ગેજેટ ડેસ્ક: માઇક્રોસોફ્ટે પોતાના નવા ઓપરેટિંગ સિસ્ટમ
વિન્ડોઝ 10ને લોન્ચ કરી દીધું છે. મંગળવારે એક સાઘારણ કાર્યક્રમમાં આ
લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમનો પ્રીવ્યૂ કરવામાં આવ્યો. વિન્ડોઝ 10ને મોબાઇલ,
પીસી અને ટેબલેટના ઇન્ટરફેસને ધ્યાનમાં રાખીને બનાવાયું છે. યુઝર ઇન્ટરફેસ
એવું રાખવામાં આવ્યું છે કે તેને ત્રણેયમાં સરળતાથી વાપરી શકાય.
વિન્ડોઝ 8ની પાસે 10
અહીં આપને જણાવી દઇએ કે કંપનીની તરફથી બજારમાં 2012માં વિન્ડોઝ 8
લોન્ચ કર્યા બાદ એક્સપર્ટ વિન્ડોઝ 9 લોન્ચ થાય તેવી આશા રાખવામાં આવી રહી
હતી. લેટેસ્ટ વિન્ડોઝ 10નું ખાસ ફીચર છે તેનું પાછું આવેલું સ્ટાર્ટ મેનૂ.
વિન્ડોઝ 8માં આ ફીચર ન હોવાના કારણે યુઝર્સને અનેક પ્રકારની મુશ્કેલીઓની
ફરિયાદ રહી હતી. હાલમાં ગયા વર્ષે કંપનીએ વિન્ડોઝ 8.1ને લોન્ચ કરીને
સ્ટાર્ટ બટન આપી દીધું છે. યાહૂ ટેકને માટે રિવ્યૂ કરતા પત્રકાર ડેવિડ
પોગનું કહેવું છે કે વિન્ડોઝ 10 પહેલાના વિન્ડોઝ 8 અને 8.1 કરતા વાપરવામાં
સરળ હોવાનું લાગી રહ્યું છે.
ક્યારથી આવશે બજારમાં?
કંપનીએ આ નવી ઓએસનો પ્રીવ્યૂ લોન્ચ કર્યો છે. જાણકારોના કહેવા પ્રમાણે આવતા વર્ષે 2015ની મધ્યમાં તે બજારમાં આવી શકે છે.
કંપનીએ આ નવી ઓએસનો પ્રીવ્યૂ લોન્ચ કર્યો છે. જાણકારોના કહેવા પ્રમાણે આવતા વર્ષે 2015ની મધ્યમાં તે બજારમાં આવી શકે છે.
કેવી રીતે મેળવી શકાશે વિન્ડોઝ 10નો પ્રીવ્યૂ?
માઇક્રોસોફ્ટે યુઝર્સને માટે ટેકનિકલ પ્રીવ્યૂને માટે તેને પોતાની જ વેબસાઇટ પર મળી રહે તેવી વ્યવસ્થા કરી છે. 1 ઓક્ટોબરથી યુઝર્સ preview.windows.com પર જઇને તેને મેળવી શકે છે. પ્રીવ્યૂને માટે જે ઓએસ મળી રહે છે તે ઓએસ ડેવલપ કરવાનો શરૂઆતનો તબક્કો છે, માટે તેમાં બગ્સ કે અન્ય ટેકનિકલ સમસ્યાઓ આવી શકે છે.
માઇક્રોસોફ્ટે યુઝર્સને માટે ટેકનિકલ પ્રીવ્યૂને માટે તેને પોતાની જ વેબસાઇટ પર મળી રહે તેવી વ્યવસ્થા કરી છે. 1 ઓક્ટોબરથી યુઝર્સ preview.windows.com પર જઇને તેને મેળવી શકે છે. પ્રીવ્યૂને માટે જે ઓએસ મળી રહે છે તે ઓએસ ડેવલપ કરવાનો શરૂઆતનો તબક્કો છે, માટે તેમાં બગ્સ કે અન્ય ટેકનિકલ સમસ્યાઓ આવી શકે છે.
શું છે ખાસિયત?
વિન્ડોઝ 8ની જેમ સંપૂર્ણ ટાઇલ્સની ઇન્ટરફેસ રાખવામાં આવી નથી. જો આપ
કોઇ ઓએસના કીબોર્ડની સાથે કામ કરી રહ્યા હોવ તો સ્ટાર્ટ મેન્યૂની અંદર
ટાઇલ્સનું ફીચર આપવામાં આવે છે. ટચ મોડમાં આપને ફૂલ ટાઇલ ઇન્ટરફેસ મળશે,
માઇક્રોસોફ્ટના વાઇસ પ્રેસિડન્ટ (વિન્ડોઝ ગ્રુપ)જે બિલફોર્ડના પ્રમાણે
હોવું જોઇએ કે કી-બોર્ડ, માઉસને પસંદ કરનારા યુઝર્સને કોઇ ફરિયાદ ન હોય.
વિન્ડોઝની રીતે જોઇએ તો અનેક નવા ફીચર મળી રહે છે. એટલે તે સર્ચ
રિઝલ્ટમાં તમારા ક્મપ્યુટર સિવાય ઇન્ટરનેટની લિસ્ટિંગ પણ મળી રહે છે. આ
સિવાય ટાસ્ક વ્યૂ પણ જોવા મળે છે. આ સાથે યુઝર ટાસ્ક બાર પર લાગેલા બટનને
દબાવવામાં આવે તો તેને માટેના દરેક વિન્ડોઝ નાના પ્રીવ્યૂની સાથે જોવા મળી
શકે છે.
નવા ઓએસમાં પહેલેથી સારા કમાન્ડ પ્રોમ્પ્ટ આપવામા આવ્યા છે. વિન્ડોઝ
10માં મલ્ટીટાસ્કિંગની સુવિધા પણ મળી રહે છે. અનેક વિન્ડોના ડેસ્કટોપ પર
અલગ સાઇઝમાં સેટ કરીને તેની પર કામ કરી શકાય છે. ટચ યુઝર્સને માટે મોટા બટન
હશે જે પહેલાં કરતાં વધારે ટચ ફ્રેન્ડલી રહેશે.
અનેક વર્ચ્યુઅલ ડેસ્કટોપ વિન્ડો ખોલી શકાશે. એક વિન્ડોમાં ચાલી રહેલા
એપને અન્ય વર્ચ્યુઅલ ડેસ્કટોપ પર લઇ જઇ શકાશે. ફોન કે ટેબલેટમાં અનેક
સ્ક્રીન જોડવા જેવું છે. તેને સ્વાઇપ કરીને પણ જોઇ શકાય છે.
અનેક વિન્ડોને એક જ સ્ક્રીન પર ખોલીને કામ કરી શકાય છે.
No comments:
Post a Comment