એમ્બિટ કેપિટલના હેડ-ઇક્વિટીઝ સૌરભ મુખરેજાએ જણાવ્યું હતું કે , ઇટલી વૈશ્વિક ધ્યાનના કેન્દ્રમાં છે. આગામી સપ્તાહમાં બજેટમાં કડક નાણાકીય પગલાં (ઓસ્ટેરિટી)ને પસાર કરવામાં તેની સફળતા કે નિષ્ફળતાની શેરબજારો પર નોંધપાત્ર અસર પડશે.
ગયા શુક્રવારે ભારતીય શેરબજારોએ છેલ્લાં સાત સપ્તાહમાં સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો નોંધાવ્યો હતો. ઔદ્યોગિક ઉત્પાદનમાં અંદાજિત કરતાં ધીમી વૃદ્ધિ અને નાણાકીય ક્ષેત્રની કંપનીઓના શેરો માટે નબળા સંજોગોના કારણે સેન્સેક્સ ગયા સપ્તાહ દરમિયાન 2 ટકા ઘટ્યો હતો.
No comments:
Post a Comment