Translate

Wednesday, January 16, 2013

નવેમ્બરમાં RBIએ 10 ગણા ડોલર વેચ્યા

ચલણનું હલનચલન સરળ રાખવા માટે નવેમ્બરમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા અમેરિકન ડોલરનું વેચાણ 10 ગણું વધ્યું હતું .

પોર્ટફોલિયો ઇન્ફ્લો ઊંચો હોવા છતાં સ્થિતિ સર્જાઈ હતી જે દર્શાવે છે કે કથળતા વ્યાપારી અસંતુલનના કારણે ભારતીય રૂપિયા પર દબાણ છે .

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના આંકડા પ્રમાણે મધ્યસ્થ બેન્કે નવેમ્બરમાં 92.1 કરોડ ડોલરનું ચોખ્ખું વેચાણ કર્યું હતું જ્યારે ઓક્ટોબરમાં 9.5 કરોડ ડોલર વેચ્યા હતા . નવેમ્બર દરમિયાન વિદેશી રોકાણકારોએ ભારતીય ઇક્વિટી અને ઋણમાં 1.8 અબજ ડોલરનું રોકાણ કર્યું હતું .

ભારતની નિકાસ કરતાં આયાત વધી રહી હોવાથી વિદેશી મૂડીની અનામત ઝડપભેર ખતમ થઈ રહી છે . પોર્ટફોલિયો ઇન્ફ્લોના કારણે ખાધ ભરાઈ જાય છે , પરંતુ માંગને પહોંચી વળવા માટે તે પૂરતી નથી .

બેન્ક ઓફ અમેરિકા મેરિલ લિન્ચના ચીફ ઇકોનોમિસ્ટ ઇન્દ્રનીલ સેનગુપ્તાએ જણાવ્યું હતું કે , રૂપિયાને ટેકો આપવા માટે આરબીઆઇએ ફોરેક્સનું વેચાણ કર્યું હોય તેવી શક્યતા છે ત્યારે અમને લાગે છે કે આરબીઆઇ વિદેશી મૂડી ખરીદે તોપણ સ્થિરતા નહીં આવે .

નીતિવિષયક સુધારા કરવામાં આવ્યા છતાં મેક્રો આર્થિક પરિબળો કથળી રહ્યાં છે તેના કારણે ભારતીય રૂપિયા અંગે નકારાત્મક મત સર્જાયો છે . નવેમ્બર સુધી સળંગ આઠ મહિના દરમિયાન નિકાસ ઘટી હતી જ્યારે સબસિડી અને સ્થાનિક ઉત્પાદનના વધતા ખર્ચના કારણે આયાત મજબૂત રહી હતી .

ડોલરનું અમુક વેચાણ ગયા વર્ષથી આરબીઆઇએ રાખેલી ડોલર પોઝિશન ખુલ્લી કરવાના કારણે થયું હતું . 2011 માં આરબીઆઇએ રૂપિયાને ઘટતો બચાવવા ફોરવર્ડ માર્કેટમાં વિક્રમ વેચાણ કર્યું હતું .

બાહ્ય દેવું કથળી રહ્યું હોવાની ધારણાએ રૂપિયો અમુક મહિનામાં 25 ટકાથી વધુ ઘટ્યો હતો . ત્યાર બાદ રૂપિયામાં સુધારો થયો છે .

પરંતુ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રાજકોષીય ખાધ વધીને જીડીપીના 5.4 ટકા સુધી પહોંચી છે જે અત્યાર સુધીની સૌથી ઊંચી સપાટી છે . તેના કારણે ચલણ વધારે નબળું પડવાની શક્યતા છે .

સેનગુપ્તા જણાવે છે કે , આયાતનું કવર ઘટીને સાત મહિના થયું છે જે 1996 પછી અત્યાર સુધીનો સૌથી નીચો સ્તર છે .

નાણાકીય વર્ષ 2008 માં પ્રમાણ 14.8 મહિનાનું હતું . ભારતનું વિદેશી ઋણ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં વધીને જીડીપીના 20.5 ટકા અથવા 365.3 અબજ ડોલર હતું .

અગાઉના ક્વાર્ટરમાં તે 19.2 ટકા હતું . નોમુરા સિક્યોરિટીઝના અંદાજ પ્રમાણે ભારતીય રૂપિયો ચાલુ વર્ષના અંત સુધીમાં ડોલર સામે રૂ .59 સુધી ઘટી શકે છે જે શુક્રવારે રૂ .54.86 પર બંધ થયો હતો . વિદેશ વ્યાપારનું અસંતુલન વધવાના કારણે કેટલાકના મતે ભારતીય રૂપિયો વધારે નબળો પડી શકે છે

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports