આ અહેવાલ અનુસાર કેપી ઓછી જાણીતી રોકાણ સંસ્થાઓ , માર્કેટ ઓપરેટરો અને કેટલાક વફાદાર બ્રોકરો મારફત જુદા જુદા શેરોને ઉછાળતો રહ્યો છે અને તેમાંના કેટલાક શેરોને એલઆઈસી જેવી મોટી સંસ્થાઓને ઊંચી કિંમતે મૂક્તો રહ્યો છે.
1999-2000 માં ટેકનોલોજી શેરોની આગેવાનીમાં આવેલી તેજીમાં ગાજેલો આ માણસ કેપી ઓર્કિટ કેપિટલ , જીએમઆર ઈન્ફ્રાસ્ટ્રક્ચર , કેઈર્ન ઈન્ડિયા , ડેક્કન ક્રોનિકલ , રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ , પુંજ લોયડ , ઈન્ડિયા બુલ્સ , રિયલ એસ્ટેટ , પીપાવાવ શીપયાર્ડ , એમટેક ઓટો , હિન્દુસ્તાન ઓઈલ એક્સપ્લોરેશન , યુકો બેન્ક , સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા , ઈઆઈએચ અને જેએસડબલ્યૂ સ્ટીલ સહિતના શેરોમાં સોદા કરવા માટે અગ્રણી સંસ્થાઓનો ઉપયોગ કરતો હોવાનું કહેવાય છે.
એવું કહેવાય છે કે એસકેએસ માઈક્રોફાઈનાન્સના શેરનું ઓગસ્ટમાં લિસ્ટિંગ થયું તે પછી તરત જ તેના શેરને 850 રૂપિયાથી 1100 રૂપિયા સુધી ઉછાળવામાં તેનો હાથ છે એમ રિપોર્ટ કહે છે.
ઉપરાંત કોલકાતા સ્થિત તેના સહયોગીઓ સાથે મળીને કેપીએ ઓછી જાણીતી કંપનીઓના આઈપીઓમાં 50 ટકા ખરીદીને આ ઈશ્યુઓના ભાવમાં ચેડાં કર્યા હતા.
આ અહેવાલે તેના માહિતી સ્રોતની ઓળખ આપી નથી , તેનાથી પરિચિત લોકો દ્વારા તેમની વિશ્વસનીયતાની ખરાઈ કરવામાં આવી હતી. આ રિપોર્ટમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે મુંબઈ સ્થિત પ્રોપ્રાયટરી રોકાણકાર સંજય ડાંગીએ વેલસ્પન ગુજરાતના પ્રમોટર સાથે મળીને આ શેરને ઉછાળવામાં ભાગ ભજવ્યો હતો.
આ ડાંગી ઉપરાંત સ્થાનિક બ્રોકિંગ કંપનીના પ્રમોટર અને એક વિદેશી ફંડે ભેગા મળીને આ શેરને ઉછાળવામાં ભાગ ભજવ્યો હતો.
આ ડાંગી ઉપરાંત સ્થાનિક બ્રોકિંગ કંપનીના પ્રમોટર અને એક વિદેશી ફંડે બન્નેએ ભેગા થઈને શેરનો ભાવ ઉછાળવાનો તેમજ એલઆઈસીને આ શેર ઊંચા ભાવે ખરીદવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
No comments:
Post a Comment