Market Ticker

Translate

Monday, May 19, 2014

બજારમાં ફીલ ગૂડ: ડિસેમ્બર સુધી સેન્સેક્સ 28K થશે

સ્પષ્ટ જનાદેશને પગલે ભારતીય બજારમાં આગામી થોડા વર્ષો સુધી તેજીનો માહોલ જોવા મળશે એવો મત અગ્રણી બ્રોકર્સે વ્યક્ત કર્યો છે .

ઇટી સાથેની વાતચીતમાં ઘણી બ્રોકિંગ કંપનીઓએ ચૂંટણી પરિણામના ગણતરીના કલાકોમાં સેન્સેક્સ અને નિફ્ટીના લક્ષ્યાંકમાં વધારો કર્યો હતો . ઇટી દ્વારા 26 ફંડ મેનેજર અને બ્રોકર્સના સર્વેક્ષણ પ્રમાણે વર્ષ પૂરું થતાં સુધીમાં સેન્સેક્સ 28,000 ની સપાટીએ પહોંચશે .

જ્યારે રૂપિયો ડોલર સામે 57-58 ના સ્તરે સ્થિર થશે . કેટલાક બ્રોકર્સને તો બે વર્ષમાં સેન્સેક્સમાં હાલના સ્તરથી લગભગ 10,000 પોઇન્ટના ઉછાળાની શક્યતા જણાય છે .

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ભારતીયોએ વિકાસ અને આર્થિક સુધારા માટે મતદાન કર્યું છે . એટલે નવી સરકાર નીતિવિષયક સુધારાની મદદથી આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરશે .

જેને લીધે ભારતીય શેરોમાં તેજી જોવાશે . સેન્ટ્રમ બ્રોકિંગના સીઇઓ સંદીપ નાયકે જણાવ્યું હતું કે , ભારતીય જનતા દ્વારા સ્પષ્ટ જનાદેશથી સાનુકૂળ પોલિસી માટેનો માહોલ ઊભો થશે . જેને લીધે આગામી કેટલાંક વર્ષમાં અર્થતંત્રની વૃદ્ધિને વેગ મળશે . એફઆઇઆઇ અને એફડીઆઇમાં વૃદ્ધિની ધારણા છે , જે આગામી બે વર્ષમાં નક્કર તેજીનો તખતો તૈયાર કરશે .

સર્વેક્ષણમાં ભાગ લેનારા લગભગ 50 ટકા લોકોને ડિસેમ્બર સુધીમાં સેન્સેક્સ 28,000 થવાનો અંદાજ છે . 15 ટકા લોકોએ સેન્સેક્સ 30,000 ની સપાટીએ પહોંચવાની આગાહી કરી છે . એમ્બિટ કેપિટલના ઇન્સ્ટિટ્યૂશનલ ઇક્વિટીના સીઇઓ સૌરભ મુખરજીએ કહ્યું હતું કે , સેન્સેક્સ બે વર્ષમાં વાર્ષિક ૨૫ ટકાની વૃદ્ધિ દર્શાવે તોપણ પહેલા વર્ષે તો 30,000 અને બીજા વર્ષે 37,500 થઈ શકે .

ઇટી પોલમાં ભાગ લેનારા લગભગ 27 ટકા લોકોને રૂપિયો ડોલર સામે વધીને 57-58 ના સ્તરે પહોંચવાનો અંદાજ છે . જ્યારે 18 ટકા નિષ્ણાતો ભારતીય ચલણ 56-57 થવાની આગાહી કરી રહ્યા છે .

જેફરીઝ ઇન્ડિયાના વિશ્લેષક નિલેશ જસાણીએ કહ્યું હતું કે , નવી સરકારની નીતિ મજબૂત રૂપિયા તરફી હોઈ શકે . ઉપરાંત , રિઝર્વ બેન્ક પણ રાજકીય જોખમ ઘટ્યું હોવાથી કરન્સી માર્કેટમાં હસ્તક્ષેપ બંધ કરવાનો નિર્ણય લે તેવી શક્યતા છે .

ઇટી પોલમાં 58 ટકાએ ગુણવત્તાસભર ઇન્ફ્રાસ્ટ્રક્ચર શેર ખરીદવાની સલાહ આપી છે . જ્યારે 50 ટકા નિષ્ણાતોએ પીએસયુ બેન્કો પર પસંદગી ઉતારી છે . વધુમાં એનર્જી , કેપિટલ ગૂડ્ઝ અને મેટલ્સ શેરોમાંથી પણ સારું વળતર મળવાની શક્યતા છે . જોકે , મોટા ભાગનાએ હાલ એફએમસીજી , આઇટી , ફાર્મા અને રિયલ્ટી શેરોથી દૂર રહેવા જણાવ્યું છે .

આઇસીઆઇસીઆઇ સિક્યોરિટીઝના એમડી અને સીઇઓ અનૂપ બાગચીએ જણાવ્યું હતું કે , રોકાણકારોએ તબક્કાવાર ધોરણે ખરીદીની નીતિ અપનાવવી જોઈએ . ઉપરાંત , ટૂંકા ગાળાના કરેક્શનનો ઉપયોગ હાઈ - બિટા , નોંધપાત્ર મૂડીખર્ચ ધરાવતી અને મજબૂત બેલેન્સશીટવાળી કંપનીઓમાં રોકાણ માટે કરવો જોઈએ

ગુજરાતમાં મોદીની લહેરમાં કોંગ્રેસનો સફાયો


ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર <a href="http://ads.indiatimes.com/ads.dll/clickthrough?slotid=5204" target="_blank"><img src="http://ads.indiatimes.com/ads.dll/photoserv?slotid=5204" border="0" width="250" height="250" alt="Advertisement"></a>
મોદીના
હોમગ્રાઉન્ડ ગુજરાતમાં મોદીની લહેરમાં કોંગ્રેસનો સફાયો થઈ ગયો છે .

બપોર સુધી મળેલા ટ્રેન્ડ્સ અનુસાર રાજ્યની તમામ 26 બઠકો પર ભાજપના ઉમેદવારો વિજયી થયા છે . વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીનું સ્વપ્ન પૂર્ણ કરવામાં ગુજરાતની જનતાએ પૂરો સહકાર આપ્યો હોવાનું જણાઈ રહ્યું છે .

વડાદરા બેઠક પર મોદી જ્યારે ગાંધીનગર બેઠક પર ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી મોટા માર્જિનથી વિજયી થયા છે .

બારડોલી બેઠક પર કેન્દ્રીય પ્રધાન તુષાર ચૌધરી , આણંદ બેઠક પર ભરતસિંહ સોલંકી , ખેડા બેઠક પર દિનશા પટેલ પણ ભાજપના ઉમેદવારો સામે પરાજય થયો છે.

ઉપરાંત સાબરકાંઠા અને છોટા ઉદેપુરની મહત્ત્વની મનાતી બેઠકો પર અનુક્રમે બે ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાનો શંકરસિંહ વાઘેલા અને નારાયણ રાઠવાનો પણ પરાજય થયો છે.

સેન્સેક્સ અને નિફ્ટી વિક્રમ સપાટીએ બંધ

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ અને નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી આજે વિક્રમ સપાટીએ બંધ રહ્યા હતા. NDA

ની સરકાર રચાયા બાદ અર્થતંત્રની સ્થિતિમાં સુધારો થવાની આશાએ
FII ની અવિરત લેવાલી ટકી રહી હતી. પાવર , કેપિટલ ગૂડ્ઝ , રિયલ્ટી , ઓટો તેમજ બેન્ક શેરોમાં આજે તેજી તરફી ચાલ જોવા મળી હતી.

દિવસ દરમિયાન BSE સેન્સેક્સ ઉપરમાં 24448.47 અને નીચામાં 24107.99 પોઈન્ટની રેન્જમાં ટ્રેડ થયા બાદ 241.31 પોઈન્ટ ઉછળીને 24,363.05 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 7,291.10 અને 7,193.55 પોઈન્ટની રેન્જમાં અથડાયા બાદદ 60.55 પોઈન્ટ વધીને 7,263.55 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 4.19 ટકા અને 5.82 ટકા વધીને બંધ રહ્યા હતા.

આજે અન્ય સેક્ટોરલ ઈન્ડાઇસિસમાં BSE પાવર ઈન્ડેક્સ 10.15 ટકા , BSE કેપિટલ ગૂડ્ઝ ઈન્ડેક્સ 8.34 ટકા , BSE રિયલ્ટી ઈન્ડેક્સ 6.91 ટકા અને BSE ઓઈલ-ગેસ ઈન્ડેક્સ 5.26 ટકા વધ્યા હતા જ્યારે BSE IT ઈન્ડેક્સ 4.95 ટકા , BSE FMCG ઈન્ડેક્સ 4.00 ટકા અને BSE હેલ્થકેર ઈન્ડેક્સ 3.66 ટકા તૂટ્યા હતા.

12 વાગ્યે : ઊંચા મથાળે પ્રોફિટબુકિંગથી મુંબઈ શેરબજારમાં આજે શરૂઆતનો સુધારો થોડો ધોવાઈ ગયો હતો તેમ છતાં સેન્સેક્સ બપોરે પણ ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યો હતો. NDA ની સરકાર રચાયા બાદ અર્થતંત્રની સ્થિતિમાં સુધારો થવાની આશાએ પાવર , કેપિટલ ગૂડ્ઝ , રિયલ્ટી , ઓટો તેમજ બેન્ક શેરોમાં તેજી તરફી ચાલ જોવા મળી હતી.

બપોરે 12 વાગ્યે BSE સેન્સેક્સ 165.17 પોઈન્ટ ઉછળીને 24,286.91 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 42.30 પોઈન્ટ વધીને 7,245.30 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 2.41 ટકા અને 3.87 ટકા વધીને ટ્રેડ થઈ રહ્યા હતા.

આજે બપોરે પાવર , કેપિટલ ગૂડ્ઝ , રિયલ્ટી , બેન્ક , ઓટો તેમજ ઓઈલ-ગેસ શેરોમાં ધૂમ લેવાલી જોવા મળી હતી. આજે બપોરે પણ તમામ સેક્ટોરલ ઈન્ડાઇસિસ ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા.

શેરબજાર ઓપનિંગ : કેન્દ્રમાં બહુમતી ધરાવતી સરકારની રચનાનો માર્ગ મોકળો થતાં મુંબઈ શેરબજાર આજે ઉપરમાં ખૂલ્યું હતું .

ટ્રેડિંગની થોડી ક્ષણોમાં BSE સેન્સેક્સ 246.92 પોઈન્ટ ઉછળીને 24,368.66 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો .

નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 74.65 પોઈન્ટ વધીને 7,277.65 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો .

BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.91 ટકા અને 0.51 ટકા વધીને ટ્રેડ થઈ રહ્યા હતા .

આજે સવારે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ , રિયલ્ટી , બેન્ક , કેપિટલ ગૂડ્ઝ , પાવર તેમજ ઓઈલ - ગેસ શેરોમાં ધૂમ લેવાલી જોવા મળી હતી . આજે સવારથી તમામ સેક્ટોરલ ઈન્ડાઇસિસ ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા .

શુક્રવારે BSE સેન્સેક્સ ઉપરમાં 25375.63 અને નીચામાં 23873.16 પોઈન્ટની રેન્જમાં અથડાયા બાદ 216.14 પોઈન્ટ ઉછળીને 24,121.74 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો .

Tuesday, May 6, 2014

Commodity Contract & Size

Segment Product Contract Size Margin % Margin Amount
Bullion
GOLD 1KG (1000gr) 5% 1,45,000
GOLD MINI 100gr 5% 15,000
GOLD GUINEA 8gr 5% 1,201
GOLD PETAL 1gr 5% 150
SILVER 30KG 5% 74,000
SILVER MINI 5KG 5% 12,500
SILVER MICRO 1KG 5% 2,500
Metals
ALUMINIUM 5MT (5000KG) 5% 27,500
ALUMINI 1MT (1000KG) 5% 5,500
COPPER 1MT (1000KG) 5% 20,500
COPPER MINI 250KG 5% 5,200
LEAD 5MT (5000KG) 5% 31,800
LEAD MINI 1MT (1000KG) 5% 6,400
NICKEL 250KG 6% 14,500
NICKEL MINI 100KG 6% 5,800
ZINC 5MT (5000KG) 5% 30,900
ZINC MINI 1MT (1000KG) 5% 6,250
Energy
CRUDE OIL 100BBL 5% 30,300
NATURAL GAS 1250MMBTU 5% 17,400
Agri-Commodities
CARDAMOM 100KG 5% 4,500
COTTON 25 BALES 5% 27,100
CPO 10MT 5% 29,700
KAPAS 4MT 5% 8,800
KAPASKHALI 10MT 5% 8,500
MENTHOIL 360 10% 30,000
POTATO 15MT 6% 12,900
GUAR GUM 5MT (5000KG) 10% 72,500
GUAR SEED 5MT (5000KG) 10% 25,500

વિજય માલ્યાની મૅન્ગલોર કેમિકલ્સ માટે દીપક ફર્ટિલાઇઝર્સની ઓપન ઑફર

કંપની સબસિડિયરી કંપની સાથે મળીને MCFના વધુ ૩૦૮ લાખ શૅર ખરીદવા વિશે વિચારી રહી છે


વિજય માલ્યા ગ્રુપની કંપની મૅન્ગલોર કેમિકલ્સ ઍન્ડ ફર્ટિલાઇઝર્સ (MCF)નો વધુ ૨૬ ટકા હિસ્સો હસ્તગત કરવા દીપક ફર્ટિલાઇઝર્સ ઍન્ડ પેટ્રોકેમિકલ્સે ઓપન ઑફર કરી છે. કંપની એની સબસિડિયરી કંપની SCM સૉઇલર્ફોટ સાથે મળીને ૧૯૦.૨૭ કરોડ રૂપિયામાં શૅરદીઠ ૬૧.૭૫ રૂપિયાના ભાવે MCFના વધુ ૩૦૮ લાખ શૅર ખરીદવા વિશે વિચારી રહી છે. આ અગાઉ ગયા વર્ષે કંપનીએ વિજય માલ્યાના સહયોગ વગર જ કંપનીના લગભગ ૨૪ ટકા શૅરની ખરીદી કરી હતી.

MCFમાં ૧૬ ટકા કરતાં વધુ ઇક્વિટી હિસ્સો ધરાવતી કંપની ઝુઆરી ઍગ્રો કેમિકલ્સના ચૅરમૅન સરોજ પોદારના જણાવ્યા અનુસાર તેઓ ઓપન ઑફરની દરખાસ્તની સમીક્ષા કરી પોતાનો હિસ્સો વેચવા વિશે નર્ણિય લેશે. જોકે સરોજ પોદારે કહ્યું હતું કે જો તેમને MCFમાં વહીવટી કન્ટ્રોલ નહીં મળી શકે તો તેઓ હાઈએસ્ટ બિડરને પોતાનો હિસ્સો વેચી દેશે. સામા પક્ષે દીપક ફર્ટિલાઇઝર્સના ચૅરમૅન શૈલેશ મહેતાએ જણાવ્યું હતું કે પોદાર અને માલ્યા સાથેની વાટાઘાટો નિષ્ફળ રહ્યા બાદ જ મેં બહુમતી હિસ્સો મેળવવા ઓપન ઑફર કરી છે.

MCF હસ્તગત કર્યા બાદ MCFની વાર્ષિક ૨.૬૦ લાખ ટનની ક્ષમતા ઉપરાંત કંપનીની પોતાની ૧.૮૦ લાખની ક્ષમતાને પગલે કંપની ફર્ટિલાઇઝરના વ્યવસાયમાં મહત્વનું સ્થાન મેળવશે તેમ જ એનાં ઉત્પાદનોની રેન્જમાં પણ વૃદ્ધિ કરી શકશે.

પરિણામોની આશા ન ફળી તો દશા ને દિશા શું થઈ શકે બજારની?

ચૂંટણી-પરિણામો આવ્યા બાદ શૅરબજારની ચાલની આશાભરી વાતો બહુ થઈ, હવે આ પણ વિચારી લો


શૅરબજારની સાદી વાત - જયેશ ચિતલિયા

આ ચૂંટણી બાદ સત્તા પર BJP-નરેન્દ્ર મોદી આવશે એવું ધારીને અને વિચારીને અત્યાર સુધી બજારે ઘણી ઉત્તેજના બતાવી દીધી, નવાં ઇન્ડેક્સ-લેવલ હાંસલ કરી લીધાં, હજી બજાર વધીને કેટલે સુધી જઈ શકે એની આશાના મિનારા પણ બાંધી લીધા; પરંતુ કોઈ કારણસર BJP-નરેન્દ્ર મોદી સત્તા પર ન આવી શક્યાં તો? તેમને બહુમતી ન મળી અને અન્ય ચિત્ર-વિચિત્ર પક્ષોનો ટેકો લઈ સરકાર બનાવવાની નોબત આવી તો? અથવા દેશના કમનસીબે પાછી કૉન્ગ્રેસ સરકાર આવી તો? (તમે મનમાં કહેશો શુભ-શુભ બોલો-લખો ભાઈસાહેબ) શૅરબજારનું શું થશે? કેટલું તૂટશે? ક્યાં સુધી નીચે ઊતર્યા કરશે? જો ખરેખર આવું થયું તો બજારની દિશા શું બનશે અને રોકાણકારોની શું દશા થઈ શકે? રોકાણકારોએ આવા સંજોગોમાં શું કરવું પડે? ચાલો, થોડી નિરાશા સાથે આજે આ સાદી વાતને પણ સમજી લઈએ.

BJPને બહુમતી ન મળી તો?

નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ BJP સરકાર સત્તા પર ન આવી તો સેન્સેકસ ૨૦ હજાર નીચે ઊતરી જઈ શકે અથવા બહુમતી વિના એણે અણઘડ પક્ષોની સાથે સરકાર બનાવવાની નોબત આવી તો પણ શરૂમાં બજાર તૂટશે એવી ધારણા ચોક્કસ બાંધી શકાય. સૌપ્રથમ તો BJPને બહુમતી ન મળી એ સમાચારે જ બજાર નિરાશ થઈ જશે, પરંતુ એને સત્તા પર આવવા માટે કે સરકાર બનાવવા માટે કેટલી સીટ ખૂટે છે અને કોનો ટેકો લેવો પડે કે કોનો ટેકો મળે છે એના આધારે નવાં સમીકરણો બની શકે. આવા સંજોગોમાં બજાર મૂંઝાશે અને ચોક્કસ દિશા નહીં બનાવી શકે જેથી એ સમય કન્ફયુઝન કે કન્સોલિડેશનનો બની જઈ શકે. જોકે મોદીના નેતૃત્વમાં નવી સરકાર બની તો કંઈક નવું થવાની આશા પણ રહેશે; પરંતુ એમાં અત્યાર જેવો ઉત્સાહ નહીં રહે, કેમ કે મોદી માટે પણ આકરા - રચનાત્મક - ઝડપી નિર્ણયો લેવાનું સરળ નહીં રહે. તેથી જે બજાર હાલ માત્ર મોદી આવવાની આશાએ પણ કૂદકા મારે છે એ મોદી હોવા છતાં ઢીલું-ઢીલું જ ચાલી શકશે. ઇન શૉર્ટ, આ સંજોગો રોકાણકારો માટે પણ કપરા બની રહેશે. જેઓ મોદીની મેજોરિટીની આશાએ શૅરો લઈને બેસી ગયા હશે તેમણે લાંબા સમય માટે એ ધરાવી રાખવાની તૈયારી કરવી પડશે. કદાચ તેમને પોતાનો અપેક્ષિત ભાવ મળતાં ખાસ્સો સમય પણ લાગી શકે અથવા એ ભાવ ન પણ મળે. કોઈ તબક્કે લૉસ બુક કરી લેવી પડે એવું પણ બની શકે. ઇન શૉર્ટ, એક વાત એ પણ છે કે બજારે અને લોકોએ મોદી પાસે કંઈક વધુપડતી જ આશા બાંધી લીધી છે જે વાસ્તવમાં પૂરી થવી કઠિન છે અને ઘણા જો અને તો પર આધારિત છે. મોદી સેન્ટિમેન્ટ્સ બદલી શકે, પરંતુ ફન્ડામેન્ટલ્સ બદલતાં મોદીને પણ સમય લાગે એ યાદ રાખવું જરૂરી છે.

કૉન્ગ્રેસ પુન: સત્તારૂઢ થઈ તો?

હવે એ ધારી લેવું પણ જરૂરી છે કે દેશના કમનસીબે કૉન્ગ્રેસ સરકાર પુન: સત્તા પર આવી તો શું થાય? જો આમ થાય તો બજાર આશ્ચર્ય અને આઘાત જરૂર પામે, પરંતુ આ સાથે એ વધી પણ શકે. આવા સમયમાં બજાર બીજું બધું ભૂલીને કૉન્ગ્રેસને વધાવી લેશે, કારણ કે આખરે એ છેલ્લાં દસ વર્ષથી આ સરકારને ચલાવી રહી છે. આ સરકારના સમયમાં એણે (બજારે) બેસ્ટ અને વસ્ર્ટ સમય જોઈ લીધો છે. હા, આપણે અગાઉના ૨૧ હજાર અને ૮૦૦૦ના સેન્સેક્સની વાત કરી રહ્યા છીએ. અત્યારે આ સરકારની હાજરીમાં ૨૨ હજાર ઉપર ગયેલો સેન્સેક્સ માત્ર મોદીની આશાનું પરિણામ ગણાય; પણ હવે પછી કૉન્ગ્રેસ નવેસરથી પોતાની બાજી સુધારવા સજ્જ બની શકે, એની ઇમેજને સુધારવાના કામે લાગી જાય એટલે કે લોકોનો વિશ્વાસ પાછો મેળવવા સંઘર્ષ કરવા લાગી જાય. અલબત્ત, આ વખતે તો વડા પ્રધાન કોણ બને એ નવું સમીકરણ બની શકે. નાણાપ્રધાન પણ નવી વ્યક્તિ આવી શકે, પરંતુ જો રાષ્ટ્રના વધુ કમનસીબે રાહુલ ગાંધી પ્રાઇમ મિનિસ્ટર બની ગયા તો માથામાં વાળ ન હોય તોય વિચારવા માટે ખંજવાળવું પડે એવી હાલત થઈ શકે. અલબત્ત, જ્યાં સુધી માર્કેટ અને ઇકૉનૉમીને સંબંધ છે ત્યાં સુધી નાણાપ્રધાનનું નામ મહત્વનું બની રહે. જોકે કૉન્ગ્રેસ દેશની સંપત્તિ લૂંટાવીને પોતાનાં વચનોનું પાલન કરવા જશે તો ઇકૉનૉમીની દશા શું થાય એ પણ ગંભીર વિચારનો મુદ્દો બની જાય છે. આમ કૉન્ગ્રેસના પુન: આગમનના માઇનસ પૉઇન્ટ્સ ઘણા છે. એમ છતાં તેમનો અનુભવ અને અત્યાર સુધીની નીતિઓને ચાલુ રાખીને તેઓ બજારને સુધારવામાં સફળ બની પણ શકે. અફકોર્સ, આ વખતે બજારમાં કૉન્ગ્રેસના આગમનથી આનંદ - આવકાર કરતા આઘાત - અનિશ્ચિતતા વધી જાય તો નવાઈ નહીં.

સાવચેતીનો અભિગમ શરૂ

જેમ-જેમ ચૂંટણી-પરિણામનો દિવસ ૧૬ મે નજીક આવી રહ્યો છે. બજારના નાના-મોટા રોકાણકારો-ખેલાડીઓ હવે સાવચેતી સાથે આગળ વધવાનો વ્યૂહ બનાવી રહ્યા છે. ખાસ કરીને ફ્યુચર્સ અને ઑપ્શન્સના સટ્ટાકીય સોદા કરતા લોકો હવે પછી છાશ ફૂંકી સોદા કરવા માગે છે. મે મહિનાના કૉન્ટ્રૅક્ટના સોદા અત્યારે ચૂંટણીનાં પરિણામોની જુદી-જુદી ધારણાને આધારે થઈ રહ્યા છે, જ્યારે નાના-મધ્યમ રોકાણકારો લાંબા ગાળાના અભિગમને સલામત માને છે; પરંતુ જો ધારણા સાચી પડી અને મોદી આવી ગયા તો બજાર જે ઉછાળા મારે એમાં નફો બુક કરી લેવાનું નક્કી છે. અર્થાત્ બજાર માટે સારા સમાચારે નવા લોકો લેવા પણ દોડશે અને જૂના લોકો નફો બુક કરવા પણ દોડશે. સેન્સેક્સ ૨૩ હજારની આસપાસ જઈને પાછો ફર્યો છે. કહેવાય છે કે બજારે મોદીના સારા સમાચારને ડિસ્કાઉન્ટ કરી લીધા છે. હવે એ ખરેખર આવે તો પહેલા ઉછાળા સાથે કરેક્શન પણ લાવી શકે અને મજબૂત બહુમતી સાથે આવી ગયા તો. શુભ-શુભ વિચારો દોસ્તો... અબ કી બારી તેજી કી લંબી બારી થઈ શકે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ અને EOWએ ખુલ્લાં પાડ્યાં NSELના ડિફૉલ્ટરોનાં કાળાં કરતૂતો

રોકાણકારોનાં નાણાં દ્વારા કરવામાં આવ્યું મની લૉન્ડરિંગ અને બેનામી મિલકતોની ખરીદી : મોહન ઇન્ડિયા સામે EDનો અહેવાલ અને સ્વસ્તિક ઓવરસીઝના રાજેશ મહેતાની ધરપકડ


નૅશનલ સ્પૉટ એક્સચેન્જ લિમિટેડ (NSEL)ના રોકાણકારો પાસેથી મળેલાં નાણાંથી ડિફૉલ્ટરોએ મોંઘાં વાહનો, ભવ્ય મહેલો અને ફ્લૅટ, બહુમૂલ્ય પ્લૉટ, બીચ-સાઇડ હોટેલોમાં શૅર તથા વિશાળ ખેતીલાયક જમીનની ખરીદી કરી છે. તેમણે લોકોના પૈસાનો ઉપયોગ મની લૉન્ડરિંગ (કાળાં નાણાંને ધોળાં કરવાં) તથા બેનામી મિલકતોની ખરીદી માટે કર્યો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED) તથા મુંબઈ પોલીસની ઇકૉનૉમિક ઑફેન્સિસ વિંગ (EOW)એ ૫૬૦૦ કરોડ રૂપિયાની પેમેન્ટ-કટોકટી સંબંધે કરેલી તપાસ દરમ્યાન આ બાબત સામે આવી છે.

રોકાણકારોનાં નાણાંનું લૉન્ડરિંગ કરવા મોહન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ નામની ડિફૉલ્ટર કંપની તથા એની પેટા-કંપનીઓએ અપનાવેલી રીતનો તંતુ EDએ શોધી કાઢ્યો છે. બીજી બાજુ EOWએ ગુજરાતસ્થિત સ્વસ્તિક ઓવરસીઝ દ્વારા બેનામી જમીન ખરીદવામાં આવી હોવાનું જણાવીને એના સંચાલક રાજેશ મહેતાની ધરપકડ કરી છે.

EDએ અદાલતને સોંપેલા અહેવાલમાં કહ્યું છે કે સામાન્ય રીતે ગેરમાર્ગે લવાયેલા પૈસાને સામાન્ય પ્રવાહમાં લાવવા માટે લેયરિંગ નામની પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવે છે. આ કેસમાં ડિફૉલ્ટરે પોતાના બિઝનેસ સાથે સંબંધ ન હોય એવાં મોંઘા ભાવનાં વાહનો, ભવ્ય બંગલા વગેરેમાં નાણાં રોકીને લેયરિંગ કર્યું છે.

EDએ પ્રિવેન્શન ઑફ મની લૉન્ડરિંગ ઍક્ટ (PMLA) હેઠળ મોહન ઇન્ડિયા તથા એના બીજા બિઝનેસ સહયોગીઓના નામે હોય એવી ૧૨૫ કરોડ રૂપિયાની અસ્કયામતો થોડા મહિના પહેલાં જપ્ત કરી હતી. EDએ આ સંપત્તિને ગુનાની નીપજ ગણાવી છે.

મોહન ઇન્ડિયાએ NSELના રોકાણકારોના ૯૨૨ કરોડ રૂપિયા ચૂકવવાના હતા. નવીનતમ આંકડા મુજબ એણે ૬૦૦.૦૮ કરોડ રૂપિયા આપવાના નીકળે છે. એમાંથી એણે ૫૨.૮૫ કરોડ રૂપિયાની ચુકવણી કરી દીધી છે.

EDએ કરેલી તપાસમાં જાણવા મળ્યું છે કે મોહન ઇન્ડિયા ગ્રુપ ઑફ કંપનીઝને ખાંડના વેચાણ પેટે NSEL પાસેથી નાણાં મળ્યાં હતાં. એ પૈસા એણે અલગ-અલગ વ્યક્તિઓ અને કંપનીઓને ટ્રાન્સફર કર્યા હતા. એમાંથી કાર-ડીલર્સ, ડેવલપર્સ, કન્સ્ટ્રક્શન કંપનીઓ વગેરેને NEFT/RTGS મારફત નાણાં ટ્રાન્સફર કરવામાં આવ્યાં હતાં. 

PMLA હેઠળની તપાસમાં જાણવા મળ્યું છે કે પ્રતિવાદીઓ (મોહન ઇન્ડિયા અને અન્યો) ભૌતિક સ્ટૉક ન હોવા છતાં ખાંડના વેચાણ અને પુન: ખરીદીના વ્યવહાર કરતા હતા અને તેમણે ફ્લ્ચ્ન્ને ખાંડની ડિલિવરી આપી ન હોવા છતાં એક્સચેન્જ પાસેથી નાણાં લીધાં હતાં. EDએ વધુમાં જણાવ્યું છે કે આ કેસની તપાસ હજી પ્રારંભિક તબક્કામાં છે.

સ્વસ્તિક ઓવરસીઝની બાબતે EOWએ કહ્યું છે કે NSELના માધ્યમથી મેળવાયેલાં રોકાણકારોનાં નાણાંથી ગુજરાતમાં બેનામી જમીન ખરીદવામાં આવી હતી. આ જમીન ખેડૂતોના નામે લેવામાં આવી હતી. સ્વસ્તિકે ફ્લ્ચ્ન્ને ૧૧૩.૩૩ કરોડ રૂપિયા ચૂકવવાના નીકળે છે.

એક્સચેન્જના સૌથી મોટા ડિફૉલ્ટર એન. કે. પ્રોટીન્સ સાથે એક સમયે કામ કરી ચૂકેલા રાજીવ તોડીએ પછીથી પોતાની કંપની સ્થાપીને NSEL મારફત નાણાં મેળવ્યાં હતાં. EOW આ કેસમાં રાજીવ તોડીની પૂછપરછ કરી ચૂકી છે.

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports