Translate

Thursday, November 21, 2013

ગુજરાતમાં રૂ.100 કરોડની ડિવિડન્ડ ક્લબ

ડિવિડન્ડની જાહેરાત માત્ર સામાન્ય રોકાણકારો માટે નહીં , કંપનીના પ્રમોટરો માટે પણ આવક નું મોટું સાધન રહ્યું છે . ગુજરાતની ટોચની કંપનીઓના કેટલાક પ્રમોટરોની ડિવિડન્ડની આવક તો તેમના કુલ વેતન - ભથ્થા કરતાં અનેક ગણી વધારે છે .

દેશની ઘણી મોટી કંપનીઓ દ્વારા જંગી ડિવિડન્ડ ચૂકવણીથી પ્રમોટરો રૂ .100 કરોડની ક્લબમાં છે , ત્યારે ગુજરાત પણ તેમાં આગળ વધી રહ્યું છે . ગુજરાતના ટોચના પ્રમોટર્સ ગૌતમ અદાણી , કેડિલાના પંકજ પટેલ અને ટોરેન્ટના મહેતાબંધુની ડિવિડન્ડની આવક અબજો રૂપિયામાં રહી છે .

અગાઉના નાણાકીય વર્ષમાં એક અબજ રૂપિયાની ડિવિડન્ડ આવકમાં ગુજરાતની બે કંપની હતી , તે સંખ્યા હાલમાં પૂરા થયેલા નાણાંકીય વર્ષમાં વધીને ચાર થઇ છે .

નાણાંકીય વર્ષ 2012-13 માં ગુજરાતની કંપનીઓના પ્રમોટરોની ડિવિડન્ડની આવકને ધ્યાનમાં લેતા ચાર કંપની અદાણી એન્ટરપ્રાઇઝ , કેડિલા હેલ્થકેર , ટોરેન્ટ ફાર્મા અને અદાણી પોર્ટમાં વર્તમાન પ્રમોટર હોલ્ડિંગના આધારે ડિવિડન્ડની આવક રૂ .100 કરોડને વટાવી જાય છે .

ટોરેન્ટ ફાર્મા દ્વારા ગત વર્ષે જાહેર કરવામાં આવેલા સ્પેશ્યલ ડિવિડન્ડના કારણે પ્રમોટર મહેતા બ્રધર્સની ડિવિડન્ડની આવક વધીને રૂ .162 કરોડની થઈ હતી , જે આગલા વર્ષે રૂ .60 કરોડ હતી .

હાલ કંપનીમાં પ્રમોટર હોલ્ડિંગ 71.51 ટકા રહ્યું છે . કંપનીએ દરેક ગણતરી બાદ કુલ રૂ .227.30 કરોડની ડિવિડન્ડની જોગવાઈ કરી હોવાનું વાર્ષિક અહેવાલમાં જણાવ્યું હતું .

દેશની ટોચની કંપનીઓ , ખાસ કરીને મલ્ટી નેશનલ કંપનીઓ દ્વારા રોકાણકારોને ઊંચા ડિવિડન્ડની ભલામણ કરવામાં આવતી હોવાનું જોવા મળ્યું છે . ઉપરાંત દેશની ટોચની આઇટી કંપનીઓને પણ યાદીમાં મૂકી શકાય . પ્રમોટરો પણ શેરહોલ્ડર હોવાથી તેમના હાથમાં આવનારી રકમ ડિવિડન્ડ ડીસ્ટ્રીબ્યુશન ટેક્સ ( ડીડીટી ) ના કપાત પછી આવે છે જે આવકવેરાની કલમ 10 (34) હેઠળ સંપૂર્ણ ટેક્સ મુક્ત હોય છે તેમ ચાર્ટડ એકાઉન્ટન્ટ કંપની નૌતમલાલ આર વકીલ એન્ડ કંપનીના જૈનિક એન વકીલ કહે છે .

ગુજરાતના ટોચના ગ્રુપની કંપનીઓના પ્રમોટરો દ્વારા 2012-13 ના વર્ષમાં મેળવાયેલા વાર્ષિક વળતર કરતાં ડિવિડન્ડની આવક 3 થી 10 ગણી વધુ રહી હોવાનું પણ જોવાયું છે . ઉદાહરણ તરીકે અરવિંદ મિલના સંજય લાલભાઈનું 2012-13 નું વાર્ષિક રેમ્યુનરેશન રૂ .4.6 કરોડનું હતું . તેની સામે ડિવિડન્ડની આવક રૂ .18.7 કરોડની હતી .

કંપનીમાં પ્રમોટર શેરહોલ્ડિંગ 43.95 ટકા છે . કંપનીએ વર્ષ માટે રૂ .42.58 કરોડની ડિવિડન્ડની જોગવાઈ કરી હતી જે 2011-12 ના વર્ષમાં રૂ .25.80 કરોડ હતી . કંપનીએ શેર દીઠ ડિવિડન્ડ વધારીને રૂ .1.65 ( રૂ .1.00) ની ભલામણ કરી હતી

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports