ET નાઉ : હાલમાં ડોલર સામે રૂપિયો ગગડીને 51 ની સપાટી વટાવી ગયો છે તો હવે આગામી દિવસોમાં રૂપિયો ક્યાં પહોંચશે 51.5 કે પછી 52?
આશિષ પાર્થસારથી : હાલમાં રૂપિયો દબાણ હેઠળ છે તે વાત ચોક્કસ છે. હવે રૂપિયો કઈ દિશામાં ગતિ કરશે તેની ચોક્કસ આગાહી કરવી ખુબ મુશ્કેલ છે પણ એકાદ મહિનામાં તે 52 નું સ્તર પણ વટાવી શકે. જોકે , તાકિદે રૂપિયામાં કોઈ મોટી વધઘટની શક્યતા હવે ઓછી જણાય છે. જો કોઈ મોટા નકારાત્મક કે ખરાબ સમાચાર ન આવે તો થોડા સમય સુધી રૂપિયામાં નજીવી વધઘટ જોવા મળશે. હાલના તબક્કે રૂપિયાના મૂલ્યમાં સુધારો થવો જોઈએ.
ET નાઉ : આ અંગે મધ્યસ્થ બેન્ક ક્યારે પગલાં ભરશે તેમ તમને લાગે છે ?
આશિષ પાર્થસારથી : માર્કેટ રિપોર્ટના અભ્યાસ પરથી હાલના તબક્કે એવું જણાઈ રહ્યું છે કે , રૂપિયામાં જોવા મળી રહેલી વોલેટિલિટીને અંકુશમાં રાખવા માટે સેન્ટ્રલ બેન્ક સ્પોટ અથવા તો ફોરવર્ડ માર્કેટ દ્વારા દરમિયાનગીરીની વિચારણા કરતી હશે.
આ સ્થિતિમાં સેન્ટ્રલ બેન્ક પરિસ્થિતિ પર સતત વોચ રાખતી હશે પણ કયા સ્તરે તે દરમિયાનગીરી કરશે તે કહી શકાય નહીં. સેન્ટ્રલ બેન્ક ફોરવર્ડ માર્કેટના સંદર્ભમાં પણ આવી જ મોડ્સ ઓપરેન્ડી અજમાવશે તેવી શક્યતા છે.
ET નાઉ : ડોલરની મજબૂતીને તમે કેવી આંકો છો ? અને આપણા માટે ડોલરની ખરેખર માંગ કેવી છે ?
આશિષ પાર્થસારથી : આપણા દેશનું અર્થતંત્ર ચાલુ ખાતાની ખાધ ધરાવતું છે. તેથી સ્વાભાવિકપણ જ વિદેશી હુંડિયામણની માંગ તો રહેવાની જ. આ માંગ મોટે ભાગે FDI, પોર્ટફોલિયોના મૂડીપ્રવાહ અને ECB દ્વારા પૂરી થતી હોય છે.
No comments:
Post a Comment