Translate

Thursday, November 21, 2013

અરવિંદનો શેર આઠ વર્ષની ઊંચાઈએ

અમદાવાદ સ્થિત ટેક્સટાઈલ કંપની અરવિંદ લિ . નો શેર આઠ વર્ષની ટોચ પર પહોંચ્યો છે . મંગળવારે બીએસઈ ખાતે અરવિંદના શેરે રૂ .126.65 ની સપાટી દર્શાવી હતી , જે ઓક્ટોબર 2005 પછીની તેની સૌથી ઊંચી સપાટી હતી .

છેલ્લાં દોઢ મહિનામાં અરવિંદના કાઉન્ટરમાં ભારે લેવાલી પાછળ શેરમાં 61 ટકાનો ઉછાળો નોંધાયો છે અને શેર રૂ . ૭૦ની સપાટીએથી સુધરી રૂ .125 પર જોવા મળ્યો છે . કંપની ટેક્સટાઈલ ઉપરાંત રિયલ એસ્ટેટમાં પણ સક્રિય છે .

અરવિંદ મિલના કામકાજની માફક તેના શેરમાં પણ મોટી વધ - ઘટ જોવા મળતી રહી છે . કંપનીએ મોટાભાગનો સમય ડિવિડન્ડ આપ્યું નથી . 2000 નાં વર્ષથી અત્યાર સુધી કંપનીના શેર પર નજર નાખીએ તો સપ્ટેમ્બર 2001 માં રૂ .7 ની સપાટીએથી તે સતત સુધરતો રહ્યો હતો અને સપ્ટેમ્બર 2005 માં તેણે રૂ 140 ની સપાટી વટાવી હતી . ભારતીય શેરબજાર તે વખતે તેજીના એકધારા દોરમાંથી પસાર થઈ રહ્યું હતું . જોકે અરવિંદનો શેર 2005 માં તેની સર્વોચ્ચ સપાટી દર્શાવ્યા બાદ ફરી એકવાર રોકાણકારોનો અપ્રિય બન્યો હતો .

કંપનીના જંગી ઋણ અને તેના ઊંચા વ્યાજ ખર્ચ જેવી સમસ્યાઓ પાછળ તે સતત ઘટતો રહી માર્ચ 2009 માં રૂ . 10 સુધી આવી ગયો હતો . જ્યારથી ફરી એકવાર તેમાં સુધારાનું ચક્ર શરૂ થયું હતું . ઓક્ટોબર 2011 માં શેરે ફરી ત્રણ આંકડામાં એટલેકે રૂ . 109 નું સ્તર દર્શાવ્યું હતું . જ્યારબાદ તે રૂ . 60-100 ની વચ્ચે અથડાતો રહ્યો હતો . કંપનીની કામગીરીમાં પણ આવી વધ - ઘટ ચાલુ રહી હતી . તેણે ક્યારેક નફો તો ક્યારેક ખોટ દર્શાવી હતી .

છેલ્લા દોઢ - બે મહિનામાં કંપનીના શેરમાં એક દિશામાં સુધારો જોવા મળ્યો છે અને તેણે 61 ટકાનું નોંધપાત્ર વળતર દર્શાવ્યું છે . કંપનીએ ચાલુ નાણાકિય વર્ષના બીજા ક્વાર્ટરમાં ચોખ્ખા નફામાં 39 ટકા વૃદ્ધિ દર્શાવી હતી . જ્યારથી લઈને અત્યાર સુધીમાં કંપનીનો શેર 25 ટકાનો સુધારો દર્શાવી રહ્યો છે . કંપનીએ ગયા વર્ષે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ . 64.78 કરોડનો નફો દર્શાવ્યો હતો . જેની સામે ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ . 90.05 કરોડનો નફો નોંધ્યો હતો . કંપનીનું વેચાણ પણ સમાનગાળામાં રૂ . 1347 કરોડથી વધી રૂ . 1763 કરોડ થયું હતું .

કંપનીના શેરમાં તાજેતરના સુધારા બાદ ટેકનિકલ એનાલિસ્ટ શેરને લઈને વધુ તેજી જોઈ રહ્યાં છે . હાલમાં પ્રથમ લક્ષ્ય રૂ . 144 છે . જો તે પાર થશે તો રૂ . 170 નો ભાવ જોવા મળી શકે છે , એમ જીઓજીત બીએનપી પારિબાના રિસર્ચ હેડ એલેક્સ મેથ્યૂઝ જણાવે છે . તેમના મતે જ્યારે પણ શેર નવી ઊંચાઈ બનાવી રહ્યો હોય ત્યારે તે તેજીનું સૂચક છે . જેઓ ટ્રેડિંગ પોઝીશન લેવા ઈચ્છતાં હોય તેમના માટે રૂ . 112 ની સપાટી મહત્વનો સ્ટોપ લોસ રહેશે એમ તેઓ જણાવે છે

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports