રવિવારે થયેલા લોકમતમાં ડાબેરી સરકારને મળેલા તરફેણકારી બહુમતને પગલે યુરોપીયન સેટ્ર્લ બેન્કે ગ્રીક બેન્કિંગ સિસ્ટમ માટે તરલતાની સ્થિતિને વધુ સખત કરી છે. જો ડાબેરીઓ અત્યાર સુધીમાં આપવામાં આવેલી રાહતોનો સ્વીકાર નહી કરે તો દેશને સ્વતંત્ર થયેલો અને દેવાળીયો ગણાશે તેવી ચેતવણી ઉચ્ચારતા જર્મનીએ ગ્રીસને હ્યુમીલિયેટીંગ અલ્ટીમેટમ જારી કર્યા બાદ સેન્ટ્રલ બેન્કે આકસ્મિક તરલતા સહાયને સ્થગિત કરવાનું ચાલુ રાખ્યું છે.
જર્મન વાઇસ ચાન્સેલર સિગ્નાર ગેબ્રીયલે જણાવ્યું હતું કે લોકમતમાં ભારે બહુમતી મળી હોવા છતાં તેનાથી કોઇ ફેરફાર થયો નથી, ડાબેરીપાંખવાળી સિરીઝા સરકારે જો તેઓ યુરોઝોનમાં રહેવા માગતા હોય તો વધુ કડક શરતોવાળા રાહતપેકેજને સ્વીકારી લેવો જોઇએ.
આખરી દેવાળુ હવે નજીકમાં જ પરિણમશે એમ તેમણે જણાવતા ઉમેર્યું હતું કે ગ્રીકના નેતાઓએ કહ્યું હતું કે તેમની પાસે દરખાસ્તો પર વિચાર કરવા માટે હજુ મંગળવાર બપોર સુધીનો સમય છે. ગ્રીસના વડાપ્રધાને ઋણ રાહત માટે આવશ્યક વાતચીત માટે હાકલ કરી હતી, જેથી ભારે બેરોજગારી અને દેશની બેન્કિંગ સિસ્ટમમાં તરલતા તાત્કાલિક લાવી શકાય.
સિરીઝા સરકાર ક્યાં તો માંડવાળ અથવા સદીના મધ્ય સુધીમાં મેચ્યોરિટીનો અત્યંત નીચો દર રાખતા ઋણમાં 30 ટકાનો ઘટાડો કરવાની માગ કરી રહ્યા છે. જોકે આ આશાઓ ધોવાઇ ગઇ છે. ગયા સોમવારે ઇસીબીએ બેન્કિંગ સિસ્ટમ પર તરલતા સખત રાખવાનું નક્કી કર્યું હતું. પરંતુ અત્યંત ઇરાદાપૂર્ણ પગલાં તરીકે તેણે ધિરાણદારો પર જે જામીનગીરીને લગતા નિયમો હતા તેને વધુ કડક કરવાનું નક્કી કર્યું હતું. જેના કારણે રોકડની તંગી અનુભવતી બેન્કોની પરિસ્થિતિને વધુ કપરી બનાવી હતી.
ગ્રીસની ચાર મોટી બેન્કોમાં બિલકૂલ રોકડ નથી, જોકે કેટલાક એટીએમ હજુ પણ ગ્રીક બચતકર્તાઓને દૈનિક ધોરણે 60 યૂરો ઉપાડવાની છૂટ આપે છે. બેન્ક ઓફ ગ્રીસ પાસે ઘણી નોટોનો જથ્થો છે પરંતુ તે ઇસીબીના પગલાં બાદ બજારમાં ફરતો કરી શકશે નહી.
ગવર્નિંગ કાઉન્સીલ નાણાંકીય બજારો અને નાણાંકીય નીતિ માટેની સંભવિત અસરો પર અને યૂરો એરિયામાં ભાવ સ્થિરતના જોખમ સંતુલન પર ચાંપતી નજર રાખી રહી છે એમ ઇસીબીએ એક નિવેદનમાં જણાવ્યું હતું.
જર્મનીના ગેબ્રીયલે જણાવ્યું હતું કે ગ્રીસ માટે કોઇ પણ ઋણ રાહત માટે હાલના તબક્કે કોઇ પ્રશ્ન જ પેદા થતો નથી કેમ કે તેના કારણે સમગ્ર યૂરોઝોનમાં શિસ્તભંગ થશે, જે હાલમાં તણાવ હેઠળ રહેલા અન્ય દેશો માટે દાખલો બેસાડી શકે છે.
જર્મનીના ડીઆઇડબ્લ્યુ ઇન્સ્ટિટ્યુટના વડા મર્કેલ ફ્રેટઝશેરે જણાવ્યું હતું કે ગ્રીસ આર્થિક કટોકટી તરફ ધકેલાઇ રહ્યું છે, જેની બેન્કિંગ વ્યવસ્થા સંપૂર્ણપણે ઠપ્પ થઇ ગઇ છે અને સંપૂર્ણ તણાવમાં જતી રહી છે. મને લાગે છે એક સમાંતર નાણું અસ્તિત્વમાં આવશે.
ફિચ રેટિગ્સે જણાવ્યું હતું કે બેન્કોની બિનઉપજાઉ અસ્કયામતો (એનપીએ) ચાલુ વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 40 ટકા સુધી પહોંચી ગઇ હતી અને ત્યારથી તેમાં નિશ્ચિતપણે વધારો જ થઇ રહ્યો છે. તેના કારણે જો ઋણ વાર્તાલાપ ફરી શરૂ થાય તો પણ ઇસીબીને વધુ તરલતા આપવામાં મુશ્કેલી નડી શકે તેમ છે.
No comments:
Post a Comment