અમર્યાદીત સંપત્તિ ધરાવવાના કેસમાં ચાર વર્ષની સજા પામેલા તમિળનાડુના
ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને AIADMK પ્રમુખ જયલલિતાની જામીન અરજી સુપ્રીમ
કોર્ટે મંજૂર કરતા અમ્માની દિવાળી સુધરી ગઈ હતી. આ સાથે જ સુપ્રીમ કોર્ટે
જયલલિતાની સજા પર પણ 18 ડિસેમ્બર સુધીની રોક લગાવી દીધી હતી. બેંગલૂરૂની
જેલમાં સજા કાપી રહેલા જયલલિતા દિવાળી પહેલા મુક્ત થશે.
જયલલિતાએ સુપ્રીમ કોર્ટમાં પોતાના જામીન માટે અનેક બિમારો હોવાનો અને તેઓ એક વરિષ્ઠ નાગરિક અને મહિલા હોવાની બાબતને આધાર બનાવી હતી.
જયલલિતાની જામીન અરજી સુપ્રીમ કોર્ટે મંજુર રાખી હોવાના અને હવે તેઓ ટુંક સમયમાં જ જેલમાંથી મુક્ત થશે એવા અહેવાલો પ્રસારીત થતાની સાથે જ તેમના અસંખ્ય ચાહકોમાં દિવાળી અગાઉ જ જાણે દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. આ લોકોએ જ્યારથી જયલલિતાને જેલ થઈ ત્યારથી તેમને મુક્ત કરાવવા અદાલતના દ્વારા ખટખટાવવાની સાથે ઉપવાસ અને આંદોલનો કરી રહ્યાં હતાં.
વરિષ્ઠ અધિવક્તા ફલી એસ નરીમાન દ્વારા આ કેસ આ સપ્તાહમાં જ 'સમાયોજિત' કરવાની અપીલ બાદ મુખ્ય ન્યાયાધીશ એચ એલ દત્તૂની અધ્યક્ષતા વાળી પીઠે આ કેસની સુનાવણી આજે શુક્રવાર પર નિર્ધારીત કરી હતી. આવતી કાલથી સુપ્રીમ કોર્ટમાં દિવાળી નિમિત્તેનું એક સપ્તાહનું વેકેસન શરૂ થવાનું હતું. આમ જયલલિતા માટે દિવાળી અગાઉ જેલમાંથી મુક્ત થવાનો આ છેલ્લો મોકો હતો. જેમાં તેઓ જામીન મેળવવામાં સફળ રહ્યાં હતાં. હવે તેઓ પોતાના ઘરે દિવાળીની ઉજવણી કરી શકશે.
જયલલિતાએ સુપ્રીમ કોર્ટમાં જામીન મેળવવા માટે પોતે અનેક બિમારીઓથી પીડિત હોવાનો અને ચાર વર્ષની સજામાં તેમને તત્કાળ રાહત આપવાની બાબતને આધાર બનાવ્યો હતો. તેમણે જામીન રજીમાં પોતે વરિષ્ઠ નાગરિક અને મહિલા હોવાના મુદ્દાને પણ આધાર બનાવ્યો હતો.
અગાઉ આવક કરતા વધુ સંપત્તિ ધરાવવાના કેસમાં દોષિત ઠેરવી અને ચાર વર્ષની સજા ફટકાર્યા બાદ કર્ણાટક હાઈકોર્ટે જયલલિતાને જામીન આપવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો. ત્યાર બાદ અમ્માએ જામીન મેળવવા અમ્માએ 9 ઓક્ટોબરના રોજ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.

No comments:
Post a Comment