Translate

Friday, December 3, 2010

એર ટિકિટ અત્યારે બુક નહીં કરાવો તો મોંઘી પડશે

જો તમે વર્ષના છેલ્લા તહેવારોના દિવસો દરમિયાન હવાઈ મુસાફરી કરવાની યોજના ઘડી રહ્યા હો તો અત્યારે જ બુકિંગ કરાવી લેજો , કારણ કે નિષ્ણાતોના મતે , અત્યારે બુકિંગ કરાવનાર મુસાફરને જ શ્રેષ્ઠ ભાડામાં ટિકિટ મળી શકે એવી સ્થિતિ છે.

બેસ્ટ એર-ફેર ' લખીને ઇન્ટરનેટ પર થોડું સર્ચ કરતાં જાણવા મળે છે કે , જો ડિસેમ્બરના છેલ્લા 10 દિવસમાં પણ મુસાફરી કરવી હોય તો તેના માટેની ટિકિટ થોડીક વાજબી છે. પરંતુ પ્રવાસન સ્થળો માટેનાં ભાડાં તો આકાશે આંબી રહ્યાં છે.

વર્ષના છેલ્લા કેટલાક દિવસો દરમિયાન , મુંબઈથી કોલકાતાની ટિકિટ રૂ. 4,500 થી મળે છે , જ્યારે દિલ્હી-બેંગલોરની રૂ. 3,373 થી અને દિલ્હી-મુંબઈની ટિકિટ રૂ. 3,400 થી શરૂ થાય છે , પરંતુ પ્રવાસન સ્થળની ટિકિટનું અત્યારે બુકિંગ કરાવો તોપણ તેના ભાવ સાંભળીને ચક્કર આવી જાય!

ઉદાહરણ લઈને સમજીએ તો , 24 મી ડિસેમ્બરથી 29 મી ડિસેમ્બર દરમિયાન , ચેન્નાઈથી પોર્ટ બ્લેર વચ્ચેનું હવાઈ ભાડું રૂ. 11,700 છે. તો વળી , મુંબઈ-જોધપુર અને દિલ્હી-ત્રિવેન્દ્રમ્ની ટિકિટ પણ આટલી જ કિંમતમાં અને એ પણ મર્યાદિત વિકલ્પ પૂરતી જ ઉપલબ્ધ છે. તો શું આનો અર્થ એ થયો કે , દિવાળી પછી જે સ્થિતિ હતી (કેટલાક રૂટ પર હવાઈ ભાડાં આભ આંબતા હતા) તે ફરી જોવા મળશે ? નિષ્ણાતો હા પણ પાડે છે અને ના પણ.

કન્સલ્ટન્સી કંપની ઓક્ટસ એડ્વાઇઝર્સના એમડી મનીષ છેડાનું કહેવું છે કે , દિવાળી પછી જે ભીડ જોવા મળી હતી તે ફરી જોવા મળશે , પરંતુ પ્રવાસન સ્થળો પૂરતી જ. તેના માટેનું મોટા પાયે બુકિંગ તો થઈ પણ ચૂક્યું છે.વળી , આ વર્ષે માર્કેટ ઊંચકાઈ રહ્યું છે.

બર્ડ ગ્રૂપના અંકુર ભાટિયા કહે છે કે , ગયા વર્ષના નવેમ્બરની સરખામણીએ ચાલુ વર્ષના નવેમ્બરમાં માર્કેટ લગભગ પાંચ ટકા જેટલું ઉપર હતું. ડિસેમ્બરનું બુકિંગ 10-15 ટકા જેટલું વધારે રહે તેવી ધારણા છે. '' ભાટિયાના મતે , દિવાળી પછી ભારે ધસારો રહ્યો હતો , કારણ કે તે સમય દરમિયાન બિઝનેસ ચાલુ હોતો નથી અને તે સમયગાળો તહેવાર પછી તરત જ આવે છે એમ તેમણે કહ્યું હતું.

કેપીએમજીના ડિરેક્ટર (એરોસ્પેસ એન્ડ ડિફેન્સ) અંબર દુબેએ કહ્યું હતું કે , મુંબઈમાં રનવે બંધ હોવાને કારણે પિક સિઝનમાં કૃત્રિમ તંગી સર્જાઈ છે. સીટની ઉપલબ્ધતામાં 20 ટકાનો ઘટાડો થયો છે તે જ સમયે , એરલાઇન્સનો ફિક્સ્ડ ખર્ચ યથાવત્ રહ્યો છે. દિવાળી પછી જે હવાઈ ભાડાં હતાં તેટલાં જ હવાઈ ભાડાં જોવા મળશે જ , જોકે , ઉડ્ડયન મંત્રી દ્વારા જાહેરમાં નિંદા થવાથી થોડો ઘણો ઘટાડો જોવા મળી શકે છે.

દિવાળી પછી ટૂંકા સમયગાળામાં , દિલ્હી - મુંબઈ જેવા રૂટની ટિકિટ વધીને રૂ . 16,000-18,000 થઈ જતાં ડીજીસીએને કંપનીઓને આટલી ઊંચી ટિકિટ અંગે સ્પષ્ટતા માંગતી નોટિસ પાઠવવાની ફરજ પડી હતી . જોકે , આ વખતે ઓછામાં ઓછા 15 દિવસ પહેલાં ટિકિટ બુક કરાવવા સિવાય અન્ય કોઈ વિકલ્પ બચતો નથી , કારણ કે આ વખતે બુકિંગ ખૂબ જ વધારે છે એમ મહિન્દ્રા હોમસ્ટેય્સના વિમલા દોરાઈરાજુએ કહ્યું હ તું.


<a href="http://netspiderads2.indiatimes.com/ads.dll/clickthrough?slotid=36120" target="_blank"><img src="http://netspiderads2.indiatimes.com/ads.dll/photoserv?slotid=36120" border="0" width="462" height="48" alt="Advertisement"></a>

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports