Translate

Monday, January 26, 2015

પ્રોફિટ બુક કરવામાં ઉતાવળ ન કરો

શેરબજાર ઊછળીને તેના સર્વોચ્ચ સ્તરે પહોંચતા રોકાણકારોને આશ્ચર્ય થયું છે. સેન્સેક્સ અત્યાર સુધીની સર્વોચ્ચ સપાટીએ ટ્રેડ થઈ રહ્યો છે અને

તેમાં છેલ્લા એક વર્ષમાં આશરે 35.4 ટકાનો જંગી વધારો થયો છે, પરંતુ વેલ્થ મેનેજર્સ ઇક્વિટી પોર્ટફોલિયોમાં પ્રોફિટ બુકિંગ કરવામાં ઉતાવળ ન કરવાની રોકાણકારોને સલાહ આપે છે.

કોટક સિક્યોરિટીઝના પ્રાઇવેટ ક્લાયન્ટ ગ્રૂપના વડા દીપેન શાહ જણાવે છે કે, "વેલ્યુએશન વાજબી છે અને રોકાણકારોએ સારી ક્વોલિટીના શેરોને જાળવી રાખવા જોઈએ, કારણ કે બજાર હાલના સ્તરથી વધુ વધી શકે છે." ભારત માટે ઘણા હકારાત્મક ન્યૂઝ આવી રહ્યા છે. રિઝર્વ બેન્કે વ્યાજદરમાં ઘટાડો કર્યો છે અને આઇએમએફએ ભારતનો આર્થિક વૃદ્ધિદર ચીનને વટાવી જશે તેવી આગાહી કરી છે.

વૈશ્વિક આર્થિક કોન્ફરન્સમાંથી પણ હકારાત્મક ન્યૂઝ પ્રવાહ આવી રહ્યો છે. તેનાથી ભારતના શેરબજારમાં ઉછાળો આવ્યો છે. શાહ જણાવે છે કે બેલેન્સશીટમાં સુધારો થવાની શક્યતા ન હોય અને કોર્પોરેટ ગવર્નન્સના મુદ્દા હોય તેવી નબળી કંપનીઓના શેરોમાંથી નીકળી જવું જોઈએ.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, આઇટીસી અને એચડીએફસી બેન્ક જેવા ફંડામેન્ટલની દૃષ્ટિએ મજબૂત લાર્જ-કેપ કંપનીઓના શેરો તાજેતરની તેજીમાં વધુ વધારો થયો નથી અને તેમને જાળવી રાખવા જોઈએ.

બીજી તરફ અટકળોને આધારે ઊંચા સ્તરે ગયા છે તેવા ઇન્ફ્રા, પાવર, રિયલ એસ્ટેટ શેરોમાંથી નીકળી જવું જોઈએ. ટેલિકોમ કંપનીઓ હજુ તીવ્ર સ્પર્ધાનો સામનો કરી રહી છે અને નિયમનકારી વાતાવરણ અસ્પષ્ટ છે, તેથી આ શેરો ઊતરતો દેખાવ કરી શકે છે. વેલ્થ મેનેજર્સના પસંદગીના શેરોમાં બેન્કિંગ, ફાઇનાન્શિયલ સર્વિસિસ અને ઓટો જેવા વ્યાજદર સંવેદનશીલ શેરોનો સમાવેશ થાય છે. તેઓ આ ક્ષેત્રો માટે ઊંચી ફાળવણીની ભલામણ કરે છે.

આરબીએસ પ્રાઇવેટ બેન્કિંગના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર રાજેશ ચેરુવુએ જણાવ્યું હતું કે, "ધિરાણ ચિંતામાં ઘટાડો થયો છે અને આર્થિક રિકવરી ટૂંક સમયમાં આવી છે ત્યારે બેન્કોના એનઆઇએમમાં સુધારો થવાની ધારણા છે.

રોકાણકારો બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સર્વિસ માટે ત્રીજા ભાગના ભંડોળની ફાળવણી કરી શકે છે." વ્યાજદરમાં ઘટાડાથી બેન્કોના નેટ ઇન્ટરેસ્ટ માર્જિનમાં વધારો થશે, તેનાથી નફાકારકતા પણ વધશે. તેઓ માને છે કે ચાલુ વર્ષમાં આરબીઆઇ વ્યાજદરમાં 0.50 ટકાનો ઘટાડો કરશે. વ્યાજદરમાં ઘટાડાથી એનપીએની સમસ્યા હળવી થશે. એનપીએની સમસ્યા પીએસયુ બેન્કોને વધુ પજવી રહી છે. અર્થતંત્રમાં રિકવરી અને વ્યાજખર્ચમાં ઘટાડાથી એનપીએ પણ ઘટશે.

ઇક્વિટી પોર્ટફોલિયોમાં નવું રોકાણ કરવા માંગતા રોકાણકારોએ આગામી ત્રણથી છ મહિના દરમિયાન તબક્કાવાર ધોરણે રોકાણ કરવું જોઈએ, કારણ કે વૈશ્વિક ઘટનાઓથી વોલેટિલિટી ઊંચી રહેશે. યુટીઆઇ મ્યુચ્યુઅલ ફંડના સિનિયર વાઇસ પ્રેસિડન્ટ અને ફંડ મેનેજર લલિત નામ્બિયર જણાવે છે કે, "ભારત વૃદ્ધિનો ટાપુ છે, પરંતુ આપણે બાકીના વિશ્વથી સંપૂર્ણપણે અસરમુક્ત રહી શકીએ નહીં."

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports