Translate

Tuesday, May 6, 2014

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ અને EOWએ ખુલ્લાં પાડ્યાં NSELના ડિફૉલ્ટરોનાં કાળાં કરતૂતો

રોકાણકારોનાં નાણાં દ્વારા કરવામાં આવ્યું મની લૉન્ડરિંગ અને બેનામી મિલકતોની ખરીદી : મોહન ઇન્ડિયા સામે EDનો અહેવાલ અને સ્વસ્તિક ઓવરસીઝના રાજેશ મહેતાની ધરપકડ


નૅશનલ સ્પૉટ એક્સચેન્જ લિમિટેડ (NSEL)ના રોકાણકારો પાસેથી મળેલાં નાણાંથી ડિફૉલ્ટરોએ મોંઘાં વાહનો, ભવ્ય મહેલો અને ફ્લૅટ, બહુમૂલ્ય પ્લૉટ, બીચ-સાઇડ હોટેલોમાં શૅર તથા વિશાળ ખેતીલાયક જમીનની ખરીદી કરી છે. તેમણે લોકોના પૈસાનો ઉપયોગ મની લૉન્ડરિંગ (કાળાં નાણાંને ધોળાં કરવાં) તથા બેનામી મિલકતોની ખરીદી માટે કર્યો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED) તથા મુંબઈ પોલીસની ઇકૉનૉમિક ઑફેન્સિસ વિંગ (EOW)એ ૫૬૦૦ કરોડ રૂપિયાની પેમેન્ટ-કટોકટી સંબંધે કરેલી તપાસ દરમ્યાન આ બાબત સામે આવી છે.

રોકાણકારોનાં નાણાંનું લૉન્ડરિંગ કરવા મોહન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ નામની ડિફૉલ્ટર કંપની તથા એની પેટા-કંપનીઓએ અપનાવેલી રીતનો તંતુ EDએ શોધી કાઢ્યો છે. બીજી બાજુ EOWએ ગુજરાતસ્થિત સ્વસ્તિક ઓવરસીઝ દ્વારા બેનામી જમીન ખરીદવામાં આવી હોવાનું જણાવીને એના સંચાલક રાજેશ મહેતાની ધરપકડ કરી છે.

EDએ અદાલતને સોંપેલા અહેવાલમાં કહ્યું છે કે સામાન્ય રીતે ગેરમાર્ગે લવાયેલા પૈસાને સામાન્ય પ્રવાહમાં લાવવા માટે લેયરિંગ નામની પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવે છે. આ કેસમાં ડિફૉલ્ટરે પોતાના બિઝનેસ સાથે સંબંધ ન હોય એવાં મોંઘા ભાવનાં વાહનો, ભવ્ય બંગલા વગેરેમાં નાણાં રોકીને લેયરિંગ કર્યું છે.

EDએ પ્રિવેન્શન ઑફ મની લૉન્ડરિંગ ઍક્ટ (PMLA) હેઠળ મોહન ઇન્ડિયા તથા એના બીજા બિઝનેસ સહયોગીઓના નામે હોય એવી ૧૨૫ કરોડ રૂપિયાની અસ્કયામતો થોડા મહિના પહેલાં જપ્ત કરી હતી. EDએ આ સંપત્તિને ગુનાની નીપજ ગણાવી છે.

મોહન ઇન્ડિયાએ NSELના રોકાણકારોના ૯૨૨ કરોડ રૂપિયા ચૂકવવાના હતા. નવીનતમ આંકડા મુજબ એણે ૬૦૦.૦૮ કરોડ રૂપિયા આપવાના નીકળે છે. એમાંથી એણે ૫૨.૮૫ કરોડ રૂપિયાની ચુકવણી કરી દીધી છે.

EDએ કરેલી તપાસમાં જાણવા મળ્યું છે કે મોહન ઇન્ડિયા ગ્રુપ ઑફ કંપનીઝને ખાંડના વેચાણ પેટે NSEL પાસેથી નાણાં મળ્યાં હતાં. એ પૈસા એણે અલગ-અલગ વ્યક્તિઓ અને કંપનીઓને ટ્રાન્સફર કર્યા હતા. એમાંથી કાર-ડીલર્સ, ડેવલપર્સ, કન્સ્ટ્રક્શન કંપનીઓ વગેરેને NEFT/RTGS મારફત નાણાં ટ્રાન્સફર કરવામાં આવ્યાં હતાં. 

PMLA હેઠળની તપાસમાં જાણવા મળ્યું છે કે પ્રતિવાદીઓ (મોહન ઇન્ડિયા અને અન્યો) ભૌતિક સ્ટૉક ન હોવા છતાં ખાંડના વેચાણ અને પુન: ખરીદીના વ્યવહાર કરતા હતા અને તેમણે ફ્લ્ચ્ન્ને ખાંડની ડિલિવરી આપી ન હોવા છતાં એક્સચેન્જ પાસેથી નાણાં લીધાં હતાં. EDએ વધુમાં જણાવ્યું છે કે આ કેસની તપાસ હજી પ્રારંભિક તબક્કામાં છે.

સ્વસ્તિક ઓવરસીઝની બાબતે EOWએ કહ્યું છે કે NSELના માધ્યમથી મેળવાયેલાં રોકાણકારોનાં નાણાંથી ગુજરાતમાં બેનામી જમીન ખરીદવામાં આવી હતી. આ જમીન ખેડૂતોના નામે લેવામાં આવી હતી. સ્વસ્તિકે ફ્લ્ચ્ન્ને ૧૧૩.૩૩ કરોડ રૂપિયા ચૂકવવાના નીકળે છે.

એક્સચેન્જના સૌથી મોટા ડિફૉલ્ટર એન. કે. પ્રોટીન્સ સાથે એક સમયે કામ કરી ચૂકેલા રાજીવ તોડીએ પછીથી પોતાની કંપની સ્થાપીને NSEL મારફત નાણાં મેળવ્યાં હતાં. EOW આ કેસમાં રાજીવ તોડીની પૂછપરછ કરી ચૂકી છે.

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports