દુબઇઃ દુનિયાની સૌથી ઉંચી ઇમારત બુર્જ ખલિફાએ પોતાનાં નામે વધુ
એક વિશ્વ વિક્રમ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં નોંધાવ્યો છે. આ વિક્રમ
છે દુનિયાભરમાં માનવ નિર્મિત એવા સૌથી ઉંચા નિરીક્ષણ સ્થળ તરીકેનો.
મંગળવારે બુર્જ ખલિફાની ડેવલોપર કંપની એમાર પ્રોપર્ટીઝે પહેલી જ વાર નવા
બનાવાયેલા 'At the Top, Burj Khalifa SKY' પોઇન્ટ પરથી દુબઇનું દ્રશ્ય જોવા
લોકો માટે ઇમારતનાં દરવાજા ખોલ્યા હતા.
બુર્જ ખલિફા સ્કાયનાં ભવ્ય શુભારંભ સમારોહમાં ગિનીસ વર્લ્ડ
રેકોર્ડસનાં પ્રતિનિધીઓ પણ હાજર રહ્યા હતા, જેમણે દુબઇનાં આ નવા ટુરિસ્ટ
પ્લેસને દુનિયાનાં 'સૌથી ઉંચા ઓબ્ઝર્વેશન ડેક' તરીકે જાહેર કર્યું હતું.
555 મીટરની ઉંચાઇ સાથે બુર્જ ખલિફાએ ચીનનાં ગોંગઝાઉમાં આવેલા 488 મીટર
ઉંચા ઓબ્ઝર્વેશન ડેક કેન્ટન ટાવર પાસેથી દુનિયાનાં સૌથી ઉંચા માનવ નિર્મિત
ઓબ્ઝર્વેશન ડેકની પદવી છીનવી લીધી છે.
આ નવા બહુમાન સાથે હવે બુર્જ ખલિફાનાં ફાળે સૌથી ઉંચી ઇમારતનાં કુલ
ચાર ગિનીસ વર્લ્ડ રેકોર્ડ થઇ ગયા છે. આ પહેલાનાં ટાઇલટમાં સૌથી ઉંચી ઇમારત,
જમીન પરનું સૌથી ઉંચુ માનવનિર્મિત માળખુ તેમજ જમીન સ્તરેથી સૌથી ઉંચી
રેસ્ટોરન્ટનો સમાવેશ થાય છે.
આ નવા ગિનીસ વર્લ્ડ રેકોર્ડસ ટાઇટલે દુબઇની શાનમાં વધુ એક પીછું ઉમેર્યું છે.
No comments:
Post a Comment