બ્લૅક મનીના ૬૨૮ ખાતેદારોની યાદીમાં પટેલ અને મહેતા સરનેમ ધરાવતા લોકોની
બહુમતી, જિનીવાની HSBC બૅન્કમાંથી ચોરાયેલો ડેટા ફ્રાન્સ સરકાર સુધી
પહોંચ્યો હતો અને ત્યાંથી ભારત સરકારને ૨૦૧૧માં મળેલી માહિતી સુપ્રીમ
કોર્ટમાં રજૂ
કેન્દ્ર સરકારે જિનીવાસ્થિત HSBC બૅન્કના ૬૨૮ ભારતીય ખાતેદારોનાં નામ બ્લૅક મની કેસમાં સુપ્રીમ કોર્ટને ગઈ કાલે બંધ કવરમાં આપ્યાં હતાં. સરકારે આપેલી નામોની યાદીની ચકાસણી કરીને કાયદા અનુસાર પગલાં લેવાનો આદેશ સુપ્રીમ કોર્ટે SITને આપ્યો હતો.
વડા ન્યાયમૂર્તિ એચ. એલ. દત્તુના વડપણ હેઠળની એક ખંડપીઠે સીલ કરેલું કવર ખોલ્યું નહોતું. ખંડપીઠે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે નીમેલી SITના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ જ આ કવર ખોલશે. આ વિશેની તપાસનો સ્ટેટસ રિપોર્ટ નવેમ્બરના અંત સુધીમાં સુપરત કરવા અદાલતે SITને જણાવ્યું હતું.
આ લિસ્ટમાં કુલ પૈકીનાં ૫૦ ટકાથી વધુ નામો ભારતીયોનાં છે અને બાકીનાં બિનનિવાસી ભારતીયો છે, જેમને ભારતીય આવકવેરા કાયદો લાગુ નથી પડતો. આ યાદીમાં સૌથી વધુ સરનેમ મહેતા અને પટેલ છે.
આ અગાઉ ખંડપીઠ સમક્ષ દસ્તાવેજો રજૂ કરતાં ઍટર્ની જનરલ મુકુલ રોહતગીએ જણાવ્યું હતું કે અહીં જે વિગત આપવામાં આવી છે એ ફ્રેન્ચ સરકારે ભારત સરકારને ૨૦૧૧માં આપી હતી. જિનીવાસ્થિત HSBC બૅન્કમાંથી ચોરાયેલો ડેટા ફ્રાન્સ સુધી પહોંચ્યો હતો અને ત્યાંથી સરકારને માહિતી મળી હતી.
વડા ન્યાયમૂર્તિ ઉપરાંત ન્યાયમૂર્તિ રંજના પ્રકાશ દેસાઈ અને ન્યાયમૂર્તિ મદન બી. લોકુરની બનેલી ખંડપીઠે વિદેશો સાથે થયેલી વિવિધ સંધિઓ બાબતે મુશ્કેલીઓની વાત SIT સમક્ષ રજૂ કરવાની છૂટ કેન્દ્ર સરકારને આપી હતી. ખંડપીઠે જણાવ્યું હતું કે SITના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયમૂર્તિઓ છે. તેઓ સામાન્ય માણસ નથી. બ્લૅક મની વિશેની તપાસમાં સર્જાતા વિવિધ મુદ્દાઓ બાબતે નિર્ણય કરવા તેઓ સક્ષમ છે.
ખંડપીઠે કહ્યું હતું કે ‘અમે આ આખી યાદી SITને મોકલીશું અને એ કાયદા અનુસાર તપાસ કરશે. આગળની તપાસ કઈ રીતે કરવી એનો નિર્ણય SITએ કરવાનો છે.’
મુંબઈના ૯૦ ખાતેદારો સામે હવે થશે આવકવેરાની તપાસ
કેન્દ્ર સરકારે વિદેશી બૅન્કોમાં ખાતું ધરાવતા ૬૨૭ લોકોનાં નામની યાદી સુપ્રીમ કોર્ટને ગઈ કાલે સુપરત કરી હતી એ પૈકીના ૨૩૫ ખાતેદારો મુંબઈના છે. એમાંથી ૯૦ લોકોનાં ખાતાં સ્વિસ બૅન્કોમાં હોવાના સમાચારને સમર્થન મળી ગયું છે. એથી આ લોકોએ સ્વિસ બૅન્કોમાં ગેરકાયદે રૂપિયા જમા કરાવ્યા છે કે કેમ એ શોધવા માટે આવકવેરા ખાતું ટૂંક સમયમાં તેમની સામે તપાસ હાથ ધરશે.
સરકારે કોર્ટને સોંપેલા સીલબંધ કવરમાં શું છે?
કવરમાંના દસ્તાવેજોની વિગત આપતાં ઍટર્ની જનરલ મુકુલ રોહતગીએ જણાવ્યું હતું કે સીલબંધ કવરમાં ત્રણ દસ્તાવેજો છે. એમાં ભારત સરકારે ફ્રેન્ચ સરકાર સાથે કરેલા પત્રવ્યવહાર, નામોની યાદી અને એક સ્ટેટસ રિપોર્ટનો સમાવેશ છે. અહીં જેમનાં નામો છે એ પૈકીના કેટલાક લોકોએ સ્વીકાર્યું છે કે તેમનાં અકાઉન્ટ્સ વિદેશી બૅન્કોમાં છે અને તેમણે કર પણ ચૂકવ્યો છે.
આ યાદીમાં ખાતેદારોનાં નામ, સરનામું, અકાઉન્ટ-નંબર અને અકાઉન્ટમાં જમા નાણાંની ૨૦૦૬ના વર્ષ સુધીની એન્ટ્રીની માહિતી છે. નામ-સરનામાં મળ્યા પછી ૧૩૬ ખાતેદારોએ તેમનાં અકાઉન્ટ વિદેશી બૅન્કમાં હોવાની વાત સ્વીકારી છે. તે પૈકીના કેટલાકે એમ પણ જણાવ્યું હતું કે તેમને આ બાબતે જાણકારી નહોતી અને આ માટે કાયદેસર જે ટૅક્સ ચૂકવવાનો હોય એ ભરવા તેઓ તૈયાર છે.
૪૧૮માંથી ૧૨ અકાઉન્ટનાં ઍડ્રેસ કલકત્તાનાં છે, પણ એમાંથી છ જણે જ તેમનાં અકાઉન્ટ હોવાનું કબૂલ્યું છે. સૌથી વધુ જમા નાણાં ધરાવતા અકાઉન્ટમાં ૧.૮ કરોડ ડૉલર છે અને એ અકાઉન્ટ દેશના મોખરાના બે ઉદ્યોગપતિના નામે છે.
આ બધાં ખાતાંઓની ઇન્કમ-ટૅક્સ બાબતે તપાસ આવતા વર્ષની ૩૧ માર્ચ સુધીમાં પૂર્ણ કરી લેવાની છે એમ રસ્તોગીએ જણાવ્યું હતું.
મની કેસમાં મોદી સરકારે જિનિવાની એચએસબીસીમાં ખાતાં ધરાવતા ૬૨૭ લોકોનાં નામ સુપ્રીમ કોર્ટને બંધ કવરમાં સુપરત કર્યાં છે. મંગળવારે તમામ
ખાતાધારકોની યાદી આપવાના સર્વોચ્ચ અદાલતના આદેશ પછી બીજા દિવસે સરકારે આ
પગલું ભર્યું છે. સુપ્રીમે સંપૂર્ણ યાદી તેણે જ નીમેલી SITને સોંપી દીધી
હતી, જે આ કેસમાં વ્યાપક તપાસ કરશે.
એટર્ની જનરલે માહિતીને ગુપ્ત રાખવાનો આગ્રહ કરીને જણાવ્યું હતું કે, "કરારની શરતોમાં ગુપ્તતાની જોગવાઈ છે. હું માત્ર એટલી વિનંતી કરું છું કે, આ દેશો સાથેના કરારનો ભંગ થાય એવું કંઈ કરવું જોઈએ નહીં.'' સુપ્રીમ કોર્ટની બેન્ચે પણ માહિતી જાહેર કર્યા વગર SITને સોંપી દીધી હતી. કોર્ટે માત્ર એટલું નોંધ્યું હતું કે, સરકાર દ્વારા માહિતી સ્વૈચ્છિક રીતે સોંપવામાં આવી છે.
દેશના મુખ્ય ન્યાયાધીશ એચ એલ દત્તુએ જણાવ્યું હતું કે, "અમે તેને (કવર) ખોલવા માંગતા નથી. હવે અમને નામ મળી ગયાં છે, અમે તેને કાયદા મુજબની તપાસ માટે SITને સોંપીશું. SIT આ માહિતી આવકવેરા વિભાગ અને સીબીઆઇને સોંપવામાં પોતાની પ્રક્રિયા નિર્ધારિત કરશે.'' મંગળવારે સુપ્રીમ કોર્ટના આક્રમક વલણ પછી બુધવારે દત્તુની કાર્યવાહી શાંતિપૂર્વકની રહી હતી. ઉપરાંત, સુપ્રીમ કોર્ટે ગુપ્તતાના ભંગ અંગેની ચિંતા વ્યક્ત કરવા સરકારને મંજૂરી આપી હતી. કોર્ટે SITને તપાસની પ્રગતિનો અહેવાલ નવેમ્બર પૂરો થતાં સુધીમાં સુપરત કરવાનો નિર્દેશ આપ્યો હતો.
સુનાવણી વખતે એટર્ની જનરલ મુકુલ રોહતગીએ સરકાર વતી સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, "સરકાર કોઈ માહિતી છુપાવવાનો કે કોઈને બચાવવાનો ઇરાદો ધરાવતી નથી.'' એટર્ની જનરલે કહ્યું હતું કે, "આ માહિતી 27 જૂન 2014એ SITને સોંપવામાં આવી હતી. અમે SITની સીધી દેખરેખ હેઠળ કામ કરી રહ્યા છીએ. જેમાં SITને ત્રણ યાદી સોંપવામાં આવી છે. જેમાં ફ્રેન્ચ ઓથોરિટી સાથેની વાતચીત, 627 લોકોનાં નામ અને SITના સ્ટેટસ રિપોર્ટનો સમાવેશ થાય છે.''
વિદેશી બેન્કોના ખાતાધારકોનાં નામ વર્ષ 2006 સાથે સંકળાયેલાં છે અને ફ્રેન્ચ ઓથોરિટીએ આ માહિતી સરકારને સોંપી હતી. ખાતાંની માહિતી ચોરાયા પછી ત્યાંના ટેક્સ સત્તાવાળાના હાથમાં આવી હોવાનું કહેવાય છે. ત્યાર પછી સરકારે આ કેસોની તપાસની મુદત 6 વર્ષથી વધારી 16 વર્ષ કરી હતી અને તેના આધારે તપાસની મુદત માર્ચ 2015માં પૂરી થાય છે. રોહતગીએ જણાવ્યું હતું કે, "આ કેસ ઝડપથી ઉકેલવા પડશે. તે લાંબા સમય સુધી ચલાવી શકાય નહીં.

No comments:
Post a Comment