટ્રેડિંગ કરતા હોય તો તેમના પર શેરબજારનો સવાલ છે ત્યાં સુધી કોઈ ગુનો બનતો નથી, તેમ બ્રોકરો માને છે. ગુરૂવારે રસેશે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.

બજારના વર્તુળોના જણાવ્યા પ્રમાણે તે ક્લાયન્ટના નામે ખાતુ ખોલાવીને ટ્રેડિંગ કરતો હતો. રસેશ અને પરિન, બંને બોલવામાં ખૂબ પાવરધા હોવાથી તેઓ લોકોને સરળતાની મનાવી શકતા હોવાનું વર્તુળોએ જણાવ્યું છે. રસેશની સ્ટ્રેટેજી ખૂબ જોખમી હતી. તે 'રાઇટિંગ' કરતો હતો, જેમાં ખોટ જાય તો તે ખૂબ મોટી હોવાનું જોખમ રહે છે.

આ ઉપરાંત 4-5 અગ્રણી બ્રોકર્સના ટર્મિનલ્સ પર પણ તે ટ્રેડિંગ કરતો હતો અને ઘણીવાર પોતાનું માર્જીન વધારીને 50 ટકા કરવાની માંગણી કરતો હતો. જો કોઈ બ્રોકરે આમ કર્યું હોય તો તે બ્રોકર મુશ્કેલીમાં મુકાઈ શકે છે, તેમ વર્તુળો માને છે.

Thursday, September 25, 2014

BSE સેન્સેક્સમાં વધુ 276 પોઈન્ટનો ઘટાડો

F&O સપ્ટેમ્બર સિરીઝની એક્સપાયરીના દિવસે રિયલ્ટી, ઓઈલ-ગેસ તેમજ મેટલ શેરોમાં ધૂમ વેચવાલીથી સેન્સેક્સ વધુ 276 પોઈન્ટ તૂટ્યો હતો.

દિવસ દરમિયાન BSE સેન્સેક્સ ઉપરમાં 26814.20 અને નીચામાં 26349.55 પોઈન્ટની રેન્જમાં અથડાયા બાદ 276.33 પોઈન્ટ ગગડીને 26468.36 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 8,019.30 અને 7,877.35 પોઈન્ટની રેન્જમાં ટ્રેડ થયા બાદ 90.55 પોઈન્ટ ઘટીને 7,911.85 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 2.40 ટકા અને 3.21 ટકા ઘટીને ટ્રેડ થઈ રહ્યા હતા.

આજે અન્ય સેક્ટોરલ ઈન્ડાઇસિસમાં BSE રિયલ્ટી ઈન્ડેક્સ 3.21 ટકા, BSE ઓઈલ-ગેસ ઈન્ડેક્સ 3.08 ટકા, BSE મેટલ ઈન્ડેક્સ 3.00 ટકા, BSE પાવર ઈન્ડેક્સ 2.80 ટકા ઘટ્યા હતા જ્યારે BSE IT ઈન્ડેક્સ 1.12 ટકા વધ્યો હતો.

11 વાગ્યે:F&O સપ્ટેમ્બર સિરીઝની એક્સપાયરીના દિવસે મુંબઈ શેરબજાર આજે ઉપરમાં ખૂલ્યું હતું પણ, પાવર, રિયલ્ટી, ઓઈલ-ગેસ તેમજ મેટલ શેરોમાં ધૂમ વેચવાલીથી તે રેડ ઝોનમાં આવી ગયું હતું.

સવારે 11 વાગ્યે BSE સેન્સેક્સ 110.59 પોઈન્ટ ગગડીને 26634.10 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 34.25 પોઈન્ટ વધીને 7,968.15 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 1.40 ટકા અને 2.05 ટકા ઘટીને ટ્રેડ થઈ રહ્યા હતા.

આજે સવારે IT, ટેકનો, ફાર્મા તેમજ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં લેવાલી જોવા મળી હતી જ્યારે પાવર, રિયલ્ટી, ઓઈલ-ગેસ તેમજ મેટલ શેરોમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું.

શેરબજાર ઓપનિંગ:મુંબઈ શેરબજાર આજે ઉપરમાં ખૂલ્યું હતું. ટ્રેડિંગ શરૂ થયાની થોડી જ ક્ષણોમાં BSE સેન્સેક્સ 27.73 પોઈન્ટ ઉછળીને 26772.42 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 3.05 પોઈન્ટ વધીને 8,005.45 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.18 ટકા અને 0.33 ટકા વધીને ટ્રેડ થઈ રહ્યા હતા.

આજે સવારે IT, ટેકનો, રિયલ્ટી, ફાર્મા, કેપિટલ ગૂડ્ઝ તેમજ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં ધૂમ લેવાલી જોવા મળી હતી જ્યારે ઓઈલ-ગેસ તેમજ FMCG શેરોમાં વેચવાલી જોવા મળી હતી.

બુધવારે BSE સેન્સેક્સ ઉપરમાં 26844.70 અને નીચામાં 26560.00 પોઈન્ટની રેન્જમાં અથડાયા બાદ 31.00 પોઈન્ટ ઘટીને 26774.69 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 8,042.05 અને 7,950.05 પોઈન્ટની રેન્જમાં અથડાયા બાદ 15.15 પોઈન્ટ ઘટીને 8,002.40 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

જાપાની કંપનીનો દાવો, 2050 સુધી અંતરિક્ષામાં જવા લાગશે લિફ્ટ

(તસવીરઃ સ્પેસ એલિવેટરનો ગ્રાફિક્સ વ્યૂ)
જાપાનની એક નિર્માણ કંપની એવી લિફ્ટ બનાવવા જઈ રહી છે જે માણસો અને સામાનને અંતિરક્ષમાં સ્પેશ સ્ટેશન સુધી લઈ જશે. આ લિફ્ટ અંતરિક્ષમાં 96,000 કિમીની ઉંચાઈ સુધીની પહોંચી ધરાવતી હશે.  જે 2050માં બનીને તૈયાર થઈ જશે. 

જાપાનની સૌથી મોટી કન્સ્ટ્રક્શન કંપની ઓબાયશીનું કહેવું છે કે સીધી રેખામાં ચુંબકીય મોટરથી ચાલનારી રોબોટિક કારોને નવનિર્મિત સ્પેસ સ્ટેશન સુધી લઈ જવામાં આવશે. ઈ લિફ્ટને લોગોના સામાન સાથે લઈ જવામાં આવશે.
 
આ લિફ્ટનો આવવા જવાનો ખર્ચ, અંતરીક્ષમાં એક રોકેટને છોડ્યા જવાનો ખર્ચ કેટલાય ગણો ઓછો હશે. કંપનીનું કહેવુ છે કે લિફ્ટમાં અંતરિક્ષ સ્ટેશન સુધી પહોંચતા સાત દિવસો લાગશે. અંતરિક્ષમાં લઈ જનારો લાંબો કેબલ 2030 સુધીમાં તૈયાર થઈ જશે.
જાપાની કંપનીનો દાવો, 2050 સુધી અંતરિક્ષામાં જવા લાગશે લિફ્ટજાપાની કંપનીનો દાવો, 2050 સુધી અંતરિક્ષામાં જવા લાગશે લિફ્ટ

મંગળયાને મોકલી રાતા ગ્રહની પ્રથમ તસવીર, 7.3 કિ.મી ઊંચાઈએથી ક્લિક કરી


(ફોટોઃ મંગળયાન દ્વારા લેવામાં આવેલી પ્રથમ તસવીર, આ તસવીર મંગળથી ૭.૩ કિલોમીટર ઉંચાઈથી ૩૭૬ મી સ્પેટીકલ રિઝોલ્યુશનથી લેવામાં આવી છે)
 
બેંગલુરુ:  મંગળયાન ગઈકાલે મંગળની કક્ષામાં પ્રવેશ્યા પછી, ઈસરો દ્વારા મંગળવાન યાન દ્વારા ખેંચવામાં આવેલી પ્રથમ તસવીરને જાહેર કરી છે. આ તસવીરને મંગળથી ૭.૩ કિલોમીટરની ઉંચાઈથી લેવામાં આવી છે. તસવીર ૩૮૬ મીટર સ્પેટીકલ રિઝોલ્યુશનથી લેવામાં આવી છે.
 
અત્રે ઉલ્લેખનીય છે કે મંગળયાન દસ મહિનામાં 65 કરોડ કિમી ચાલીને બુધવારે સવારે મંગળ સુધી પહોંચી ગયું હતું. ઇસરોના વૈજ્ઞાનિકોએ સવારે સવા સાત વાગે યાનનું એન્જિન ચાલુ કર્યુ હતું. યાનની સ્પીડ ઓછી કરી અને 24 મિનિટ પછી યાન મંગળની કક્ષામાં પ્રવેશ્યું હતું. તે સમયે ઇસરો કંટ્રોલ સેન્ટરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર હતા. તેમણે જણાવ્યું કે ‘આજે મંગળને મોમ મળી ગઇ. મિશનનું નામ જ્યારે મોમ રાખવામાં આવ્યું ત્યારે જ સફળતાનો વિશ્વાસ હતો. કારણ કે મોમ ક્યારેય નિરાશ નથી કરતી.’ આ મિશનનું નામ ‘માર્સ ઓર્બિટર મિશન’ એટલે કે ‘મોમ’ છે. મંગળયાને પહોંચતાની સાથે બે કલાકમાં પ્રથમ તસવીર મોકલી દીધી હતી.


પહેલી જ વખતમાં મંગળ સુધી પહોંચનારો ભારત દુનિયાનો પ્રથમ દેશ
 
મંગળયાન દસ મહિનામાં 65 કરોડ કિમી ચાલીને બુધવારે સવારે મંગળ સુધી પહોંચી ગયું. ઇસરોના વૈજ્ઞાનિકોએ સવારે સવા સાત વાગે યાનનું એન્જિન ચાલુ કર્યુ. સ્પીડ ઓછી કરી અને 24 મિનિટ પછી યાન મંગળની કક્ષામાં હતું. તે સમયે ઇસરો કંટ્રોલ સેન્ટરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર હતા. તેમણે જણાવ્યું કે ‘આજે મંગળને મોમ મળી ગઇ. મિશનનું નામ જ્યારે મોમ રાખવામાં આવ્યું ત્યારે જ સફળતાનો વિશ્વાસ હતો. કારણ કે મોમ ક્યારેય નિરાશ નથી કરતી.’ આ મિશનનું નામ ‘માર્સ ઓર્બિટર મિશન’ એટલે કે ‘મોમ’ છે. મંગળયાને પહોંચતાની સાથે બે કલાકમાં પ્રથમ તસવીર મોકલી દીધી હતી.
 
વિચાર: ઇસરો પ્રમુખ રાધાકૃષ્ણને જણાવ્યું હતું કે આપણી સફળતા કોઇની હાર નથી. અમે કોઇની સ્પર્ધા નથી કરી રહ્યાં. અમારી હરીફાઇ પોતાની સાથે છે.
 
સમર્પણ: એક હજાર વિજ્ઞાનિક દિવસ-રાત લાગેલા હતા. પ્રોજેક્ટ પ્રમુખ સુબ્બા અરુણન કહે છે કે 25 મહિનાથી અમે સતત કામ કરી રહ્યાં છીએ. બે-એક કલાક સુતા તો પણ ઇસરો સેન્ટરમાં જ. સફળતાએ થાક ઓછો કરી દીધો.
 
સંતોષ: મંગળ ઉપર મિથેન ગેસની જાણકારી મેળવશે. જેથી ત્યાં જીવનની શોધ અને ભવિષ્યની સંભાવના શોધી શકાય. મંગળનું પાણી ક્યાં જતું રહ્યું તેની પણ શોધ કરશે. છ મહિના સુધી તસવીરો મોકલશે.
 
મંગળયાને અમેરિકાના ક્યુરિયોસિટી સાથે વાતો કરી
 
મંગળયાન: ‘હેલો ક્યુરિયોસિટી. દિવસ કેવો છે હું તારી આસપાસ જ હાજર રહીશ.’

ક્યુરિયોસિટી: ‘નમસ્તે માર્સ ઓર્બિટર. વેલકમ. ઇસરોને અભિનંદન.’

મંગળયાન: ‘આ લાલ જેવો દેખાઇ રહ્યો છે તે મંગળ છે. હું નાસ્તા પછી પાછો આવું છું. તડકો સારો છે, તે બેટરીઓ માટે જરૂરી છે.’

(ઇસરોએ ‘મોમ’ના નામથી ટ્વિટર હેન્ડલ શરૂ કર્યુ છે. બે કલાકની અંદર જ તેને 22 હજાર લોકો ફોલો કરી રહ્યાં હતા.
ઇસરોની આગામી યોજના
 
* વર્ષના અંત સુધી: સ્વદેશી ક્રાયોજેનિક એન્જિન ધરાવતા જીએસએલવીનું પરીક્ષણ.
* 2015ના અંત સુધી: બે વ્યક્તિઓને કેપ્સ્યૂલમાં રાખીને પૃથ્વીની નીચલી કક્ષામાં મોકલીને પાછા લવાશે.
* 2016માં: ચંદ્રયાન-2ને ચંદ્ર ઉપર ઉતારશે.
 
આ માટે ગર્વ છે આપણાં મિશન ઉપર
 
સન્માન: દુનિયા જણાવી રહી છે કે ભારતે કમાલ કરી દીધી. બે વર્ષ પહેલા કહેતી હતી- એક ગરીબ દેશ જ્યાં લોકો ભૂખે મરે છે ખોટા ખરચાની વાતો કરી રહ્યો છે.
 
શક્તિ: આપણે રૂ.450 કરોડનો ખર્ચ કર્યો. 3 વર્ષ પહેલા વિચાર્યુ, 15 મહિનામાં યાન બનાવ્યું. 10 મહિનામાં મંગળ સુધી પહોંચાડ્યું. જ્યારે અમેરિકાએ પોતાના યાન ‘મેવન’ ઉપર 11 વર્ષ કામ કર્યુ, 3000 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો. મંગળ સુધી પહોંચવામાં 12 મહિના લાગી ગયા.
 
સંકલ્પ: આપણા સિવાય અમેરિકા અને રશિયા જ મંગળ સુધી પહોંચ્યા છે. પણ જ્યારે 1663માં પહેલું રોકેટ અપાચે થુંબામાં મેગ્ડાલેન ચર્ચની દીવાલના સહારે છોડ્યું હતું, ત્યારે દુનિયા કહેતી હતી કે- ભારત ચાદરની બહાર પગ ફેલાવી રહ્યું છે. તેમનું રોકેટ રમકડું છે.

US જતા પહેલા મોદી ઉતર્યા 'મેક ઈન ઈન્ડિયા'નો એક્કો - 'FDI એટલે ફર્સ્ટ ડેવલપ ઈન્ડિયા'

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મેક ઇન ઇન્ડિયા’ અભિયાન શરૂ કર્યું છે. તેને ખૂબ મોટા પાયે શરૂ કરવાની યોજના છે. દિલ્હીના વિજ્ઞાન ભવનમાં મુખ્ય કાર્યક્રમ યોજોઈ રહ્યો. કાર્યક્રમ દેશના અનેક રાજ્યોની રાજધાનીઓમાં US જતા પહેલા મોદી ઉતર્યા 'મેક ઈન ઈન્ડિયા'નો એક્કો - 'FDI એટલે ફર્સ્ટ ડેવલપ ઈન્ડિયા'એક સાથે લોન્ચ થઈ રહ્યો છે. જેને મોદીની અમેરિકા યાત્રા પૂર્વે નવા રોકાણને આકર્ષવા માટે ચાવીરૂપ જાહેરાત માનવામાં આવે છે. આ અભિયાનની સફળતા માટે કેન્દ્ર સરકારે વિશ્વની ટોચની 3000 કંપનીઓ પર મીટ માંડી છે. આ વાતનો ખુલાસો વાણિજ્યપ્રધાન નિર્મલા સિતારમને તેમના ભાષણમાં કર્યો હતો. મોદીએ કાર્યક્રમને સંબોધન કરતા જણાવ્યું હતું કે એફડીઆઈએ દેશના નાગરિકોની જવાબદારી છે. એફડીઆઈ એટલે ફર્સ્ટ ડેવલપ ઈન્ડિયા. આ રીતે રોજગારીનું ચક્ર ઊભું થશે. તો કાર્યક્રમને સંબોધન કરતા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણીએ કહ્યું હતું કે આગામી વર્ષમાં રિલાયન્સ 1,25,000 રોજગારીની તકો ઉભી કરીશું.

મોદીના ભાષણના મુખ્ય મુદ્દા
 
*ઝીરો બેલેન્સનું ખાતું ખોલવા છતાં લોકોએ તેમાં 1500 કરોડની મૂડી રોકી છે. ચાર કરોડ ખાતા ખુલ્યા છે. હવે તેઓ (કોંગ્રેસવાળાઓ) એમ નથી કહેતા કે આ મૂળતઃ તેમની યોજના છે. કારણ કે, જો એમ બોલે તો ખુલ્લા પડી જાય કે તેમની યોજના નિષ્ફળ રહી હતી. મેક ઈન ઈન્ડિયાએ નારો કે આમંત્રણ નથી, તે જવાબદારી છે. પહેલા આપણે અહીં રોકાણ કરીશું તો વિશ્વની કંપનીઓ અહીં રોકાણ કરવા લાઈન લગાવશે.  

કેન્દ્ર અને રાજ્ય સરકારે સાથે મળીને કામ કરવું જરૂરી
 
નિર્ણય કેન્દ્રમાં થાય અને અમલ રાજ્યમાં થાય, તેમની વચ્ચે તાલમેલ ન હોય તો ઉદ્યોગપતિ અવઢવમાં રહે છે કે, રાજ્યમાં રજૂઆત કરવી કે કેન્દ્રમાં જવું. રાજ્ય અને કેન્દ્ર સાથે મળીને કામ કરશે તો કામ આગળ વધવા લાગશે અને અંતે દેશનો જ વિકાસ થશે. એકસપોર્ટ ઈમ્પોર્ટ, નાણાખાધની ચર્ચાઓ કેન્દ્ર સરકારના વિષય છે એમ માનવામાં આવે છે, પરંતુ રાજ્યો પણ તેમાં પ્રદાન કરી શકે છે અને તેમનો વિશ્વાસ વધી શકે છે. રાજ્ય અને કેન્દ્ર નિકાસલક્ષી અભિગમ સાથે આગળ વધશે. અને સવલતો આપશે.
 
હાઈવેઝની સાથે આઈવેઝ પણ જરૂરી

જો માળખાકીય સુવિધા ઊભી નહીં થાય તો સર્વાંગી વિકાસ નહીં થાય. હાઈવેઝની સાથે આઈવેઝની પણ જરૂર છે. ગેસ ગ્રીડ, વોટ ગ્રીડ, પાવર ગ્રીડ, ઓપ્ટિકલ ગ્રીડની જરૂર છે. હોસ્પિટાલિટી ક્ષેત્રમાં બહુ સંભાવનાઓ છે. મજબુરીમાં ભારતીય કંપનીઓએ વિદેશમાં જવું ન પડે તેવું કરવાની જરૂર છે. પહેલા કંપનીઓ ભારતમાં મજબુત બને પછી તે વિદેશમાં જાય. આ કોઈ રાજકીય એજન્ડા નથી પણ આર્ટિકલ ઓફ ફેથ છે. ગુજરાતના અનુભવના આધારે કહી શકું છું કે, બાબુઓ, ફાઈલ્સ કાર્યાલયો બધાય એ જ છે, છતાં દિશા બદલી શકાય છે.
 
લુક ઈસ્ટ અને લિન્ક ઈસ્ટની જરૂર
 
સ્કિલ ડેવલપમેન્ટ કરવાનું લક્ષ્યાંક છે. બુધવારના મિશન મંગળયાનની સફળતા બાદ વિશ્વનો કોઈપણ દેશ ભારતના કૌશલ્ય પર સવાલ ઉઠાવી શકે તેમ નથી. ડિજીટલ ગવર્નન્સથી આગળ મોબાઈલ ગવર્નન્સ તરફ લઈ જવાની જરૂર છે. એક તરફ લુક ઈસ્ટ અને બીજી તરફ લિન્ક ઈસ્ટ કરવાની જરૂર છે. ગ્લોબલ વિઝનની સાથે ભારતની આર્થિક સંરચનાને એક મોટા પ્લેટફોર્મ પર ઊભું રાખી શકાય છે. આગામી સમયમાં વેસ્ટમાંથી બેસ્ટની સંભાવના છે. પાંચસો શહેરોમાં શહેરના કચરામાંથી પાણી અને કચરો દૂર કરવાનો અને તેમાંથી વીજળી ઉત્પાદન કરી શકાશે. 
 
*ભારતમાં લોકશાહી, માંગ અને ડેમોક્રેટિક ડિવિડન્ડ છે. તે સમગ્ર વિશ્વમાં માત્ર ભારતમાં જ છે. સમગ્ર વિશ્વના ઉત્પાદકો એશિયા તરફ નજર કરે છે, પરંતુ માત્ર ભારતમાં જ આ ત્રણેય બાબતો છે. 

*વેપારીઓ અને ઉદ્યોગપતિઓ ઈનસેન્ટિવથી આકર્ષાતા નથી આ માટે વિકાસલક્ષી વાતાવરણ ઊભું કરવું પડે. આ વાત હું મુખ્યપ્રધાન તરીકેના મારા કાર્યકાળના આધારે કહી શકું છું. ત્યારે રોકાણકારમાં સલામતીનો અહેસાસ ઊભો થાય છે. 

એફડીઆઈ એટલે ફર્સ્ટ ડેવલપ ઈન્ડિયા

*ભારતની ખરીદશક્તિ અજોડ છે. જો ભારતવાસીઓ ગરીબીમાંથી મધ્યમવર્ગમાં પ્રવેશ કરશે, તો ખરીદશક્તિ વધશે. જે વિશ્વની કંપનીઓને બજાર આપશે, જો તેઓ આ અભિયાનમાં જોડાશે નહીં તો તક ચૂકી જશે. ભારતમાં મારૂતિ કાર્સ મોટાપાયે બનશે પણ ખરીદનાર નહીં હોય તો? આથી રોજગાર સર્જન થશે. એફડીઆઈએ દેશના નાગરિકોની જવાબદારી છે. એફડીઆઈ એટલે ફર્સ્ટ ડેવલપ ઈન્ડિયા. આ રીતે રોજગારીનું ચક્ર ઊભું થશે. 
 
આમંત્રણ નહીં વિશ્વાસથી રોકાણ આવે
 
આમંત્રણ આપવાથી રોકાણ ન આવે પણ વિશ્વાસ આપવાથી રોકાણ આવે. લોકોને આ નિર્ણયમાં વિઝન નથી લાગતું પરંતુ તે સેલ્ફ સર્ટિફિકેશન છે. સવા કરોડ લોકો પર વિશ્વાસ મુકવો એ અભૂતપૂર્વ વાત છે. અવિશ્વાસ નહીં, વિશ્વાસથી શરૂઆત કરવામાં આવે. દેશના સામાન્ય નાગરિક માટે સરકાર હોય છે. સંસદની બહાર પણ પરિવર્તન લાવીને લોકોમાં વિશ્વાસ પેદા કરી શકાય છે. 

દેશના ઉદ્યોગપતિઓએ મજબૂરીમાં વિદેશમાં રોકાણ કરવું નહીં પડે

અનેક ઉદ્યોગપતિઓને બેસવા માટે જગ્યા નથી મળી, તે માટે તમારી માફી માંગું છું. તેનું એક કારણ એ પણ છે કે આ સભાગૃહને તેની આદત નથી. ઉદ્યોગપતિઓને સાંભળ્યા બાદ તેમને મેક-ઈન-ઈન્ડિયા માટે વધુ કોઈ ખાતરી આપવાની જરૂર નથી લાગતી. છેલ્લા બે ત્રણ વર્ષથી ઉદ્યોગપતિઓ મજબુરીમાં વિદેશમાં રોકાણ કરતા હતા. હવે તેમણે મજબૂરીમાં વિદેશમાં રોકાણ નહીં કરવું પડે. છેલ્લા કેટલાક વર્ષોથી ભારતના ઉદ્યોગપતિઓએ વિશ્વાસ ગુમાવી દીધો હતો. છેલ્લા કેટલાક મહિનાઓના અનુભવથી કહી શકું છું કે, આ સ્થિતિ બદલી રહી છે. નીતિ બદલી દેવાનો, કાયદાઓનું ભારણ અને સીબીઆઈનો ભય ઉદ્યોગપતિઓને રહેતો. 

આ પહેલા શું થયું?

*વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભાષણ શરૂ 
*મેક ઈન ઈન્ડિયાના બ્રોસરનો સેટ રજૂ 
* મેક ઈન્ડિયા વેબસાઈટ લોન્ચ. દેશ વિદેશની કંપનીઓના પ્રતિનિધિઓ હાજર.
*મેક ઈન્ડિયાનું ટીઝર લોન્ચ થયું.
 
વાણિજ્ય પ્રધાન નિર્મલા સિતારમન
 
*વાણિજ્યપ્રધાન નિર્મલા સિતારમને ભાષણ આપ્યું વિશ્વભરની ત્રણ હજાર કંપનીઝ પર ભારતની નજર અને ભારતને મેન્યુફેકચરિંગ હબ બનાવવા નિર્ધાર. વિદેશી મૂડી રોકાણને આકર્ષવા માટે જરૂરી કાયદાકીય ફેરફાર કરવામાં આવશે. તે કોઈ સ્લોગન નથી પરંતુ મોદીનું વિઝન છે.
*આશા રાખીએ કે ઓટો ક્ષેત્રમાં અમારી જે કોઈ સમસ્યા છે, તેને 'મેક ઈન ઈન્ડિયા' અભિયાનમાં ઉકેલવામાં આવી હોય.
 
કોણ-કોણ રહ્યું હાજર

રિલાયન્સના વડા મુકેશ અંબાણી, ઈન્ફોસિસના અઝીમ પ્રેમજી, વીપ્રોના અઝીમ પ્રેમજી, બિરલા જૂથના કુમાર મંગલમ્ બિરલા, આઈસીઆઈસીઆઈ બેન્કના ચંદા કોચર, અપોલોના ચેરમેન ઓમકારસિંહ કંવર,ટાટા સન્સના સાયરસ મિસ્ત્રી, વાણિજ્ય પ્રધાન નિર્મલા સિતારમણ, વગેરે હાજર રહ્યાં હતાં. 


(તસવીરઃ કાર્યક્રમમાં હાજરી આપવા આવી પહોંચેલા રિલાયન્સ ઈન્ડસ્ટ્રિઝના મુકેશ અંબાણી)

125 હજાર જોબ્સ ઊભી કરીશુંઃ મુકેશ અંબાણી
 
US જતા પહેલા મોદી ઉતર્યા 'મેક ઈન ઈન્ડિયા'નો એક્કો - 'FDI એટલે ફર્સ્ટ ડેવલપ ઈન્ડિયા'*રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના વડા મુકેશ અંબાણીએ ભાષણ શરૂ કર્યું. આજનો દિવસ ભારત માટે ઐતિહાસિક છે. મોદીના નેતૃત્વની ખાસિયત છે કે તેઓ સપનું જુએ છે અને તેને સાકાર પણ કરે છે. તેઓ એક અબજ દેશવાસીઓને પ્રેરણા આપે છે અને સપનું જોવા પ્રેરે છે. મેડ એ ભૂતકાળની વાત છે જ્યારે મેક એ વર્તમાન અને ભવિષ્યની વાત છે. મેક ઈન ઈન્ડિયા એક અભિયાન છે. મંગળ અભિયાન દ્વારા ભારતે તેની ક્ષમતાનો પરિચય આપ્યો છે. અમુક શહેરોમાં રીક્ષામાં ફરવા કરતા પણ સસ્તા ભાવમાં મિશનને પૂર્ણ કર્યું છે. વડાપ્રધાન ખુદે ત્યાં હાજર રહીને વૈજ્ઞાનિકોને વધાવ્યાં હતાં. તમારી જાપાન, ચીન અને અમેરિકાની યાત્રાથી સકારાત્મક વાતાવરણ ઊભું થયું છે. તેના કારણે ભારતમાં કૌશલ્ય અને રોકાણ માટે આકર્ષણ ઊભું થયું છે.

ફિઝિકલ અને વર્ચ્યુઅલ ઈનફ્રાસ્ટ્રક્ચર દ્વારા દેશના ગામડાઓના સમુહને દેશનું જ નહીં વિશ્વનું બજાર ઉપલબદ્ધ કરાવવાનું છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રિઝ વતી હું મેક ઈન ઈન્ડિયા પ્રોજેક્ટ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરું છું. આગામી 12-15 મહિનામાં ભારતમાં 125 હજાર જોબ્સ ઊભી કરીશું. આજે 140 દેશોમાં રૂ. 247000 કરોડની નિકાસ રિલાયન્સ કરે છે. તમારા (મોદીના) નેતૃત્વમાં દેશ કૂદકે અને ભૂસકે પ્રગતિ કરશે.

ટાટાના સાયરસ મિસ્ત્રી
 
*ટાટા સન્સના વડા સાયરસ મિસ્ત્રીએ ભાષણ આપ્યું. જેમાં મેન્યુફેકચરિંગ સેક્ટરનો ગ્રોથ 25 ટકા કરવાની વાત કરી. ઉપરાંત ભારતના કૌશલ્ય સંશાધનની પ્રશંસા કરી. ભારત અને ભારતના લોકોમાં ઈનવેસ્ટ કરવા માટે ટાટા જૂથ પ્રતિબદ્ધ છે.
*કેન્દ્ર સરકારના 'મેક ઈન ઈન્ડિયા' વીડિયો પ્લે કરવામાં આવ્યો હતો.  
વિશ્વભરની 3000 કંપનીઓ પર નજર
 
મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં ભારતને વૈશ્વિક કેન્દ્ર બનાવવા, રોજગારી આપવા અને અર્થવ્યવસ્થાને મજબૂતી આપવાની પહેલ છે. વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ)એ વિદેશ નિવેશ માટે ઉદ્યોગ અને બિઝનેસ સાથે જોડાયેલી આશરે 25 સેક્ટરને મંજૂરી આપી છે. મોદી પોતે અંગેનું પ્રેઝન્ટેશન ઓછામાં ઓછું ત્રણ વખત જોઇ ચૂક્યા છે. ઓટોમોબાઇલ, ટેક્સટાઇલ, ઓટો કમ્પોનન્ટ, ફાર્માસ્યુટિકલ, ફૂડ પ્રોસેસિંગ, કેમિકલ, આઈટી, લેધર, પર્યટન, રિન્યુએબલ એનર્જી, બાયોટેક્નોલોજી,ડિઝાઈનિંગ મેન્યુફેક્ચરિંગ, ઇલેક્ટ્રોનિક્સ, રેલવે, પોર્ટ, ટૂરિઝમ અને પાવર તેમાં મુખ્ય છે. વિદેશી મૂડીરોકાણ લાવવા માટે નિયમોમાં જરૂરી ફેરફારો કરવામાં આવશે. સંરક્ષણ અને રેલવે ક્ષેત્રમાં વિદેશી મૂડીરોકાણની ટોચમર્યાદા વધારીને 49 ટકા કરવામાં આવી છે.
 
કાર્યક્રમ પહેલા એક અધિકારીના જણાવ્યાં અનુસાર, "મોદીનો સ્પષ્ટ નિર્દેશ છે કે અભિયાનનું ક્ષેત્ર વ્યાપક હોવું જોઇએ. એટલું વ્યાપક કે વિશ્વની ટોચની આર્થિક શક્તિઓ ઊભી થઇ જાય. તે પોતાના બિઝનેસ માટે ભારતને મહત્ત્વના સ્થાન તરીકે જોવા લાગે. સમગ્ર અભિયાનની મુખ્ય જવાબદારી ઉદ્યોગ અને વાણિજ્ય સચિવ અમિતાભ કાંતને સોંપાઇ છે. તે ઇનક્રેડિબલ ઇન્ડિયા અને દિલ્હી મુંબઇ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર સુધીના મોટા પ્રોજેક્ટથી જોડાશે." તા. 15મી ઓગસ્ટે લાલકિલ્લા પરથી ભાષણ કરતી વેળાએ વડાપ્રધાન મોદીએ 'મેક ઈન ઈન્ડિયા'ની વિભાવના રજૂ કરી હતી.
 
રોકાણ માટે સિંગલ વિંડો

મોદીએ એક વેબસાઇટ પણ લોન્ચ કરી. તેનાથી ભારતમાં રોકાણ કરનારા ઉદ્યોગપતિને સરળતા થશે. સીઆઇઆઇ, ફિક્કી અને એસોચેમ સંગઠનોને પણ કહેવાયું છે કે અભિયાન હેઠળ વિદેશી રોકાણ આવવામાં કોઇ મુશ્કેલી પડે. મોદીનો રસ તેમાં છે કે નિકાસ વધે. દેશનો વિદેશી મુદ્રા ભંડાર વધે અને ગ્લોબલ બ્રાંડ ભારતમાં આવે. મોદીએ તમામ મંત્રાલયોને કહ્યું છે કે 25 સપ્ટેમ્બરથી કામકાજની પદ્ધતિ બદલી લે. તેમાં બિઝનેસ ફ્રેન્ડલી બનાવવા અને સિંગલ વિંડો સિસ્ટમ અપનાવીને નવા રોકાણકારોને સ્વાગત કરવાનું જણાવાયુ છે. જેથી રોકાણકારોને મંત્રાલયોના આંટા ફેરા ન કરવા પડે. 
 

મોદી આજે રવાના થશે US માટે, આ છ લોકો પર છે સફળતાનો આધાર


નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે પાંચ દિવસ માટે અમેરિકાના પ્રવાસે રવાના થશે. પોતાના વ્યસ્ત કાર્યક્રમમાં તેઓ સંયુક્ત રાષ્ટ્ર(યુએન) મહાસભા અને ભારતીય અમેરિકી સમુદાયને સંબોધિત પણ કરશે. અમેરિકાના પ્રમુખ બરાક ઓબામા તેમજ યુએનના મહાસચિવ બાન કી મૂન અને અગ્રણી અમેરિકાના ઉદ્યોગપતિઓને પણ મળશે. પાકિસ્તાનના મીડિયાના અહેવાલ અનુસાર આ પ્રવાસ દરમિયાન મોદી અને નવાઝ શરીફ વચ્ચે પણ બેઠકની સંભાવના છે. જો કે ભારતીય સૂત્રોએ તેનો ઈનકાર કર્યો હતો. મોદીની અમેરિકાની યાત્રા સફળ બનાવવા માટે ભારતનું આખું વહીવટી તંત્ર, રાજનેતાઓ, અમેરિકામાં રહેતા અનેક ભારતીયો મહેનત કરી રહ્યાં છે. અણ અમુક ખાસ છે જેમની પર વધારે દારોમદાર છે. અમેરિકી વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે નવરાત્રી દરિમયાન મોદીનું વ્રત હોવાથી તેમના ભોજનનું વિશેષ ધ્યાન રાખવામાં આવશે. વિદેશ મંત્રાલયની પ્રોટોકોલ ઓફિસ 1920થી વિદેશી શાસનાધ્યક્ષો અને રાષ્ટ્રાધ્યક્ષોની ખાસ મહેમાનગતિ કરે છે.  વડાપ્રધાન મોદી અંગે પણ એડ્વાન્સ ટીમ સાથે ચર્ચા થઈ ગઈ છે જેથી કોઈ પરેશાની નહીં રહે. અમેરિકાના પ્રથમ મહિલા મિશેલ ઓબામાએ મધમાખીઓ પાળી રાખી છે. ત્યાંથી મળતા મધનો ઉપયોગ વ્હાઈટ હાઉસના રસોડામાં થાય છે. મોદીના ભોજનમાં પણ તેનો જ ઉપયોગ થશે.
નરેન્દ્રી મોદી આમને પણ મળશે

શ્રીલંકાના રાષ્ટ્રપતિ મહિંદા રાજપક્ષા, બાંગ્લાદેશનાં વડાંપ્રધાન શેખ હસીના, નેપાળના વડાપ્રધાન સુશીલ કોઈરાલા.
સ્વાગતમાં સંગઠનો

ગુજરાતી સમાજ ઓફ ન્યૂયોર્ક, ઈન્ડો-અમેરિકન સિનિયર્સ ઓર્ગેનાઈઝેશન, યુએસ-ઈન્ડિયા પોલિટિકલ એક્શન કમિટિ, વિશ્વ હિન્દુ પરિષદ ઓફ અમેરિકા, ન્યૂયોર્ક તામિલ સંગમ, ઈન્ડિયન બિઝનેસ એસો., ઓવરસીઝ ફ્રેન્ડ્ઝ ઓફ બીજેપી.
મોદીની અમેરિકા મુલાકાતની સફળતામાં આમનો બહુ મોટો ફાળો હશે. અજીત ડોભાલ ઇન્ડિયન ઇન્ટેલિજન્સ ઓફિસર છે અને 30 મે, 2014થી વડાપ્રધાન મોદીના નેશનલ સિક્યુરિટી એડવાઇઝર તરીકે કાર્યરત છે. તેઓ પહેલાં 2004-05 દરમિયાન ઇન્ટેલિજન્સ બ્યૂરોના વડા રહી ચુક્યા છે. તેઓએ આક ડિપાર્ટમેન્ટની ઓપરેશન વિંગને 10 વર્ષ સુધી માર્ગદર્શન આપ્યું છે. અજીત ડોભાલ એવા પહેલાં ભારતના પહેલાં પોલીસ ઓફિસર છે જેમને કિર્તી ચક્રથી સન્માનવામાં આવ્યા છે.
પ્રકાશ જાવડેકર
 
મોદી સરકારના સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકર મોદી અમેરિકા જાય એ પહેલાં જ અમેરિકાની યાત્રાએ ઉપડી ગયા છે. તેઓ પોતે આ બધી વ્યવસ્થા પર દેખરેખ રાખી રહ્યા છે. તેઓ આખા એજન્ડા પર પણ કામ કરી રહ્યા છે. 
સુબ્રમણ્યમ જયશંકર  
 
અમેરિકામાં ભારતના રાજદૂત  સુબ્રમણ્યમ જયશંકર પડદા પાછળ રહીને કામગીરીને અંતિમ ઓપ આપી રહ્યા છે. 26મીએ મોદીના સ્વાગતથી માંડી સન્માનમાં ભોજન સુધીની અનેક જવાબદારીઓ એમની માથે છે. મોદી અમેરિકામાં અનેક લોકોને મળવાના છે. એ માટે બધું નક્કી કરવાની જવાબદારી પણ એમની જ છે. આ જ વરસે તેઓ અમેરિકામાં ભારતના રાજદૂત બનાવાયા છે.
 
રજનીશ ગોયંકા

ભાજપના નેતા અને પક્ષના નાના અને મધ્યમ ઉધોગોના સેલના કંંવીનર છે. તેઓ છેલ્લા ઘણા દિવસોથી અમેરિકામાં જ છે. મેડિસન સ્ક્વેર ખાતે આયોજિત મોદીના કાર્યક્ર્મની તૈયારીઓમાં લાગેલા છે.
 

સુપ્રીમના આદેશથી મેટલ કંપનીઓને મરણતોલ ફટકો

કોલ બ્લોક્સની ફા‌ળવણી રદ કરતા સુપ્રીમ કોર્ટના આદેશથી મેટલ કંપનીઓને જોરદાર ફટકો લાગ્યો છે. જે 214 બ્લોકની ફાળવણી રદ કરવામાં આવી છે તેમાંથી વીજ કંપનીઓના જ 95 બ્લોક્સ (44 ટકા) છે જ્યારે સ્ટીલ કંપનીના બ્લોક્સની સંખ્યા 69 (31 ટકા) છે.

