3 લાખ સ્કવેર ફિટ એરિયાનો લેટર એલોટ
બીએસઈ દ્વારા આ ટાવરમાં એક્સેન્જ પણ બનાવવામાં આવે તેવી સંભાવના છે
ગાંધીનગર: બોમ્બે સ્ટોક એક્સેન્જ બ્રોકર્સ ફોરમ આગામી દિવસોમાં
ગાંધીનગર પાસે આવેલા ગિફ્ટ સિટીમાં પોતાના બેક ઓફિસ ઓપરેશન માટે એક
આઈકોનિક ફ્યુચરિસ્ટિક ગ્રીન ટાવરનું નિર્માણ કરશે. ગાંધીનગર ખાતે કેન્દ્રિય
નાણામંત્રી અરુણ જેટલીની ઉપસ્થિતિમાં રાજ્યના નાણામંત્રી સૌરભ પટેલે બીએસઈ
બ્રોકર્સ ફોરમના વાઈસ ચેરમેન આલોક ચુરીવાલાને ગિફ્ટ સિટી ખાતેની 3 લાખ
ચો.ફી. જમીનની ફાળવણી કરતો પત્ર સોંપ્યો હતો. આથી હવે ભારતનું સૌપ્રથમ
ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસ સેન્ટર (આઈએફએસસી) આગામી દિવસોમાં બીએસઈ
બ્રોકર્સ ફોરમનું ફ્યુચરિસ્ટિક ગ્રીન ટાવર ધરાવતું થઈ જશે.
બીએસઈ બ્રોકર્સ ફોરમ આ ટાવર બનાવવા માટે રૂ. 120 કરોડનું રોકાણ કરશે.
બીએસઈ દ્વારા આ ટાવરમાં એક્સેન્જ પણ બનાવવામાં આવે તેવી સંભાવના છે.
ઉલ્લેખનીય છે બીએસઈ બ્રોકર્સ ફોરમ અને ખાસ કરીને તેના ટ્રેડિંગ મેમ્બર્સ
દેશના કેપિટલ માર્કેટના ડેવલપમેન્ટમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. હાલમાં
ફોરમ ઈક્વિટી સેગમેન્ટમાં ટ્રેડિંગ કરતા 742 સભ્યો ધરાવે છે જ્યારે
કોમોડિટીમાં ટ્રેડિંગ કરતા 93 સભ્યો ધરાવે છે. બીએસઈ બ્રોકર્સ બોમ્બે સ્ટોક
એક્સચેન્જમાં 40 ટકાની ઈક્વિટી ધરાવે છે.
ગિફ્ટ સિટીને સ્માર્ટ સિટી બનાવવાનું મોદીનું વિઝન
No comments:
Post a Comment