Translate

Thursday, November 21, 2013

સસ્તો CNG ગુજરાતમાં કિટની માગ વધારશે

ગુજરાતને દિલ્હી - મુંબઈના ભાવે સીએનજી પૂરો પાડવાના હાઈ કોર્ટના આદેશથી ઓટોગેસ ડીલર્સને રાહત મળી છે , કારણ કે સીએનજીના ભાવમાં તીવ્ર વૃદ્ધિના કારણે પેટ્રોલમાંથી સીએનજી કારનું રૂપાંતરણ સમગ્ર રાજ્યમાં લગભગ બંધ સમાન હતું અને અનેક ફિટિંગ વર્કશોપ બંધ થયા હતા . જોકે , સીએનજી સસ્તો થયા બાદ રાજ્યમાં દર મહિને અંદાજે 1,000 થી વધુ કારના સીએનજીમાં કન્વર્ઝનની અપેક્ષા ડીલર્સ રાખે છે .

સોમવારે કેન્દ્ર સરકારના પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ મંત્રાલયના પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલ ( પીપીએસી ) ગુજરાત હાઈ કોર્ટમાં એડ્ મિનિસ્ટર્ડ પ્રાઇસ મિકેનિઝમ ( એપીએમ ) મુજબ ઘરેલુ અને વાહનોના ઉપયોગ માટે નેચરલ ગેસ ( સીએનજી અને પીએનજી ) પૂરો પાડવાની એફિડેવિટ કરી હતી .

કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન ( સીજીડી ) કંપનીઓને સુધારેલા દરે નેચરલ ગેસ પૂરો પડશે , જેના પગલે હવે ગુજરાતમાં પણ ગ્રાહકોને દિલ્હી - મુંબઈના ભાવે નેચરલ ગેસ મળશે .

શરૂઆતમાં સીએનજી સસ્તો હોવાથી તથા પ્રદૂષણ ઘટાડતો હોવાથી દર મહિને ગુજરાતમાં સરેરાશ 7,000 સીએનજી કિટનું વેચાણ હતું , જે છેલ્લા ચાર - પાંચ મહિનાથી ઘટીને માત્ર 700 કિટ જેટલું થઈ ગયું છે . સીએનજી સસ્તો થશે તો દર મહિને સરેરાશ 1,000 કિમી કાર ચલાવનાર વ્યક્તિને પ્રતિ કિમી રૂ .1-1.25 જેટલો લાભ થશે અને તેના કારણે રાજ્યમાં ફરી વખત સીએનજી કિટની માંગમાં વધારો જોવા મળશે . ’’ એમ ગુજરાત ઓટોગેસ ફોરમના પ્રેસિડન્ટ મનીષ દવેએ જણાવ્યું હતું .

તેમણે કહ્યું હતું કે જો રાજ્ય સરકાર પણ હાલના 15 ટકા વેટમાં ઘટાડો કરે તો સીએનજી કિટ માટેની માંગમાં વધુ વૃદ્ધિ જોવા મળશે . બે વર્ષ અગાઉ સુધી રાજ્યમાં સીએનજી કિટ ફિટિંગ કરતાં અંદાજે 800 થી વધુ વર્કશોપ હતા , પરંતુ છેલ્લાં બે વર્ષમાં ઓછી માંગના કારણે અનેક વર્કશોપ બંધ થયા છે .

હાલમાં સીએનજીમાં પ્રતિ કિમી રૂ .3.50 જેટલો ખર્ચ આવે છે તેથી સ્વાભાવિક રીતે કારચાલકો તેનાથી દૂર થયા છે , પરંતુ પ્રતિ કિમી રૂ .1-1.25 નો ઘટાડો ફરી વખત સીએનજી કિટનું આકર્ષણ વધારશે . એમ તેમણે કહ્યું હતું .

તેમણે ઉમેર્યું હતું કે સીએનજીના ભાવમાં છેલ્લાં બે વર્ષમાં તોતિંગ વધારો થયો હોવાથી ગ્રાહકો ભાવ ઘટાડા સાથે તરત સીએનજી તરફ ના પણ વળે . જોકે , એક - બે મહિનામાં કન્વર્ઝન ધમધમતું થવાની ધારણા છે . એવી શક્યતા પણ છે કે ડીઝલ કારના બદલે લોકો પેટ્રોલ કાર ખરીદે , જેથી કન્વર્ઝનનો વિકલ્પ ખુલ્લો રહે .

અમદાવાદ ઓટોમોબાઇલ ડીલર્સ એસોસિયેશનના પ્રમુખ અનિલ સંઘવીએ જણાવ્યું હતું કે ડોલર સામે રૂપિયાની નબળાઈ છતાં આયાતી સીએનજી કિટના દરમાં લાંબા સમયથી કોઈ વધારો થયો નથી કારણ કે માંગ તળિયે છે .
અંદાજે 60 ટકા કિટ આયાતી હોય છે અને દસ જેટલી બ્રાન્ડની માંગ સૌથી વધુ છે . સીએનજીના ભાવમાં ઘટાડો થવાથી લોકોને તેમાં બચતનો માર્ગ નજર પડશે અને તેના કારણે અમને પ્રતિ માસ 1,000 કારમાં કિટ ફિટિંગની અપેક્ષા છે . એમ સંઘવીએ કહ્યું હતું .

અમદાવાદમાં હાલમાં સીએનજીનો ભાવ રૂ .68.80 પ્રતિ કિગ્રા છે અને ડિસેમ્બરથી અમદાવાદમાં સીએનજીનો ભાવ ઘટવાની સંભાવના છે .

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports