સુરતઃ નરેન્દ્ર દામોદરદાસ મોદી લખેલો સૂટ
મેળવવા માટે શનિવારે સાંજે સાયન્સ સેન્ટર પર ભારે રસાકસી અને ભીડને કારણે
અવ્યવસ્થા વચ્ચે હાઇવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. હરાજીનો સમય પૂરો થાય તે
પહેલા ગણતરીની મિનિટોમાં વેપારીઓ દ્વારા 4.29 કરોડથી 5 કરોડ સુધીની બોલી
બોલાઈ હતી.
જોકે મોદી સૂટ ખરીદવા નીકળેલા આ બધા લોકો ભૂતકાળમાં આઈટીની ઝપટમાં આવી
ચૂક્યા છે અને તેમની પાસેથી કરોડોનું નાણું પણ ઝડપાયું ચૂક્યું છે. આજે
અમે તમને મોદી સૂટ માટે સૌથી ઉંચી ચાર બોલી લગાવનારા વેપારીઓને ત્યાં પડેલા
દરોડા અને તેમાં મળેલા કાણા નાણા વિશે માહિતી આપી રહ્યા છીએ.
મોદી સૂટ
માટે 4.31 કરોડની ઓફર કરવામાં આવી હતી અને ત્યારબાદ 5 કરોડની બોલી
બોલવામાં આવી હતી. જોકે, પાંચ કરોડની બોલી સમય મર્યાદા પૂરી થઈ ગઈ હોવાના
કારણે સ્વિકારાઈ ન હતી. નમો સૂટ માટે લવજી બાદશાહ તરફે તેમના ભાગીદાર જયંતિ
ઇકલેરાએ 4.29 કરોડ રૂપિયાની ઓફર આપી હતી. ત્યારબાદ ડ્રામા વચ્ચે લાલજીભાઇએ
હરાજીની સમય મર્યાદા પૂરી થવાને માત્ર ત્રણ મિનિટ બાકી હતી, ત્યારે
4,31,31,311 રૂપિયાની ઓફર રજુ કરી જે ફાયનલ રહી હતી.
સૂટ ખરીદનારા લાલજીભાઇ પટેલની પેટકો કંપની પર આઇટીએ છાપો માર્યો હતો
લવજી બાદશાહ-જયંતિ એકલારા પાસે 3 વર્ષ પહેલા રૂ.100 કરોડ કાળુ નાણું ઝડપાયું હતું
અંજની ગ્રુપના ભાગીદાર એવા લવજીભાઇ ડાલિયા ઉર્ફે લવજીભાઇ બાદશાહ અને જયંતિભાઇ એકલારાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો
સૂટ ખરીદવા માટે છેલ્લે રૂ.4.51 કરોડની ઓફર આપી હતી. જો કે, હરાજીની સમય
મર્યાદા પુરી થઇ ગઇ હોવાથી તેમની ઓફર સ્વીકારાઇ ન હતી. લવજી બાદશાહ શહેરના
જાણીતા બિલ્ડર છે અને તેમના અંજની ગ્રુપમાં વર્ષ 2011માં તેમજ વર્ષ 2012માં
ઉપરા ઉપરી બે વર્ષ સુધી ઇન્કમટેક્સના દરોડા પડ્યા હતા. આ દરોડાની કામગીરી
એક અઠવાડીયા સુધી ચાલુ રહી હતી અને અંજની ગ્રુપમાંથી 100 કરોડનું કાળુ
નાણું ઝડપાયું હતું.
મુકેશ પટેલે ઇન્કમટેક્સ ઓફિસરોની હાજરીમાં કોમ્પ્યુટર અને ફ્લોપીનો નાશ કર્યો હતો
ગુરૂવારે વડા પ્રધાનનો સૂટ ખરીદવા સૌથી ઉંચી ઓફર કરનાર બિલ્ડર કમ હીરા
ઉદ્યોગકાર મુકેશ પટેલે રૂ.1.48 કરોડની ઓફર આપી હતી. શુક્રવારે મુકેશ પટેલે
છેલ્લે મોટામાં મોટી ઓફર રૂ.2.92 કરોડની આપી હતી. મુકેશ પટેલ પંદર વર્ષ
પહેલા શહેરના જાણીતા એમ.કાંતિલાલની હીરાની પેઢી સાથે સંકળાયેલા હતા. અંદાજે
10 વર્ષ પહેલા મુકેશ પટેલના વરાછા રોડ માતાવાડી ખાતેના હીરાના કારખાના પર
ઇન્કમટેક્સના અધિકારીઓએ દરોડા પાડ્યા હતા. ત્યારે રોષે ભરાયેલા મુકેશ પટેલે
પોતાના ધંધાના દસ્તાવેજો આઇટીના હાથમાં ન આવે તેના માટે પોતાની ઓફિસના
કોમ્પ્યુટર તોડી નાંખ્યા હતા. તેમજ ફ્લોપીઓ પણ તોડી નાંખી હતી. આ ઘટના બાદ
ઇન્કમટેક્સ દ્વારા મુકેશ પટેલ વિરૂધ્ધ ફોજદારી રાહે કાર્યવાહી કરવામાં આવી
હતી.
કોમલકાંત શર્માને ત્યાંથી રૂ.27 કરોડનું કાળુ નાણું ઝડપાયું હતું
કોમલકાંત શર્મા ભાવનગરના અલંગ ખાતે શીપ બ્રેકિંગ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા છે. કોમલકાંત શર્માએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના
સૂટની ખરીદી માટે ગુરૂવારના રોજ રૂપિયા 1.41 કરોડની ઓફર આપી હતી. કોમલકાંત
શર્માને ત્યાં વર્ષ 2012માં આવકવેરા વિભાગે દરોડા પાડીને તપાસ હાથ ધરી
હતી. અલગ અલગ 40 પ્રિમાઇસીસમાં થયેલી આ તપાસમાં રૂ.27 કરોડનું કાળુ નાણું
ઝડપાયું હતું. કોમલકાંત શર્માએ શુક્રવારના રોજ કોઇ ઓફર આપી ન હતી.
No comments:
Post a Comment