ગ્રીસે ડિફૉલ્ટ કર્યા બાદ હવે લેણદારોની મદદની ઑફરનો સ્વીકાર કરવાની વાત કરી છે, પરંતુ એમાંય એણે શરત રાખી છે. જોકે યુરો ઝોનના અગ્રણી દેશ જર્મનીએ કહ્યું છે કે ગ્રીક વડા પ્રધાન એલેક્સિસ સિપ્રાસે મોકલેલો પત્ર ઘણો મોડો પડ્યો છે. સિપ્રાસે કહ્યું છે કે જો લેણદારો આગામી બે વર્ષમાં કરજ પરનું વ્યાજ ચૂકવવા માટે ૨૯ અબજ યુરોનું વધારાનું ધિરાણ આપે તો તેઓ લેણદારોની ઑફરનો સ્વીકાર કરશે. યુરો ઝોનના નાણાપ્રધાનોએ ગ્રીક વડા પ્રધાનના આ પત્રમાં લખાયેલી શરતો માન્ય રાખવાનું મુશ્કેલ હોવાનું કહ્યું છે.
યુરો ઝોનના અધિકારીઓએ જણાવ્યા મુજબ આ પત્ર ૩૦ જૂને લખાયો છે, પરંતુ એની જાણ ગ્રીસની કરજ ચૂકવવાની મુદત પૂરી થયા બાદ કરવામાં આવી હતી. એના વિશે ટિપ્પણી કરતાં જર્મનીના નાણાપ્રધાન વોલ્ફેંગ શોબલે કહ્યું છે કે હવે નવેસરથી જ મંત્રણા કરવી પડે એમ છે, જૂની કોઈ શરતો નહીં ચાલે.

No comments:
Post a Comment