Translate

Thursday, October 16, 2014

લાફાર્જ, હોલ્સિમ ભારતમાં મર્જરના માર્ગે

વિશ્વની સૌથી મોટી સિમેન્ટ કંપની રચવા માટે 15 દેશોના બિઝનેસને ભેળવી દેવાનો નિર્ણય કરનાર લાફાર્જ SA અને હોલ્સિમ લિમિટેડે હવે ભારતમાં આ દિશામાં હિલચાલ શરૂ કરી દીધી છે.

બંને કંપનીઓએ ભારતીય સ્પર્ધા પંચ (CCI)ના નિયમોને સુસંગત રહી શકાય એટલા માટે કેટલીક એસેટને વેચવાનો નિર્ણય સેવાની આંતરિક પ્રક્રિયા શરૂ કરી દીધી હોવાનું આ બાબતથી પરિચિત બે વ્યક્તિએ કહ્યું હતું. બંને કંપનીઓએ એપ્રિલમાં જાહેરાત કરી હતી કે, વર્ષે 44 અબજ ડોલરનું વેચાણ ધરાવતું વિશ્વનું સૌથી મોટું સિમેન્ટ ગ્રૂપ ઊભું કરવા માટે તેઓ તેમની કામગીરીને ભેળવી દેશે.

એક વ્યક્તિએ કહ્યું હતું કે, "કયા પ્લાન્ટ અને ઓપરેશન્સને વૈશ્વિક વ્યૂહાત્મક યોજના સાથે જોડી શકાય એમ છે તે સમજવા માટે બંને કંપનીઓએ પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ એવા પ્લાન્ટ અને ઓપરેશન છે જેને વેચવામાં આવશે. ભારતમાં કોન્સોલિડેશન પ્રક્રિયા માટે પણ બંને કંપનીઓ યોજના ઘડશે, જેથી ભારતમાં બંને કંપનીઓને વ્યૂહાત્મક જોડાણ કરવામાં અને ભવિષ્ય માટે યુનિફોર્મ પ્રોસેસ ધરાવતું સંગઠન તૈયાર કરવામાં મદદ મળશે. બંને કંપનીઓએ અન્ય દેશોમાં આવી પ્રક્રિયા શરૂ કરી દીધી છે અને ભારતમાં સમાન પ્રક્રિયા છેલ્લે શરૂ કરશે કારણ કે, ભારતનું સિમેન્ટ માર્કેટ અત્યારે ઉત્ક્રાંતિના તબક્કામાં છે."

આદિત્ય બિરલા ગ્રૂપની કંપની અલ્ટ્રાટેક 620 લાખ ટન ક્ષમતા સાથે ભારતની સૌથી મોટી સિમેન્ટ ઉત્પાદક કંપની છે. ફ્રાન્સની લાફાર્જ ભારતમાં લિસ્ટેડ નથી પરંતુ હોલ્સિમની બે પેટાકંપનીઓ અંબુજા સિમેન્ટ્સ અને એસીસી લિસ્ટેડ છે.

હોલ્સિમ ગ્રૂપ સર્વિસિસ લિના મીડિયા રિલેશન્સ અને રિપોર્ટિંગ કોમ્યુનિકેશન્સ મેનેજર અને મીડિયા પ્રવક્તા ઈક ક્રિસ્ટિયને ઇ-મેઇલ પર જણાવ્યું હતું કે, "હાલના તબક્કે આ અંગે અમે કોઈ ટિપ્પણી કરી શકીએ એમ નથી."

લાફાર્જ ઇન્ડિયાના પ્રવક્તાએ ઇકોનોમિક ટાઇમ્સની પ્રશ્નોત્તરીનો કોઈ જવાબ આપ્યો નહોતો. હોલ્સિમને ઇન્વેસ્ટમેન્ટ બેન્કર્સ સિટીબેન્ક અને ગોલ્ડમેન સૅક્સ સલાહ આપી રહ્યા છે. કંપની ૨૦૧૫ના પહેલા ક્વાર્ટરમાં ભારતીય સ્પર્ધા પંચને અંતિમ યોજના જમા કરાવી દેવા માંગે છે.

ICAN એડ્વાઇઝરી સર્વિસિસના એમડી અનિલ સિંઘવીએ કહ્યું હતું કે, "ભારતમાં અમુક માર્કેટ એવાં છે જ્યાં મર્જ થનારી કંપની પાસે વધારે બજારહિસ્સો આવી જશે, જેથી સ્પર્ધા પંચના નિયમનો ભંગ થવાની શક્યતા છે. ઉત્તર અને પૂર્વ ભારતમાં ઇજારાશાહી ધરાવતી કંપની ન બની જવાય એટલે ત્યાંની કેટલીક એસેટ વેચાણાર્થે મૂકવામાં આવે તેવી શક્યતા છે."

ACC પૂર્વની સૌથી મોટી સિમેન્ટ કંપની છે અને ઉત્તરનાં બજારોમાં પણ તેની પાસે નોંધનીય ક્ષમતા છે. પૂર્વમાં લાફાર્જ અને ACC ભેગી થઈ જવાથી અને ઉત્તરમાં અંબુજા અને ACC ભેગી થઈ જવાથી લાફાર્જ હોલ્સિમને સ્પર્ધા પંચના નિયમનું ચુસ્તપણે પાલન કરવામાં મદદ મળશે.

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports