
નવી દિલ્હી – સુપ્રીમ કોર્ટ બે શરતે સહારા ગ્રુપના વડા સુબ્રત રોયને
જામીન પર છોડવા મંજૂર થઈ છે. તેનું કહેવું છે કે જો રોય માર્કેટ રેગ્યૂલેટર
‘સેબી’ની ફેવરમાં રૂ. ૫૦૦૦ કરોડની રકમ રોકડમાં અને બીજા રૂ. ૫૦૦૦ કરોડ
બેન્ક ગેરન્ટીના રૂપમાં આપે તો જ એમને જામીન પર છોડવા.
ન્યાયમૂર્તિઓ કે.એસ. રાધાકૃષ્ણન અને જે.એસ. કેહરની બેન્ચે આ ઓર્ડર જાહેર કર્યો છે.
બેન્ચે કહ્યું કે જામીન પર છૂટવા માટે સુબ્રત રોયે સેબીમાં રૂ. ૧૦,૦૦૦ કરોડ ડિપોઝીટ કરાવવા પડશે.
સહારા ગ્રુપના વકીલે કહ્યું છે કે સુપ્રીમ કોર્ટની શરતોનો જવાબ પોતે કાલે આપશે.
No comments:
Post a Comment