Translate

Wednesday, October 1, 2014

કરારમાં એક શબ્દની ગેરહાજરીથી ઓરેકલે રૂ.142 કરોડ બચાવ્યા

એક શબ્દની કિંમત કેટલી હોઈ શકે? અમુક કિસ્સામાં એક શબ્દનું મૂલ્ય કરોડો રૂપિયા હોઈ શકે. ઓરેકલ ફાઇનાન્શિયલ અને એનએસઇ વચ્ચેના લિસ્ટિંગ એગ્રીમેન્ટમાં માત્ર એક શબ્દ 'or'ની ગેરહાજરીના કારણે કંપનીને ડિવિડન્ડ પરના ટેક્સમાં રૂ.142 કરોડની બચત કરવામાં મદદ મળી હોય તેમ લાગે છે.

સેબીના મોડલ લિસ્ટિંગ એગ્રીમેન્ટ ઉપરાંત અન્ય ઇક્વિટી એક્સ્ચેન્જ બીએસઇના લિસ્ટિંગ એગ્રીમેન્ટમાં નીચે પ્રમાણેનો ક્લોઝ છે: "કંપની વધુમાં સહમત થાય છે કે બુક ક્લોઝર્સ અને/અથવા રેકર્ડ ડેટ્સ વચ્ચેનો લઘુતમ સમયગાળો ઓછામાં ઓછા 30 દિવસનો હશે.'' જોકે, એનએસઇનો લિસ્ટિંગ એગ્રીમેન્ટ કહે છે કે, "ઇશ્યૂકર્તા વધુમાં એ બાબતની ખાતરી માટે સહમત થાય છે કે, બે બુક ક્લોઝર તથા રેકર્ડ ડેટ્સ વચ્ચેનો સમયગાળો ઓછામાં ઓછો 30 દિવસનો હોવો જોઈએ.''

કંપની એજીએમ અગાઉ બુક ક્લોઝરની જાહેરાત કરે છે જ્યારે ડિવિડંડની વહેંચણી માટે રેકર્ડ ડેટ નક્કી કરવામાં આવે છે. કંપનીઓ પહેલી ઓક્ટોબર પહેલાં ડિવિડન્ડ ડિસ્ટ્રિબ્યુશન માટે ઉતાવળ કરી રહી છે કેમ કે તેના પછી વધારે ઊંચો ડિવિડન્ડ ડિસ્ટ્રિબ્યુશન ટેક્સ અમલમાં આવી રહ્યો છે.

ઓરેકલ ફાઇનાન્શિયલે 8થી 12 સપ્ટેમ્બર વચ્ચે બુક ક્લોઝરની જાહેરાત કરી હતી. 8 સપ્ટેમ્બરે કંપનીએ શેરબજારોને જણાવ્યું હતું કે 12 સપ્ટેમ્બરના રોજ શેરધારકોની બેઠક દરમિયાન વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરવામાં આવી હતી. કંપની દ્વારા શેર દીઠ રૂ.485ના વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરવામાં આવી હતી તથા તેની ચુકવણી માટે અનુક્રમે 25 સપ્ટેમ્બર તથા 29 સપ્ટેમ્બરને રેકર્ડ ડેટ તરીકે નક્કી કરવામાં આવી હતી.

લિસ્ટિંગ એગ્રીમેન્ટની કલમ 16 જણાવે છે કે એક બુક ક્લોઝર તથા રેકર્ડ ડેટ વચ્ચે ઓછામાં ઓછો 30 દિવસનો સમયગાળો રહેવો જોઈએ. 19 સપ્ટેમ્બરના રોજ શેરબજારોએ આ બાબતે સેબી સમક્ષ રજૂઆત કરી હતી જે જણાવે છે કે લિસ્ટિંગની કલમનો ભંગ કરીને રેકર્ડ ડેટ નક્કી કરવામાં આવી હતી.

ઓરેકલે સિક્યોરિટીઝ એપેલટ ટ્રિબ્યુનલ (SAT)માં રજૂઆત કરીને સેબીના મતને પડકાર્યો હતો. ઓરેકલની તરફેણમાં ચુકાદો આપતાં ટ્રિબ્યુનલે જણાવ્યું હતું કે, લિસ્ટિંગ એગ્રીમેન્ટની કલમ 16માં બે બુક ક્લોઝર અને રેકર્ડ ડેટ્સ વચ્ચે વપરાતા શબ્દ 'and'નો ઉપયોગનો અર્થ એવો નથી કે બુક ક્લોઝર તથા રેકર્ડ ડેટ વચ્ચે 30 દિવસનો સમયગાળો હોવો જોઈએ.

નાશિકવાલા લો ચેમ્બરના સ્થાપક હુઝેફા નાશિકવાલાએ જણાવ્યું હતું કે, SAT બુક ક્લોઝર તથા રેકર્ડ ડેટ્સ વચ્ચેના શબ્દ 'and' પર આધાર રાખ્યા સિવાય અન્ય બાબતોમાં નજર નાખી શકે. તેમણે ઉમેર્યું હતું કે, ભૂતકાળમાં ઘણા ઓર્ડર્સ વાસ્તવિકતાના બદલે 'shall', 'may', 'would' વગેરે શબ્દોના અર્થઘટનમાં ફેરફાર પર આધારિત હતા.

9,700 ટકા ડિવિડન્ડ જાહેર કરનાર ઓરેકલ ફાઇનાન્શિયલ સર્વિસિસે રૂ.4,081 કરોડની ચુકવણી કરવી પડે તેમ હતી, પરંતુ પહેલી ઓક્ટોબર પહેલાં ડિવિડન્ડની વહેંચણી દ્વારા તેને રૂ.142 કરોડની બચત થઈ. આ એટલા માટે શક્ય હતું કેમ કે SATએ કંપનીને 25 સપ્ટેમ્બરની રેકર્ડ ડેટ નક્કી કરવાની મંજૂરી આપી હતી.

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports