Translate

Thursday, October 16, 2014

મહારાષ્ટ્ર, હરિયાણામાં 'મોદી વેવ' અકબંધ?

એક્ઝિટ પોલનાં તારણો સાચાં પડશે તો મહારાષ્ટ્ર અને હરિયાણામાં ભાજપને એકલા હાથે ચૂંટણીમાં ઉતારવાનો નરેન્દ્ર મોદી અને અમિત શાહનો જુગાર સફળ થવાનો છે. દરેક પોલમાં જણાવાયું છે કે ભાજપ ટોચ પર રહેશે. અમુક પોલ મુજબ આ બંને રાજ્યોમાં ભાજપ એકલા હાથે સરળ બહુમતી મેળવશે.મહારાષ્ટ્રમાં બુધવારે 64 ટકા અને હરિયાણામાં 72.6 ટકા મતદાન નોંધાયું હતું.

વિવિધ પોલ પ્રમાણે ભાજપને મહારાષ્ટ્રમાં 288 બેઠકોની વિધાનસભામાં 100થી 150 સુધી બેઠકો મળી શકે છે. 90 બેઠકોની હરિયાણા વિધાનસભામાં એક્ઝિટ પોલે ભાજપને 37થી 50 પ્લસ બેઠકો ફાળવી છે.

રસપ્રદ રીતે એક્ઝિટ પોલ પ્રમાણે મહારાષ્ટ્રમાં ભાજપને 27થી 28 ટકા વોટ શેર મળશે. પંચકોણીય જંગમાં લોકોએ મોદીને પસંદ કર્યા છે અને કોંગ્રેસ, એનસીપી અને બે સેનાઓના મત તૂટ્યા હોય તેમ લાગે છે.

મહારાષ્ટ્રમાં ચૂંટણીનાં પરિણામો મે મહિનાની લોકસભા ચૂંટણીનાં પરિણામો જેવાં જ હશે જેમાં ભાજપે ૩૦ ટકા કરતાં થોડો વધારે વોટ શેર હોવા છતાં ૫૪૫ બેઠકોની લોકસભામાં ૨૮૨ બેઠકો જીતી હતી.

મોદીના નામે મત માંગવાની મોદી-શાહની વ્યૂહરચના ફરી સફળ રહી હોય તેમ લાગે છે. એક્ઝિટ પોલ પ્રમાણે કોંગ્રેસ બંને રાજ્યોમાં નબળો દેખાવ કરશે. તેના પરથી લાગે છે કે મહારાષ્ટ્રમાં ઠાકરે અને પવાર પરિવાર તથા હરિયાણામાં લાલ પરિવારનું વજન પડશે નહીં.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ચૂંટણીમાં વિજય અંગત ક્રેડિટ સમાન હશે કારણ કે ભાજપે મુખ્યમંત્રીપદના ઉમેદવાર કોણ હશે તે જાહેર કર્યા વગર ચૂંટણી લડી છે અને મોદીના નામે મત માંગ્યા છે. ભાજપ પ્રમુખ અમિત શાહનો જુગાર પણ સફળ ગણાશે જેમણે મહારાષ્ટ્રમાં શિવસેના સાથેનું 25 વર્ષ જૂનું જોડાણ તોડવાનો તથા હરિયાણામાં એચજેસી સાથે છેડો ફાડવાનો મુશ્કેલ નિર્ણય લીધો હતો. તેઓ પોતાના ટીકાકારોના મોઢા બંધ કરી શકશે જેમણે ગયા મહિને યુપીની પેટાચૂંટણીમાં ભાજપના નબળા પ્રદર્શન બદલ તેમના માથે માછલાં ધોયાં હતાં.

બે રાજ્યોમાં પરિણામો એક્ઝિટ પોલ પ્રમાણે આવશે તો રાજ્યસભામાં ભાજપ મજબૂત બનશે અને સંસદમાં કાયદા ઘડવાનું કામ વધુ સરળ થશે. મોદી અને અમિત શાહ મોટાં રાજ્યોમાં ભાજપને મુખ્ય પક્ષ બનાવવા માંગે છે. આ યોજનાને પણ બળ મળશે. આગામી વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપ એકલા હાથે વિજય મેળવવાનું ચાલુ રાખશે તો એનડીએની જરૂરિયાત સામે સવાલ પેદા થશે.

ભાજપ-શિવસેના યુતિ તૂટવાના કારણે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી દુર્ભાવનાપૂર્ણ બની હતી જેમાં શિવસેનાએ વારંવાર મરાઠી વિરુદ્ધ ગુજરાતી કાર્ડ રમવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ભાજપે શિવસેનાને જવાબ આપવાનું ટાળ્યું હતું.

મોદીએ મહારાષ્ટ્રમાં 27 રેલીઓ સંબોધી હતી જ્યારે હરિયાણામાં તેમણે 11 રેલીઓ સંબોધી હતી. જોકે, પક્ષે હજુ સુધી કોઈ એક વ્યક્તિને મુખ્યમંત્રીપદ માટે પ્રોજેક્ટ કરી નથી. શાહે ચુસ્ત રીતે ચૂંટણીપ્રચારનો વ્યૂહ સંભાળ્યો હતો જેમાં કોઈ પણ મોટા નેતા - દેવેન્દ્ર ફડનવીસ, વિનોદ તાવડે અથવા પંકજા મુંડે તેમની મર્યાદા બહાર ગયા ન હતા અને મુખ્યમંત્રીપદનો દાવો કર્યો ન હતો.

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports