Translate

Tuesday, December 21, 2010

ઇન્ફ્રા ક્ષેત્રે વીમા કંપનીઓ રોકાણ કરી શક્શે

સૂચિત 11 અબજ ડોલરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભંડોળને જોરદાર વેગ મળ્યો છે કેમ કે વીમા નિયમનકારે વીમા કંપનીઓને આ ભંડોળમાં રોકાણ કરવાની મંજૂરી આપી છે.

આયોજન પંચના અંદાજ અનુસાર બારમી યોજના દરમિયાન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્ર માટે એક ટ્રિલિયન ડોલરની જરૂર પડશે કે જેમાંની મોટા ભાગની રકમ ખાનગી ક્ષેત્રમાંથી આવી રહી છે.

ચર્ચા સાથે સંકળાયેલા એક સરકારી અધિકારીએ ઇટીને જણાવ્યું હતું કે ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી અથવા ઇરડાએ સૂચિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડમાં રોકાણ કરવા વીમા કંપનીઓને મંજૂરી આપવા માટે નિયમોમાં સુધારો કરવાની સહમતી આપી હતી.

વીમા નિયમનકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં સમગ્રતયા રોકાણ કરવાની મંજૂરીના ભાગરૂપે ઇન્ફ્રા ફંડમાં રોકાણ કરવાની સહમતી આપી છે. આના કારણે વીમા કંપનીઓ મહત્તમ માત્રામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે રોકાણ કરી શકશે.

વીમા કંપનીઓ તેમના ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયોના 15 ટકા સુધીની રકમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા સામાજિક ક્ષેત્રે રોકાણ માટે ફાળવી શકશે. પરંતુ હાલના નિયમો તેમને ફક્ત એએએ અથવા એએ ક્રેડિટ રેટિંગ ધરાવતા ડેટ પેપરમાં જ રોકાણ કરવાની મંજૂરી આપે છે.

આ નિયંત્રણનો અર્થ એ થયો કે વાસ્તવિક ફાળવણી ઘણી નીચી છે. નાણાપ્રધાન પ્રણવ મુખરજીએ તાજેતરમાં મળેલી પાર્લામેન્ટરી કન્સલ્ટેટિવ કમિટીની બેઠકમાં કહ્યું હતું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્ર માટે જરૂરી ભંડોળમાં 30 ટકાનો ગાળો પડી શકે તથા આ ક્ષેત્રને ભંડોળ પૂરું પાડવા વીમા તથા પેન્શન ફંડની જંગી રકમને વચ્ચે લાવવાનું આહ્વાન કર્યું હતું.

એક અગ્રણી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સિંગ કંપનીમાં કામ કરતા અધિકારીએ પોતાનું નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે , વીમા કંપનીઓ લાંબા ગાળાનું રોકાણ કરવા માટે યોગ્ય સ્થળ શોધી રહી છે તથા આવાં ફંડ 9-11 ટકાની વચ્ચેનું સારું વળતર આપે છે.

પરંતુ આયોજન પંચ દ્વારા આગળ ધપાવવામાં આવેલા ફંડને નાણામંત્રાલય સહિત મોટા ભાગનાં મંત્રાલયો તરફથી આવકાર મળ્યો નથી .

તેનાથી વિપરીત નાણામંત્રાલયે એવી ભલામણ કરી છે કે એક મોટા ફંડના સ્થાને અનેક ફંડની રચના કરવી જોઈએ તથા આવા ફંડ માટે માળખું નક્કી કરવાની ચર્ચા પણ યોજી રહ્યું છે .

જે પદ્ધતિ નક્કી કરવામાં આવે તે પરંતુ ઇરડાનું પગલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં સ્થપાયેલા કોઈ પણ ફંડને લાંબા ગાળાની બચત ઉપલબ્ધ કરાવશે . આ ઇન્ફ્રા ફંડ પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓને ડેટ ઉપલબ્ધ કરાવશે .

બેન્કો પોતાની અસ્કામતો તથા જવાબદારીઓની અસમાનતાના કારણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રની જરૂરિયાતને પૂર્ણ કરી શકતી નથી . કારણ કે તેમની પાસે રહેલું થાપણોનું ભંડોળ તેમણે સામાન્ય રીતે 3-5 વર્ષમાં પરત કરવાનું હોય છે.

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports