Translate

Monday, May 19, 2014

મોદી PM પદ સાથે NDA ચેરમેનનો હોદ્દો પણ સંભાળશે

અટલ બિહારી વાજપેયીની માફક નરેન્દ્ર મોદી પણ વડાપ્રધાનના હોદ્દાની સાથે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ ( એનડીએ ) ના ચેરમેનનો હોદ્દો સંભાળશે . ભાજપનાં ટોચનાં સૂત્રોએ જણાવ્યું હતું કે , એનડીએના કાર્યકારી વડા એલ કે અડવાણીને જણાવી દેવામાં આવશે કે સરકાર તથા જોડાણ વચ્ચે સરળતાથી કામગીરી ચાલે તે માટે મોદી ગઠબંધનના પણ વડા રહેશે .

સરકાર તથા ભાજપ એમ બન્ને મોદીના નેજા હેઠળ રહે તે રીતે માર્ગ તૈયાર કરાશે . ભાજપ પ્રમુખ રાજનાથ સિંહ તથા તેના પુરોગામી નીતિન ગડકરીને સરકારમાં સામેલ કરવામાં આવી રહ્યા છે , તેનો અર્થ એવો થયો કે પક્ષના નવા વડા તરીકે પણ મોદીની પસંદગીના માણસ હશે .

લોકસભામાં ભાજપ પોતાના બળે 282 બેઠક સાથે બહુમતી ધરાવે છે . જેથી એનડીએના સાથીપક્ષો તકલીફ ઊભી કરી શકે તેમ નથી . વાજપેયી માટે મુશ્કેલ સમય હતો કેમ કે તેમણે AIADMK જેવા પક્ષોના દુરાગ્રહ સહન કરવા પડ્યા હતા .

સૂત્રોના જણાવ્યા અનુસાર અડવાણી લોકસભાના આગામી સ્પીકર બને તેવી શક્યતા છે . પક્ષના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે , અડવાણી મોદીની આગેવાની હેઠળ એનડીએ સરકારમાં કામ નહીં કરે અને એનડીએના વડાનો હોદ્દો છોડવો પડશે . આવી સ્થિતિમાં તેઓ લોકસભાના સ્પીકર બને તેવી શક્યતા છે .

પક્ષનાં સૂત્રોએ જણાવ્યું હતું કે , અડવાણી 2017 સુધી કદાચ સ્પીકર તરીકે રહી શકે . ત્યાર પછી પ્રણવ મુખરજી રાષ્ટ્રપતિ તરીકે વિદાય લેશે અને તેમની જગ્યા ખાલી પડશે . જોકે ત્યારે અડવાણી 90 વર્ષના થઈ ગયા હશે .
દરમિયાન , દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ ચાલુ છે અને પક્ષના ઘણા નેતાઓ મોદીને મળવા આવ્યા હતા . બિહારમાં નીતીશ કુમારના રાજીનામા બાદ પેદા થયેલી સ્થિતિ વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી .

બિહારમાં ભાજપના મહામંત્રી ધર્મેન્દ્ર પ્રધાન મોદી અને અમિત શાહને મળ્યા હતા . અન્ય એક મહામંત્રી જે પી નદ્દા પણ મોદીને મળ્યા હતા જેમને રાજનાથ સિંહની જગ્યાએ ભાજપ પ્રમુખ બનાવાય તેવી શક્યતા છે . અમૃતસરમાં ચૂંટણી હારેલા વરિષ્ઠ નેતા અરુણ જેટલી પણ બપોરે મોદીને મળ્યા હતા .

રાજસ્થાનનાં મુખ્યમંત્રી વસુંધરા રાજે , કર્ણાટકના નેતાઓ અનંત કુમાર અને બી એસ યેદ્દીયુરપ્પા મોદીને મળવા આવ્યા હતા . કુમાર અને યેદ્દીયુરપ્પા મોદી સરકારમાં સ્થાન મેળવે તેવી શક્યતા છે .

આરએસએસના આગેવાનો મોહન ભાગવત અને ભૈયાજી જોશીએ દિલ્હીમાં ધામા નાખ્યા છે અને હિલચાલ પર નજર રાખી રહ્યા છે . મોદી અને રાજનાથ સિંહ કેબિનેટની રચના અને અન્ય મુદ્દા પર આરએસએસના નેતાઓ સાથે સંપર્કમાં છે

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports