લંડન : તા, 26 જુન
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર રઘુરામ રાજને દુનિયા ચેતવણી આપી હતી જે રીતે વર્ષ 1930માં આખી દુનિયાએ આર્થિક મહામંદીનો સામનો કરવો પડ્યો હતો એવુ જ સંકટ આગામી આવનાર સમયમાં ઉભુ થઈ શકે છે. તેથી સમગ્ર દુનિયાની કેન્દ્રીય બેંકોએ 'એક નવો નિયમ' પરિભાષિત કરવો જોઈએ.
રાજને કેન્દ્રીય બેંકો દ્વારા પ્રતિયોગી મૌદ્રિક નીતિને આસાન બનાવવાને લઈને પણ ચેતવ્યા હતાં. જોકે રાજને કહ્યું હતું કે ભારતમાં સ્થિતિ અલગ છે, અહીં આરબીઆઈએ રોકાણને પ્રોત્સાહન આપવાના હેતુથી વ્યાજ દરોમાં ઘટાડો પરવો જરૂરી બની જાય છે.
ગઈ કાલે સાંજે લંડન ખાતે લંડન બિઝનેશ સ્કૂલ (એલબીએસ) કોન્ફરન્સને સંબોધતાર આરબીઆઈના ગવર્નર રઘુરામ રઘુરામ રાજને ચિંતા વ્યકત કરી હતી કે દુનિયાએ બરાબર એવી જ પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે જેવો વર્ષ 1930માં આર્થિક મહામંદી દરમિયાન કરવો પડ્યો હતો. તેમણે કહ્યું હતું કે આપણે યોગ્ય ઉપાયના ભાગરૂપે નિયમો બદલવા પડશે. મારૂ માનવું છે કે સેન્ટ્રલ બેંકની કાર્યવાહીમાં કઈ કઈ બાબતોની મંજુરી આપવામાં આવે તેને લઈને વૈશ્વિક નિયમો બનાવવા પર ચર્ચા હાથ ધરવાનો સમય પાકી ગયો છે.
આરબીઆઈ ગવર્નરે કહ્યું હતું કે મને એ વાતની ચિંતા થઈ રહી છે કે આપણે ધીમે ધીમે એજ સ્થિતિ તરફ આગળ વધી રહ્યાં છીયે જેવું 1930માં થયું હતું. આ બાબત સમગ્ર દુનિયા માટે એક સમસ્યા છે. આ માત્ર ઔદ્યોગિક દેશો કે વિકસિત દેશોની જ સમસ્યા નથી રહી.
ભારતમાં વ્યાજ દરોમાં ઘટાડા બાબતે પુછવામાં આવતા તેમણે કહ્યું હતું કે શક્ય હતુ ત્યાં સુધી મેં વ્યાજદરમાં ઘટાડાના દરવાજા બંધ રાખવાનો પ્રયાસ કર્યો હતો. પણ ભારત હજી પણ એવી જ સ્થિતિમાં છે કે જ્યાં રોકણને પ્રોત્સાહિત કરવાનું છે અને તેના માટે રેટકટ કરવો પડે છે. આ બાબતને લઈને પણ હું ચિંતિત છું.
જે બાબતો ગ્રોથ માટે આડખીલી રૂપ છે તે બાબતો પણ રાજને પ્રકાશ પાડ્યો હતો. રાજને કેપિટલ ફ્લો સાથે મળીને કામ કરવાની જરૂરિયાત પર પણ ભાર મુક્યો હતો.
No comments:
Post a Comment