અમદાવાદ – ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી અને આમ આદમી
પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ વચ્ચેનો જંગ દિન પ્રિતિદિન વધુને વધુ
રસપ્રદ બની રહ્યો છે. ગુજરાત મુલાકાતે આવેલી કેજરીવાલે તે સમયે મોદીને
ગુજરાતના વિકાસ મુદ્દે ૧૬ સવાલો પૂછ્યા હતા. જેમાંથી મોદી સરકારે માત્ર બે
સવાલોના જવાબ આપ્યા છે.

આ મુદ્દે પ્રતિક્રિયા આપતા આમ આદમી પાર્ટીએ કહ્યું છે કે મોદી સરકારે
માત્ર બે જ સવાલોના જવાબ આપ્યા છે. જ્યારે અમે સોળ સવાલ પૂછ્યા હતા, તેમના
જવાબ અધૂરા છે..
પ્રેસ રિલીઝમાં જાહેર કરેલા એક સવાલમાં ખેડૂતોની જમીન સંપાદન મુદ્દે
મોદીએ જવાબ આપ્યો છે કે, ગુજરાતમાં જમીન સંપાદનની નીતિ યોગ્ય છે. ગુજરાત
સરકાર દ્વારા થેયલી તમામ જમીનનું સંપાદન યોગ્ય પ્રક્રિયા પ્રમાણે થયું છે,
જે માટે ખેડૂતોને પૂરતું વળતર અપાયું છે.
આ સાથે જ ગુજરાતમાં પ્રતિવર્ષ ૫૦૦૦ ખેડૂતો આત્મહત્યા કરે છે, તેવા સવાલ
મુદ્દે પણ ગુજરાત સરકારે કેજરીવાલને સજ્જડ઼ જવાબ આપતા કહ્યું છે કે, આમ
આદમી પાર્ટી આકંડાઓની ખોટી માયાજાળ સર્જી રહી છે. વાસ્તવમાં ગુજરાતમાં
છેલ્લા દસ વર્ષમા માત્ર એક ખેડૂતે આપઘાત કર્યો છે.
અગાઉ વારણસીમાં મોદી સામે લડવાની જાહેરાત કરતા કેજરીવાલે જમીન સંપાદનનો
મુદ્દો ઉઠાવ્યો હતો. કેજરીવાલે કહ્યું કે, મોદી ઈચ્છે તો તેઓ ચર્ચા કરવા
તૈયાર છે.
અહીં ગુજરાત સરકાર પર પ્રહારો કરતા કેજરીવાલે કહ્યું કે, ગુજરાતમાં ખેડૂતો
લોહીના આંસુ રડી રહ્યા છે. મોદી સરકાર પહેલા તેમને બધી જ સબ્સિડી મળતી હતી.
હવે પરિસ્થિતિ એવી આવી છે કે ખેડૂતો સામેથી જ સરકારના જમીન આપી દે છે.