સોમવારે
જાહેર થયેલા
આઇઆઇપીના
નબળા આંકડાના
પગલે બજારોએ
વધુ એક મોટો
ઘટાડો
નોંધાવ્યો
હતો.
ઔદ્યોગિક વૃદ્ધિમાં 5.1 ટકાનો ઘટાડો એ મંદી નથી પરંતુ ગંભીર સંકોચન છે. તેને બેઝ ઇફેક્ટના પરિણામ તરીકે પણ સમજાવી શકાય નહીં. કેમ કે આ ઓક્ટોબર ખરાબ લાગે છે કારણ કે ગયા ઓક્ટોબરમાં 11.3 ટકા ઊંચી વૃદ્ધિ જોવા મળી હતી. તમે આ ઓક્ટોબરને અગાઉના મહિના સાથે સરખાવો તોપણ 3.3 ટકા જેટલું ગંભીર ક્રમિક સંકોચન જોવા મળશે.
જ્યારે રોકાણ અને વપરાશ એ બંને ઘટી રહ્યાં હોય અથવા સ્થગિત થઈ ગયાં હોય ત્યારે વૃદ્ધિને ઈંધણ કેવી રીતે મળી શકે ? એટલે આપણે હવે એવું સ્પષ્ટ કહી શકીએ કે ઓક્ટોબર 2011 પશ્ચાત્તાપનો મોકો આપે છે કે જ્યાંથી આપણે ભારતની ટૂંકા ગાળાની વિકાસયાત્રાના ટકાઉપણા અંગે પાયાના પ્રશ્નો પૂછવા પડશે.
સરકારની નાણાકીય હાલત ખરાબ છે
સરકારની નાણાકીય પરિસ્થિતિ વણસી રહી છે. આરબીઆઇની કડક નાણાકીય નીતિઓ અને ઓઇલ તથા ખાતર પરની ઊંચી સબસિડીઓના લીધે આવકમાં ઘટાડો થવાથી નાણાકીય વર્ષ 2012 માં રાજકોષીય ખાધ બજેટના 4.6 ટકાના અંદાજની સરખામણીમાં વધીને જીડીપીના 5.7 ટકાની ઉપર જશે.
સરકારે આ વર્ષના બાકીના ગાળા માટે રૂ. 52,800 કરોડનું વધારાનું ઋણ લેવાની જાહેરાત કરેલી છે. બજાર ઋણ રૂ. 4.7 ટ્રિલિયનથી વધીને રૂ. 5.2 ટ્રિલિયન થઈ શકે છે. આ વર્ષે અત્યાર સુધીમાં ડિસઇન્વેસ્ટમેન્ટ (ખાનગીકરણ)માં ખાસ કશું થઈ શક્યું નથી અને બજારોમાં પડકારજનક વાતાવરણ છે ત્યારે સરકાર માટે ડિસઇન્વેસ્ટમેન્ટ મારફત લક્ષ્ય મુજબ ભંડોળ એકઠું કરવાનું ખૂબ મુશ્કેલ બનશે.

No comments:
Post a Comment