લાલ કૃષ્ણ અડવાણી, અમિતાભ બચ્ચન ને દિલીપકુમારને પદ્મવિભૂષણ અવૉર્ડ,૯
પદ્મવિભૂષણ, ૨૦ પદ્મભૂષણ અને ૭૫ પદ્મશ્રી જાહેર : ૪ મરણોત્તર અને ૧૭ વિદેશી
નાગરિકોને અવૉર્ડ
વિખ્યાત
ગુજરાતી હાસ્યલેખક તારક મહેતા, ચિંતક ગુણવંત શાહ, ડૉ. એચ. એલ. ત્રિવેદી,
ફિલ્મસર્જક સંજય લીલા ભણસાલી અને ડૉ. તેજસ પટેલને પદ્મશ્રી અવૉર્ડ આપવાની
જાહેરાત કેન્દ્ર સરકારે ગઈ કાલે કરી હતી. દેશનું બીજા ક્રમનું સર્વોચ્ચ
નાગરિક સન્માન પદ્મવિભૂષણ BJPના નેતા લાલ કૃષ્ણ અડવાણી, ઍક્ટર દિલીપકુમાર
તથા અમિતાભ બચ્ચન અને પંજાબના મુખ્ય પ્રધાન પ્રકાશસિંહ બાદલને આપવામાં
આવશે. કેન્દ્ર સરકારે જાહેર કરેલી યાદીમાં નવ પદ્મવિભૂષણ, ૨૦ પદ્મભૂષણ અને
૭૫ પદ્મશ્રી અવૉર્ડ વિજેતાઓનો સમાવેશ થાય છે. એ પૈકી ૧૭ મહિલાઓ છે અને એટલી
સંખ્યામાં વિદેશી નાગરિકો, NRI નૉન-રેસિડન્ટ ઇન્ડિયન્સ, ભારતીય મૂળના
લોકોનો સમાવેશ થાય છે. ચાર લોકોને મરણોત્તર અવૉર્ડ આપવામાં આવ્યો છે.
પદ્મવિભૂષણ અવૉર્ડ માટે વકીલ કે. કે. વેણુગોપાલ, કર્ણાટકમાં આવેલા જાણીતા
ધર્મસ્થળ જૈન મંદિરના ડી. વીરેન્દ્ર હેગડે, ન્યુક્લિયર સાયન્ટિસ્ટ એમ. આર.
શ્રીનિવાસન તથા આગા ખાનની પસંદગી કરવામાં આવી છે.
પદ્મભૂષણ અવૉર્ડ માટે ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી-કમિશનર એન. ગોપાલસ્વામી, સામાજિક કાર્યો માટે માઇક્રોસૉફ્ટના ચીફ બિલ ગેટ્સ અને તેમનાં પત્ની મેલિન્ડાની પસંદગી કરવામાં આવી છે. ભૂતપૂર્વ કુસ્તીબાજ અને ઑલિમ્પિક્સમાં બે મૅડલ જીતનારા સુશીલકુમારના કોચ સતપાલ સિંહને રમતગમતના ક્ષેત્રમાં આપેલા યોગદાન માટે પદ્મભૂષણ અવૉર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. પદ્મભૂષણ માટે લોકસભાના સેક્રેટરી સુભાષ કશ્યપ, પત્રકાર રજત શર્મા અને સ્વપ્ન દાસગુપ્તા, જાણીતા વકીલ હરિશ સાલ્વે, કાર્ડિયોલૉજિસ્ટ અશોક શેઠ, ઇન્ડિયન-અમેરિકન ગણિતશાસ્ત્રી મંજુલ ભાર્ગવની પસંદગી કરવામાં આવી છે. હિન્દુઓના ધાર્મિક નેતા જગતગુરુ રામચંદ્રાચાર્ય સ્વામી રામભદ્રાચાર્યને પદ્મવિભૂષણ તો સ્વામી સત્યમિત્રાનંદગિરિને પદ્મભૂષણ આપવામાં આવશે. દાઉદી વોહરાના ધર્મગુરુ સ્વર્ગસ્થ સૈયદના મોહમ્મદ બુહરાનુદ્દીનને પદ્મશ્રી આપવામાં આવ્યો છે. રમતગમત ક્ષેત્રમાં આપેલા યોગદાન બદલ પાંચ ખેલાડીઓની પદ્મશ્રી અવૉર્ડ માટે પસંદગી કરવામાં આવી છે જેમાં બૅડ્મિન્ટન ખેલાડી પી. વી. સંધુ, ભારતીય હૉકી ટીમના કૅપ્ટન સરદાર સિંહ અને મહિલા હૉકી ખેલાડી સબા અંજુમ, ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કૅપ્ટન મિથાલી રાજ અને શારીરિક રીતે અક્ષમ હોવા છતાંય માઉન્ટ એવરેસ્ટ સર કરનાર અરુણિમા સિંહાની પસંદગી કરવામાં આવી છે.લોકસભાની ચૂંટણી દરમ્યાન ગ્થ્ભ્ને મદદ કરનારા લિરિક્સ રાઇટર પ્રસુન્ન જોશી, ઇન્ફોસિસના સ્થાપક સભ્ય ટી. વી. મોહનદાસ પાઇને પદ્મશ્રી આપવામાં આવશે. જાણીતા કાટૂર્ન કૅરેક્ટર ચાચા ચૌધરીનું સર્જન કરનારા કાટૂર્નિસ્ટ પ્રાણ કુમાર શર્માને મરણોત્તર પદ્મશ્રી આપવામાં આવશે. આ વખતે સ્પોટ્સ કૅટેગરીમાં પદ્મભૂષણ અવૉર્ડને લઈને ભારે વિવાદ થયો હતો, આ વર્ષે વિશેષ કાર્યક્રમનું આયોજન કરી તમામ લોકોને આ અવૉર્ડ પ્રદાન કરવામાં આવશે.

No comments:
Post a Comment