Market Ticker

Translate

Thursday, October 16, 2014

મહારાષ્ટ્ર, હરિયાણામાં 'મોદી વેવ' અકબંધ?

એક્ઝિટ પોલનાં તારણો સાચાં પડશે તો મહારાષ્ટ્ર અને હરિયાણામાં ભાજપને એકલા હાથે ચૂંટણીમાં ઉતારવાનો નરેન્દ્ર મોદી અને અમિત શાહનો જુગાર સફળ થવાનો છે. દરેક પોલમાં જણાવાયું છે કે ભાજપ ટોચ પર રહેશે. અમુક પોલ મુજબ આ બંને રાજ્યોમાં ભાજપ એકલા હાથે સરળ બહુમતી મેળવશે.મહારાષ્ટ્રમાં બુધવારે 64 ટકા અને હરિયાણામાં 72.6 ટકા મતદાન નોંધાયું હતું.

વિવિધ પોલ પ્રમાણે ભાજપને મહારાષ્ટ્રમાં 288 બેઠકોની વિધાનસભામાં 100થી 150 સુધી બેઠકો મળી શકે છે. 90 બેઠકોની હરિયાણા વિધાનસભામાં એક્ઝિટ પોલે ભાજપને 37થી 50 પ્લસ બેઠકો ફાળવી છે.

રસપ્રદ રીતે એક્ઝિટ પોલ પ્રમાણે મહારાષ્ટ્રમાં ભાજપને 27થી 28 ટકા વોટ શેર મળશે. પંચકોણીય જંગમાં લોકોએ મોદીને પસંદ કર્યા છે અને કોંગ્રેસ, એનસીપી અને બે સેનાઓના મત તૂટ્યા હોય તેમ લાગે છે.

મહારાષ્ટ્રમાં ચૂંટણીનાં પરિણામો મે મહિનાની લોકસભા ચૂંટણીનાં પરિણામો જેવાં જ હશે જેમાં ભાજપે ૩૦ ટકા કરતાં થોડો વધારે વોટ શેર હોવા છતાં ૫૪૫ બેઠકોની લોકસભામાં ૨૮૨ બેઠકો જીતી હતી.

મોદીના નામે મત માંગવાની મોદી-શાહની વ્યૂહરચના ફરી સફળ રહી હોય તેમ લાગે છે. એક્ઝિટ પોલ પ્રમાણે કોંગ્રેસ બંને રાજ્યોમાં નબળો દેખાવ કરશે. તેના પરથી લાગે છે કે મહારાષ્ટ્રમાં ઠાકરે અને પવાર પરિવાર તથા હરિયાણામાં લાલ પરિવારનું વજન પડશે નહીં.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ચૂંટણીમાં વિજય અંગત ક્રેડિટ સમાન હશે કારણ કે ભાજપે મુખ્યમંત્રીપદના ઉમેદવાર કોણ હશે તે જાહેર કર્યા વગર ચૂંટણી લડી છે અને મોદીના નામે મત માંગ્યા છે. ભાજપ પ્રમુખ અમિત શાહનો જુગાર પણ સફળ ગણાશે જેમણે મહારાષ્ટ્રમાં શિવસેના સાથેનું 25 વર્ષ જૂનું જોડાણ તોડવાનો તથા હરિયાણામાં એચજેસી સાથે છેડો ફાડવાનો મુશ્કેલ નિર્ણય લીધો હતો. તેઓ પોતાના ટીકાકારોના મોઢા બંધ કરી શકશે જેમણે ગયા મહિને યુપીની પેટાચૂંટણીમાં ભાજપના નબળા પ્રદર્શન બદલ તેમના માથે માછલાં ધોયાં હતાં.

બે રાજ્યોમાં પરિણામો એક્ઝિટ પોલ પ્રમાણે આવશે તો રાજ્યસભામાં ભાજપ મજબૂત બનશે અને સંસદમાં કાયદા ઘડવાનું કામ વધુ સરળ થશે. મોદી અને અમિત શાહ મોટાં રાજ્યોમાં ભાજપને મુખ્ય પક્ષ બનાવવા માંગે છે. આ યોજનાને પણ બળ મળશે. આગામી વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપ એકલા હાથે વિજય મેળવવાનું ચાલુ રાખશે તો એનડીએની જરૂરિયાત સામે સવાલ પેદા થશે.

ભાજપ-શિવસેના યુતિ તૂટવાના કારણે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી દુર્ભાવનાપૂર્ણ બની હતી જેમાં શિવસેનાએ વારંવાર મરાઠી વિરુદ્ધ ગુજરાતી કાર્ડ રમવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ભાજપે શિવસેનાને જવાબ આપવાનું ટાળ્યું હતું.

મોદીએ મહારાષ્ટ્રમાં 27 રેલીઓ સંબોધી હતી જ્યારે હરિયાણામાં તેમણે 11 રેલીઓ સંબોધી હતી. જોકે, પક્ષે હજુ સુધી કોઈ એક વ્યક્તિને મુખ્યમંત્રીપદ માટે પ્રોજેક્ટ કરી નથી. શાહે ચુસ્ત રીતે ચૂંટણીપ્રચારનો વ્યૂહ સંભાળ્યો હતો જેમાં કોઈ પણ મોટા નેતા - દેવેન્દ્ર ફડનવીસ, વિનોદ તાવડે અથવા પંકજા મુંડે તેમની મર્યાદા બહાર ગયા ન હતા અને મુખ્યમંત્રીપદનો દાવો કર્યો ન હતો.

લાફાર્જ, હોલ્સિમ ભારતમાં મર્જરના માર્ગે

વિશ્વની સૌથી મોટી સિમેન્ટ કંપની રચવા માટે 15 દેશોના બિઝનેસને ભેળવી દેવાનો નિર્ણય કરનાર લાફાર્જ SA અને હોલ્સિમ લિમિટેડે હવે ભારતમાં આ દિશામાં હિલચાલ શરૂ કરી દીધી છે.

બંને કંપનીઓએ ભારતીય સ્પર્ધા પંચ (CCI)ના નિયમોને સુસંગત રહી શકાય એટલા માટે કેટલીક એસેટને વેચવાનો નિર્ણય સેવાની આંતરિક પ્રક્રિયા શરૂ કરી દીધી હોવાનું આ બાબતથી પરિચિત બે વ્યક્તિએ કહ્યું હતું. બંને કંપનીઓએ એપ્રિલમાં જાહેરાત કરી હતી કે, વર્ષે 44 અબજ ડોલરનું વેચાણ ધરાવતું વિશ્વનું સૌથી મોટું સિમેન્ટ ગ્રૂપ ઊભું કરવા માટે તેઓ તેમની કામગીરીને ભેળવી દેશે.

એક વ્યક્તિએ કહ્યું હતું કે, "કયા પ્લાન્ટ અને ઓપરેશન્સને વૈશ્વિક વ્યૂહાત્મક યોજના સાથે જોડી શકાય એમ છે તે સમજવા માટે બંને કંપનીઓએ પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ એવા પ્લાન્ટ અને ઓપરેશન છે જેને વેચવામાં આવશે. ભારતમાં કોન્સોલિડેશન પ્રક્રિયા માટે પણ બંને કંપનીઓ યોજના ઘડશે, જેથી ભારતમાં બંને કંપનીઓને વ્યૂહાત્મક જોડાણ કરવામાં અને ભવિષ્ય માટે યુનિફોર્મ પ્રોસેસ ધરાવતું સંગઠન તૈયાર કરવામાં મદદ મળશે. બંને કંપનીઓએ અન્ય દેશોમાં આવી પ્રક્રિયા શરૂ કરી દીધી છે અને ભારતમાં સમાન પ્રક્રિયા છેલ્લે શરૂ કરશે કારણ કે, ભારતનું સિમેન્ટ માર્કેટ અત્યારે ઉત્ક્રાંતિના તબક્કામાં છે."

આદિત્ય બિરલા ગ્રૂપની કંપની અલ્ટ્રાટેક 620 લાખ ટન ક્ષમતા સાથે ભારતની સૌથી મોટી સિમેન્ટ ઉત્પાદક કંપની છે. ફ્રાન્સની લાફાર્જ ભારતમાં લિસ્ટેડ નથી પરંતુ હોલ્સિમની બે પેટાકંપનીઓ અંબુજા સિમેન્ટ્સ અને એસીસી લિસ્ટેડ છે.

હોલ્સિમ ગ્રૂપ સર્વિસિસ લિના મીડિયા રિલેશન્સ અને રિપોર્ટિંગ કોમ્યુનિકેશન્સ મેનેજર અને મીડિયા પ્રવક્તા ઈક ક્રિસ્ટિયને ઇ-મેઇલ પર જણાવ્યું હતું કે, "હાલના તબક્કે આ અંગે અમે કોઈ ટિપ્પણી કરી શકીએ એમ નથી."

લાફાર્જ ઇન્ડિયાના પ્રવક્તાએ ઇકોનોમિક ટાઇમ્સની પ્રશ્નોત્તરીનો કોઈ જવાબ આપ્યો નહોતો. હોલ્સિમને ઇન્વેસ્ટમેન્ટ બેન્કર્સ સિટીબેન્ક અને ગોલ્ડમેન સૅક્સ સલાહ આપી રહ્યા છે. કંપની ૨૦૧૫ના પહેલા ક્વાર્ટરમાં ભારતીય સ્પર્ધા પંચને અંતિમ યોજના જમા કરાવી દેવા માંગે છે.

ICAN એડ્વાઇઝરી સર્વિસિસના એમડી અનિલ સિંઘવીએ કહ્યું હતું કે, "ભારતમાં અમુક માર્કેટ એવાં છે જ્યાં મર્જ થનારી કંપની પાસે વધારે બજારહિસ્સો આવી જશે, જેથી સ્પર્ધા પંચના નિયમનો ભંગ થવાની શક્યતા છે. ઉત્તર અને પૂર્વ ભારતમાં ઇજારાશાહી ધરાવતી કંપની ન બની જવાય એટલે ત્યાંની કેટલીક એસેટ વેચાણાર્થે મૂકવામાં આવે તેવી શક્યતા છે."

ACC પૂર્વની સૌથી મોટી સિમેન્ટ કંપની છે અને ઉત્તરનાં બજારોમાં પણ તેની પાસે નોંધનીય ક્ષમતા છે. પૂર્વમાં લાફાર્જ અને ACC ભેગી થઈ જવાથી અને ઉત્તરમાં અંબુજા અને ACC ભેગી થઈ જવાથી લાફાર્જ હોલ્સિમને સ્પર્ધા પંચના નિયમનું ચુસ્તપણે પાલન કરવામાં મદદ મળશે.

શેરોમાં તેજી છતાં બ્રોકિંગ બિઝનેસનાં વળતાં પાણી

રોકાણકારોના સેન્ટિમેન્ટમાં સુધારાને પગલે છેલ્લા કેટલાક મહિનામાં સ્ટોક એક્સ્ચેન્જિસના ટ્રેડિંગ વોલ્યુમમાં ઉછાળો નોંધાયો છે. જોકે, આ સુધારો બ્રોકર્સને બિઝનેસ છોડતા અટકાવવામાં સફળ રહ્યો નથી.

ચાલુ વર્ષે શેરબજારમાં જોરદાર તેજી હતી ત્યારે એપ્રિલ-ઓગસ્ટના ગાળામાં લગભગ 335 વ્યક્તિગત બ્રોકર્સ, 136 કોર્પોરેટ બ્રોકર્સ અને 5,773 સબ-બ્રોકર્સે ધંધો બંધ કરી દીધો હતો. તેજી છતાં બજારમાં રિટેલ રોકાણકારોની ઓછી સક્રિયતા, ઓછા માર્જિનવાળા વિકલ્પોની વધતી પસંદગી અને ઊંચા ખર્ચને લીધે બ્રોકર્સ અને સબ-બ્રોકર્સને ધંધો છોડવાની ફરજ પડી છે.

સેબીના ડેટા પ્રમાણે 31 ઓગસ્ટે કેશ સેગમેન્ટના બ્રોકર્સની સંખ્યા 31 માર્ચના 9,411ની તુલનામાં 9,076રહી હતી. સમાન ગાળામાં કોર્પોરેટ બ્રોકર્સની સંખ્યા માર્ચના 4,917થી ઘટીને ઓગસ્ટમાં 4,781 થઈ હતી. સબ-બ્રોકર્સનો આંકડો પણ 51,885થી ઘટીને 46,112 રહ્યો હતો. સબ-બ્રોકર રોકાણકારને શેરની લે-વેચમાં મદદ કરનાર એજન્ટ છે અને તે કોઈ એક્સ્ચેન્જનો સભ્ય હોતો નથી.

ફોર્ચ્યુન ફાઇનાન્શિયલ સર્વિસિસના એમડી નિમિશ શાહે જણાવ્યું હતું કે, "રિટેલ રોકાણકારોના ઘટતા રસ, આકરા નિયમો અને બ્રોકરેજના નીચા દરને કારણે માત્ર બ્રોકિંગ બિઝનેસ માટે ટકવાનું મુશ્કેલ છે.'' આમ તો બ્રોકર્સ અને સબ-બ્રોકર્સ દ્વારા બિઝનેસ બંધ કરવાની વાત નવી નથી.

2012-13 અને 2013-14માં પણ આવી ઘણી ફર્મ્સે કામકાજ આટોપી લીધું હતું. આશ્ચર્યની વાત એ છે કે, બજારની સ્થિતિમાં સુધારો છતાં બ્રોકિંગ બિઝનેસ બંધ થવાની સંખ્યામાં ઘટાડો થયો નથી. બ્રોકિંગ કંપનીઓના અધિકારીઓના જણાવ્યા અનુસાર 2008ના કડાકા પછી તાજેતરની રિકવરી છતાં જૂના રિટેલ ગ્રાહકો સક્રિય નહીં થયા હોવાથી તેમને ધંધો બંધ કરવો પડ્યો છે.

શાહે જણાવ્યું હતું કે, "ટૂંકા ગાળામાં વધુ જોખમથી દૂર રહેવા ઇચ્છુક રિટેલ રોકાણકારો બજારમાં પાછા ફરે એવી શક્યતા નથી.'' મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસિસના ચેરમેન અને એમડી મોતીલાલ ઓસ્વાલે જણાવ્યું હતું કે, "બ્રોકિંગ બિઝનેસ હવે ગણતરીના બ્રોકર્સ પાસે છે અને એટલે ઘણા બ્રોકર્સ, સબ-બ્રોકર્સે કામકાજ બંધ કરવું પડ્યું છે.
ટેક્‌નોલોજી, રિયલ એસ્ટેટ, નિયમોનું પાલન અને માર્કેટિંગને લીધે બ્રોકિંગ બિઝનેસનો ખર્ચ નોંધપાત્ર વધી ગયો છે. જેની સામે બ્રોકરેજની આવકમાં ઘણો ઘટાડો નોંધાયો છે.'' ડેસ્ટિમની સિક્યોરિટીઝના એમડી અને સીઇઓ સુદીપ બંદોપાધ્યાયે જણાવ્યું હતું કે, "બિઝનેસમાં ટકી રહેવા દેશભરમાં હાજરી જરૂરી છે અથવા તમારે ફેમિલી પ્રોપ્રાઇટરી ટ્રેડર બનવું પડે.''

બુર્જ ખલિફાએ પોતાનાં નામે કર્યો વધુ એક વર્લ્ડ રેકોર્ડ

દુબઇઃ દુનિયાની સૌથી ઉંચી ઇમારત બુર્જ ખલિફાએ પોતાનાં નામે વધુ એક વિશ્વ વિક્રમ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં નોંધાવ્યો છે. આ વિક્રમ છે દુનિયાભરમાં માનવ નિર્મિત એવા સૌથી ઉંચા નિરીક્ષણ સ્થળ તરીકેનો. મંગળવારે બુર્જ ખલિફાની ડેવલોપર કંપની એમાર પ્રોપર્ટીઝે પહેલી જ વાર નવા બનાવાયેલા 'At the Top, Burj Khalifa SKY' પોઇન્ટ પરથી દુબઇનું દ્રશ્ય જોવા લોકો માટે ઇમારતનાં દરવાજા ખોલ્યા હતા. 
 
બુર્જ ખલિફા સ્કાયનાં ભવ્ય શુભારંભ સમારોહમાં ગિનીસ વર્લ્ડ રેકોર્ડસનાં પ્રતિનિધીઓ પણ હાજર રહ્યા હતા, જેમણે દુબઇનાં આ નવા ટુરિસ્ટ પ્લેસને દુનિયાનાં 'સૌથી ઉંચા ઓબ્ઝર્વેશન ડેક' તરીકે જાહેર કર્યું હતું. 
 
555 મીટરની ઉંચાઇ સાથે બુર્જ ખલિફાએ ચીનનાં ગોંગઝાઉમાં આવેલા 488 મીટર ઉંચા ઓબ્ઝર્વેશન ડેક કેન્ટન ટાવર પાસેથી દુનિયાનાં સૌથી ઉંચા માનવ નિર્મિત ઓબ્ઝર્વેશન ડેકની પદવી છીનવી લીધી છે. 
 
આ નવા બહુમાન સાથે હવે બુર્જ ખલિફાનાં ફાળે સૌથી ઉંચી ઇમારતનાં કુલ ચાર ગિનીસ વર્લ્ડ રેકોર્ડ થઇ ગયા છે. આ પહેલાનાં ટાઇલટમાં સૌથી ઉંચી ઇમારત, જમીન પરનું સૌથી ઉંચુ માનવનિર્મિત માળખુ તેમજ જમીન સ્તરેથી સૌથી ઉંચી રેસ્ટોરન્ટનો સમાવેશ થાય છે. 
 
આ નવા ગિનીસ વર્લ્ડ રેકોર્ડસ ટાઇટલે દુબઇની શાનમાં વધુ એક પીછું ઉમેર્યું છે.

મોદીનું વિઝન: ગિફ્ટ સિટી ખાતે BSE બ્રોકર્સ ફોરમ બેક ઓફિસ બનાવશે


 
3 લાખ સ્કવેર ફિટ એરિયાનો લેટર એલોટ
બીએસઈ દ્વારા આ ટાવરમાં એક્સેન્જ પણ બનાવવામાં આવે તેવી સંભાવના છે
 
ગાંધીનગર: બોમ્બે સ્ટોક એક્સેન્જ બ્રોકર્સ ફોરમ આગામી દિવસોમાં ગાંધીનગર પાસે આવેલા ગિફ્ટ સિટીમાં પોતાના બેક ઓફિસ ઓપરેશન માટે એક આઈકોનિક ફ્યુચરિસ્ટિક ગ્રીન ટાવરનું નિર્માણ કરશે. ગાંધીનગર ખાતે કેન્દ્રિય નાણામંત્રી અરુણ જેટલીની ઉપસ્થિતિમાં રાજ્યના નાણામંત્રી સૌરભ પટેલે બીએસઈ બ્રોકર્સ ફોરમના વાઈસ ચેરમેન આલોક ચુરીવાલાને ગિફ્ટ સિટી ખાતેની 3 લાખ ચો.ફી. જમીનની ફાળવણી કરતો પત્ર સોંપ્યો હતો.  આથી હવે  ભારતનું સૌપ્રથમ ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસ સેન્ટર (આઈએફએસસી) આગામી દિવસોમાં બીએસઈ બ્રોકર્સ ફોરમનું ફ્યુચરિસ્ટિક ગ્રીન ટાવર ધરાવતું થઈ જશે.
 
બીએસઈ બ્રોકર્સ  ફોરમ આ ટાવર બનાવવા માટે રૂ. 120 કરોડનું રોકાણ કરશે. બીએસઈ દ્વારા આ ટાવરમાં એક્સેન્જ પણ બનાવવામાં આવે તેવી સંભાવના છે. ઉલ્લેખનીય છે બીએસઈ બ્રોકર્સ ફોરમ અને ખાસ કરીને તેના ટ્રેડિંગ મેમ્બર્સ દેશના કેપિટલ માર્કેટના ડેવલપમેન્ટમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.  હાલમાં ફોરમ ઈક્વિટી સેગમેન્ટમાં ટ્રેડિંગ કરતા 742 સભ્યો ધરાવે છે જ્યારે કોમોડિટીમાં ટ્રેડિંગ કરતા 93 સભ્યો ધરાવે છે. બીએસઈ બ્રોકર્સ બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં 40 ટકાની ઈક્વિટી ધરાવે છે.
ગિફ્ટ સિટીને સ્માર્ટ સિટી બનાવવાનું  મોદીનું વિઝન
 
‘દેશના સૌપ્રથમ ફાઈનાન્સિયલ હબને ગિફ્ટ સિટીમાં સ્માર્ટ સિટી તરીકે ડેવલપ કરવું એ નરેન્દ્ર મોદીનું વિઝન છે. જેને ઝડપથી સાકાર કરવા માટે કેન્દ્ર સરકારની મદદથી રાજ્ય સરકાર તમામ જરૂરી પગલા ભરી રહી છે. તેમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર, આઈસીએસઈ સ્કુલ્સ, ટ્રેઈનિંગ સેન્ટર, બિઝનેસ ક્લબ, રિટેલ મોલ, હોટેલ અને રેસિડેન્શિયલ  એપાર્ટમેન્ટસ જેવી સુવિધાઓ પણ ફાળવવામાં આવી છે
 

અમેરિકી નબળા રીટેલ સેલ્સ ડેટાથી સોનામાં ઝડપી ઉછાળો

goldચીન-યુરોપિયન ઇકૉનૉમીની નબળાઈથી સોનામાં સેફ હેવન બાઇંગ વધવાની ધારણા : સોનાના ભાવ વધતાં છેલ્લાં બે સપ્તાહમાં પ્રથમ વખત ETP હોલ્ડિંગ વધ્યું

બુલિયન બુલેટિન-મયૂર મહેતા


અમેરિકાના સપ્ટેમ્બર મહિનાના રીટેલ સેલ્સ ડેટામાં ૦.૩ ટકાનો ઘટાડો થતાં તેમ જ જાન્યુઆરી પછી પ્રથમ વખત રીટેલ સેલ્સ ઘટતાં સોનામાં ઝડપી ઉછાળો જોવા મળ્યો હતો. અમેરિકી ડૉલરની મજબૂતીને પગલે છેલ્લા બે દિવસથી સોનાના ભાવ ઊંચા મથાળેથી ઘટી રહ્યા હતા, પણ ચીનનો કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ પાંચ વર્ષના તળિયે પહોંચતાં અને યુરો ઝોનની સૌથી મોટી ઇકૉનૉમી જર્મનીની ગવર્નમેન્ટે ગ્રોથ પ્રોજેક્શન ઘટાડતાં સોનામાં સેફ હેવન બાઇંગ વધુ સ્ટ્રૉન્ગ બન્યું હતું. વળી ETP (એક્સચેન્જ ટ્રેડેડ પ્રોડક્ટ) હોલ્ડિંગમાં પણ છેલ્લાં બે સપ્તાહમાં પ્રથમ વખત ઉછાળો નોંધાયો હતો. ભારતની સોનાની આયાત ગયા વર્ષના સપ્ટેમ્બર કરતાં સાડાચારગણી વધી હોવાના સમાચારે પણ સોનાને મજબૂતી આપી હતી.

પ્રાઇસ મૂવમેન્ટ

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં મંગળવારે ડૉલરની મજબૂતીને પગલે સોનાના ભાવ સતત ઘટતા રહ્યા હતા. કૉમેક્સ ડિસેમ્બર વાયદામાં સેટલમેન્ટ ૪.૩ ડૉલર વધીને ૧૨૩૪.૩૦ ડૉલર થયું હતું, પણ ત્યાર બાદ ફૂ-ટ્રેડિંગમાં ડિસેમ્બર કૉન્ટ્રૅક્ટમાં ૯.૫ ડૉલર ઘટીને સોનાનો ભાવ ૧૨૨૪.૮૦ ડૉલર થયો હતો. ઓવરનાઇટ ડૉલરની મજબૂતી વધતાં સોનાનો ભાવ વધુ ઘટતાં ગઈ કાલે સવારે સ્પૉટ માર્કેટમાં સોનાનો ભાવ ૧૨૨૩.૫૦ ડૉલર ખૂલ્યો હતો. અમેરિકી રીટેલ સેલ્સ ડેટા જાહેર થયાની ગણતરીની મિનિટોમાં જ સોનાનો ભાવ ઊછળીને ૧૨૩૭.૬૦ ડૉલર થયો હતો. અન્ય પ્રેશ્યસ મેટલમાં ચાંદીનો ભાવ ૧૭.૦૧ ડૉલર ખૂલીને છેલ્લે ૧૭.૩૦ ડૉલર, પ્લૅટિનમનો ભાવ ૧૨૫૧ ડૉલર ખૂલીને છેલ્લે ૧૨૫૭ ડૉલર અને પૅલેડિયમનો ભાવ ૭૮૦ ડૉલર ખૂલીને ૭૮૪ ડૉલર રહ્યો હતો.

સેફ હેવન અપીલ

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનાનો ભાવ ડૉલરની મજબૂતીને લીધે બીજા દિવસે વધ્યો હતો, પણ ગ્લોબલ ઇકૉનૉમિક કન્ડિશન વધુ ને વધુ ખરાબ થતી જતી હોવાથી સોનામાં દરેક ઘટાડે સેફ હેવન અપીલ ઉજાગર થશે. ચીનનો ઘ્ભ્ત્ (કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ) સપ્ટેમ્બર મહિનામાં પાંચ વર્ષના તળિયે પહોંચ્યો હતો. ચીનની સરકારે ઘ્ભ્ત્નો ટાર્ગેટ ૩.૫ ટકાનો રાખ્યો છે જે સપ્ટેમ્બરમાં ૧.૬ ટકા જ આવતાં સરકારના ટાર્ગેટ કરતાં ઘણો નીચો હોવાથી ચીનની ઇકૉનૉમીની નબળાઈ ફરી એક વખત સામે આવી હતી. બીજી તરફ યુરો ઝોનની સૌથી મોટી ઇકૉનૉમી જર્મનીનું ઇન્ફ્લેશન સતત ત્રીજા મહિને ઘટીને સાવ તળિયે પહોંચી ગયું હતું. જર્મન ગવર્નમેન્ટે ચાલુ વર્ષનો ગ્રોથ-રેટ ૧.૮ ટકાથી ઘટાડીને ૧.૨ ટકા અને ૨૦૧૫નો ગ્રોથ-રેટ બે ટકાથી ઘટાડીને ૧.૩ ટકા કર્યો હતો.

ETP હોલ્ડિંગ વધ્યું

સોનાનો ભાવ ચાર સપ્તાહની ઊંચી સપાટીએ ૧૨૩૭.૯૦ ડૉલર થતાં અને ઘટયા ભાવથી ૫૪ ડૉલરનો ઝડપી ઉછાળો આવતાં ગોલ્ડ ચ્વ્ભ્ના હોલ્ડિંગમાં સતત બે સપ્તાહના ઘટાડા બાદ પ્રથમ વખત વધારો જોવા મળ્યો હતો. ગોલ્ડ ચ્વ્ભ્ના હોલ્ડિંગમાં મંગળવારે ૩.૭ ટનનો વધારો થઈ કુલ હોલ્ડિંગ ૧૬૬૬ ટને પહોંચ્યું હતું. સપ્ટેમ્બર મહિનામાં સોનાનો ભાવ ૫.૯ ટકા વધ્યા બાદ ઑક્ટોબરના આરંભે એક તબક્કે ચાર વર્ષના તળિયે પહોંચી જતાં ETP હોલ્ડિંગ સાવ ઠપ થઈ ચૂક્યું હતું.

 ફિઝિકલ બાઇંગ

ભારત અને ચીનનું સોનામાં ફિઝિકલ બાઇંગ ચાલુ ક્વૉર્ટર અને છેક જાન્યુઆરી સુધી સ્ટ્રૉન્ગ રહેશે એવી આગાહી સાઉથ આફ્રિકાની સૌથી મોટી સ્ટાન્ડર્ડ બૅન્કે કરી હતી. ભારતમાં દિવાળીના તહેવારોની ઘરાકી બાદ લગ્નગાળાની ઘરાકી જાન્યુઆરી સુધી ચાલુ રહેવાની ધારણા છે. ચીનમાં ફેબ્રુઆરીમાં લુનાર નવા વર્ષની ઉજવણી અગાઉ દર વર્ષે સોનાની મોટા પ્રમાણમાં ડિમાન્ડ નીકળતી હોય છે. અન્ય ઍનલિસ્ટોના જણાવ્યા અનુસાર જો સોનાનો ભાવ હાલના લેવલે જળવાઈ રહેશે તો જાન્યુઆરી સુધી ફિઝિકલ બાઇંગનો સર્પોટ મળતો રહેશે.

દિવાળીના તહેવારોમાં ડાયમન્ડ જ્વેલરી પાંચ ટકા મોંઘી થઈ

ભારતીય મહિલાઓમાં દિવસે ને દિવસે ડાયમન્ડ જ્વેલરીનો ક્રેઝ વધી રહ્યો છે. દિવાળીના તહેવારો અગાઉ રફ ડાયમન્ડ પ્રોવાઇડ કરનાર લંડનની ડી બિયર્સ કંપનીએ ભાવમાં ત્રણથી પાંચ ટકાનો વધારો કર્યો હતો, જ્યારે રશિયાએ પણ રફ ડાયમન્ડના ભાવમાં બેથી ત્રણ ટકાનો વધારો કર્યો છે. ભારતમાં મોટા ભાગે લંડન અને રશિયાથી જ રફ ડાયમન્ડનો પુરવઠો આવી રહ્યો છે ત્યારે આ બન્ને દેશોના સપ્લાયરોએ રફ ડાયમન્ડના ભાવમાં વધારો કરતાં ચાલુ વર્ષે દિવાળીના તહેવારો દરમ્યાન ડાયમન્ડ જ્વેલરી પાંચ ટકા મોંઘી રહેશે એવું મુંબઈના અગ્રણી ઝવેરીઓએ જણાવ્યું હતું.

સોનાની ઈમ્પોર્ટ સપ્ટેમ્બરમાં સાડાચાર ગણી ને ચાંદીની સવાબે ગણી વધી

દેશની સોનાની ઈમ્પોર્ટ સપ્ટેમ્બરમાં વધીને ૩.૭૫ અબજ ડૉલરની નોંધાઈ હોવાનું સરકારી સૂત્રોએ જણાવ્યું હતું. સપ્ટેમ્બરની ઈમ્પોર્ટ ગયા વર્ષના સપ્ટેમ્બર કરતાં સાડાચાર ગણી વધુ નોંધાઈ હતી. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ૬૮.૨૫ કરોડ ડૉલરની ઈમ્પોર્ટ નોંધાઈ હતી. આગલા મહિના ઑગસ્ટમાં સોનાની ૨.૦૩ અબજ ડૉલરની અને જુલાઈમાં ૧.૮૧ અબજ ડૉલરની સોનાની ઈમ્પોર્ટ થઈ હતી. સપ્ટેમ્બરમાં સોનાની ઈમ્પોર્ટમાં ઉછાળો નોંધાતાં દેશની કરન્ટ અકાઉન્ટ ડેફિસિટ ૧૮ મહિનાની ઊંચાઈએ ૧૪.૨ અબજ ડૉલર થઈ હતી. ગયા વર્ષે કરન્ટ અકાઉન્ટ ડેફિસિટ ઑલટાઇમ હાઈ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટના ૪.૮ ટકા સુધી પહોંચતાં સરકારે સોનાની આયાત પર અનેક નિયંત્રણો લાદી દીધાં હતાં, પણ થોડો સમય કરન્ટ અકાઉન્ટ ડેફિસિટ કાબૂમાં રહ્યા બાદ હવે ફરી કરન્ટ અકાઉન્ટ ડેફિસિટ વધવા લાગી છે. સપ્ટેમ્બરમાં ચાંદીની આયાત સવાબે ગણી વધીને ૪૭.૭૦ કરોડની ડૉલરની નોંધાઈ હતી.

સિડકોએ ઍરપોર્ટની જમીન માટે એક પરિવારને રૂપિયા ૩૧૭૬ કરોડ ચૂકવવા પડશે?

navi mumbai airportસિડકોને નવી મુંબઈ ઍરપોર્ટ માટે લીધેલી જમીનના બદલામાં કલ્યાણના એક કુટુંબને ૧૫૭ એકર જમીનનું વળતર બજારભાવ પ્રમાણે ચૂકવવાનો હુકમ મુંબઈ હાઈ કોર્ટે કર્યો હતો.

આ જમીન વિશે જસ્ટિસ અનુપ મોહતા અને જસ્ટિસ અમજદ સૈયદની ડિવિઝન બેન્ચે જણાવ્યું હતું કે ‘વી. ડી. બિવાલકર ફૅમિલીની માલિકીની આ જમીન પર રાજ્ય સરકારનો કોઈ હક નહોતો એટલે સિડકો એ જમીન લૅન્ડ ઍક્વિઝિશન ઍક્ટની જોગવાઈઓને અનુસર્યા વિના હસ્તગત કરી ન શકે. તેથી સંબંધિત પરિવારને સિડકોની હાલની સ્કીમ હેઠળ જમીનનું વળતર ચૂકવવામાં આવવું જોઈએ.’

આ ચુકાદાના અનુસંધાનમાં હવે સિડકોએ જમીનના માલિકોને બજારભાવ પ્રમાણે ચોરસ મીટરદીઠ ૫૦,૦૦૦ રૂપિયાનો ભાવ આપવો પડશે. એ ઉપરાંત એ ફૅમિલીને કાયદેસર રીતે ૧૯,૬૨૫ એકર ડેવલપ્ડ જમીન આપવી પડશે. વી. ડી. બિવાલકરને ‘ઇનામ’ તરીકેનો ઇલ્કાબ મળ્યો હતો અને ૧૯૩૯માં એ વખતની અંગ્રેજ સરકારની પ્રિવી કાઉન્સિલે એ ઇલ્કાબ (ટાઇટલ)ને બહાલી આપી હતી. એના આધારે એ પરિવારે જમીન પર માલિકીહકનો દાવો કરતી અરજી કરીને કોર્ટને રાજ્ય સરકાર તથા સિડકોને એ જમીન પાછી આપવા અથવા લૅન્ડ ઍક્વિઝિશન ઍક્ટ એક્ટ હેઠળ પ્રાપ્ત કરવાના નિર્દેશો આપવાની માગણી કરી હતી. તેથી હાલના બજારભાવ પ્રમાણે સરકારે આ જમીન માટે અંદાજે ૩૧૭૬ કરોડ રૂપિયા ચૂકવવાના થાય એવી શક્યતા છે.

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports