Market Ticker

Translate

Thursday, June 4, 2015

ધો-10નું 54.42 ટકા પરિણામ: ગત વર્ષ કરતાં 10 ટકા ઓછું, 303 શાળાનું 100 ટકા પરિણામ

ગુજરાતરાજ્ય માધ્યમિક ઉ. માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2015માં લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું 54.42 ટકા પરિણામ આવ્યું છે. જે ગત વર્ષના 63.85 કરતા 10 ટકા ઓછું છે. 
 અમદાવાદના સંસ્કાર કેન્દ્ર ખાતે આવેલા સફળ વિદ્યાર્થીઓ
પરિણામના મુખ્ય મુદ્દા
 
-સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર રાસ(આણંદ) 97.83 ટકા
-સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર ગોઢીંબ (મહિસાગર) 5.68 ટકા
-સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો જૂનાગઢ 74.61 ટકા
-સૌથી ઓછુ પરિણામ ધરાવતો જિલ્લો છોટા ઉદેપુર 20.16
-100 ટકા પરિણામ ધરાવતી શાળાઓ 303
- વિદ્યાર્થીઓનું પરિણામ 50.17 ટકા
-વિદ્યાર્થિનીઓનું પરિણામ 61.53 ટકા
-અંગ્રેજી માધ્યમનું પરિણામ 91.11 ટકા
-ગુજરાતી માધ્યમનું પરિણામ 51.33 ટકા
-હિન્દી માધ્યમનું પરિણામ 72.54 ટકા
-392 ગેરરીતિના કેસ + 1678 કેસ વીડિયો ફૂટેજના આધારે
 
કઈ રીતે જોઈ શકાશે પરિણામ ?
 
પરિણામની વિગતો www.gseb.org પરથી મેળવી શકશે. વિદ્યાર્થીઓ ખાનગી મોબાઈલ કંપનીઓ પાસેથી રૂ. એેકના દરે પોતાનો સીટ નંબર લખીને 5207011 પર તેમજ પોતાનો સીટ નંબર લખીને 588881111 પર SMS કરીને પરિણામની વિગતો મેળવી શકશે. જ્યારે 18002335500 ટોલ ફ્રી હેલ્પ લાઈન નંબર પરથી પરિણામની પૂછપરછ કરી શકાશે. 
 

Wednesday, June 3, 2015

ન્યૂજર્સીના પટેલને બે વર્ષની જેલઃ લોકોને ગેરકાયદે ઘૂસાડી કરોડો કમાયો

વોશિંગ્ટનઃ ન્યૂજર્સીની કોર્ટે આજે સંદીપકુમાર પટેલ નામના વ્યક્તિને ભારતમાંથી લોકોને ગેરકાયદે અમેરિકામાં ઘૂસડાવના આરોપમાં 30 મહિનાની જેલની સજા ફટકારી છે. તે સિવાય કોર્ટે સંદીપકુમાર પટેલને 50000 ડોલરનો (અંદાજે 32 લાખ રૂ.) દંડ અને ઇન્ટરનલ રેવન્યૂ સર્વિસ (IRS)માં 423,452 ડોલર (અંદાજે 2.71 કરોડ રૂ.) જમા કરવાનો આદેશ આપ્યો છે.
 
એડિસનના રહેવાસી પટેલને ગત વર્ષે આરોપોમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો. 
ન્યૂજર્સીના પટેલને બે વર્ષની જેલઃ લોકોને ગેરકાયદે ઘૂસાડી કરોડો કમાયો 
કોર્ટમાં રજૂ કરવામાં આવેલા ડોક્યુમેન્ટ્સ અનુસાર, વર્ષ 2001થી 2009 દરમિયાન આઠ વર્ષના ગાળામાં પટેલે ભારતીય નાગરિકોના ખોટી રીતે H1B વિઝા મેળવ્યા. તેણે વિઝા માટે ખોટો દાવો કર્યો હતો કે, તે ન્યૂજર્સીની વિવિધ કંપનીઓમાં ટેક્નિકલ ફિલ્ડ્સમાં લોકોને નોકરી આપશે. આવી રીતે સંદીપે લોકોને અમેરિકામાં ઘૂસાડ્યા.
 
ખોટી રીતે મેળવેલા વિઝા પર અમેરિકામાં ઘૂસવા બદલ લોકો જરૂરી સર્ટિફિકેટ મેળવવા પટેલને મોટી લાખો રૂપિયા ચૂકવતા હતા. પોતાની સ્કીમને છુપાવવા માટે પટેલે પેરોલ ચેક્સ અને પેરોલ ફોર્મ્સ પણ ઇશ્યૂ કર્યા હતા. 
 
અમેરિકામાં પટેલ થકી ઘૂસેલા લોકોએ તેની પાસેથી પેરોલ ચેક લઇને પાછા તેને જ આપી દેવાના. તે સિવાય કંપનીના નામે જે ટેક્સનો ખર્ચ થતો તે પણ સંદીપ પટેલ ઘૂસણખોરી કરનારા લોકો પાસેથી જ વસૂલ કરતો હતો. 
 
તે સિવાય લોકોના વિઝા એક્સ્ટેન્ડ કરવા માટે પણ સંદીપ કુમાર જે ખોટા ડોક્યુમેન્ટ્સ કોર્ટમાં રજૂ કરતો હતો તેનો તમામ ખર્ચ તે લોકો પાસેથી જ વસૂલતો હતો. 
 
પટેલે ઇન્કમ ટેક્સ રિટર્નમાં પોતાના પેરોલમાં ખર્ચ વધુ પડતો દર્શાવતા તે IRSની નજરે ચડ્યો હતો. તેણે ચાર વર્ષમાં પેરોલમાં 1.4 મિલિયન ડોલરનો (અંદાજે 8.96 કરોડ રૂ.) ખર્ચ દર્શાવ્યો હતો. આથી તે વર્ષોમાં પેરોલમાં ખોટો ખર્ચ દર્શાવવા બદલ તેને 400000 ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો છે.

અંબાણી પરિવારની યંગ બ્રિગેડ, કોઈ ફોટોગ્રાફી તો કોઈ ફુટબોલના શોખીન

મુંબઈઃ ભારતના ટોપ ઉદ્યોગપતિઓમાં જેમની ગણના થાય છે તેવા અનિલ અંબાણી 4 જૂનના રોજ 56 વર્ષ પૂરા કરશે. આ પ્રસંગે ભાસ્કર તેમના વાચકોને અંબાણી પરિવાર સાથે જોડાયેલ રોચક વાતો જણાવવામાં શ્રેણી ચલાવી રહ્યું છે. જે અંતર્ગત અમે તમને મુકેશ અને અનિલ અંબાણીના બાળકો વિશે જણાવી રહ્યા છીએ. જણાવીએ કે જે રીતે ધીરૂભાઈ અંબાણીએ પોતાના બાળકો અનિલ અને મુકેશને બિઝનેસની ટ્રેનિંગ આપી હતી, તેવી જ રીતે હવે મુકેશ અને અનિલ અંબાણી પણ પોતાના બાળકોને તાલિમ આપી રહ્યા છે. 
અંબાણી પરિવારની યંગ બ્રિગેડ, કોઈ ફોટોગ્રાફી તો કોઈ ફુટબોલના શોખીન
આ છે અંબાણી પરિવારનું ભવિષ્ય
મુકેશ અંબાણીને ત્રણ બાળકો છે. તેમા ટ્વિન્સ ઈશા અને આકાશ મોટા છે. બન્નેને પાછલા વર્ષે જ કંપનીના બોર્ડ ઓફ ડાયરેક્ટરમાં સામેલ કરવામાં આવ્યા. જ્યારે મુકેશ અંબાણીના નાના પુત્ર અનંદ હાલમાં અભ્યાસ કરી રહ્યા છે. જ્યારે, મુકેશ અંબાણીના નાના ભાઈ અનિલ અંબાણીને બે પુત્ર છે. અનિલ અંબાણીએ પણ પોતાના મોટા પુત્ર જય અનમોલ અંબાણીને પાછલા વર્ષે કંપનીની પોલિસી મેકર્સની યાદીમાં સામેલ કર્યા. નાનો પુત્ર અંશુલ હાલમાં  અભ્યાસ કરે છે. અંબાણી પરિવારની યંગ બ્રિગેડ, કોઈ ફોટોગ્રાફી તો કોઈ ફુટબોલના શોખીન
અંબાણી પરિવારની યંગ બ્રિગેડ, કોઈ ફોટોગ્રાફી તો કોઈ ફુટબોલના શોખીન
અંબાણી પરિવારની યંગ બ્રિગેડ, કોઈ ફોટોગ્રાફી તો કોઈ ફુટબોલના શોખીન
અંબાણી પરિવારની યંગ બ્રિગેડ, કોઈ ફોટોગ્રાફી તો કોઈ ફુટબોલના શોખીન

નવા આઈડિયાએ બનાવ્યા કરોડપતિ, 3 વર્ષમાં બની 100 કરોડની કંપની = www.storeking.in

નવી દિલ્હીઃ વિચાર નવો હોય, તો કોઈપણ બિઝનેસ સફળ થઈ શકે છે. લગભગ આ જ વાત અપનાવીને બેંગાલુરુના શ્રીધર (Sridhar Gundaiah)એ વર્ષ 2012માં સ્ટોરકિંગના નામે ઈ-કોમર્સ બિઝનેસ શરૂ કર્યું. શ્રીધરની ઈ-કોમર્સ કંપની અન્ય કંપનીઓ કરતાં થોડી અલગ છે. અન્ય ઈ-કોમર્સ કંપનીઓ પર તમે અંગ્રેજીના ઇન્ટરફેસનો ઉપયોગ કરીને સામાન ઓર્ડર કરો છો, જ્યારે સ્ટોરકિંગ પર તમને ભાષાની આઝાદી મળે છે. સ્ટોરકિંગ પર તમે સ્થાનિક ભાષામાં પણ સામાન ઓર્ડર કરી શકો છો. શ્રીધરનો આ નવો પ્રયોગ એટલો સફળ થયો કે કંપનીનો કારોબાર સતત વિસ્તરી રહ્યો છે. 3 વર્ષમાં આ કંપની 100 કરોડના ટર્નઓવર સુધી પહોંચી ગઈ છે. હાલમાં સ્ટોરકિંગ બેંગાલુરુમાં કામ કરે છે અને તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમમાં સામાન ઓર્ડર કરવાનો વિકલ્પ ઉપલબ્ધ કરાવે છે. ઝડપથી કંપની મધ્ય પ્રદેશમાં પણ સેવા આપશે. 
તસવીરઃ વર્ષ 2007માં યૂલોપ કંપનીના કર્મચારીઓ સાથે શ્રીધર (સૌથી આગળ)
www.storeking.in

આ પહેલા પણ શ્રીધરે ખોલી હતી કંપની
શ્રીધરનું આ પ્રથમ સ્ટાર્ટઅપ ન હતું. આ પહેલા તેમણે વર્ષ 2007માં યૂલોપ નામથી એક કંપની શરૂ કરી હતી. આ કંપની સમગ્ર ભારતમાં લોકેશન બેસ્ડ સેવા ઉપલબ્ધ કરાવતી હતી. શ્રીધરે યૂનિવર્સિટી ઓફ ગ્રીનવિચ, લંડનથી આઈટી એન્ડ ઈ-કોમર્સમાં માસ્ટર ડિગ્રી લીધી. ત્યાર બાદ વર્ષ 2009માં તેમણે સ્ટોરકિંગ ખોલવાનો વિચાર આવ્યો. તેમણે વિચાર્યું કે તેઓ એવા લોકોની સમસ્યાનું સમાધાન કરશે, જે લોકો પોતાની ભાષામાં જ વસ્તુઓ પસંદ કરવાની આઝાદી ઇચ્છે છે.

આ રીતે વિચાર આવ્યો
શ્રીધર ઘણા વર્ષો પહેલા ચીન ગયા હતા. ત્યાં મોટાભાગના લોકો સ્થાનિક ભાષામાં જ વાતચીત કરતા હતા. ત્યાંથી તેમને વિચાર આવ્યો, કે કોઈપણ બિઝનેસનો સ્થાનિક ભાષામાં વિસ્તાર કરવો જોઈએ. તેના કારણે જ તેમણે લોકોને કન્નડ ભાષાનું પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવવાનો વિચાર આવ્યો. ત્યાર બાદ તેમણે સ્ટોરકિંગની શરૂઆત કરી. આ વિચાર લોકોને પણ પસંદ આવ્યો. સ્ટોરકિંગ દ્વારા લોકો પોતાની ભાષામાં સરળતાથી ઓર્ડર કરતાં હતા. 
તસવીરઃ સ્ટોરકિંગ ફેમિલી. આ તસવીર કંપનીએ પોતાની વેબસાઇટ પર શેર કરી છે.
કેવી રીતે કામ કરે છે સ્ટોરકિંગ
સ્ટોરકિંગ એક ઈ-કોમર્સ કંપની છે. આ કંપની લગભગ 50,500 ઉત્પાદન વેચે છે. હાલમાં તે તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષામાં ઉપલબ્ધ છે. સ્ટોરકિંગ પર સરળ રીતે ઓર્ડર કરવાની રીતથી ગામના લોકો પણ તેની સાથે જોડાયા છે. દક્ષિણ ભારતમાં સ્ટોરકિંગના 4500 કિઓસ્ક છે. કંપનીને દર મહિને લગભગ 75000 ઓર્ડર્સ મળે છે. 

91 ટકા ગ્રાહકો નથી જાણતા અંગ્રેજીમાં કેવી રીતે સામાન ઓર્ડર કરવો
હાલના એક અભ્યાસ પરથી જાણવા મળ્યું કે, 91 ટકા લોકો અંગ્રેજી ઇન્ટરફેસમાં સામાન ઓર્ડર કરવામાં મુશ્કેલી અનુભવે છે. તેઓ અંગ્રેજીના યોગ્ય કી-વર્ડ ટાઇપ નથી કરી શકતા. આ ભાષાના અવરોધને દૂર કર્યા બાદ શ્રીધરનું સ્ટાર્ટઅપ વધુ સફળ થયું, કારણ કે સ્ટોર કિંગ પર લોકો સરળતાથી સામાન ઓર્ડર કરી શકે છે. સ્ટોર કિંગના સીઈઓ અને ફાઉન્ડર શ્રીધર પણ બિઝનેસમાં સ્થાનિક ભાષાની જરૂરત પર સર્વે કરાવી ચૂક્યા છે. આ સર્વેમાં પણ એ વાત સામે આવી છે કે લોકો સ્થાનિક ભાષામાં જ કામકાજ અને વાતચીત કરવાનું પસંદ કરે છે. 
તસવીરઃ કંપની હાલમાં કેટલા ગ્રાહકો છે, તેનો આ ગ્રાફ પણ કંપનીએ પોતાની વેબસાઇટ સ્ટોરકિંગ પર શેર કર્યો છે. સાથે જ ભવિષ્યની પોતાની યોજનાઓ વિશે પણ જણાવ્યું છે.
તસવીરઃ કંપની હાલમાં કેટલા ગ્રાહકો છે, તેનો આ ગ્રાફ પણ કંપનીએ પોતાની વેબસાઇટ સ્ટોરકિંગ પર શેર કર્યો છે. સાથે જ ભવિષ્યની પોતાની યોજનાઓ વિશે પણ જણાવ્યું છે.
આ છે ભવિષ્યની યોજના
શ્રીધર આવતા થોડા મહિનામાં સ્ટોરકિંગનું વિસ્તરણ કરશે. સૌથીપહેલા તેઓ મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્ય પ્રદેશમાં સેવા ઉપલબ્ધ કરાવશે. ખાસ વાત એ છે કે કંપની જે જગ્યા પર સેવા આપશે, સમગ્ર કારોબાર ત્યાંની સ્થાનિક ભાષામાં હશે. 

વિદેશી કંપનીઓ કરી રહી છે રોકાણ
સ્ટોર કિંગમાં લક્ઝમબર્ગની વેંચર ફર્મ માંગરોવ કેપિટલ પાર્ટનર્સને પણ રોકાણ કર્યું છે. હાલમાં સ્ટોરકિંગનું કુલ ફન્ડિંગ 38 કરોડ રૂપિયા જેટલું થયું છે.

બર્થ-ડે: ...ને આ ગુજરાતી યુવતીને લોકો કહેવા લાગ્યા ‘ભારતીય શકીરા’ મૌલી દવે

મૌલી  દવે
2007માં યોજાયેલા સારેગામાપા ચેલેન્જમાં પોતાની ગાયકી પ્રતિભાથી એક ગુજરાતી યુવતીએ માત્ર ગુજરાત જ નહીં પરંતુ ભારતના વિવિધ રાજ્યો અને વિદેશોમાં વસતા ગુજરાતીઓ અને ભારતીયોના દિલ જીતી લીધા હતા. તેની ગાવાની સ્ટાઇલ અને અવાજના કારણે તેને ભારતીય શકીરાનો ટેગ આપવામાં આવ્યો અને તે આ જ નામથી વધારે લોકપ્રિય બની. આ સિંગર અન્ય કોઇ નહીં પરંતુ જેટલો મધુર તેનો અવાજ છે એટલી જ સુંદર મૌલી દવે.
 
મૌલીનો જન્મ અમદાવાદમાં હેંમત અને દિપ્તી દવે પરિવારમાં 3 જૂનના રોજ થયો. તે માત્ર 10 મહિનાની હતી ત્યારથી જ તેણે ગાવાની શરૂઆત કરી દીધી હતી અને તેના સગાસંબધીઓ તેને પુમ-પુમ કહીને બોલાવતા હતા, માત્ર 10 મહિનાની હતી ત્યારે જ લોકો તેનું સાચું નામ ભૂલી ગયા હતા અને તેને આ હુલામણા નામથી બોલાવતા હતા. મૌલી જ્યારે બે વર્ષની હતી ત્યારે તેના માતા પિતા અમેરિકા સ્થાયી થવા જતા રહ્યાં હતા. યુએસના હોસ્ટન, ટેક્સાસમાં તેના માતા દિપ્તી દવેએ એ તમામ બાબતો મૌલીને શીખવી જેના કારણે મૌલીને જીવનમાં ક્યારેય બીજા પર નિર્ભર રહેવું ના પડે.
 
જેના કારણે મૌલી સ્પોર્ટ્સ, માર્શલ આર્ટ્સ, ક્લાસિકલ ડાન્સ, ક્લાસિકલ મ્યુઝીક, ઇન્સ્ટ્રુમેન્ટ, ફાઇન આર્ટ્સ, પરફોર્મિંગ આર્ટ્સ જેવા વિવિધ ક્ષેત્રનું જ્ઞાન મેળવી શકી. તેની માતાનું માનવું હતું કે મૌલી માટે એક નહીં અનેક ક્ષેત્રના દરવાજા ખુલ્લા હોવા જોઇએ અને તે વિવિધ તકોનો લાભ લઇ શકતી હોવી જોઇએ.
 
અમદાવાદમાં શીખ્યું ક્લાસિકલ મ્યુઝિક
 
બર્થ-ડે: ...ને આ ગુજરાતી યુવતીને લોકો કહેવા લાગ્યા ‘ભારતીય શકીરા’મૌલીના માતાએ તેને અને તેના ભાઇ ઓમકારને દાદીમા સાથે રહેવા માટે અમદાવાદ મોકલ્યા હતા, અમદાવાદમાં 1995થી 2000 સુધી મૌલી રહી હતી, જ્યાં તેણે દિવ્યાંગ ઠાકુર પાસે ભારતીય ક્લાસિકલ મ્યુઝીક શીખ્યું. તેમજ 12 વર્ષની ઉમરે તેણે કુચીપુડી નૃત્ય શીખવાની શરૂઆત કરી હતી અને ડિપ્લોમા મેળવ્યું હતું. આ સાથે જ તેણે ગુજરાતી, હિન્દી અને સંસ્કૃત ભાષા શીખવાની પણ શરૂઆત કરી હતી. 2000માં તે યુએસ પરત ફરી હતી, જ્યાં તેણે નાની ઇવેન્ટમાં 12 વર્ષની ઉમરે પ્રોફેશનલ સિંગિંગ પર્ફોર્મન્સ શરૂ કર્યું હતું. આ ઉપરાંત તેણે ભરતનાટ્યમ, ઓડિસી અને હિપ હોપ ડાન્સ સ્ટાઇલ પણ શીખી છે.

2007માં યુએસમાં જીતી મિસ ટીન ઇન્ડિયા ટેક્સાસ પેજન્ટ

મૌલી મિસ ટીન ઇન્ડિયા ટેક્સાસ પેજન્ટમાં ભાગ લેવા નહોતી ઇચ્છતી પરંતુ તેના માતાએ તેને ઘણી સમજાવી હતી, જેના કારણે મૌલીએ 2007માં આ ઇવેન્ટમાં ભાગ લીધો હતો, એટલું જ નહીં પરંતુ તે આ ઇવેન્ટ પણ જીતી હતી.
 
2007માં સારેગામાપા ચેલેન્જમાં લીધો ભાગબર્થ-ડે: ...ને આ ગુજરાતી યુવતીને લોકો કહેવા લાગ્યા ‘ભારતીય શકીરા’

જે વર્ષે મિસ ટીન ઇન્ડિયા ટેક્સાસ પેજન્ટમાં ભાગ લીધો હતો એ જ વર્ષે તેણે ભારતના સિંગિંગ કાર્યક્રમ સારેગામાપામાં ભાગ લીધો હતો, પ્રારંભથી જ તેણે જજો અને દર્શકોનું દીલ જીતી લીધું હતું, બધાને લાગતુ હતું યુએસથી આવેલી આ છોકરી લાંબુ ખેંચી નહીં શકે પરંતુ તેણે પોતાની ગાયકીથી બધાને ચોંકાવી દીધા હતા. આ સ્પર્ધામાં તે ફાઇન્લિસ્ટ સુધી પહોંચી હતી. આ શો દરમિયાન તેણે ગાયેલા ‘મૈયા મૈયા’ સોંગે ઘણી પ્રસિદ્ધિ અપાવી હતી અને તેને ભારતીય શકીરાના નામથી સંબોધવામાં આવી. આ ઉપરાંત તેણે અન્ય કેટલીક ટીવી શ્રેણી અને શોમાં પણ ભાગ લીધો છે, તેમજ ટીવીએસ સ્કૂટી જેવી વિવિધ જાહેરખબરોમાં પોતાનો અવાજ આપ્યો છે.
 
ગૌરવંતી ગુજરાત એવોર્ડ

મૌલીએ 2010માં યોજાયેલા ગૌરવંતી ગુજરાત એવોર્ડ દરમિયાન તેને અપકમિંગ સિંગરની ટ્રોફીથી નવાજવામાં આવી હતી અને બે વિવિધ એવોર્ડ માટે તેને નોમિનેટ પણ કરવામાં આવી હતી. 2010માં તેને જય વીરુ ફિલ્મ માટે ગાયેલા આગરે કા ઘાઘરા સોંગ માટે અપકમિંગ ડેબુડન્ટ સિંગરની કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવી હતી

બિગ બઝારે પોતાના સ્ટોરમાં મેગીના વેચાણ પર મૂક્યો બેન, ટૂંક સમયમાં નિર્ણય લેશે દિલ્હી સરકાર

નેસ્લેની નૂડલ્સ મેગીની મુશ્કેલીઓમાં સતત વધારો થતો જાય છે. દિલ્હીમાં મેગીના 13 નુમનામાંથી 10 નમુના ફેલ થયા છે. આ વિશે આજે બુધવારની દિલ્હી સ્વાસ્થ્ય વિભાગ દ્વારા એક ખાસ બેઠક પણ બોલાવામાં આવી છે. બેઠકમાં દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સહિત નેસ્લેના અધિકારીઓનો પણ સમાવેશ થશે. દિલ્હી સરકારે નેસ્લે અધિકારીઓ સામે સમન્સ જાહેર કર્યો છે. અમુક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે દિલ્હીમાં મેગીના પ્રતિબંધ વિશે આ બેઠકમાં વિચારણાં કરવામાં આવી શકે છે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે દિલ્હી સરકાર મેબી બનાવનાર કંપની નેસ્લે સામે કાર્યાવહી કરવાનું પણ વિચારી રહી છે. મુંબઈમાં મેગીના બે સેમ્પલની તપાસ કરવામાં આવી છે. જોકે તેમાં કોઈ હાનિકારક તત્વો જોવા મળ્યા નથી. જોકે ગોરખપુર અને કોલકાતામાં તપાસ દરમિયાન મેગીના નમુના સ્વાસ્થય માટે હાનિકારક જોવા મળ્યાં છે.  
 
બિગ બઝારે મેગી પર લગાવ્યો પ્રતિબંધબિગ બઝારે પોતાના સ્ટોરમાં મેગીના વેચાણ પર મૂક્યો બેન, ટૂંક સમયમાં નિર્ણય લેશે દિલ્હી સરકાર
દેશમાં મેગી પર એટલો બધો વિવાદ વધી ગયો છે કે દેશના અગ્રણી રિટેલ સેક્ટર બિગ બઝારે પણ તેમના સ્ટોરમાંથી મેગી હટાવવાનો નિર્ણય કર્યો છે. હવેથી સમગ્ર દેશના બિગ બઝારમાં મેગી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. 
 
સ્વાસ્થય મંત્રીએ કહ્યું લઈ શકે છે મહત્વનો નિર્ણય

દિલ્હીના સ્વાસ્થય મંત્રી સત્યેન્દ્ર જૈને આ મામલે જણાવ્યું છે કે, દરેક માહિતી મેળવવામાં આવી રહી છે અને આ વિશે કોઈ મોટો નિર્ણય લેવામાં આવી શકે છે. દિલ્હી સરકાર નેસ્લે સામે કેસ પણ દાખલ કરી શકે છે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે આજે બેઠકમાં નેસ્લેના અધિકારીઓ સાથે મુલાકાત કરી શકે છે.
 
સીસુંની માત્રા હતી વધારે

અધિકારીઓના જણાવ્યાં પ્રમાણે શહેરના વિવિધ વિભાગમાંથી ગયા સપ્તાહમાં મેગીના 13 નમુના લેવામાં આવ્યા હતાં. તેમાંથી 10 નમુનામાં સીસાની માત્રા વધારે જોવા મળી છે. સીસાની નક્કી કરેલી માત્રા 2.5 પીપીએમ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, પાંચ સેમ્પલમાં મોનોસોડિયમ ગ્લૂટામેટ જોવા મળ્યું છે. જ્યારે લેબલ પર તેની માહિતી આપવામાં આવી નથી. જે દર્શાવે છે કે બ્રાન્ડ ખોટી માહિતી આપે છે. ભારતીય ખાદ્ય સુરક્ષા પાસેથી સૂચના મળ્યા પછી સ્વાસ્થય વિભાગના ખાદ્ય સુરક્ષા અધિકારીઓએ આ નમુના લીધા છે. 
 
ઘણાં રાજ્યોમાં ચાલી રહી છે મેગીની તપાસ

નોંધનીય છે કે, દેશના ઘણાં રાજ્યોમાં મેગીની તપાસ ચાલી રહી છે. કેરળમાં સરકારી દુકાનોમાંથી મેગી હટાવવાનો આદેશ પહેલાથી જ આપવામાં આવ્યો છે. હરિયાણા, ગુજરાત અને પશ્ચિમ બંગાળમાં પણ મેગીના નમુનાને તપાસ માટે મોકલવામાં આવ્યા છે. જોકે નેસ્લે કંપનીએ દાવો કર્યો છે કે, અન્ય લેબોરેટરીમાં અને તેમની પોતાની લેબમાં પણ મેગીને ખાવા માટે યોગ્ય નોંધવામાં આવી છે. 
શું છે મેગીમાં તકલીફ
 
મેગીમાં સીસાનો હિસ્સો 17 ગણો વધુ
 
મેગીની ગુણવત્તા અંગે હોબાળો મચી ગયો છે. ઘણાં સેમ્પલ્સમાં મેગીના નૂડલ્સમાં મર્યાદાથી 17 ગણું વધુ સીસું (લેડ) અને મોનો સોડિયમ ગ્લુટામેટ મળ્યા છે. એમએસજીને સામાન્ય બોલચાલમાં ‘અજીનોમોટો’ કહેવામાં આવે છે. સીસું ઝેરી ધાતુ છે. કેન્સર, મગજના રોગો, કિડનીની બીમારી અને મૃત્યુ પણ થઇ શકે છે.
 
લેડ સુરક્ષિત મર્યાદામાં : નેસ્લે
 
મેગીના મુદ્દે વિવાદમાં ઘેરાયેલી નેસ્લે ઇન્ડિયાએ જણાવ્યું કે કંપનીએ પોતાની અને બહારની લેબમાં તપાસ કરાવી છે. તેમાં સીસું સુરક્ષિત મર્યાદામાં છે. જો કે, કંપનીએ મોનોસોડિયમ ગ્લુટામેટ અંગે કશું જ કહ્યું નથી.
 
ક્યારથી આવી મેગી ચર્ચામાં
 
મે મહિનાની શરૂઆતમાં ઉત્તર પ્રદેશ ખાદ્ય સુરક્ષા અને ઓષધિ પ્રશાસને કંપનીને પુછ્યું કે તમે ફેબ્રુઆરી 2014માં બનેવી નૂડલ્સ વેચીને પરત કેમ લીધી. જ્યારે આ નુડલ્સની તપાસ કરવામાં આવી તો તેમાં મોનો સોડિયમ ગ્લૂકોમેટ જેવા જોખમી તત્વો જોવા મળ્યા હતાં. આ બાળકોમાં મેગી ખાધા પછી ઉત્પન્ન તાય છે. મેગીમાં મોનો સોડિયમ ગ્લૂકોમેટની માત્રા જરૂર કરતા વધારે જોવા મળી છે. ત્યારપછીથી સમગ્ર દેશમાં બહુરાષ્ટ્રીય કંપની નેસ્લેએ મેગી નુડલ્સના સેમ્પલ ભેગા કરીને તેની તપાસ કરવાનું શરૂ કર્યું છે. 
 
મેગી અંગે ગતિશીલ ગુજરાતની ઢીલી નીતિ
 
ઉત્તર પ્રદેશમાં મેગીનો વિવાદ બહાર આવ્યા બાદ દેશના અનેક રાજ્યોમાં મેગીના સેમ્પલ લેવાનું શરૂ થયું છે. દિલ્હીમાં પણ મેગી નૂડલ્સ લેબ ટેસ્ટમાં ફેલ થયા છે. કેરળમાં પણ સરકારી રીટેલ શોપમાંથી મેગીને હાંકી કઢાઈ છે. ગતિશીલ ગણાતા ગુજરાતમાં હજી સુધી કોઈ ચહલપહલ જોવા મળતી નથી.

સોમનાથ મંદિરમાં હવે માત્ર હિન્દુઓને જ મળશે પ્રવેશ, મંદિર પરિસરમાં લગાવવામાં આવી નોટિસ

વેરાવળ: વિશ્વ વિખ્યાત એવા દેશના બાર જયોર્તિલીંગમાંના પ્રથમ એવા સોમનાથ મંદિર ખાતે છેલ્લા બે દિવસથી સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરમાં દર્શાનાર્થે આવતા બિન હિન્દુ દર્શાનાર્થીઓને ટ્રસ્ટની મંજુર બાદ જ મંદિરમાં પ્રવેશ આપવમાં આવશે તેવા સુચના બોર્ડો પ્રવેશ દ્વાર પર લગાવાતા દેશ વિદેશથી દર્શનાર્થે આવતા ભાવીકોમાં કુતુહલ સર્જાયું છે. સોમનાથ મંદિરમાં હવે માત્ર હિન્દુઓને જ પ્રવેશ મળશે, તેવી સૂચનાનું બોર્ડ મંદિર પરિસરમાં મારવામાં આવ્યું છે. મંદિર પરિસરમાં મારવામાં આવેલા બોર્ડમાં એવો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે કે બિન હિન્દુઓએ મંદિરમાં પ્રવેશવા માટે ઓફિસમાંથી મંજૂરી લેવી પડશે.  
સોમનાથ મંદિરમાં હવે માત્ર હિન્દુઓને જ મળશે પ્રવેશ, મંદિર પરિસરમાં લગાવવામાં આવી નોટિસ
- મંદિર પરિસરમાં લગાવવામાં આવી નોટીસ
- દર્શન કરવા માટે  ઓફિસમાંથી લેવી પડશે મંજૂરી 
- સોમનાથ મંદિરમાં બિન હિન્દુઓને પ્રવેશ માટે પ્રતિબંધની સુચનાનું બોર્ડ લગાવવામાં આવ્યું 
 
જો કે ટ્રસ્ટનાં જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાનાં જણાવ્યા મુજબ સોમનાથ મંદિર હિન્દુ સમાજની આસ્થાનું કેન્દ્ર છે અને દરેક હિન્દુ મંદિરો પર આ પ્રકારના બોર્ડ લગાવવામાં આવેલા છે જેથી સોમનાથ મંદિર ખાતે પણ આ બોર્ડ લગાવવામાં આવ્યા છે : વિજયસિંહ ચાવડા, જનરલ મેનેજર, સોમનાથ ટ્રસ્ટ
સોમનાથ મંદિરમાં હવે માત્ર હિન્દુઓને જ મળશે પ્રવેશ, મંદિર પરિસરમાં લગાવવામાં આવી નોટિસ
 
અત્રે નોંઘનીય છે કે, સોમનાથ મંદિર ટૂસ્ટના ટ્રસ્ટી પદે દેશના વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી બીરાજમાન છે અને બીનસાંપ્રદાયીક દેશમાં સોમનાથ મંદિર ખાતે દેશ વિદેશના લાખો ભાવીકો દર્શનાર્થે આવે છે ત્યારે એકાએક સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ પ્રકારના બોર્ડ લગાવાતા દર્શાનાર્થે આવતા ભાવકો આ બોર્ડ વાંચી અચરજ પામી રહ્યા છે.સોમનાથ મંદિરમાં હવે માત્ર હિન્દુઓને જ મળશે પ્રવેશ, મંદિર પરિસરમાં લગાવવામાં આવી નોટિસ

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports