Translate

Saturday, December 10, 2011

કચ્છના રણોત્સવમાં ડેઝર્ટ કાર રેલી, કેમલ ડર્બી આકર્ષણ જમાવશે

ડેઝર્ટ કાર રેલી , કેમલ ડર્બી અને ઓલ ટેરેઇન વ્હિકલ (એટીવી) નવમી ડિસેમ્બરથી કચ્છમાં શરૂ થનારા રણોત્સવમાં આકર્ષણનું કેન્દ્ર બનશે. પ્રવાસીઓ માટે કચ્છી અને સૌરાષ્ટ્રના ભોજનનો ફૂડ ફેસ્ટિવલ યોજાશે અને વધુ એનઆરઆઇ આવે તે માટે 30 ને બદલે 38 દિવસ સુધી ચાલશે.

વધુ એનઆરઆઇને આકર્ષવા અને બે પૂનમને સમાવી શકાય તેવા ઉદ્દેશથી રણોત્સવને આઠ દિવસ વધુ લંબાવવામાં આવ્યો છે અને 15 મી જાન્યુઆરી સુધી ચાલશે. જેને કારણે આંતરરાષ્ટ્રીય પતંગબાજો અને આ સમયગાળમાં આવનારા એનઆરઆઇને પણ તેનો લાભ મળશે.

વર્તમાન રણોત્સવનાં આકર્ષણ જણાવતાં રાજ્યના પ્રવાસ સચિવ વિપુલ મિત્રાએ તાજેતરમાં જણાવ્યું હતું કે , આ વખતે ડેઝર્ટ કાર રેલી અને કેમલ રેસ (ડર્બી) પણ પ્રવાસીઓ માટે ખાસ યોજાશે. અમે ચાલુ વર્ષે રણોત્સવ માટે 400 ટેન્ટનું આયોજન કર્યું હોવાથી મુલાકાતીઓની સંખ્યા એક લાખનો આંક વટાવશે , જે ગયા વર્ષની તુલનાએ 3-4 ગણી વધુ છે.

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports