Translate

Wednesday, March 26, 2014

સેન્સેક્સ, નિફ્ટી નવી ઊંચી સપાટીએ બંધ BSE 22095

FII ના અવિરત મૂડીરોકાણ અને વૈશ્વિક રાહે આજે મુંબઈ શેરબજારના સેન્સેક્સ તેમજ

નેશનલ સ્ટોક એક્સચેંજના નિફ્ટી વિક્રમ સપાટીએ બંધ રહ્યા હતા. આજે ઈન્ટ્રા ડેમાં સેન્સેક્સે 22,172.10 જ્યારે નિફ્ટીએ 6623.25ની નવી ટોચને સ્પર્શ કર્યો હતો.


દિવસ દરમિયાન BSE સેન્સેક્સ ઉપરમાં 22172.20 અને નીચામાં 22020.58 પોઈન્ટની રેન્જમાં અથડાયા બાદ 40.09 પોઈન્ટ વધીને 22,095.20 પોઈન્ટની સર્વોચ્ચ સપાટીએ બંધ રહ્યો હતો.

નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 6,627.45 અને 6,580.60 પોઈન્ટની રેન્જમાં અથડાયા બાદ 11.65 પોઈન્ટ વધીને 6,601.40 પોઈન્ટની વિક્રમ સપાટીએ બંધ રહ્યો હતો.

BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.38 ટકા અને 0.07 ટકા ઘટીને બંધ રહ્યા હતા.

આજે અન્ય સેક્ટોરલ ઈન્ડાઇસિસમાં BSE મેટલ ઈન્ડેક્સ 2.70 ટકા , BSE કેપિટલ ગૂડ્ઝ ઈન્ડેક્સ 1.35 ટકા , BSE ઓટો ઈન્ડેક્સ 0.95 ટકા વધ્યા હતા જ્યારે BSE હેલ્થકેર ઈન્ડેક્સ 1.82 ટકા , BSE IT ઈન્ડેક્સ 0.90 ટકા , BSE ટેકનો ઈન્ડેક્સ 0.70 ટકા ઘટ્યા હતા.

12 વાગ્યે : FII ના અવિરત મૂડીરોકાણ અને વૈશ્વિક રાહે આજે મુંબઈ શેરબજારના સેન્સેક્સ તેમજ નેશનલ સ્ટોક એક્સચેંજના નિફ્ટીએ નવી ટોચ રચી હતી. આજે ઈન્ટ્રા ડેમાં સેન્સેક્સે 22,172.10 જ્યારે નિફ્ટીએ 6623.25ની નવી ટોચને સ્પર્શ કર્યો હતો.

બપોરે 12 વાગ્યે BSE સેન્સેક્સ 72.39 પોઈન્ટ વધીને 22,127.60 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 26.65 પોઈન્ટ વધીને 6,616.40 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.77 ટકા અને 0.66 ટકા વધીને ટ્રેડ થઈ રહ્યા હતા.

આજે સવારે મેટલ , ઓઈલ-ગેસ , રિયલ્ટી , કેપિટલ ગૂડ્ઝ , ઓટો તેમજ બેન્ક શેરોમાં ધૂમ લેવાલી જોવા મળી હતી જ્યારે IT, ફાર્મા તેમજ ટેકનો શેરોમાં વેચવાલી જોવા મળી હતી.

શેરબજાર ઓપનિંગ : વૈશ્વિક રાહે મુંબઈ શેરબજાર આજે ઉપરમાં ખૂલ્યું હતું . ટ્રેડિંગની થોડી ક્ષણોમાં BSE સેન્સેક્સ 97.15 પોઈન્ટ વધીને 22,152.36 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો .

નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 24.70 પોઈન્ટ વધીને 6,203.05 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો .

BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.55 ટકા અને 0.57 ટકા વધીને ટ્રેડ થઈ રહ્યા હતા .

આજે સવારે મેટલ , રિયલ્ટી , ઓટો તેમજ બેન્ક શેરોમાં ધૂમ લેવાલી જોવા મળી હતી જ્યારે IT તેમજ ટેકનો શેરોમાં વેચવાલી જોવા મળી હતી .

મંગળવારે અમેરિકાના બજારો ગ્રીન ઝોનમાં બંધ રહ્યા બાદ બુધવારે સવારે એશિયાના મોટા ભાગના બજારોમાં પણ પોઝિટિવ ચાલ જોવા મળી હતી . બુધવારે સવારે જાપાનનો નિક્કી 0.23 ટકા , હેંગસેંગ ઈન્ડેક્સ 1.1 ટકા અને કોસ્પી ઈન્ડેક્સ 0.98 ટકા વધીને ટ્રેડ થઈ રહ્યા હતા .

મંગળવારે BSE સેન્સેક્સ ઉપરમાં 22079.96 અને નીચામાં 21916.87 પોઈન્ટની રેન્જમાં અથડાયા બાદ 0.27 પોઈન્ટ ઘટીને 22,055.21 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો .

નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 6,595.55 અને 6,544.85 પોઈન્ટની રેન્જમાં અથડાયા બાદ 6.25 પોઈન્ટ વધીને 6,589.75 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports