Translate

Saturday, October 6, 2012

ભારતના નં.1 રિટેલર કિશોર બિયાની હવે વાર્તાકાર બનશે

દેશની સૌથી મોટી રિટેલ કંપની ફ્યુચર ગ્રૂપના સીઇઓ કિશોર બિયાની હવે વાર્તાકાર બનવા માગે છે . વાર્તાનો વિષય રિટેલ ક્ષેત્રમાં ' ભારતમાં શું બન્યું ' તે નહીં , પરંતુ અમર ચિત્રકથામાંથી પૌરાણિક કથા અને ભારતીય ઇતિહાસ હશે .

વાર્તા કહેવાનો માર્ગ પણ બિનપરંપરાગત હશે . વાર્તાઓ ચ્યવનપ્રાશ , મધ , અગરબત્તી , ચાદર , ઓશિકાના કવર અને ટી - શર્ટ જેવી પ્રોડક્ટ્સના પેક પર લખાયેલી હશે . પ્રોડક્ટ્સનું વેચાણ માત્ર બિગ બઝાર સ્ટોરમાં નહીં , પરંતુ બીજા રિટેલ સ્ટોરમાં પણ થશે .

કિશોર બિયાનીએ જણાવ્યું હતું કે અમે વાર્તા કથનને ડિજિટલ ક્ષેત્રમાં બહાર લાવીને બીજા નવા સ્વરૂપમાં લઈ જવા માગીએ છીએ , જેનાથી ટાર્ગેટ ગ્રાહકો સાથે જોડાણ કરી શકાશે . એક બ્રાન્ડ તરીકે અમર ચિત્ર કથા નાશ પામી નથી અને નવા સ્તરે લઈ જવા બીજા તેનો બીજા સ્વરૂપમાં ઉપયોગ કરી શકાય છે .

કિશોર બિયાનીએ તેમની ગ્રૂપ કંપની અમર ચિત્ર કથા ( એસીકે ) મીડિયા મારફત એનિમેશન ફિલ્મનું નિર્માણ કરવા ફિલ્મ બિઝનેસમાં ફરી પ્રવેશ કરવાની પણ યોજના બનાવેલી છે .

કંપની ' સન્સ ઓફ રામ - હિરોઝ વિલ રાઇઝ ' નામની ફિલ્મ આગામી મહિને રિલીઝ કરશે . કાર્ટુન નેટવર્કના સહયોગમાં પણ ફિલ્મનું નિર્માણ કરાયું છે . કંપની આગામી બે વર્ષમાં આશરે 3 થી 4 ફિલ્મ રિલીઝ કરશે .

એસીકેને માત્ર પ્રકાશન બ્રાન્ડ રાખવાની યોજના છે . કંપનીએ ટેબ્લેટ અને બીજા ડિજિટલ માધ્યમો માટે ટૂંકી ફિલ્મો રિલીઝ કરવાની પણ યોજના બનાવી છે .

બિયાની માટે ફિલ્મ બિઝનેસ નવો નથી . આશરે એક દાયકા પહેલા પેન્ટલૂને થોડા સમય માટે મૂવી બિઝનેસ પર હાથ અજમાવ્યો હતો . કંપનીએ ' ના તુમ જાનો હમ ' અને ' ચુરા લિયા હૈ તુમને ' જેવી ફિલ્મોમાં રોકાણ કર્યું હતું . બિયાનીએ જણાવ્યું હતું કે વખતની પ્રેરણા વ્યાપારી નહીં , પરંતુ એસીકેની બ્રાન્ડ ઇક્વિટીનો ઉપયોગ કરવાનો છે .

કોમિક બુક સિરિઝ અમર ચિત્રકથા ખૂબ લોકપ્રિય બની હતી . તેનું સર્જન અનંત પાઇએ કર્યું હતું . કોમિક બુકને 1967 માં રજૂ કરાઈ હતી અને તે તુરત બ્લોકબસ્ટર બની હતી .

આશરે 20 ભાષામાં 9 કરોડ નકલોનું વેચાણ થયું હતું . બિયાનીના ઇન્વેસ્ટમેન્ટ અને બિઝનેસ મેનેજમેન્ટ એકમ ફ્યુચર્સ વેન્ચર્સે વર્ષની શરૂઆતમાં એસીકે મીડિયાનો બહુમતી હિસ્સો ખરીદ્યો હતો

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports