(તસવીરઃ સરદાર પટેલ જયંતિ નિમિત્તે દિલ્હીમાં મોદીએ 'રન ફોન યુનિટી' દોડને લીલી ઝંડી આપી હતી)
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી
પોતાના પ્રેરણારૂપ એવા સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિ નિમિત્તે, 31
ઓક્ટોબરના રોજ સવારે પટેલ ચોક ખાતે સરદાર પટેલને શ્રધ્ધાંજલિ અર્પણ કરી
હતી. મોદીએ ‘રન ફોર યુનિટી’ને પ્રસ્થાન કરાવ્યું હતું. ભારતીય ક્રિકેટ
ટીમના ગૌત્મ ગંભીર, બોક્સર વિજેન્દર સિંહ પણ જોડાયા હતા.
નરેન્દ્ર મોદીએ હાજર લોકો પાસે સરદાર પટેલ અમર રહે, અમર રહેના નારા બોલાવ્યા હતા.
ભારતના સૌપ્રથમ ગૃહપ્રધાનને શ્રદ્ધાંજલિ આપવા માટે “રાષ્ટ્રીય એકતા
દિવસ” અથવા “નેશનલ યુનિટી ડે”ની ઉજવણી મોદી સરકાર દ્વારા કરવામાં આવી રહી
છે. મોદીએ 1984ના શીખ તોફાનો અંગે જણાવી કહ્યું હતું કે સરદારના જન્મ દિવસે
જ એ તોફાનો ફાટી નીકળ્યા હતા એ બહુ જ ખેદજનક છે.
શહેરી વિકાસ મંત્રી વૈકૈંયા નાયડુએ કહ્યું હતું કે જો સરદાર દેશના
પહેલા વડાપ્રધાન હોત તો આજે દેશની સ્થિતિ આજ સાવ જુદી જ હોત. નરેન્દ્ર
મોદીએ ઉપસ્થિત લોકોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે જે દેશ ઇતિહાસ ભુલી
જાય એ ઇતિહાસ બનાવી શકતું નથી.આજે ઇન્દિરા ગાંધીની પણ પુણ્યતિથિ છે. સરદારે
પોતાનું આખું જીવન દેશ માટે અને ગાંધીજીના ચરણોમાં સમર્પિત કરી દીધું
હતું. આઝાદીની લડાઇમાં ખેડૂતોને જોડ્યા હતા જેના કારણે અંગ્રેજોને દેશ
છોડવાનો ખ્યાલ આવી ગયો હતો.
રાજ્ય અનેક, દેશ એક : રંગ અનેક, તિરંગા એક જેવા સુત્રને લલકારી મોદીએ
ખાસ ઉલ્લેખ કરી કહ્યું હ્તું કે સરદાર વિના મહાત્મા ગાંધી અધૂરા લાગે છે,
તેમનો અતૂટ નાતો હતો. ગાંધીજીએ દાંડી યાત્રાની જવાબદારી સરદારને આપી
હતી.દાંડી યાત્રાએ આખી દુનિયામાં અનોખો સંદેશ આપ્યો હતો, સરદારની ભુમિકા
બેજોડ રહી હતી. આપણને આઝાદી પછી સરદારનો બહુ લાભ મળ્યો નથી. તેમણે
અંગ્રેજોના ભારતને ટુકડાઓમાં વહેંચી દેવાના સપનાને ચૂરચૂર કરી નાખ્યો હતો.
550થી વધુ રજવાડાઓને એક કરી નાખ્યા.ચાણકય બાદ મહાન કામ કર્યું હોય તો એ
સરદાર જ હતા.
મોદીએ આજના દિવસે સંદેશ આપ્યો હતો કે સરાદરે દેશની એકતા માટે પોતાના
જીવનને ખપાવી દીધું. આપણે એક ભારતની દિશામાં આગળ વધીએ. સપનાઓ માટે જાગતા
રહેવું જોઇએ. વિવિધતામાં એકતાનો દેશ છે ભારત. તેમણે લોકોને શપથ લેવડાવ્યા
હતા.
No comments:
Post a Comment