સુરતઃ એક
અંગ્રેજી અખબરના અહેવાલમાં સ્વીસ બેંકમાં ખાતાં ધરાવતા દેશના 100 જેટલા
લોકોના નામો જાહેર કરાયા છે. જેમાં બોલિવૂડ સેલિબ્રેટિથી લઈને અનેક
ઉદ્યોગપતિઓના નામ છે. અખબાર દ્વારા જાહેર કરવામાં આવેલા અહેવાલ અને જાહેર
કરાયેલી યાદીનો અભ્યાસ કરવામાં આવે તો તેમાં 34 જેટલા ગુજરાતીઓના નામ છે. આ
યાદીમાં સુરતના હીરાના કટિંગ પોલીશિંગ સાથે જોડાયેલા ઉદ્યોગપતિઓના નામો પણ
છે.
સ્વિસ બેંકમાં ભારતીયોના 25,420 કરોડ, અંબાણી,ઠાકરેની વહુના પણ ખાતાં
જેમાં મુંબઈ અને સુરતમાં હીરાના વ્યવસાય સાથે જોડાયેલા શિતલ ડાયમંડ કંપનીના માલિક ગોવિંદભાઈ કાકડીયાનું નામનો સમાવેશ પણ થાય છે. ગોવિંદભાઈ કાકડીયાએ divyabhaskar.com સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, આ અંગે હું કશુ જ કહેવા માંગતો નથી. દેશ દુનિયામાં અમે હીરોનો ધંધો કરીએ છીએ. વિદેશમાં અમારી શાખાઓ છે. જ્યાં ધંધાકીય હેતુ માટે ખાતા ખોલાવેલા છે. દરેક ધંધાદારી ખાતા હોય તેવા અમારા ખાતા છે. બાકી અમારે કોઈ નિસ્બત નથી.
જેમાં મુંબઈ અને સુરતમાં હીરાના વ્યવસાય સાથે જોડાયેલા શિતલ ડાયમંડ કંપનીના માલિક ગોવિંદભાઈ કાકડીયાનું નામનો સમાવેશ પણ થાય છે. ગોવિંદભાઈ કાકડીયાએ divyabhaskar.com સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, આ અંગે હું કશુ જ કહેવા માંગતો નથી. દેશ દુનિયામાં અમે હીરોનો ધંધો કરીએ છીએ. વિદેશમાં અમારી શાખાઓ છે. જ્યાં ધંધાકીય હેતુ માટે ખાતા ખોલાવેલા છે. દરેક ધંધાદારી ખાતા હોય તેવા અમારા ખાતા છે. બાકી અમારે કોઈ નિસ્બત નથી.
અહેવાલમાં દાવો કરવામાં આવ્યા પ્રમાણે આ યાદીમાં નીચેના ગુજરાતીઓના નામનો સમાવેશ થાય છે.
નામ | રકમ |
રીહાન હર્ષદ મહેતાઃ | 5.36 કરોડ ડોલર |
ભદ્રશ્યામ કોઠારીઃ | 3.15 કરોડ ડોલર |
શૌનક જીતેન્દ્ર પરીખઃ | 3.02 કરોડ ડોલર |
મુકેશ ધીરૂભાઈ અંબાણીઃ | 2.66 કરોડ ડોલર |
અનિલ ધીરૂભાઈ અંબાણીઃ | 2.66 કરોડ ડોલર |
રવિચંદ્ર વાડીલાલ મહેતાઃ | 1.82 કરોડ ડોલર |
કનુભાઈ આશાભાઈ પટેલઃ | 1.60 કરોડ ડોલર |
સચિન રાજેશ મહેતાઃ | 1.23 કરોડ ડોલર |
રવિચંદ્ર મહેતા બાલકૃષ્ણઃ | 87.57 લાખ ડોલર |
કુમુદચંદ્ર શાંતિલાલ મહેતાઃ | 84.50 લાખ ડોલર |
રાજેશકુમાર ગોવિંદલાલ પટેલઃ | 69.08 લાખ ડોલર |
હેમંત ધીરજઃ | 62.37 લાખ ડોલર |
અનુપ મહેતાઃ | 59.76 લાખ ડોલર |
બળવંતકુમાર દુલાભાઈ વાઘેલાઃ | 44.05 લાખ ડોલર |
દિલીપકુમાર દલપતલાલ મહેતાઃ | 42.55 લાખ ડોલર |
નટવરલાલ ભીમાભાઈ દેસાઈઃ | 34.76 લાખ ડોલર |
દિલીપ જ્યંતિલાલ ઠક્કરઃ | 29.89 લાખ ડોલર |
પ્રવિણ દસોતઃ | 28.01 લાખ ડોલર |
પટેલ લલિતાબેન ચીમનભાઈઃ | 27.41 લાખ ડોલર |
પ્રતાપ છગનરાય જોઈશરઃ | 22.09 લાખ ડોલર |
દેવાંશી અનૂપ મહેતાઃ | 21.36 લાખ ડોલર |
વિક્રમ ધીરાણીઃ | 19.15 લાખ ડોલર |
દીપેન્દુ બાપાલાલ શાહઃ | 13.62 લાખ ડોલર |
અરશદ હુસૈન જસદણવાલાઃ | 12.29 લાખ ડોલર |
હરીશ ઝવેરીઃ | 11.91 લાખ ડોલર |
મિલન મહેતાઃ | 11.53 લાખ ડોલર |
દીપક ગાલાણીઃ | 9.40 લાખ ડોલર |
અતુલ ઠાકોરભાઈ પટેલઃ | 8.13 લાખ ડોલર |
અનિલ પ્રાણલાલ શાહઃ | 7.42 લાખ ડોલર |
ભાવેન ઝવેરીઃ | 7.17 લાખ ડોલર |
કલ્પેશ કિનારીવાલાઃ | 7.17 લાખ ડોલર |
ગોકળ ભાવેશઃ | 6.99 લાખ ડોલર |
શોભા ભરતકુમાર આશરઃ | 6.41 લાખ ડોલર |
અલકેશ ભણશાળીઃ | 5.79 લાખ ડોલર |
સુરતના ગોવિંદભાઈએ ૬૦ રૂપિયાના પગારથી હીરા ઘસવાની શરૂઆત કરી હતી
ગોવિંદભાઈ કાકડીયા મૂળ સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકાના પાટણા
ગામના છે. તેમણે સુરત આવીને ડાયમંડનો બિઝનેસ શરૂ કર્યો હતો. 35 વર્ષ પહેલાં
તેમણે અહીં જ પોતાના મેન્યુફેક્ચરીંગ યુનિટ શિતલ ગ્રુપના નામે શરૂ કર્યા
હતા. ગોવિંદભાઈના અન્ય ત્રણ ભાઈઓ છે, જેઓ પણ અલગ અલગ યુનિટો અહીંયા સંભાળી
રહ્યાં છે. ગોવિંદભાઈના અન્ય ભાઈઓ વલ્લભભાઈ અને રવજી ભાઈ સુરતમાં તેમનો
બિઝનેશ સંભાળે છે અને હિરાભાઈ અને ગોવિંદભાઈ પોતે મુંબઈમાં સંભાળે છે.
તેમના ત્રણ મેન્યુફેક્ચરીંગ યુનિટ સુરતમાં છે. જેમાં એક, કતારગામ ખાતે એક
પોદાર ખાતે અને અન્ય એક વરાછા ખાતે છે. આ ઉપરાંત તેમની ટ્રેડિંગ ઓફિસ
મુંબઈમાં છે. આ ઉપરાંત બેલ્જીયમના એન્ટવર્પમાં પણ તેમની એક શાખા છે અને
હોગંકોગના કોવલુનમાં પણ તેમની એક ઓફિસમાં છે.
ગોવિંદભાઈએ જ્યારે હિરા ઘસવાની શરૂઆત કરી હતી ત્યારે તેમનો પગાર માત્ર રૂ. 60 હતો અને હવે તેઓ રૂ. 1200 કરોડના એમ્પાયરના માલિક છે. તેમના ડાયમંડ યુનિટમાં દર વર્ષે 1.5 મિલિયન કેરેટ હિરા ઘસવામાં આવે છે. આ ઉપરાંત કીહા નામની જ્વેલેરી બ્રાન્ડ પણ તેમની પોતાની જ છે, જે એક જાણિતી બ્રાન્ડ છે.1968માં ગોવિંદભાઈએ હિરા ઘસવાની શરૂઆત ભાવનગરથી કરી હતી અને તેઓ ત્યારે રૂ. 60ના પગારે કામ કરતા હતા. 1976માં તેમણે પોતાની કંપનીની શરૂઆત કરી હતી અને ત્યાર બાદ 1985માં તેમણે પોતાની કંપની ભાવનગરથી સુરતમાં શિફ્ટ કરી હતી. 2000માં તેમણે પોતાની જ જ્વેલેરી ડિઝાઈનિંગની કંપની શરૂ કરી હતી. 2003માં તેમણે પોતાના દિકારની મદદથી કિહા જ્વેલેરી બ્રાન્ડ શરૂ કરી હતી. કિહાના જ આખા ભારતમાં 15 જેટલા સ્ટોર છે. તેમની કંપનીમાં 20,000 જેટલા કર્મચારીઓ છે અને ભારતના આખા ડાયમંડ ઉદ્યોગમાં તેમની પાસે સૌથી વધુ કર્મચારીઓ છે.
ગોવિંદભાઈએ શરૂઆતમાં જ પોતાનું એક મશિન ભાડે લીધું હતું અને ઘણાં સમય સુધી
તેઓ એકલા જ કામ કરતા હતા અને તેની સાથે જ તેમણે મુંબઈના સીપી ટેન્ક
વિસ્તારમાં નાનકડી ઓફીસ શરૂ કરી હતી. 2007માં શિતલ ડાયમંડને જીજેઈપીસીનો
બેસ્ટ ડાયમંડ કટીંગ માટેનો એવોર્ડ પણ મળી ચૂક્યો છે. અમદાવાદમાં શિતલ
ગ્રુપની લક્ષ્મીબેન કાકડિયા હોસ્પિટલ પણ છે, જે 2007માં જેનું ઉદઘાટન
કરવામાં આવ્યું હતું.
No comments:
Post a Comment