ઈતિહાસમાં એવી અનેક મોટી દુર્ઘટનાઓ સર્જાઈ છે,
જેમાં લોકોને જીવિત રહેવ માટે અનેક વિષમ પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે.
આવી જ એક ઘટન ઈસ 1972માં એન્ડીજ પહાડો વચ્ચે થઈ હતી. જેમાં જીવિત બચેલા
લોકોએ તે બર્ફીલી પહાડીઓમાં 72 દિવસો સુધી ભોજન વિના રહેવું પડ્યુ હતુ.
ઈતિહાસમાં આ દુર્ઘટના ‘મિરેકલ ઓફ એન્ડીજ’ અને ‘એન્ડીજ ફ્લાઈટ ડિઝાસ્ટર’
રૂપે પ્રસિદ્ધ છે. આ દર્દનાક ઘટના 13 ઓક્ટોબર 1972ના થઈ હતી અને તેનો શિકાર
ઉરૂગ્વેની ઓલ્ડ ક્રિશ્ચિયન ક્લબની રગ્બી ટીમ થઈ હતી.
ઉલ્લેખનીય છે કે ઉરુગ્વે એરફોર્સનું પ્લેન ટીમના ખેલાડીઓ તેમજ
અધિકારીઓ સાથે તેમના પરિવાર અને મિત્રોને લઈને એન્ડીજ પર્વત ઉપરથી પસાર થઈ
રહ્યુ હતુ. પ્લેનમાં કુલ 45 લોકો સવાર હતા. ઉડાન ભર્યા બાદ મોસમ ખરાબ થવા
લાગ્યુ, જેના કારાણે પાયલટને બર્ફીલા પહાડ દેખાયા નહી. એવામાં 14 હજાર
ફુટની ઉંચાઈ પર ઉડી રહેલુ પ્લેન સીધુ એન્ડીજ પર્વત સાથે ટકરાયુ.
14 લોકો જીવતા બચ્યા
એન્ડીજ સાથે ટકરાયા બાદ ફ્લાઈટના મોટાભાગના લોકોના મોત નિપજ્યા હતા,
માત્ર 27 લોકો જીવતા બચ્યા હતા. તેમણે પણ બચવાની કોઈ આશા દેખાતી ન હતી.
એવામાં રગ્બી ટીમના બે ખેલાડીઓ નંદો પૈરાડો અને રોબર્ટ કૈનેસાએ હાર ન માની
અને પોતાની હિમ્મતથી ન માત્ર પોતાને બચાવ્યા પરંતુ અન્ય 14 લોકોના જીવ
બચાવવામાં પણ સફળતા મેળવી.
ડેડબોડી ખાઈને કામ ચલાવ્યુ
દુર્ઘટનાની જાણ થતા જ ઉરુગ્વેની સરકારે સક્રિયતા બતાવી અને રેસ્ક્યુ ઓપરેશન
શરૂ કરી દિધુ. પરંતુ પ્લેનનો રંગ સફેદ હોવાના કારણે બરફથી ઢંકાયેલા એન્ડીજ
પર તેને શોધવું ખુબ મુશ્કેલ હતુ. એવામાં 11માં દિવસે રેસ્ક્યુ ઓપરેશન બંધ
કરી દેવાયુ. ત્યારબાદ અહીં ફસાયેલા લોકોનું જીવન વધારે મુશ્કેલ બનતુ ગ8યુ.
બચેલા લોકોએ શરૂઆતમાં તેની સાથે રહેલા ભોજનને નાના-નાના હિસ્સામાં વહેચી
લીધુ, પરંતુ જ્યારે તે સમાપ્ત થઈ ગયુ પછી આ લોકોએ પોતાના જ સાથીઓની લાશના
ટુકડાઓને ખાવાના શરૂ કરી દિધા.
એન્ડીજના પહાડો પર ફસેલા મોટાભાગના લોકો જ્યાં મોતની રાહ જોઈ રહ્યા હતા,
ત્યાં જ નંદો પૈરાડો અને રોબર્ટ કૈનેસા મદદ શોધવા માટે નીકળી પડ્યા. કમજોર
હોવા છતાં આ લોકોએ ગજબનું સાહસ બતાવી 12 દિવસ ટ્રેકીંગ કર્યુ. ત્યારબાદ તે
ચિલીના માનવવસ્તી વાળા વિસ્તારમાં પહોચી ગયા. જ્યાં બન્નેએ રેસ્ક્યુ ટીમને
પોતાના સાથીઓનું લોકેશન બતાવ્યુ. આ રીતે આ બન્ને ખેલાડીઓએ ન માત્ર પોતાનું જ
જીવન બચાવ્યુ, પરંતુ પોતના સાથીઓ માટે પણ દેવદુત સાબિત થયા.
No comments:
Post a Comment