ફાઇનાન્શિયલ ટેક્ નોલોજિસ ( એફટી ) ના પ્રમોટર શાહ એનએસઇએલમાં ૯૯ . ૯ ટકા હિસ્સો ધરાવે છે . તેમને તથા એફટીના ભૂતપૂર્વ ગ્રૂપ ફાઇનાન્સ ડિરેક્ટર જાવલગેકરની સાતમી મેના રોજ મુંબઈ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને આઠમી મેના દિવસે પોલીસ કસ્ટડીમાં રિમાન્ડ માટે સોંપવામાં આવ્યા હતા .
કોર્ટે 15 મેના રોજ બંનેને કોર્ટ સમક્ષ હાજર કરવા પોલીસને આદેશ કર્યો હતો . શાહ અને જાવલગેકરના વકીલોએ પોલીસ કસ્ટડી લંબાવવા સામે દલીલ કરી હતી કે પોલીસને સાત દિવસ પછી તેમને કૌભાંડ સાથે સાંકળતી કોઈ કડી મળી નથી . પોલીસ કસ્ટડી હેઠળ આરોપી જામીન માટે અરજી કરી શકતા નથી
No comments:
Post a Comment