ગુરુવારે સાંજે નિયમકારે મુરલી ઈન્ડસ્ટ્રીઝ , આકૃતિ સિટી , વેલસ્પન કોર્પોરેશન અને બ્રશમેન ઈન્ડિયાના પ્રમોટર્સને નવી સૂચના ન મળે ત્યાં સુધી તેમની કંપનીના શેરમાં સોદા કરવાની મનાઈ ફરમાવી હતી. આ પ્રમોટર્સે શેર ટ્રેડર સંજય ડાંગીને મદદ કરી હતી.
સેબીએ આશિકા ગ્રુપને પણ સ્ટોકના ભાવમાં ગડબડ કરવા બદલ દોષિત ગણાવી છે. સંજય ડાંગી અને ઈન્વેસ્ટમેન્ટ કંપનીઓના તેના ગ્રુપ તથા આશિકા ગ્રુપ ઓફ કંપનીઝને પણ પ્રતિબંધિત જાહેર કરાઈ છે.
ઈટીએ 2 ડિસેમ્બર ,2010 ના રોજ જણાવ્યું હતું કે ઈન્ટેલિજન્સ બ્યૂરોને માહિતી મળી હતી કે સંજય ડાંગીએ પ્રમોટર્સ સાથે મળીને વેલસ્પન સહિતની મિડકેપ શેર્સના ભાવ વધાર્યા હતા. સેબીએ સ્ટોક એક્સચેંજને આ તમામ કંપનીઓની ડેરિવેટિવ્ઝ પોઝિશન સ્ક્વેરઓફ કરવા સલાહ આપી હતી.
વેલસ્પનને બાદ કરતાં બાકીના ત્રણ કંપનીઓમાંથી કોઈ કંપની ડેરિવેટિવ ટ્રેડિંગને પાત્ર નથી.વેલસ્પન કોર્પોરેશનનો ડિસેમ્બર ફ્યુચર્સ ગુરુવારે 220 રૂપિયાની સપાટીએ બંધ રહ્યો હતો જે કેશ માર્કેટની સરખામણીમાં 1.50 રૂપિયાનું પ્રીમિયમ ધરાવે છે.આવા દરેક કિસ્સામાં મોડસ ઓપરેન્ડી સમાન છે.
કંપની કેટલીક ઈન્વેસ્ટમેન્ટ શાખા રચે છે જે ડાંગી ગ્રુપની માલિકીની કેટલીક કંપનીઓને શેર વેચે છે. આ કાર્ટેલ બજારમાં શેરના ભાવમાં વધારો કરે છે અને ઓપરેશનના અંતે કંપનીની ઈન્વેસ્ટમેન્ટ શાખાને શેર પાછા વેચે છે. તેમા મળતો નફો ડાંગી ગ્રુપ અને કંપનીઓ વચ્ચે વહેચી લેવાય છે.
ડાંગી ગ્રુપની કંપનીઓએ મોટી સંખ્યામાં સ્ટોક બ્રોકર્સ મારફત ટ્રેડિંગ કર્યું હતું જેમાં આશિકા સ્ટોક બ્રોકિંગ , સંચય , સિસ્ટેમેટિક્સ શેર્સ એન્ડ સ્ટોક્સ અને આનંદ રાઠી ફાઈનાન્શિયલ સર્વિસિસનો સમાવેશ થાય છે.
મુરલી ઈન્ડસ્ટ્રીઝના કિસ્સામાં કંપનીએ એફસીસીબી મારફત મૂડીબજારમાંથી 2.3 કરોડ ડોલર એકત્ર કર્યા હતા જેમાં રૂપાંતરણનો ભાવ 565 રૂપિયા હતા. એફસીસીબી ધારક પાસે બોન્ડના ગાળા દરમિયાન ગમે ત્યારે બોન્ડને શેરમાં રૂપાંતરિત કરવાનો વિકલ્પ હોય છે.પરંતુ , તેઓ આવું ત્યારે જ કરશે જ્યાર રૂપાંતરણનો ભાવ બજારભાવથી નીચો હોય.
કંપનીઓ ઈચ્છે છે કે બોન્ડ ધારકો રૂપાંતરણનો વિકલ્પ અપનાવે નહીંતર તેમણે વ્યાજ સાથે લોનની રકમ ચૂકવવી પડશે.
No comments:
Post a Comment