સુપ્રીમ કોર્ટે રિલાયન્સ પાવર દ્વારા સંચાલિત બે બ્લોક્સ, સરકારી કંપની NTPC અને સેઇલ દ્વારા સંચાલિત એક-એક બ્લોકને બાકાત રાખ્યા છે કારણ કે આ ત્રણેય કંપનીઓના બ્લોક્સ અલ્ટ્રા-મેગા પાવર પ્રોજેક્ટ્સ (UMPP) સાથે સંકળાયેલા હોવાથી તેને રાહત આપવામાં આવી છે.

સુપ્રીમના આદેશથી જિન્દાલ સ્ટીલ એન્ડ પાવર લિ (JSPL)ને કદાચ સૌથી વધુ અસર પહોંચશે કારણ કે, તેનું તમામ ઉત્પાદન (1.2 કરોડ ટન) 1993 પછી ફાળવવામાં આવેલા કોલ બ્લોક્સમાંથી જ થાય છે.

ઉદ્યોગના અંદાજ પ્રમાણે, કંપનીનો કોલ ખર્ચ પ્રતિ ટન રૂ.1,700 જેટલો વધી જશે કારણ કે, કેપ્ટિવ કોલનો પ્રતિ ટન ખર્ચ રૂ.800 છે જ્યારે ઇ-હરાજીમાં તે રૂ.૨,૫૦૦માં પડે છે. JSPLની મોટી ખાણોને અસર પહોંચી છે જેમાં 60 લાખ ટન ઉત્પાદન અને 12.4 કરોડ ટનનો ભંડાર ધરાવતી 1996માં છત્તીસગઢમાં ફાળવવામાં આવેલી ગેર પાલ્મા-IV-1 અને 24.6 કરોડ ટન ભંડાર અને 63 લાખ ટન ઉત્પાદન ધરાવતી જુલાઈ 1998માં ફાળવાયેલી ગેર પાલ્મા IV-2&3નો સમાવેશ થાય છે.

ઉપરાંત, જુલાઈ 2003માં ઓડિશામાં ફાળવાયેલા ઉત્કલ B1 બ્લોકને ગંભીર અસર પહોંચશે જેમાં 22.8 કરોડ ટનનો ભંડાર છે અને આ ખાણ ઓપરેશન ન હોવાથી JSPLને ઓડિશામાં અંગુલ ખાતેના તેના મહત્ત્વાકાંક્ષી સ્ટીલ અને પાવર પ્રોજેક્ટમાંથી નફો રળવા માટે સસ્તામાં કોલસો મેળવવાની જરૂર છે. કંપનીએ અંગુલ પ્રોજેક્ટમાં રૂ.30,000 કરોડ ખર્ચી દીધા છે.

સુપ્રીમના આદેશ અંગે JSPLએ હજુ ટિપ્પણી આપી નથી. સિટીગ્રૂપના રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, "તમામ ખાણ કંપનીઓએ અત્યાર સુધીમાં ઉત્પન્ન થયેલા તમામ કોલસા પર પ્રતિ ટન રૂ.295નો દંડ ચૂકવવો પડશે. JSPLને આ આદેશનું પાલન કરવામાં રૂ.20-30 અબજ ચૂકવવા પડશે."

સુપ્રીમના આદેશથી હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝને પણ ગંભીર ફટકો પહોંચશે. નવેમ્બર 2005માં હિન્દાલ્કોને ફાળવાયેલા તાલાબિરા-II કોલ બ્લોકમાંથી આદિત્ય એલ્યુમિનિયમને કોલસાનો સપ્લાય કરવાની યોજના હતી જ્યારે મધ્યપ્રદેશમાં એપ્રિલ 2006માં ફાળવાયેલા મહાન બ્લોકમાંથી મહાન એલ્યુમિનિયમને કોલસાનો સપ્લાય આપવાની યોજના હતી. હવે આ બંને બ્લોકની ફાળવણી રદ થઈ ગઈ છે. એમ્કે ગ્લોબલના વિશ્લેષક ગૌતમ ચક્રવર્તીએ કહ્યું હતું કે, "ભાવિ ખૂબ જ ધૂંધળું છે. હિન્દાલ્કોના ખર્ચમાં જંગી વધારો થશે. જ્યાં સુધી સરકાર નવી નીતિ નહીં મૂકે ત્યાં સુધી આ સ્થિતિ જળવાઈ રહેશે. હિન્દાલ્કોને ઓછામાં ઓછા રૂ.550 કરોડનો ફટકો પહોંચશે કારણ કે તેણે તાલાબિરા-I કોલ બ્લોકમાંથી ઉત્પન્ન કરેલા કોલસા માટે દંડ ચૂકવવો પડશે."

હિન્દાલ્કો ચાલુ નાણાકીય વર્ષમાં સ્ટેન્ડઅલોન ધોરણે રૂ.2,054.6 કરોડનો ચોખ્ખો નફો નોંધાવે તેવી અપેક્ષા બ્લૂમબર્ગ દ્વારા થયેલા સરવેમાં વિશ્લેષકોને વ્યક્ત કરી છે, આમ રૂ.550 કરોડના દંડથી હિન્દાલ્કોના નફામાં 25 ટકા જેટલું ગાબડું પડશે.

બુધવારે હિન્દાલ્કોની વાર્ષિક સાધારણ સભામાં ચેરમેન કુમાર મંગલમ્ બિરલાએ કહ્યું હતું કે, "આવી પરિસ્થિતિનો સામનો કરવા માટે આ સરકારે કોઈ ને કોઈ યોજના ઘડી જ હશે જેની મને ખાતરી છે. તમે જાણતા જ હશો કે, ઘણી કંપનીઓએ આ ખાણો વિકસાવવા માટે અબજો રૂપિયાનો ખર્ચ કર્યો છે. સરકાર પાસે કોઈ ને કોઈ એક્શન પ્લાન જરૂર હશે અને આગામી દિવસોમાં આપણને તેની ખબર પડી જશે."

સુપ્રીમના આદેશ બાદ સિટીગ્રૂપના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, "JSPL અને હિન્દાલ્કોને મહત્તમ અસર પહોંચશે જ્યારે કોલ ઇન્ડિયા લિ (CIL)ને 2015-16માં ઊંચા ઉત્પાદનથી લાભ થવાની શક્યતા છે. જે બેન્કોએ વીજ કંપનીઓને વધારે લોન આપી છે ખાસ તો સરકારી બેન્કોને પણ અસર પહોંચશે."

નિષ્ણાતો કહે છે કે, જ્યાં સુધી બ્લોક્સની હરાજી નહીં થાય ત્યાં સુધી પરિસ્થિતિ ખૂબ જ ચિંતાજનક અને જટિલ બનેલી જ રહેશે. જેમ કે, કંપનીઓએ ઇક્વિપમેન્ટ સપ્લાયર સાથે અનેક કોન્ટ્રાક્ટ્સ કર્યા છે અને માર્ચ ૨૦૧૫ પછી CIL આ સોદાને માન્ય ગણશે કે નહીં તેની સામે પણ સવાલ છે.

સિટીગ્રૂપના જણાવ્યા પ્રમાણે, "કંપનીઓને જવાબ આપવા માટે છ મહિના આપવામાં આવ્યા છે પણ અસરગ્રસ્ત કંપનીઓ રિવ્યૂ પિટિશન કરશે કે નહીં તે નક્કી નથી. જ્યારે CIL આ બધી ખાણો પોતાના કબજામાં લઈ લેશે પછી ઉત્પાદન અને વેચાણ કેવી રીતે કરશે તે પણ અનિશ્ચિત છે. શું CIL આટલી માત્રામાં ઉત્પાદન કરી શકશે કે નહીં તે પણ સૌથી મોટો સવાલ છે.

CIL દ્વારા જો JSPLની ખાણો લઈ લેવામાં આવશે તો શું તે JSPLને જરૂરિયાત પૂરી કરવા માટેનો કોલસો આપી શકશે?"

મુંબઈ શેરબજારમાં કારોબારની પોઝિટિવ શરૂઆત

મુંબઈ શેરબજાર આજે ઉપરમાં ખૂલ્યું હતું. ટ્રેડિંગ શરૂ થયાની થોડી જ ક્ષણોમાં BSE સેન્સેક્સ 27.73 પોઈન્ટ ઉછળીને 26772.42 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ

નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 3.05 પોઈન્ટ વધીને 8,005.45 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.18 ટકા અને 0.33 ટકા વધીને ટ્રેડ થઈ રહ્યા હતા.

આજે સવારે IT, ટેકનો, રિયલ્ટી, ફાર્મા, કેપિટલ ગૂડ્ઝ તેમજ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં ધૂમ લેવાલી જોવા મળી હતી જ્યારે ઓઈલ-ગેસ તેમજ FMCG શેરોમાં વેચવાલી જોવા મળી હતી.

બુધવારે BSE સેન્સેક્સ ઉપરમાં 26844.70 અને નીચામાં 26560.00 પોઈન્ટની રેન્જમાં અથડાયા બાદ 31.00 પોઈન્ટ ઘટીને 26774.69 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

Wednesday, September 24, 2014

મંગળ મુબારક : ભ્રમણકક્ષામાં સ્થાપિત થયું મંગળયાન, છતાં બે વાગ્યા સુધીનો સમય ઉત્તેજના સભર

*આ મિશને વિશ્વમાં સાબિત કરી આપ્યું છે કે ભારત શું છે, ભારત જાગશે
મંગળ મુબારક : ભ્રમણકક્ષામાં સ્થાપિત થયું મંગળયાન, છતાં બે વાગ્યા સુધીનો સમય ઉત્તેજના સભર
બેંગ્લોર : નવેમ્બર 2013માં છોડવામાં આવેલા મહત્વકાંક્ષી મંગળયાન મિશનને સફળતા મળી છે. પ્રથમ પ્રયાસમાં જ મંગળની ભ્રમણકક્ષામાં સેટેલાઈટને સ્થાપિત કરનારો ભારત વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સિદ્ધિ બદલ વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યાં હતાં અને કહ્યું હતું કે સમગ્ર દેશને વૈજ્ઞાનિકો પર ગર્વ છે. સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર પણ ઈસરોની આ સિદ્ધિને વધાવી લેવામાં આવી હતી. છતાં બપોરે બે વાગ્યા સુધીનો સમય મહત્વપૂર્ણ રહેશે. 
 
આગામી છ કલાક મહત્વપૂર્ણ 

મંગળની ભ્રમણકક્ષામાં ઉપગ્રહને સ્થાપિત કરનારો ભારત એશિયાનો પ્રથમ દેશ બની ગયો છે. ઉપરાંત પ્રથમ પ્રયાસમાં જ મંગળની ભ્રમણકક્ષાને યાનને સ્થાપિત કરનારો વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. બુધવારે સવારે એન્જિન તથા થ્રસ્ટર્સે બરાબર રીતે કામ કર્યું હતું. જો કે, મિશન સંપૂર્ણપણે સફળ થયું છે કે નહીં, તે બપોરે ખબર પડશે. કારણ કે, યાનની ઉપર પાંચ પે-લોડ્સ મોકલવામાં આવ્યા છે. તમામ સેન્સર્સ બરાબર કામ કરે છે કે નહીં તે બપોરે માલૂમ પડશે. જ્યારે પ્રથમ ડેટા અને તસવીરો માટે બપોર સુધી રાહ જોવી પડશે. ત્યારે જ મિશનની સંપૂર્ણ સફળતા અંગે માલૂમ થશે. 
 
જાણો આખી પ્રક્રિયા, કેટલા વાગ્યે શું બન્યું

4:17:32
યાનમાં લાગેલું શક્તિશાળી કોમ્યુનિકેશન એન્ટેના ચાલું થયું.
 
6:56:32
સ્પેસક્રાફ્ટમાં ફોરવર્ડ રોટેશન શરૂ થયું

7:12:19
સ્પેસક્રાફ્ટે મંગળની ગ્રહછાયામાં પ્રવેશ કર્યો

7:14: 32
યાનમાં ઊંચાઈને કંટ્રોલ કરવા માટે થ્રસ્ટર્સ ફાયર કર્યા
 
7:17:32
મુખ્ય એન્જીન ચાલુ કર્યું

7:21:50
મંગળ ગ્રહ વચ્ચે આવવાને કારણે સ્પેસક્રાફ્ટ દેખાતુ બંધ થઈ ગયું. યાનને સિગ્નલ મળતા બંધ થયા

7:22:32
યાનની કોમ્યુનિકેશન સિસ્ટમ સંપૂર્ણ બંધ થઈ ગઈ

7:30:02
એન્જીન ચાલુ થયાની પુષ્ટિ મળી

7:37:01
મંગળગ્રહની છાયામાંથી યાન બહાર નીકળ્યું
 
7:41:46
આશરે 249.5 કિલો બળતણ બળ્યા બાદ એન્જીન બંધ થયું

7:45:10
તમામ પ્રક્રિયા પૂર્ણ થઈ

7:47:46
યાન સાથે બીજી વખત સંપર્ક સ્થાપિત થયો

Sunday, September 21, 2014

અલીબાબાના ચેરમેન જૈક મા કહે છે- મને માત્ર મેઈલ અને સર્ફિંગ કરતા જ આવડે છે!

 
ચીનની પ્રખ્યાત ઇ-કોમર્સ કંપની અલીબાબાએ 24 કલાકથી પણ ઓછા સમયમાં અમેરિકન બજારમાંથી પોતાના આઇપીઓ મારફત લગભગ 1,320 અબજ રૂપિયા (21.8 અબજ યુએસ ડોલર) એકત્ર કરી લીધા છે. આજે રાત્રે ન્યુયોર્ક સ્ટોક એક્સચેન્જમાં તેના શેરનું લિસ્ટિંગ થશે, જેના પર વિશ્વના બિઝનેસ જગતની નજર છે.
અલીબાબાના ચેરમેન જૈક મા કહે  છે- મને માત્ર મેઈલ અને સર્ફિંગ કરતા જ આવડે છે! (અલીબાબાના ચેરમેન જૈક મા)
કંપનીના ચેરમેન જૈક મા ચીનનો સૌથી ધનવાન માણસ છે. પરંતુ આશ્ચર્યજનક હકીકત એ છે કે જૈક માએ એક ઇન્ટર્વ્યુમાં કબૂલ્યું હતું કે તે ભલે ઇન્ટરનેટ કંપની અલીબાબનું સંચાલન કરતા હોય, પરંતુ તેનું ટેકનિકલ જ્ઞાન બહુ મર્યાદિત છે. માએ ઉઘાડે છોગ કહ્યું હતું કે તેને માત્ર ઇમેઇલ કરતા અને વેબ સર્ફિંગ કરતા જ આવડે છે.
 
જૈક માએ હેંગ્ઝુમાં આવેલા તેના ફ્લેટમાંથી 1999માં અલીબાબા કંપનીની શરૂઆત કરી હતી. કંપનીની શરૂઆતના 15 વર્ષ પછી અલીબાબાએ અત્યારે પોતાનો સૌથી મોટો આઇપીઓ લાવીને બિઝનેશ વર્લ્ડમાં ખળભળાટ મચાવી દીધો છે. બ્લુમબર્ગ બિલિયોનર્સ ઇન્ડેક્સ અનુસાર, મા પાસે અત્યારે 21.8 અબજ યુએસ ડોલર જેટલી સંપત્તિ છે. પરંતુ તમને એ જાણીને નવાઇ લાગશે કે જૈક મા તેની જિંદગીની શરૂઆતના વરસોમાં સંઘર્ષ કરતો હતો. એક સમયે તેને કેએફસીએ પણ નોકરી આપવાનો ઇન્કાર કરી દીધો હતો.

જેકની જિંદગી સાથે સંકળાયેલી પણ નવાઇભરી અને રોચક વાતો

અંગ્રેજી શીખવાનો પરિશ્રમ
 
જૈકે 13 વર્ષની ઉમરથી અંગ્રેજી શીખવાની શરૂઆત કરી દીધી હતી. આ માટે તે ચીનમાં ફરવા આવતા વિદેશી પ્રવાસીઓ પાસે પહોંચી જતો. જૈક સવારે પાંચ વાગ્યે ઊઠીને શાંગરી લા હોટલ જતો અને ત્યાં આવતા પ્રવાસીઓનો ગાઇડ બનીને તેમને જુદી જુદી જગ્યાએ ફરવા લઇ જતો હતો. તે દરમિયાન તેમની જૈક અંગ્રેજીમાં વાતો કરવાનો પ્રયત્ન કરતો અને એ રીતે તેને આ ભાષાનો મહાવરો થતો ગયો. આવું નવ વર્ષ સુધી ચાલ્યું. વોશિંગ્ટન યુનિવર્સિટીના જિઆયો-પિંગ ચેનને આપેલી મુલાકાતમાં જૈકે જણાવ્યું હતું કે આ સમય દરમિયાન તેણે માત્ર અંગ્રેજી જ નહિ પરંતુ પશ્ચિમના લોકોની જેમ કામ કરવાની સ્ટાઇલ પણ શીખી હતી.
 
અંગ્રેજી શિક્ષણ આપવાનું શરૂ કર્યું
 
જૈક માએ અંગ્રેજી શીખ્યા પછી અંગ્રેજીના ટીચર તરીકે કામ કરવાનું શરૂ કર્યું. જોકે, જૈક મા માને છે કે તેનું અંગ્રેજી બહુ સારું નથી. તેણે કહ્યું કે મને એ ખ્યાલ આવી ગયો કે ચીનમાં હું સર્વશ્રેષ્ઠ નહિ બની શકું. તેથી બિઝનેશની દુનિયામાં પ્રવેશ કર્યો. તે પછી જૈકે એક ટ્રાન્સલેશન કંપની શરૂ કરી. આ દરમિયાન જૈક અમેરિકા ગયો અને ત્યાં તેનો પરિચય ઇન્ટરનેટ સાથે થયો. તે પછી તેની જિંદગી બદલાઇ ગઇ.
 
ઇન્ટરનેટથી કરી શરૂઆત
 
જૈક માના મિત્રોએ તેને ઇન્ટરનેટ દેખાડ્યું. જૈકે ઇન્ટરનેટ પર સૌથી પહેલો શબ્દ બીયર (રીંછ) લખ્યો. આ શબ્દ લખતા અમેરિકન બીયર, જર્મન બીયર જેવા શબ્દો તેણે જોયા, પરંતુ ચાઇનીઝ બીયર ક્યાંય જોવા ન મળ્યું. બ્લુમબર્ગના રીપોર્ટે એક ડોક્યુમેન્ટરીના ઉલ્લેખ સાથે જણાવ્યું હતું કે ચાઇનીઝ બીયર શબ્દ જોવા ન મળ્યો તેથી જૈકની ઉત્સુકતા વધી ગઇ. તે પછી તેણે ચાઇના શબ્દ લખ્યો. બધા સર્ચ એન્જિનોએ ‘નો ચાઇના, નો ડેટા‘ના સ્વરૂપે જવાબ આપ્યો. આના પરથી જૈકને ચાઇનીઝમાં હોમ પેજ તૈયાર કરવાનો વિચાર આવ્યો. હોમ પેજ બન્યાના પાંચ કલાકમાં તેને અમેરિકા અને જર્મની જેવા દેશોમાંથી પાંચ ઇમેઇલ મળ્યા. ઇન્ટરનેટની તાકાતથી જૈક દંગ થઇ ગયો.
 
ચાઇના પેજેસને મળી નિષ્ફળતા
 
જૈકે સૌ પહેલા ચાઇના પેજેસ નામની ઇન્ટરનેટ કંપની બનાવી હતી. તે યેલો પેજેસ સાઇટ હતી. માના પર્સનલ આસિસ્ટન્ટ ચેન વીના પુસ્તકના આધારે બ્લુમબર્ગે  જણાવ્યું હતું કે ચાઇના પેજેસ શરૂ કરવા જૈક માએ પોતાની બહેન પાસેથી ઉધાર પૈસા લઇને અને પોતાની બચતમાંથી કંપનીમાં 7,000 યુઆનની રકમ રોકી હતી. પરંતુ ચાઇના પેજેસ નિષ્ફળ ગઇ. નિરાશ બનેલા જૈક માએ બેઇજિંગમાં ચીનની કોમર્સ મિનિસ્ટ્રીમાં કામ કરવાનું શરૂ કર્યું. પરંતુ તેણે આ નોકરી પણ છોડી દીધી અને પોતાના વતન હેંગ્ઝુ જતો રહ્યો. પછી હેગ્ઝુમાં તેણે અલીબાબાની શરૂઆત કરી. જૈકનો દાવો છે કે તેની કંપની આવતા 102 વર્ષ સુધી ચાલશે.

જૈકનો જુસ્સો અને ઝનૂન
 
યુએસએ ટુડેએ તેના રીપોર્ટમાં જણાવ્યું હતું કે જૈક માને ઇન્ટરનેટની તાકાત પર ત્યારથી ભરોસો બેસી ગયો હતો કે જ્યારે ચીનમાં આ વાત કોઇ ગંભીરતાથી માનતું ન હતું. રીપોર્ટ અનુસાર, અલીબાબા સફળ થઇ છે તેનું કારણ એ છે કે તેમાં જૈક જેવા અનેક ઝનૂની લોકો કામ કરે છે.
 
એક ઇન્ટર્વ્યુમાં જૈકે જણાવ્યું હતું કે, ‘મેં 2002માં હાવર્ડમાં એક પ્રવચન આપ્યું હતું. મારા પ્રવચન પછી એક કંપનીના સીઇઓએ જણાવ્યું કે હું પાગલ છું. તેણે કહ્યું કે તે ચીનમાં ઘણો વરસો સુધી રહ્યો છે અને તેનું માનવું છે કે મારી જેમ કંપનીને ચલાવી શકાય નહિ. મેં તેને અલીબાબામાં આવવાનું આમંત્રણ આપ્યું. અલીબાબામાં ત્રણ દિવસ વીતાવ્યા પછી તેણે મને કહ્યું કે, હવે તેને સમજાયું. અહીં કામ કરતા 100 લોકો તમારી જેવા જ પાગલ છે. ‘
 

અલીબાબાએ 24 કલાકમાં કરેલી કમાણી 100 સ્માર્ટ સિટીના કુલ અંદાજિત ખર્ચ કરતા 200 ગણી વધુ


નવી દિલ્હીઃ ચીનની પ્રખ્યાત ઇ-કોમર્સ કંપની અલીબાબાએ તેના આઇપીઓ મારફત એક જ દિવસમાં જે કમાણી કરી છે તે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહત્ત્વાકાંક્ષી યોજના પર થનારા ખર્ચ કરતા 200 ગણી વધારે છે. ન્યુયોર્ક સ્ટોક એક્સચેન્જમાં શુક્રવારે લિસ્ટ થયેલા આઇપીઓમાં અલીબાબાને રૂ.14 લાખ કરોડ મળ્યા છે. આ રકમ દેશમાં 100 સ્માર્ટ સિટી બનાવવાની મોદી સરકારની યોજનાના સંભવિત રૂ.7,060 કરોડના ખર્ચ કરતા વધારે છે. પોતાના આઇપીઓ વડે અલીબાબાએ વિશ્વમાં સૌથી મોટો આઇપીઓ લાવનારી અન્ય કંપનીઓમાં ફેસબૂકને પાછળ રાખી દીધી છે.
 
વિશ્વની ચોથી સૌથી મોટી કંપની બની અલીબાબા
 
અલીબાબાએ 24 કલાકમાં કરેલી કમાણી 100 સ્માર્ટ સિટીના કુલ અંદાજિત ખર્ચ કરતા 200 ગણી વધુઅમેરિકન શેરબજારમાં અલીબાબાનો શેર તેના લિસ્ટિંગમાં 92.70 યુએસ ડોલર (રૂ.5,636) પર ખુલ્યો હતો, જે તેની ઓફર પ્રાઇસ 68 યુએસ ડોલર(રૂ.4,134)થી લગભગ 37 ટકા પ્રીમિયમે હતો. બજાર બંધ થયું ત્યાં સુધીમાં શેર વધીને 93.89 યુએસ ડોલર એટલે કે રૂ.5711 પર બંધ રહ્યો હતો. આ સાથે તેની માર્કેટ વેલ્યુ વધી ગઇ અને ફેસબૂકને ચોથા સ્થાનેથી તેણે પાંચમા સ્થાને ધકેલી દીધી. હવે અલીબાબાની આગળ એપ્પલ, માઇક્રોસોફ્ટ અને ગૂગલ જ છે. નીચે ટોચની ચાર કંપનીઓની માર્કેટ કેપ આપી છે.
 
એપ્પલઃ 611
માઇક્રોસોફ્ટઃ 400
ગુગલઃ 384
અલીબાબાઃ 227
 
(આ બધા આંકડા અબજ અમેરિકન ડોલરમાં છે).

ચેરમેન જૈક માની રોકાણકારોને અપીલ
 
અમેરિકન બજારમાંથી 24 કલાકમાં 23.1 અબજ ડોલર અમેરિકન ડોલરની રકમ એકત્ર કરના કંપનીના ચેરમેન જૈક માએ રોકાણકારોને તેનામાં વિશ્વાસ રાખવાની વિનંતી કરી હતી. તેમણે એક વાક્યમાં આઠ વાર 'ભરોસા (ટ્રસ્ટ)' શબ્દનો ઉપયોગ કર્યો હતો. તેણે કહ્યું હતું, 'આજે અમને જે મળી રહ્યું છે તે પૈસા નથી પરંતુ લોકોનો ભરોસો છે...ભરોસો કરો, અમારા પર ભરોસો કરો, યુવાનો પર ભરોસો રાખો, નવી ટેકનોલોજી પર ભરોસો રાખો...દુનિયા વધુને વધુ પારદર્શક બની રહી છે. જે વાતથી તમે ચિંતિત છો તેની ચિંતા હું 15 વર્ષથી કરતો રહ્યો છું... હું રોકાણકારોને કહેવા માગું છું કે અમે તમારો ખ્યાલ રાખીશું... જો તમે ભરોસો રાખશો તો બધું જ સરળ બની જશે અને જ્યારે ભરોસો રાખતા નથી ત્યારે સ્થિતિ જટીલ બની જાય છે. '
 
અલીબાબાનો આઇપીઓ વિશ્વમાં સૌથી મોટો
 
અલીબાબાના આઇપીઓની માર્કેટ વેલ્યુ કેટલી મોટી છે તેનો અંદાજ એના પરથી લગાવી શકાય કે આ વર્ષે અમેરિકામાં જે આઇપીઓ આવ્યા તે તમામની કુલ માર્કેટ વેલ્યુ અલીબાબા કરતા સહેજ જ વધારે છે. સ્ટાન્ડર્ડ એન્ડ પૂઅર્સ કેપિટલ આઇક્યૂના જણાવ્યા અનુસાર, અલીબાબાનું મૂલ્ય 168 અબજ ડોલર આંકવામાં આવ્યું છે, જ્યારે બાકીના તમામ આઇપીઓનું કુલ મૂલ્ય 180.5 અબજ ડોલર છે.
 
વિશ્વનો પ્રથમ નંબરનો આઇપીઓ
 
અમેરિકામાં સૌથી મોટો આઇપીઓ લાવ્યા પછી અલીબાબાનો આઇપીઓ હવે વિશ્વમાં સૌથી વધુ મૂલ્યનો આઇપીઓ બની શકે છે. બ્લુમબર્ગના અહેવાલ અનુસાર, આ માટે અલીબાબાએ તેની પાસેના વધારાના શેરો વેચવા પડશે. આવું બની શકે છે, કારણ કે બજારમાં બધા એવી આશા રાખી રહ્યા છે. અત્યાર સુધીમાં સૌથી વધુ મૂલ્યનો આઇપીઓ 2010માં એગ્રીકલ્ચરલ બેન્ક ઓફ ચાઇનાએ રજૂ કર્યો હતો, જેનું મૂલ્ય 22 અબજ ડોલર હતું.
તાતા કન્સલ્ટન્સી સર્વિસિસ, ઑઇલ ઍન્ડ નૅચરલ ગૅસ કૉર્પોરેશન અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એ ત્રણે મળીને અલીબાબા કરતાં થતું ઓછું મૂલ્ય
Alibaba


મૂળ ચીનના અલીબાબા ગ્રુપે અમેરિકાના ન્યુ યૉર્ક સ્ટૉક એક્સચેન્જમાં લિસ્ટિંગ કરાવ્યા બાદ શુક્રવારે ટ્રેડિંગ બંધ થયું ત્યારે એનું માર્કેટકૅપ ૨૩૧ અબજ ડૉલર થઈ ગયું હતું. આમ વિશ્વની ટોચની મૂલ્યવાન કંપનીઓમાં એણે સ્થાન પ્રાપ્ત કરી લીધું છે. નોંધપાત્ર એ છે કે અલીબાબાનું માર્કેટ કૅપિટલાઇઝેશન ભારતની ટોચની ત્રણે કંપનીઓના કુલ માર્કેટકૅપ કરતાં વધારે થઈ ગયું છે. તાતા કન્સલ્ટન્સી સર્વિસિસ, ઑઇલ ઍન્ડ નૅચરલ ગૅસ કૉર્પોરેશન અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એ ત્રણે મળીને અલીબાબા કરતાં ઓછું મૂલ્ય થાય છે.

તાતા કન્સલ્ટન્સી સર્વિસિસનું માર્કેટકૅપ ૫.૩૦ લાખ કરોડ રૂપિયા, ઑઇલ ઍન્ડ નૅચરલ ગૅસ કૉર્પોરેશનનું ૩.૪૬ લાખ કરોડ રૂપિયા અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું ૩.૨૨ લાખ કરોડ રૂપિયા મળીને કુલ ૧૧.૯૮ લાખ કરોડ રૂપિયા મૂલ્ય થાય છે; જ્યારે અલીબાબાનું મૂલ્ય ૧૪.૦૭ લાખ કરોડ રૂપિયા થાય છે. આ મૂલ્ય હાલના પ્રતિ ડૉલર ૬૦.૮૩ રૂપિયાના વિનિમય દરને ધ્યાનમાં રાખીને ગણવામાં આવ્યું છે.

૬૮ ડૉલર પ્રતિ શૅરના ભાવે અપાયેલા અલીબાબાના શૅરનો ભાવ ટ્રેડિંગના પ્રથમ દિવસે ૩૮.૦૭ ટકા વધીને ૯૩.૮૯ ડૉલર થઈ ગયો હતો. મૂલ્યની દૃãક્ટએ આ કંપની કોલ ઇન્ડિયાના લગભગ છગણા, હિન્દુસ્તાન લીવરના નવગણા અને લાર્સન ઍન્ડ ટુબ્રોના આશરે દસગણા જેટલી મોટી થાય છે.
 

મોદી@US : રોટેટિંગ મંચ પરથી સંબોધન, ભાષણ પૂર્ણ થતાં જ 360° ટર્ન


મોદી@US : રોટેટિંગ મંચ પરથી સંબોધન, ભાષણ પૂર્ણ થતાં જ 360° ટર્ન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ન્યૂયોર્કના મેડિસન સ્ક્વેર ખાતેના કાર્યક્ર્મને લઇને તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. 28મી સપ્ટેમ્બરે મોદી મેડિસન સ્ક્વેર ખાતે સંબોધ્ન કરશે. ટિકીટ વિતરણની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. બોલીવુઉ અભિનેત્રી પ્રિટી ઝિન્ટા પણ મોદીને સાંભળવા લોકો વચ્ચે બેસેલી હશે. સુત્રોના જણાવ્યા મુજ્બ, અનેક બોલીવુડ કલાકારોએ આ કાર્યક્રમમાં ભાગ લેવાની તૈયારી બતાવી હતી પણ આ માત્ર મોદીનો જ શૉ રહે એ માટે કોઇને હા પાડવામાં આવી નથી. મોદી મેડિસન સ્ક્વેર ગાર્ડન ખાતે રોટેટીંગ મંચ પરથી સંબોધન કરશે એટલે ચારે તરફના લોકો તેમને જોઇ શક્શે. સ્થાનિક અમેરિકન આમંત્રિતો માટે ખાસ હેડફોન અને અનુવાદની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. સ્ક્રીન પર અંગ્રેજી સબટાઇટલ પણ હશે. મોદી જેવું પોતાનું સંબોધન પૂર્ણ કરશે તેઓ 360° ટર્ન લેશે. મોદી સાથે મંચ પર કોઇ નહીં હોય. આ કાર્યક્ર્મને લઇને ગુજરાતી લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે વડાપ્રધાન કાર્યાલય દ્વારા આ માત્ર ગુજરાતીઓ માટેનો કાર્યક્રમ ના બની રહે એવી સૂઓચના પણ અપાઇ છે.
 
અમેરિકાના ન્યૂયોર્ક ખાતે મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં 28મી સપ્ટેમ્બરે યોજાનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં હાજર રહેવા હજુ પણ પાસ માટે પડાપડી ચાલી રહી છે. જોકે, પાસ રજિસ્ટ્રેશન મારફતે અપાયા હતા અને 18000ની બેઠક વ્યવસ્થા સામે 40000 લોકોએ હાજરી આપવા રસ દર્શાવ્યો હતો. જેના કારણે પાસ ન મેળવી શકનાર કેટલાક લોકો ટિકિટ વહેંચણીની પ્રક્રિયા પર પ્રશ્વાર્થ પણ મૂકવા લાગ્યા. આ બાબતે દિવ્યભાસ્કર ડોટ કોમ સાથેની ટેલિફોનિક વાતચીતમાં અમેરિકાથી નરેન્દ્ર મોદીની યુ.એસ. ઇવેન્ટ (ઇંડિયન અમેરિકન કોમ્યુનિટી ફાઉંડેશન)ના ચીફ કો-ઓર્ડિનેટર ડૉ. ભરત બારાઇએ જણાવ્યું હતું કે, પાસ વહેચણીની એકદમ પારદર્શક રીતે કરવામાં આવી હતી. તેમણે આખી પ્રક્રિયા અને તમામ વિતરણ કરાયેલા પાસનો હિસાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, 18000 સીટો પર 40000 લોકોને તો બેસાડી ન શકાય ને! કુલમાંથી 17300 પાસ ફ્રિમાં વિતરણ કરાયા છે. 700 પાસ સ્પોન્સર્સને કોમ્લિમેંટ્રી તરીકે વિતરણ કરાયા છે.

(મોદી સાથે તેમનાં મિત્ર અને આયોજક ભરત બારાઇ અને તેમનાં પત્ની પન્ના બારાઇ) 
 
સવાલઃ આ કાર્યક્રમ માટે પાસ વિતરણ કરવાની પ્રક્રિયા શું હતી?
 
મોદી@US : રોટેટિંગ મંચ પરથી સંબોધન, ભાષણ પૂર્ણ થતાં જ 360° ટર્ન જવાબઃ  સંસ્થા દ્વારા 100%  પારદર્શક પ્રક્રિયા માટે તમામ પ્રક્રિયા ઓનલાઇન કરવામાં આવી છે. 1 સપ્ટેમ્બરે ઓનલાઇન નોંધણી બંધ થઇ ગઇ હતી. અમેરિકામાં જુદા જુદા 400થી વધુ ઇન્ડો અમેરિકન એસોશિએશન્સ છે. અમેં કોન્સ્યૂલેટ જનરલ પાસેથી તમામ એસોશિએશન્સની માહિતી પ્રાપ્ત કરી. તમામ એસોશિએશનનું વેરિફિકેશન કરવામાં આવ્યું અને ત્યાર બાદ 14000 પાસીસ નોંધણી પ્રમાણે આપવામાં આવ્યા. જે લોકો ઇન્ડો એમેરિન એસોશિએશન્સના મેમ્બર્સ નહોતા એમના માટે બીજી તબક્કાની નોંધણી શરૂ કરવામાં આવી. અને 1000 સીટો માટે લોટરી સિસ્ટમથી ટીકીટો આપવામાં આવી.

સવાલઃ  જેમને મેડિશન સ્ક્વેર ગાર્ડનના પાસ નથી મળ્યા એવા કેટલાક લોકો નારાજ થઇ ગયા છે.  એવા અહેવાલો વિશે શું કહેશો?
 
 જવાબઃ સાદી વાત છે સાવ.  મેડિસન સ્ક્વેર ગાર્ડનની ક્ષમતા 18000 સીટની છે અને 40000થી વધુ લોકો ટિકિટ માટે પ્રયત્ન કરી રહ્યા હતા. 18000 સીટો પર 40000 લોકોને તો બેસાડી ન શકાય! જ્યારે ઇવેન્ટ એટલા મોટા સ્કેલ પર આયોજીત થઇ રહી હોય ત્યારે બધાને સંતુષ્ટ કરવા  શક્ય નથી. ઇવેન્ટને લગતા તમામ નિર્ણયો કમિટી લેતી હોય છે. કમિટીમાં 400 મેમ્બર્સ છે. ટિકીટો મર્યાદિત હોવાથી બધાને એન્ટી ન મળે એ દેખીતી વાત છે. અમારી ઇચ્છા તો એવી જ હોયતે કે તમામ ને સંતોષ મળે. કોઇ વ્યક્તિ દુ:ખી થાય તો એના માટે અમને પણ દુ:ખ છે.
સવાલઃ ટિકીટ ન મેળવી શકનાર લોકોની શું નારાજગી છે?
 
જવાબઃ  ઇવેન્ટ ટિકિટ વિતરણની પ્રક્રિયા હવે બંધ થઇ ચૂકી છે. લોકો એવી રજુઆતો કરી રહ્યા છે કે, અમને બુકિંગ બંધ થવાની તારીખ અંગે ખ્યાલ જ નહોતો. તેથી, ટિકીટ બુકિંગની તારીખ હજુ લંબાવો... છેલ્લા 3 મહિનાથી મિડીયામાં આવી રહ્યું હતું કે મોદી યુ.એસ. આવવાના છે. મેડિસન ગાર્ડનની ટિકીટો કેવી રીતે મળશે એ વિશે પણ પૂરતી માહિતી બધે આવતી જ હતી. ઇવેન્ટ સાથે જોડાયેલી તમામ બાબતોની કટ ઓફ તારીખ નક્કી કરવાની જરૂરી હોય છે. હવે ટિકીટોની વહેચણી બંધ ચૂકી છે. હવે આ બાબતમાં હવે કશું જ ન કરી શકાય.

સવાલઃ એવી વાતો આવી હતી કે, મોદીની નજીક બેસવા માટે લોકો 15-20 હજાર ડોલર ખર્ચવા તૈયાર છે?
 
જવાબઃ આ તદ્દન પાયા વગરની વાત છે. પ્રથમ બે સર્કલમાં આમંત્રિતો બેસશે. ત્યારબાદના  સર્કલમાં સ્પોન્સર્સ હશે. આ રીતે જ પ્રેસ, વોલેન્ટિયર્સ, જુદા-જુદા ઇન્ડો અમેરિકન એસોશિએશન્સના મેમ્બર્સ અને સ્પોન્સર્સ માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. મેડિસન સ્કવેરની ક્ષમતા 18000 સીટોની છે. 17300 પાસ ફ્રિમાં વિતરણ કરાયા છે. 700 પાસ સ્પોન્સર્સને કોમ્લિમેંટ્રી તરીકે વિતરણ કરાયા છે. ટકાવારીમાં કહીએ તો, 96% પાસ ફ્રિમાં અને 4% પાસ સ્પોન્સર્સને અપાયા છે. લગભગ 350 આમંત્રિત મહાનુભાવો છે, 550 મિડીયાકર્મીઓ છે, 350 વડાપ્રધાન મહાનુભાવો છે, 300 કમિટી મેમ્બર છે અને 800 જેટલા વોલેન્ટિયર્સ છે.