એનએસઇએલના
કૌભાંડ
બાદ
પોતાના
સામ્રાજ્યને
બચાવવા
પ્રયાસ
કરી
રહેલા
ફાઇનાન્શિયલ
ટેક્
નોલોજિસ
ગ્રૂપના
સ્થાપક
જિજ્ઞેશ
શાહે
એમસીએક્સના
બોર્ડમાંથી
રાજીનામું
આપી
દીધું
છે
.
શાહે ગુરુવારે નિયમનકારની નોટિસનો જવાબ આપ્યો હતો અને એમસીએક્સમાં એફટીના નોમિની તરીકે રાજીનામું પણ આપ્યું હતું . નિયમનકારે જિજ્ઞેશ શાહને નોટિસ ફટકારીને તેમને ડાયરેક્ટર તરીકે ‘ ફીટ એન્ડ પ્રોપર ’ કેમ ગેરલાયક જાહેર ન કરવા તેનો જવાબ માંગ્યો હતો .
એફટીની પ્રેસ રિલીઝમાં શાહે જણાવ્યું હતું કે , એનએસઇએલની કટોકટીના કારણે મારી બે દાયકાની મહેનત પર પાણી ફરી વળ્યું છે . મને માત્ર નાણાકીય નુકસાન નથી થયું , પરંતુ મને અને મારા પરિવારને સૌથી વધારે દુ : ખ એ બાબતનું છે કે મારી વિશ્વસનીયતા ખતમ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે .
એફએમસીની નોટિસ અંગે એફટીના પ્રતિભાવથી વાકેફ લોકોએ જણાવ્યું હતું કે તેમાં જણાવાયું છે કે ગ્રાન્ટ થોર્નટને એનએસઇએલનો જે ફોરેન્સિક ઓડિટ કર્યો તેમાં એફટીની કોઈ ગરબડ બહાર આવી ન હતી . તેમણે કહ્યું કે એનએસઇએલ કેસમાં અનેક એજન્સીઓ તપાસ કરી રહી હોવાથી એફટી સામે અત્યારે કોઈ પ્રતિકૂળ તારણ કાઢવું અત્યારે વધારે પડતું વહેલું ગણાશે .
સૂત્રોએ જણાવ્યું હતું કે એફટી બોર્ડના સ્વતંત્ર અને નોન - એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર્સ દ્વારા શાહની જગ્યાએ નવા હોદ્દેદારની પસંદગી કરવામાં આવશે . જિજ્ઞેશ શાહ તેમની કંપની લા - ફિન સાથે એફટીમાં લગભગ 45.6 ટકા હિસ્સો ધરાવે છે .
એમસીએક્સમાં એફટી ૨૬ ટકા હિસ્સો ધરાવે છે . કંપનીએ ગુરુવારે સ્ટોક એક્સ્ચેન્જને જણાવ્યું હતું કે કંપનીના નોન એક્ઝિક્યુટિવ વાઇસ ચેરમેન જિજ્ઞેશ શાહે તાત્કાલિક અસરથી કંપનીના બોર્ડમાંથી રાજીનામું આપી દીધું છે .
કોમોડિટી માર્કેટની નિયમનકાર ( એમસીએક્સ ) એ એફટી , જિજ્ઞેશ શાહ , શ્રીકાંત જાવળગેકર અને જોસેફ મેસીને ચાલુ મહિનાના પ્રારંભમાં નોટિસ આપી હતી અને તેમને ફીટ એન્ડ પ્રોપર તરીકે શા માટે ગેરલાયક જાહેર ન કરવા તેનો જવાબ માંગ્યો હતો . આ ચારેયે ગુરુવારે વ્યક્તિગત રીતે નોટિસનો જવાબ આપ્યો હતો . એફટીએ 80 પાનાંનો જવાબ આપ્યો હતો અને તેની સાથે પરિશિષ્ટ તરીકે 200 પાનાં જોડ્યાં હતાં .
શાહે જણાવ્યું હતું કે , એમસીએક્સ જેવી સંસ્થા સ્થાપવા અને ભારતને વૈશ્વિક નકશા પર મૂકવા માટે મેં સખત મહેનત કરી હતી . હું નથી ઇચ્છતો કે કોઈ ઘટનાના કારણે તેની પ્રતિષ્ઠા ખરડાય .
જોકે નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે શાહે વકીલોની સલાહને અનુસરીને રાજીનામું આપ્યું હોવાની શક્યતા છે .

No comments:
Post a Comment