નવી દિલ્હી: દિલ્હીનાં પરિણામોથી દિલ્હી જ ચોંકી ગયું. આમ આદમી પાર્ટીને
આટલી જંગી જીતની આશા નહોતી કે ભાજપને આટલી મોટી હારની શંકા નહોતી.
કોંગ્રેસે તો એક પણ બેઠક નહીં મળે તેવું વિચાર્યું પણ નહોતું. મંગળવારે
દિવસ ચડતો ગયો તેમ તેમ નરેન્દ્ર મોદીની સામે કેજરી ‘વાલ’ બની ગયા હતા.
- 14મીએ ખુરશી છોડી હતી હવે 14મીએ જ કેજરીવાલ શપથ લેશે
મોદી-અમિત શાહની 13 વર્ષ જૂની જોડીનો સતત 11 ચૂંટણીની જીતનો રથ રોકાઈ ગયો. નીતીશ, લાલુ, મુલાયમ, મમતા જેવા નેતાઓએ આને અહંકારની હાર ગણાવી. કેજરીવાલ આપ ધારાસભ્ય દળના નેતા બનાવવામાં આવ્યા. વેલેન્ટાઇન ડે એટલે કે 14મી ફેબ્રુઆરીએ શપથ લેશે. ગત વર્ષે આ જ તારીખે તેમણે રાજીનામું આપી દીધું હતું.
આપ : તમામ અનુમાનો ખોટા સાબિત થયાં. દર બીજો મત આપને મળ્યો
- 139 % સીટો વધી.24 ટકા વોટ શેર વધ્યો. પાછલી વિધાનસભા ચૂંટણીઓથી સામાન્ય ચૂંટણીમાં 33 % વોટ.
-31 સીટો મળી જે 2013માં ભાજપ પાસે હતી. કોંગ્રેસની 7 સીટો પર પણ કબજો જમાવ્યો
- - સૌથી મોટી જીત આપના મહિંદર યાદવની 77665 વોટથી
- સૌથી નાની જીત આપના કૈલાશ ગેહલોતની 1555 વોટથી
તમામ મોટી જીત આપની
જીતનું અંતર સીટ આપને
10000 થી 25000 25 24
25000 થી 50000 30 તમામ
50000 કરતાં વધુ 6 તમામ
ભાજપ : 225થી વધુ રેલી,બેઠકો માત્ર ત્રણ
- 24 પ્રધાન , 120 સાંસદ , 50 નેતા, પીએમ , પક્ષ અધ્યક્ષ મેદાનમાં ઉતર્યા.
91% બેઠકો ગુમાવી 14 મહિનામાં
57 બેઠકો પર સરસાઇ ગુમાવી. સામાન્ય ચૂંટણી દરમિયાન 60 બેઠકો પર સરસાઇ હતી.
91% બેઠકો ગુમાવી 14 મહિનામાં
57 બેઠકો પર સરસાઇ ગુમાવી. સામાન્ય ચૂંટણી દરમિયાન 60 બેઠકો પર સરસાઇ હતી.
62 બેઠકો પર નંબર ટુ રહ્યો ભાજપ
હું હારી નથી. પરાજય વિષે પૂછવું હોય તો ભાજપને પૂછો
- કિરણ બેદી, પરાજય પછી હાર્વર્ડ જવાના મુદ્દે મૌન
- કિરણ બેદી, પરાજય પછી હાર્વર્ડ જવાના મુદ્દે મૌન
કોંગ્રેસ : 70માંથી 63ની અનામત જપ્ત
100 % બેઠક ઘટી 14 મહિનામાં. જ્યારે સામાન્ય ચૂંટણીમાં 79 ટકા બેઠકો ઘટી હતી. અર્થાત 125 વર્ષનું સૌથી ખરાબ પ્રદર્શન.
15 % વોટ શેરમાં ગિરાવટ. સામાન્ય ચૂંટણીમાં 15 ટકા મત હતા. આપથી 18 ટકા ઓછા.
15 % વોટ શેરમાં ગિરાવટ. સામાન્ય ચૂંટણીમાં 15 ટકા મત હતા. આપથી 18 ટકા ઓછા.
હું જવાબદારી લઇને મહામંત્રીપદેથી પણ રાજીનામું આપું છું.- અજય માકન
No comments:
Post a Comment