- જમીન માપણી માટે રી-સર્વેની કામગીરી બાદ કમ્પ્યૂટરાઇઝ્ડ રેકર્ડ તૈયાર કરવામાં આવશે
આણંદ : આણંદ જિલ્લાના આશરે દોઢ લાખ ખેડૂતોને હવે પત્રક 7-12ની નકલ
અલગ અલગ આપવા સાથે હવે આ નકલમાં નકશો પણ આપવાનો નિર્ણય તંત્ર દ્વારા
લેવામાં આવ્યો છે. જો કે, આ નિર્ણયનો અમલ હાલમાં ચાલી રહેલાં રી-સર્વેની
કામગીરી બાદ કરાશે. આ રી-સર્વેની કામગીરી હાલ ચાલી રહી છે. રાજ્યભરની સાથે
આણંદ જિલ્લામાં પણ અત્યાર સુધી ગામના નમૂનામાં સાત - બારનું સંયુક્ત પત્રક
આપવામાં આવતું હતું. પરંતુ કેટલાક સમયથી પત્રક 7 ને પત્રક - 12 અલગ અલગ
કરવામાં આવ્યાં છે.
હવે તેમાં પણ સુધારો કરી પત્રક -7માં ખેતરનો અદ્યતન નકશો, ખેતરનો સર્વે નંબર, ભવિષ્યમાં થનારા વેચાણ, બિનખેતી, સાંથણી જેવી નોંધો તેમજ હક્ક પત્રક જેવી નોંધ કરવામાં આવે છે અને ગામ નમુના 12માં ખેતી પાકની વિગતો વગેરે હશે. આ અંગેનું રેકર્ડ પંચાયત વિભાગ દ્વારા અલાયદી અને અદ્યતન રીતે નિભાવવામાં આવશે. સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, આણંદ જિલ્લામાં રી-સર્વેની કામગીરી ચાલુ થયા બાદ ક્રમ વાર બધા ગામોમાં ગામતળ સિવાયની તમામ રેવન્યુ સર્વે નંબરોની જમીનની માપણી વિના મૂલ્યે થશે. જેથી ખેડૂતોએ જાતે હાજર રહી પોતાના કબજા મુજબ માપણી કરાવવાની રહેશે અને રજીસ્ટરમાં તેમની સહી કરવી , તેમના નામ અને મોબાઇલ નંબર જણાવવાનો રહેશે.
માપણી બાદ શું પગલાં ભરાશે ?
જમીન માપણીની પધ્ધતિમાં ગ્રામસભા, વ્યવહાર, ગ્રાઉન્ડ કંટ્રોલ નેટવર્કમાં 16-16, 4-4 અને 1-1 કિલોમીટર હદના નિશાન કરી અને તેનાથી ખેતરો - જમીનોની હદ, નકશા તૈયાર
કરવામાં આવે છે. ખાતેદારોને તેમના ખેતરની નોટીસ આપવામાં આવે છે, તે
અંગે ફરિયાદ કે વાંધો હોય તો તેને સાંભળીને તેનો નિકાલ કરવામાં આવશે.
બાદમાં તમામ રેકર્ડનું પ્રમોલ્ગેશન કરાશે અને અદ્યતન જમીન રેકર્ડ ખેડૂતો માટે ઉપલબ્ધ કરવામાં આવે છે. નવી જમીન માપણી અને અદ્યતન રેકોર્ડથી ખેડૂતો સાથેની છેતરપીંડી બંધ થશે તથા તમામ રેકોર્ડ જનસેવા કેન્દ્ર, ઇ-ગ્રામ, ઇન્ટરનેટ અને જી-સ્વાન નેટવર્ક દ્વારા ઉપલબ્ધ થઇ શકશે.
કેવી રીતે થશે માપણી?
રાજ્યમાં છેલ્લા વર્ષ અંગ્રેજોના સમયે 1860થી 1920 દરમિયાન જમીનની મૂળ માપણી કરવામાં આવી હતી. તે વખતે અધિકારીઓએ શંકુ સાંકળ તથા પ્લેન ટેબલથી માપણી કરી હતી.
પરંતુ અત્યારે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને આણંદ જિલ્લામાં
રી-સર્વેની કામીરી હાથ ધરવામાં આવી છે. નવી જમીન માપણીથી આધુનિક અને
ચોક્કસાઇ પૂર્વકની તથા
કોમ્પ્યુટરાઇઝ્ડ રેકર્ડ તૈયાર થશે.
No comments:
Post a Comment