Translate

Tuesday, May 20, 2014

અંબાણીનું ‘એન્ટિલા’ વિશ્વનું સૌથી મોંઘું ઘર

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ ;
અંબાણીનું
મુંબઈમાં આવેલું 27 માળનું ઘર એન્ટિલા વિશ્વના અબજોપતિઓના સૌથી મોંઘા 21 ઘરની યાદીમાં ટોચનું સ્થાન ધરાવે છે . ફોર્બ્સની યાદીમાં ભારતીય મૂળના સ્ટીલકિંગ લક્ષ્મી મિત્તલના લંડનમાં આવેલાં નિવાસસ્થાન પણ સામેલ છે .

એટલાન્ટિકમાં આવેલા પૌરાણિક ટાપુના આધારે નામકરણ પામનાર એન્ટિલા 4 , ૦૦ , ૦૦૦ ચોરસ ફૂટનો વિસ્તાર ધરાવે છે , જેનો બાંધકામ ખર્ચ એક અબજ ડોલરથી બે અબજ ડોલર જેટલો આવ્યો હતો એમ ફોર્બ્સે જણાવ્યું છે . એન્ટિલામાં જમીનની અંદર માળનું પાર્કિંગ છે , ત્રણ હેલિકોપ્ટર પેડ છે અને ઘરની દેખરેખ રાખવા માટે 6 ૦૦ લોકોનો સ્ટાફ રાખવામાં આવ્યો છે .

ફોર્બ્સે એન્ટિલાના કદ અને ખર્ચની સરખામણી મેનહટ્ટનમાં ગ્રાઉન્ટ ઝીરોની નજીક ઊભેલા બાવન માળના ટાવર 7 વર્લ્ડ ટ્રેડ સેન્ટર સાથે કરી છે . ટાવરમાં ઓફિસો આવેલી છે જેનો બાંધકામ ખર્ચ બે અબજ ડોલર જેટલો હતો .

લંડનના કેન્સિંગ્ટન પેલેસ ગાર્ડન્સમાં આવેલા મિત્તલનાં ઘર સૌથી મોંઘા 21 ઘરની યાદીમાં પાંચમો અને અઢારમો ક્રમ ધરાવે છે . બિલિયનર્સ રો તરીકે જાણીતા સ્થળે મિત્તલ ત્રણ ઘર ધરાવતા હોવાનું માનવામાં આવી રહ્યું છે . ફોર્બ્સે જણાવ્યું હતું કે , 2014 નું વર્ષ હજુ ચાલી રહ્યું છે ત્યારે અતિમોંઘા ઘર ધરાવતા અબજોપતિની યાદીમાં હજુ ઉમેરો થશે . 2013 માં બજારમાં થોડીક નરમાઈ આવી હતી અને 10 કરોડ ડોલરથી વધુ રકમનો કોઈ પ્રોપર્ટી સોદો થયો નહોતો ત્યારે 2014 માં આવા સોદા થવાની શક્યતા છે .

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports