Translate

Wednesday, January 16, 2013

રિયલ્ટી પ્રોજેક્ટને મંજૂરી છે ? ઓનલાઈન ચેક કરો

નવા વર્ષમાં મકાન ખરીદવા માગતા લોકોને મોટી રાહત મળવાની ધારણા છે . સરકાર રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ માટે ફાસ્ટ ટ્રેક ધોરણે મંજૂરી આપવાની તથા તમામ હોમ પ્રોજેક્ટ માટે એપ્રુવલ સ્ટેટસ ઓઇનલાઇન કરવાની વિચારણા કરી છે . સરકાર મંજૂરીની સમગ્ર પ્રક્રિયાને પારદર્શક બનાવવા માગે છે .

આની સાથે ગ્રાહકો નવા પ્રોજેક્ટમાં મકાનનું બુકિંગ કરાવતા પહેલા એપ્રુવલ સ્ટેટસ જોઇ શકશે . મકાન ખરીદવા માગતા લોકોએ અત્યાર સુધી પ્રોજેક્ટ શરૂ કરતા પહેલા તમામ મંજૂરી લેવામાં આવી છે તેવા ડેવલપર્સના શબ્દો પર વિશ્વાસ રાખવો પડતો હતો અને ઘણી કિસ્સામાં ફસાઇ જતા હતા .

ભારતીય સ્પર્ધા પંચના ભૂતપૂર્વ ચેરમેન ધનેન્દ્ર કુમારના વડપણ હેઠળની રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ માટેની મંજૂરીની પદ્ધતિને સરળ બનાવવા અંગેની સમિતિ આગામી એક સપ્તાહમાં ગૃહનિર્માણ અને ગરીબી નાબૂદી મંત્રાલયને તેનો અહેવાલ સુપરત કરશે .

દેશમાં રિયલ એસ્ટેટ પ્રોજેક્ટને મંજૂરી આપવાના સમયગાળામાં ઘટાડો કરવાના માર્ગ અહેવાલમાં સૂચવવામાં આવશે .

હિલચાલથી બિલ્ડર્સને પણ મકાનના ભાવમાં ઘટાડો કરવામાં મદદ મળશે , કારણ કે ઘણા કિસ્સામાં વર્ષો સુધી મંજૂરી મળતી નથી અને તેનાથી પ્રોજેક્ટ્સના ખર્ચમાં 40 ટકા સુધીનો વધારો થાય છે .

સરકારના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે અહેવાલ નીતિનો આધાર બનશે . નીતિની માર્ગરેખાનું રાજ્યોએ પાલન કરવાનું રહેશે . ગૃહનિર્માણ મંત્રાલયમાંથી કેન્દ્ર સરકારનું ભંડોળ મેળવવા માટે માર્ગરેખાઓનું પાલન એક મહત્ત્વની શરત બનશે .

રાજય સરકાર અને કેન્દ્ર સરકારની તમામ મંજૂરીને બે અલગ ઇલેક્ટ્રોનિક પ્લેટફોર્મ પર લાવવાની સમિતિ ભલામણ કરે તેવી ધારણા છે . તેનાથી બિલ્ડર્સ અલગ અલગ મંજૂરી માટે બહુવિધ ઓથોરિટી પાસે જવું પડશે નહીં અને તેમને ઝડપથી મંજૂરી મળશે .

ડેવલપર્સ જણાવે છે કે મેટ્રો શહેરોમાં વિશાળ હાઉસ પ્રોજેક્ટ્સ માટે કેન્દ્ર , રાજ્ય અને સ્થાનિક સંસ્થાઓ પાસેથી આશરે 50 પ્રકારની મંજૂરી લેવી પડતી હોય છે .

કન્ફેડરેશન ઓફ રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયાના નેશનલ પ્રેસિડન્ટના લલિત કુમાર જૈન જણાવે છે કે મુંબઇમાં 100 થી 150 એપાર્ટમેન્ટના હાઉસિંગ પ્રોજેક્ટ માટે વિવિધ મંજૂરી લેવામાં સાડા ત્રણ વર્ષનો સમય જાય છે .

બેંગલોર , ચેન્નાઇ અને ગુડગાંવ જેવી શહેરોમાં સ્થિતિ થોડી સારી છે . શહેરોમાં મંજૂરી મેળવવામાં બેથી ત્રણ વર્ષનો સમય જાય છે .

સમયગાળામાં મોટાભાગના ડેવલપર્સે જમીન ખરીદી માટેના નાણાનું વ્યાજ ચુકવવું પડે છે . ઘણા ડેવલપર્સ આક્ષેપ કરે છે કે વિવિધ મંજૂરી લેવા માટે સરકારના વિવિધ વિભાગોના અધિકારીઓને લાંચ આપવી પડે છે .

તેનાથી ખર્ચમાં વધારો થાય છે . વધારાના ખર્ચ અને વ્યાજખર્ચથી મકાનના ભાવમાં વધારો થાય છે અને આખરે ખરીદદારોએ વધુ ચુકવણી કરવી પડે છે . જૈન જણાવે છે કે જો મંજૂરી ઝ઼ડપથી મળી જાય તો મકાનના ભાવમાં 40 ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports