બપોરે પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ અને નરેન્દ્ર મોદી
વચ્ચે વાતચીત થઈ ગઈ હતી. બંને નેતાએ લગભગ 26 સેકન્ડ સુધી હસ્તધનૂન કર્યું
હતું. છેલ્લા દોઢેક વર્ષોથી બંને દેશો વચ્ચે તણાવ પ્રવર્તમાન છે. ચૂંટણી
દરમિયાન મોદીએ પાકિસ્તાન પર ભારે પ્રહારો કર્યા હતા, જોકે, વડાપ્રધાન બન્યા
બાદ વિદેશનીતિમાં પહેલું કામ પાકિસ્તાન ઉપરાંત સાર્ક દેશોને આમંત્રણ
આપવાનું કર્યું હતું.
આ મુલાકાતમાં વિદેશપ્રધાન સુષમા સ્વરાજ અને વિદેશ સચિવ સુજાતાસિંહ પણ
હાજર હતાં. જાણવા મળી રહ્યું છે કે વાતચીત બન્ને રાષ્ટ્રો વચ્ચેના સંબંધો
મજબૂત બનાવવા ઉપરાંત સરહદ પારના આતંકવાદ અને દ્વીપક્ષીય સંબંધોને નવી ઉંચાઈ
સુધી લઈ જવાની દિશામાં વાતચીત થઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે નવાઝ શરીફ મોદીના શપથગ્રહણ સમારોહમાં સામેલ થવા માટે સોમવારે ભારત પહોંચ્યા હતાં. શરીફ સાથેની મોદીની મુલાકાત ભારે મહત્વની માનવામાં આવે છે, ખાસ કરીને છેલ્લા દોઢ વર્ષથી બન્ને રાષ્ટ્રો વચ્ચે ભારે તણાવની પરિસ્થિતિ પ્રવર્તી રહી છે ત્યારે આ બેઠક પર બન્ને રાષ્ટ્રોની મીટ મંડાયેલી છે.બેઠકની શરૂઆત 12.39 કલાકે થઈ હતી. બંને નેતાઓ વચ્ચે 35 મિનિટની મુલાકાતનો કાર્યક્રમ હતો. જો કે, આ મુલાકાત એટલી ઉષ્માભરી રહી હતી કે, તે પચાસ મિનિટ સુધી ચાલી હતી.
No comments:
Post a Comment