Translate

Thursday, December 29, 2011

એક દારૂડિયાએ ભગવાનને પ્રાર્થના કરી કે આવતા જન્મે દાંત ભલે એક દેજે પણ લિવર ૩૨ આપજે પ્રભુ

ચ્યવનપ્રાશ કે નવલત્રાસ? એક ડબલાની આત્મકથા


શિયાળો આવે એટલે દરેકના ઘરમાં ગરમ ટોપી, સ્વેટર, અને મફલરની શોધ અને સંશોધન કાર્યવાહી શરૂ થાય. દરેકના ઘરમાં ગયા શિયાળે પલંગની નીચે આરડીએક્સની જેમ ગરમ કપડાં સંતાડી દેવામાં આવે છે. જ્યારે જોરદાર ઠાર પડે ત્યારે ઘરવાળી દરેક પતિદેવને વિનંતી કરે છે જરાક પેટી પલંગનું પાટિયું પકડી રાખો તો જરસી કાઢવી છે. ટચલી આંગળિયે ગોવર્ધન તોડયો હોય એવા ભાવથી દરેક પતિ મહાશય ‘ગાદલાનો ગોવર્ધનઉપાડે છે. કાકચિયો માંડ ઘામાં આવ્યો છે આ કહેવતને યથાર્થ ઠેરવવા અર્ધાંગિની મનમાંને મનમાં મલકી ઈરાદાપૂર્વક ગરમ કપડાં ગોતવામાં વાર લગાડે છે. અને જેવા આપણે પાટિયું પકડીને હાંફી જઈએ એટલે આપણને સંભળાવવામાં આવે છે કે જોયું અમને લેડિઝ લોકોને એકલા ઘરકામમાં કેટલી તકલીફ પડે છે? ગાદલાની ગોવર્ધન લીલા બાદ પત્ની દ્વારા ઘરમાં ‘જરસીદાન’ સમારોહ યોજવામાં આવે છે. એ જરસીમાંથી આખા વર્ષની ફિનાઈલની ગોળીઓની ‘મીઠી મીઠી!!!’ ખુશ્બુ દરેક પતિદેવે અનુભવી જ હોય છે, પરંતુ કોઈ પતિ કદી આ વાત પત્નીને કરી શકતો નથી. શિયાળો મારી દૃષ્ટિએ પ્રાયોગિક ઋતુ છે. આખા વર્ષ દરમિયાન મેક્સિમમ પ્રયોગો આ ઋતુમાં કરવામાં આવે છે. કુટુંબનાં સૌ સ્વજનો સાથે મળીને યથાશક્તિ આ સિઝનમાં બોડી બનાવી લેવાના કારસા ઘડે છે. શિયાળાની શરૂઆતમાં હેલ્થ સુધારી જ લેવાની આ યોજના શિયાળો જામતા સરકારની પંચવર્ષીય યોજનાની જેમ ગોટે ચડી જાય છે. અને આ લાચાર જનતા જેવું શરીર આવતા શિયાળાની રાહ જુએ છે.
આજથી આઠ વર્ષ પહેલાં મારા ઘરમાં એક ભયંકર ઘટના ઘટી, ચ્યવનપ્રાશનું ડબલું એ નવલ ત્રાસરૂપ બની ગયું. લ્યો સાંભળો એ ડબલાની આત્મકથા. ગયા શિયાળાનું એક ચ્યવનપ્રાશનું દુર્દશા પામેલું ડબલું ફળિયામાં અનાથ બનીને રખડતું હતું. મારા ડ્રાઈવરને એ ડબલા પર દયા ઉપજી એટલે એક પ્રાતઃકાળે ડ્રાઈવરે એમાં ગાડીના બેરિંગનું ગ્રીસ ભર્યું. એ ગ્રીસવાળું ડબલું ગાડી સુધી પહોંચે એ પહેલાં મારા પિતાજીની કરુણાભરી નજર એ દુઃખી ડબલા પર ગઈ. અંદરના વિષયવસ્તુની વિગતે ચકાસણી કર્યા વગર પિતાશ્રીને એમ થયું કે પુત્રવધૂની બેદરકારી અથવા તો પૌત્રની અવળચંડાઈના કારણે જ આ આખું ચ્યવનપ્રાશ ભરેલું ડબલું રસોડામાંથી ફળિયા સુધી સ્થળાંતર પામ્યું હશે. પિતાશ્રીએ મનમાં એ પણ વિચાર્યું કે આ તો સારું થયું કે આ ડબલું ડ્રાઈવરને હાથ ન આવ્યું. નહિંતર ઈ તો પોતાના પરિવારનો જ પ્રાસ મેળવી લેત. હે ભગવાન! કહી પિતાશ્રીએ કોઈને કશું કહ્યા વગર એ ડબલાને ફ્રીજ પર પુનઃ સ્થાપિત કર્યું. કોઈ ખંડિત થયેલા મંદિરની પુનઃ પ્રાણપ્રતિષ્ઠા થાય અને ધુમાડાબંધ ગામ જમે અને ગામને જે આનંદ અનુભવાય એવો આનંદ સમગ્ર પરિવારે ઊજવ્યો.
સહેવાગને જેટલો આનંદ વન-ડેની ડબલ સદીનો હતો એટલો જ આનંદ આ દુઃખી ડબલાને પોતાના આ બીજા જીવનદાનનો હતો. અંદર પુરાયેલું ગ્રીસ મનોમન સંકોચ સાથે આનંદની મિશ્ર લાગણી અનુભવતું હતું. ગ્રીસને સંકોચ એ વાતનો હતો કે ૫૦ રૂપિયાની પોતાની કિંમત માત્ર આ ડબલા ફેરના લીધે અંદાજે ૩૫૦ થઈ ગઈ. ગ્રીસ મનોમન વિચારતું હતું કે આ માનવજાત માત્ર બહારના ડબલા જ જુએ છે. અંદર શું પડયું છે એનાથી કોઈને કશો મતલબ નથી. છતાં ગ્રીસને આનંદ એ વાતનો હતો કે એમની સો પેઢીઓમાં કોઈ પણ પૂર્વજને આ રીતે રસોડામાં આદરણીય સ્થાન નહોતું મળ્યું. આમ આ ગ્રીસ ખુદ પોતાના સમુદાય માટે ‘ગ્રીસ કુળ ગૌરવબન્યું એનો ગ્રીસને આનંદ હતો.
અને બીજે દિવસે રાબેતા મુજબ સવાર પડી છાપાના ફેરિયાએ છાપાનો ઘા કર્યો એ કાગળનો ઘા જોગિંગ કરતા બાપુજીના માથામાં વાગ્યો ને બાપા ધોમ થ્યા. ફેરિયા ઉપર ખીજાયા ને પછી બાપુજી રાબેતા મુજબ પુત્રવધૂ પર તાડુક્યા. છોકરા સ્કૂલે જવા માટે ઊઠયા જ નહીં એટલે ઘરવાળી રાબેતા મુજબ છોકરાવ પર તૂટી પડી. આવો વારસાગત અને પરંપરાગત ગુસ્સો મારા સિવાય તો બીજે ક્યાં સ્થિર થાય? જૂની કબજિયાતને લીધે મારે ટોઇલેટમાં નાછૂટકે વધુ સમય રહેવું પડયું એમાં ઘરવાળી બોલી કે આ તમારી કબજિયાતને લીધે છોકરાવની કરિયર બરબાદ થાય છે એટલે કહું છું કે શિયાળામાં ચ્યવનપ્રાશ ખાતા જાવ.
આટલું બબડી સમગ્ર ઘટનાની વેઠ મારી નાસ્તાની ભાખરી પર ઉતારી. પત્નીએ ઓલ્યા દુઃખી ડબલામાંથી ફટાક દઈને ચ્યવનપ્રાશની ચમચી સીધી મારા મોઢામાં મૂકી. અરરરર...રરરર... આવી રીતે ૫૦ રૂપિયાનું ગ્રીસ ૩૫૦ રૂપિયાનું ચ્યવનપ્રાશ બનીને મારા પેટમાં પધરાવાઈ ગયું. બસ તે દિવસથી મારી જીભ ઓઈલિંગ થઈ ગઈ છે અને સતત અને અવિરત ચાલ્યા જ કરે છે. ત્યારથી હવે ઘરમાં ડબલા પર પ્રતિબંધ છે. સુખ એ થયું કે ઘરવાળી હવે દરેક વસ્તુ શબરીના બોરની જેમ ચાખીને જ આપે છે. વાચકમિત્રોને વિનંતી કે ડબલા ચેક કરીને જ ચમચી ભરવી. શિયાળાની સવાર હોબાળાની સવાર ન થાય એની તકેદારી રાખજો.

Saturday, December 24, 2011

શેરબજારો ગબડતાં ટ્રેડરો કોમોડિટી ટ્રેડિંગ તરફ વળ્યા

ઇક્વિટી માર્કેટમાં મંદીને કારણે રિટેલ ટ્રેડર્સ કોમોડિટીઝ માર્કેટ તરફ વળ્યા છે અને તેના કારણે કોમોડિટી ફ્યુચર્સ ટ્રેડિંગના ટર્નઓવરમાં આશરે 70 ટકાનો ઉછાળો નોંધાયો હોવાનું ફોરવર્ડ માર્કેટ્સ કમિશનના ચેરમેન રમેશ અભિષેક જણાવે છે.

વોલ્યુમમાં ઉછાળો કોન્ટ્રાક્ટના મૂલ્યમાં થયેલા વધારાના કારણે છે તે ખરું પરંતુ રિટેલ ટ્રેડર્સ ઇક્વિટી ડેરિવેટિવ્ઝમાંથી કોમોડિટીઝ તરફ વળ્યા તે કારણ પણ આ વધારા માટે જવાબદાર છે.એમ અભિષેક ઇટીને જણાવે છે. જે સ્ટોક બ્રોકર્સ અલગ કંપનીઓ મારફતે કોમોડિટી ફ્યુચર્સમાં ટ્રેડિંગ ઓફર કરે છે તેમનું કહેવું છે કે તેમનું નુકસાન કોમોડિટી માર્કેટના વધેલા બિઝનેસ થકી સરભર થઈ રહ્યું છે.

કોમોડિટી બજારમાં વૃદ્ધિ અંગે કોઈને ફરિયાદનો સવાલ ઊભો થતો નથી. પરંતુ બજારમાં ખરેખર કોમોડિટી વપરાશકારો અથવા તો હેજર્સની ભાગીદારી વધે તે જરૂરી છે એમ અભિષેકનું કહેવું હતું.

દેશના બે અગ્રણી ઓનલાઇન કોમેક્સ એમસીએક્સ અને એનસીડીઇએક્સને જાગૃતિ કાર્યક્રમો વધારવાનું તેમજ હાલમાં સોનું અને કોપર-ઝિંક જેવી ધાતુમાં છે તેવા વધુ મિની કોન્ટ્રાક્ટ્સ દાખલ કરવા જણાવવામાં આવ્યું છે , જે એ સ્તરનાં જોખમો સામે હેજ કરવામાં મદદ મળે.

ભારતીય શેરોમાં વધુ ઘટાડાનું જોખમઃ CLSA

આગામી કેટલાક મહિનામાં ભારતીય શેરોમાં વધુ ઘટાડો જોવા મળે તેવી શક્યતા છે એવી આગાહી વૈશ્વિક ઇક્વિટી રિસર્ચ
કંપની સીએલએસએ દ્વારા કરવામાં આવી છે. અત્યારે પણ ભારતનો સમાવેશ વિશ્વના સૌથી વધુ ઘટનારાં બજારોમાં થાય છે.

સીએલએસએના જણાવ્યા અનુસાર ભારતીય બજારમાં મોટો ઘટાડો થયો હોવા છતાં તે હજુ પ્રીમિયમ વેલ્યુએશન ધરાવે છે.

સીએલએસએ દ્વારા ગુરુવારે જારી કરાયેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે , ઘટાડા છતાં એમએસસીઆઇ ઇન્ડિયા (ભારતીય શેરો માટે વૈશ્વિક સ્તરે સ્વીકૃત સૂચકાંક) સૂચકાંક એમએસસીઆઇ એશિયાની તુલનામાં 15 ટકા પ્રીમિયમે ટ્રેડ થઈ રહ્યો છે , જે ઘટાડાનો અવકાશ હોવાનું જણાવે છે.

ભારતીય બજાર હાલ માર્ચ 2009 ની નીચી સપાટીથી 10 ટકા દૂર છે અને આ સ્તરે ઘટાડો અટકવો જોઈએ. સેન્સેક્સ હાલ 15,000-16,000 ની રેન્જમાં છે , જે વર્ષ 2011 ના પ્રારંભથી અત્યાર સુધીમાં 23 ટકાનો ઘટાડો દર્શાવે છે.

અગાઉ 19 ડિસેમ્બરે સીએલએસએ દ્વારા સેન્સેક્સ 11,000-12,000 અને રૂપિયો ડોલર સામે 60 ના સ્તર સુધી ગગડવાની જાહેરાત કરવામાં આવી હતી. સીએલએસએના ક્રિસ્ટફર વૂડે જણાવ્યું હતું કે , ખાદ્ય ચીજો સિવાયનો ફુગાવો ઘણો ઊંચો હોવાથી રિઝર્વ બેન્ક પાસે કોઈ વિકલ્પ નથી.

ભારે વેચવાલીને પગલે સેન્સેક્સ 11,000-12,000 ની સપાટીએ ગબડશે. જ્યારે રૂપિયા માટે પણ ડોલર સામે 60 નો સ્તર શક્ય જણાય છે. ખાસ યુરોપમાંથી કોઈ ખરાબ સમાચારની સ્થિતિમાં તેની પ્રબળ શક્યતા છે.

Barber who owns Rolls Royce, BMW

Wednesday, December 14, 2011

Regulations for financial advisors soon: SEBI member

The Securities and Exchange Board of India plans to soon come out with specific regulations for financial advisors, a top official has said.
“We have received detailed responses from various stakeholders. It is difficult to give exact timeline when the regulations will be issued. It will come out shortly… we have to build consensus,” Mr Prashant Saran, Whole-Time Member, SEBI, told reporters on the sidelines of Assocham's mutual fund summit here on Tuesday.
He was replying to queries on the status of the proposed regulations for financial advisors. Regulations to govern financial advisors have been under consideration for some years now.
Earlier in his address at the summit, Mr Saran underscored the need for re-modelling the financial education efforts in such a manner that clear roles are made out for each player in the system. He highlighted that manufacturers of financial products had huge role to play in financial education.
The overall function of defining the content and strategy for bringing about financial literacy should be the job of the financial stability and development council (FSDC), Mr Saran noted.

Tuesday, December 13, 2011

4 Things you might not have known about your Cell Phone



For all the folks with cell phones. (This should be printed and kept in your car, purse, and wallet. Good information to have with you.) 
There are a few things that can be done in times of grave emergencies. 
Your mobile phone can actually be a life saver or an emergency tool for survival. 
Check out the things that you can do with it: 
FIRST   (Emergency)
The Emergency Number worldwide for  Mobile  is 112. If you find yourself out of the coverage area of your mobile network and there is an Emergency, dial 112 and the mobile will search any existing network to establish the emergency number for you, and interestingly, this number 112 can be dialed even if the keypad is locked. Try it out. 
SECOND   (Hidden  Battery  Power)
Imagine your cell battery is very low. To activate, press the keys *3370#. Your cell phone will restart with this reserve and the instrument will show a 50% increase in battery. This reserve will get charged when you charge your cell phone next time. 
THIRD   (How to disable a STOLEN mobile phone? )
To check your Mobile phone's serial number, key in the following Digits on your phone:       
  *#06# 
A 15-digit code will appear on the screen. This number is unique to your handset. Write it down and keep it somewhere safe. 
If your phone is stolen, you can phone your service provider and give them this code. They will then be able to block your handset so even if the thief changes the SIM card, your phone will be totally useless. You probably won't get your phone back, but at least you know that whoever stole it can't use/sell it either. If everybody does this, there would be no point in people stealing mobile phones. 
And Finally.... 
FOURTH   (Free Directory Service for Cells)
Cell phone companies are charging us $1.00 to $1.75 or more for 411 information calls when they don't have to. Most of us do not carry a telephone directory in our vehicle, which makes this situation even more of a problem. When you need to use the 411 information option, simply dial: 
(800) FREE411   or (800) 373-3411      
without incurring any charge at all.  Program this into your cell phone now. 
This is sponsored by McDonalds. 
This is the kind of information people don't mind receiving, so pass it on to your family and friends.

બજારોમાં રોકાણકારોનો વિશ્વાસ તળિયે પહોંચ્યો

સોમવારે જાહેર થયેલા આઇઆઇપીના નબળા આંકડાના પગલે બજારોએ વધુ એક મોટો ઘટાડો નોંધાવ્યો હતો.

ઔદ્યોગિક વૃદ્ધિમાં 5.1 ટકાનો ઘટાડો એ મંદી નથી પરંતુ ગંભીર સંકોચન છે. તેને બેઝ ઇફેક્ટના પરિણામ તરીકે પણ સમજાવી શકાય નહીં. કેમ કે આ ઓક્ટોબર ખરાબ લાગે છે કારણ કે ગયા ઓક્ટોબરમાં 11.3 ટકા ઊંચી વૃદ્ધિ જોવા મળી હતી. તમે આ ઓક્ટોબરને અગાઉના મહિના સાથે સરખાવો તોપણ 3.3 ટકા જેટલું ગંભીર ક્રમિક સંકોચન જોવા મળશે.

જ્યારે રોકાણ અને વપરાશ એ બંને ઘટી રહ્યાં હોય અથવા સ્થગિત થઈ ગયાં હોય ત્યારે વૃદ્ધિને ઈંધણ કેવી રીતે મળી શકે ? એટલે આપણે હવે એવું સ્પષ્ટ કહી શકીએ કે ઓક્ટોબર 2011 પશ્ચાત્તાપનો મોકો આપે છે કે જ્યાંથી આપણે ભારતની ટૂંકા ગાળાની વિકાસયાત્રાના ટકાઉપણા અંગે પાયાના પ્રશ્નો પૂછવા પડશે.

સરકારની નાણાકીય હાલત ખરાબ છે

સરકારની નાણાકીય પરિસ્થિતિ વણસી રહી છે. આરબીઆઇની કડક નાણાકીય નીતિઓ અને ઓઇલ તથા ખાતર પરની ઊંચી સબસિડીઓના લીધે આવકમાં ઘટાડો થવાથી નાણાકીય વર્ષ 2012 માં રાજકોષીય ખાધ બજેટના 4.6 ટકાના અંદાજની સરખામણીમાં વધીને જીડીપીના 5.7 ટકાની ઉપર જશે.

સરકારે આ વર્ષના બાકીના ગાળા માટે રૂ. 52,800 કરોડનું વધારાનું ઋણ લેવાની જાહેરાત કરેલી છે. બજાર ઋણ રૂ. 4.7 ટ્રિલિયનથી વધીને રૂ. 5.2 ટ્રિલિયન થઈ શકે છે. આ વર્ષે અત્યાર સુધીમાં ડિસઇન્વેસ્ટમેન્ટ (ખાનગીકરણ)માં ખાસ કશું થઈ શક્યું નથી અને બજારોમાં પડકારજનક વાતાવરણ છે ત્યારે સરકાર માટે ડિસઇન્વેસ્ટમેન્ટ મારફત લક્ષ્ય મુજબ ભંડોળ એકઠું કરવાનું ખૂબ મુશ્કેલ બનશે.

ડોલર સામે રૂપિયો 53.29ની વિક્રમી નીચી સપાટીએ

મુંબઈ : આયાતકારો અને બેન્કો દ્વારા ડોલરની ભારે માંગને કારણે અમેરિકન ડોલરની સામે મંગળવારે સવારે રૂપિયો વધુ 35 પૈસા
ગગડીને 53.29 ની વિક્રમી નીચી સપાટીને સ્પર્શી ગયો હતો.

ઓક્ટોબરમાં IIP ના નરમ આંકડાને કારણે પણ ભારતીય ચલણમાં વધુ ઘસારો જોવા મળ્યો હતો.

યુરો ઝોન દેવા સંકટ વચ્ચે ડોલર વિશ્વના અન્ય ચલણો સામે પણ મજબૂત થયો હોવાથી પણ રૂપિયા પર વધુ દબાણ આવ્યું હતું.

ગઈકાલે રૂપિયો ડોલર સામે 81 પૈસા તૂટીને 52.84/85 ની વિક્રમી નીચી સપાટીએ બંધ રહ્યો હતો.

દરમિયાન આજે સવારથી મુંબઈ શેરબજારમાં પણ અનિશ્ચિતતા અને ચોક્કસ દિશાના અભાવે સાંકડી વધઘટ જોવા મળી હતી.

ભારત, પાક ફંડ સંસ્થાઓ ક્રોસ બોર્ડર રોકાણ જોવા

શું એક સીમાચિહ્ન પ્રથમ પગલું હોઈ વચનો માં, ભારત અને પાકિસ્તાન મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ માટે બે દેશો માં investible એસેટ ક્લાસ તરીકે એકબીજા પ્રોત્સાહન શક્યતા શોધખોળ સહમત છે.

જોવાઈ એકમતી ખાતે માતાનો પાકિસ્તાન મૂડી બજાર માંથી ટોચના અધિકારીઓએ એક જૂથ ભારતમાં મ્યુચ્યુઅલ ફંડ ઓફ એસોસિયેશન (AMFI), ફંડ ઉદ્યોગ વેપાર શરીર, સોમવાર પર અહીં ટોચના ઓફિસ બેઅરર સાથે મળ્યા પછી પહોંચ્યા હતી.

પાકિસ્તાન તરફથી જૂથ ઈમ્તિયાઝ Haider, કમિશ્નરશ્રી, સિક્યોરિટીઝ બજારમાં વિભાગ, સિક્યુરિટીઝ એન્ડ પાકિસ્તાન એક્સચેન્જ કમિશન (SECP) દ્વારા આગેવાની છે, અને તે એક્સચેન્જીસ (સેફ) ની સાઉથ એશિયન ફેડરેશન દ્વારા સંકલિત છે. ભારત અને / Jang જીઓ પાકિસ્તાન જૂથ ધ ટાઈમ્સ - ધ્યાન જૂથ 'અમન કી આશા' (શાંતિ માટે હોપ) પહેલ, બે સૌથી સરહદ બંને બાજુઓ પર મીડિયા જૂથો એક સંયુક્ત કાર્યક્રમ હેઠળ ભારત મુલાકાત છે. આગામી ત્રણ દિવસોમાં, પાકિસ્તાન પાસેથી પ્રતિનિધિઓની માટે સેબીની, એનએસઈ, બીએસઈ, એમસીએક્સ અને અન્ય બજાર મધ્યસ્થી ટોચ અધિકારીઓ સાથે મળવા આવે તેવી અપેક્ષા છે.


Haider જણાવ્યું હતું કે તેમણે બંને બજારો વચ્ચે સહકાર ની ભાવના છે, જે તેમને સરહદ પાર વિસ્તરી માટે જરૂર underscores સાક્ષી પ્રોત્સાહન હતી. પ્રથમ વખત પાકિસ્તાની મૂડી બજાર માંથી નેતાઓ સીધા ભારતમાં તેમના સાથીદારોથી સાથે આચરતા હતા, અને હેતુઓ હતા "બે બજારોમાં પણ વચ્ચે સામાન્ય જોડાણો બનાવવા માટે શાંતિ અને દક્ષિણ એશિયાના સંવાદિતા ઓફ ધ સ્પિરિટ પર બિલ્ડ". પાકિસ્તાનના પ્રતિનિધિમંડળ પણ briefed AMFI HN Sinor, સીઇઓ, AMFI સહિત-અધિકારીઓ; Sandesh Kirkire, સીઇઓ, કોટક ફંડ અને સંદીપ Sikka સીઇઓ, રિલાયન્સ મ્યુચ્યુઅલ - પાકિસ્તાન ફંડ ઉદ્યોગ વિશે અને તેના બજારો પ્રભાવ.

અમીન Hashwani, અમન કી આશા છે જીવી સંયોજક પણ પહેલ હેતુ વિશે AMFI અધિકારીઓ briefed. TOI બોલતા Hashwani જણાવ્યું હતું કે AMFI અધિકારીઓને 2012 ફેબ્રુઆરી પાકિસ્તાન મુલાકાત માટે અમન લાહોરમાં કી આશા આર્થિક સમિટ હાજર તેવી અપેક્ષા છે.

અમન કી આશા પહેલ હેતુ સાથે વિવિધ સામાજિક અને વેપારી બેકગ્રાઉન્ડમાં લોકો લાવવા માટે મદદ કરવા માટે ટકાઉ અને બંને દેશો વચ્ચે શાંતિ સહકાર માટે ખાનગી ક્ષેત્રની નીતિ ઘડી છે. દિલ્હી પ્રથમ આર્થિક પરિષદ ગયા વર્ષે બાદ ત્રણ ઉદ્યોગો પાસેથી ટોચની અધિકારીઓ - આઈટી કાપડ, અને હેલ્થકેર - ભારત અને પાકિસ્તાન સહકાર માટે સરહદ વિનિમય વિચારો માટે ઓળંગી દીધી છે, Hashwani જણાવ્યું હતું.

Saturday, December 10, 2011

શાપુરજી પલોનજી ગ્રૂપના શેરો પણ ઊછળ્યા

શાપુરજી પલોનજી ગ્રૂપના એમડી સાયરસ મિસ્ત્રીના નામની ટાટા ગ્રૂપના વડા તરીકે પસંદગી થયા પછી શાપુરજી ગ્રૂપની ફોર્બ્સ એન્ડ કંપની
અને ગોકાક ટેક્સટાઇલ્સના શેરો ઊછળ્યા હતા.

બજાર સવારે શરૂ થયું ત્યારે ફોર્બ્સ એન્ડ કંપનીનો શેર 8.9 ટકા ઊછળીને રૂ. 435 ની ટોચે ગયો હતો. અંતે તે 6.4 ટકા વધીને રૂ. 425 પર હતો. ગોકાક ટેક્સટાઇલ્સમાં 15.7 ટકાનો તીવ્ર ઉછાળો આવતાં શેર 56.10 ની ટોચે ગયો હતો.

શરૂઆતમાં તે રૂ. 58.20 ની ઉપલી સર્કિટે ગયો હતો. આ બે કંપનીઓ શાપુરજી પલોનજી ગ્રૂપનો હિસ્સો છે. ફોર્બ્સ એન્ડ કંપની એન્જિનિયરિંગ , શિપિંગ , લોજિસ્ટિક્સ ઉપરાંત કાઉન્ટિંગ મશીન્સ , એટીએમ્સ તથા ઇલેક્ટ્રોનિક સ્ટેમ્પિંગ જેવી સોદાકીય સંચાલન સેવાઓના ઉદ્યોગોમાં પ્રવૃત્ત છે. મિસ્ત્રી 2.4 અબજ ડોલરના શાપુરજી પલોનજી ગ્રૂપના એમડી છે અને તેઓ એક સૌથી મોટા શેરહોલ્ડર તરીકે ટાટા સન્સમાં 18 ટકા હિસ્સો ધરાવે છે.

BSE સેન્સેક્સમાં વધુ 275 પોઈન્ટનું ધોવાણ @ 16213

યુરોપના નેતાઓ યુરો ઝોન સંકટ દૂર કરવા માટે નક્કર પગલાં ભરવામાં નિષ્ફળ રહેતાં મુંબઈ શેરબજાર આજે વધુ 275
પોઈન્ટનું ધોવાણ થયું હતું .

એક તબક્કે સેન્સેક્સ 300 થી વધુ પોઈન્ટ ગગડ્યો હતો પરંતુ , નીચા મથાળે ફરી લેવાલીનો ટેકો મળતાં તેમાં રિકવરી જોવા મળી હતી.

દિવસ દરમિયાન BSE સેન્સેક્સ ઉપરમાં 16382.57 અને નીચામાં 16142.32 પોઈન્ટની રેન્જમાં અથડાયા બાદ 274.78 પોઈન્ટ ઘટીને 16213.46 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 4918.35 અને 4841.75 પોઈન્ટની રેન્જમાં ટ્રેડ થયા બાદ 76.95 પોઈન્ટ ઘટીને 4866.70 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.86 ટકા અને 0.89 ટકા ઘટીને બંધ રહ્યા હતા.

સર્વસહમતી સ્થપાય પછી જ રિટેલમાં FDI લાવવા નિર્ણય

મલ્ટિ-બ્રાન્ડ રિટેલમાં 51 ટકા એફડીઆઇના નિર્ણયનો સાથીપક્ષો તથા વિરોધપક્ષો દ્વારા ભારે વિરોધ થતા મનમોહન
સિંઘ સરકારે નમતું જોખવું પડ્યું છે. નાણા મંત્રી પ્રણવ મુખરજીએ લોકસભામાં જાહેરાત કરી હતી કે , રિટેલમાં એફડીઆઇને છુટ આપવા અંગે વિચારવિમર્શ દ્વારા સર્વસહમતી સધાય ત્યાં સુધી નિર્ણયને મોકુફ રાખવામાં આવ્યો છે.

આ અંગે રાજકીય પક્ષો અને રાજ્યો સાથે વાટાઘાટ કરવામાં આવશે.વાણિજ્ય મંત્રી આનંદ શર્માએ પણ રાજ્ય સભામાં આવું જ નિવેદન આપ્યું હતું. તેના કારણે સંસદમાં સ્થિતિ સામાન્ય થઇ છે જ્યાં છેલ્લા નવ દિવસથી વિપક્ષોની ધમાલના કારણે કોઇ કાર્યવાહી થઈ શકી ન હતી.

સંસદમાં ઉગ્ર વિરોધ અને તૃણમુલ કોંગ્રેસની નારાજગીના કારણે લેવાયેલા નિર્ણયથી વડાપ્રધાનને આંચકો લાગ્યો છે. તેમણે નીતિવિષયક ફેરફાર માટે એફડીઆઇને મહત્ત્વનો મુદ્દો ગણાવ્યો હતો.

કચ્છના રણોત્સવમાં ડેઝર્ટ કાર રેલી, કેમલ ડર્બી આકર્ષણ જમાવશે

ડેઝર્ટ કાર રેલી , કેમલ ડર્બી અને ઓલ ટેરેઇન વ્હિકલ (એટીવી) નવમી ડિસેમ્બરથી કચ્છમાં શરૂ થનારા રણોત્સવમાં આકર્ષણનું કેન્દ્ર બનશે. પ્રવાસીઓ માટે કચ્છી અને સૌરાષ્ટ્રના ભોજનનો ફૂડ ફેસ્ટિવલ યોજાશે અને વધુ એનઆરઆઇ આવે તે માટે 30 ને બદલે 38 દિવસ સુધી ચાલશે.

વધુ એનઆરઆઇને આકર્ષવા અને બે પૂનમને સમાવી શકાય તેવા ઉદ્દેશથી રણોત્સવને આઠ દિવસ વધુ લંબાવવામાં આવ્યો છે અને 15 મી જાન્યુઆરી સુધી ચાલશે. જેને કારણે આંતરરાષ્ટ્રીય પતંગબાજો અને આ સમયગાળમાં આવનારા એનઆરઆઇને પણ તેનો લાભ મળશે.

વર્તમાન રણોત્સવનાં આકર્ષણ જણાવતાં રાજ્યના પ્રવાસ સચિવ વિપુલ મિત્રાએ તાજેતરમાં જણાવ્યું હતું કે , આ વખતે ડેઝર્ટ કાર રેલી અને કેમલ રેસ (ડર્બી) પણ પ્રવાસીઓ માટે ખાસ યોજાશે. અમે ચાલુ વર્ષે રણોત્સવ માટે 400 ટેન્ટનું આયોજન કર્યું હોવાથી મુલાકાતીઓની સંખ્યા એક લાખનો આંક વટાવશે , જે ગયા વર્ષની તુલનાએ 3-4 ગણી વધુ છે.

એર ઈન્ડિયા, કિંગફિશરનાં બેન્ક ખાતાં સ્થગિત

સર્વિસ ટેક્સ વિભાગે સર્વિસ ટેક્સનાં બાકી લેણાં ન ચૂકવવા બદલ દેશની બે સૌથી મોટી એરલાઇન્સ એર ઇન્ડિયા અને કિંગફિશર એરલાઇન્સનાં ખાતાં સ્થગિત કરી દીધાં છે. છેલ્લા કેટલાક મહિનાઓથી સર્વિસ ટેક્સ જવાબદારી પેટે એર ઇન્ડિયાએ રૂ. 170 કરોડ અને વિજય માલ્યાની એરલાઇન્સે રૂ. 100 કરોડની ચુકવણી કરી નથી.

આ પગલું ઉડ્ડયન ઉદ્યોગ , ખાસ કરીને આ બે એરલાઇન્સમાં રોકડની ગંભીર અછતનો સંકેત આપે છે. ઓઇલ કંપનીઓ , એરપોર્ટ ઓપરેટરોથી માંડીને સરકારી એજન્સીઓ પાસેથી આ એરલાઇન્સ પાસેથી ઉઘરાણી જાણે કે રોજિંદી ઘટના બની ગઈ છે.

2011-12માં દેશનું અર્થતંત્ર 7.5%ના દરે વિકાસ પામશે

નાણાપ્રધાન પ્રણવ મુખર્જીએ શુક્રવારે લોકસભામાં અર્થતંત્રની મધ્યસત્રીય સમીક્ષાનો અહેવાલ રજૂ કરતાં જણાવ્યું હતું
કે 2011-12 માં દેશનું અર્થતંત્ર 7.5 ટકાનો વિકાસદર નોંધાવશે.

અગાઉ સરકારે 9 ટકાના વૃદ્ધિ દરનો અંદાજ દર્શાવ્યો હતો પણ અનેક નકારાત્મક પરિબળોને ધ્યાનમાં લેતાં આ અંદાજ ઘટાડવાની ફરજ પડી છે.

સપ્ટેમ્બરના ક્વાર્ટરમાં જીડીપી દર માત્ર 6.9 ટકા નોંધાયા બાદ મધ્ય સત્રીય સમીક્ષામાં જીડીપીના અંદાજમાં ઘટાડો કરવામાં આવ્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે , રૂપિયામાં જોવા મળેલા ઘસારાને કારણે ઓઈલ આયાત ખર્ચ વધી ગયો છે અને તેને કારણે રાજકોષીય ખાધને જીડીપીના 4.6 ટકા સુધી સિમિત રાખવાનો અંદાજ સિદ્ધ કરવો મુશ્કેલ જણાય છે.

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports