ગાંધીનગર ખાતે દેશનું સૌથી મોટું
1.25 લાખ ચોરસ મીટર વિસ્તાર આવરી લેતું એક્ઝિબિશન વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ
ટ્રેડ શો યોજાશે. 7-13 જાન્યુઆરી દરમિયાન યોજાનારા આ એક્ઝિબિશનમાં વિવિધ 17
ડોમમાં આશરે 25 ક્ષેત્રોની 2,000 જેટલી કંપનીઓ ભાગ લેશે. ડિફેન્સ પેવેલિયન
સૌનું આકર્ષણ જમાવશે.
રાજ્યના નાણાપ્રધાન સૌરભ પટેલે જણાવ્યું હતું કે, "વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો-2015 સૌથી મોટું પ્રદર્શન છે, જે એક લાખ ચોરસ મીટરનો વિસ્તાર આવરી લે છે. 7થી 13મી જાન્યુઆરી સુધી ચાલનારા આ શોમાં 2,000 કંપનીઓ ભાગ લેશે અને કુલ 4,000 જેટલા આંતરરાષ્ટ્રીય ડેલિગેટ્સ મુલાકાત લેશે. 25 સેક્ટરને આવરી લેતા પ્રદર્શનમાં એક વિશાળ ડોમ છે, એ જ રીતે અન્ય ડોમમાં એજ્યુકેશન, ડિફેન્સ, હેલ્થકેર, આયુર્વેદ, અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઓટોમોબાઇલ, એગ્રીકલ્ચર, ઇનોવેશન, આઇટી-ટેલિકોમ અને ગવર્નમેન્ટ પીએસયુ તેમની કામગીરીને પ્રદર્શિત કરી રહી છે."
વાઇબ્રન્ટ ગુજરાતની સાથે દર વર્ષે યોજાતા ટ્રેડ શોનો વિસ્તાર રોકેટ ગતિએ વધ્યો છે. છેલ્લાં ત્રણ વાઇબ્રન્ટ એક્ઝિબિશન ટેન્ડર દ્વારા કે એન્ડ ડી કોમ્યુનિકેશન યોજી રહ્યું છે. વર્ષ 2003માં 36 સ્ટોલ સાથે 3,000 સ્ક્વેર મીટર એરિયામાં, 2005માં 161 સ્ટોલ અને 9,500 ચોરસ મીટર અને 2011માં 312 સ્ટોલ સાથે 21,777 ચોમી, 2013માં 1022 સ્ટોલ સાથે એક લાખ ચોમીમાં પ્રદર્શન યોજાયું હતું.
2015માં 1,200 સ્ટોલ સાથે 1.25 લાખ ચોમી વિસ્તારમાં યોજાશે. ભારતમાં તે સૌથી મોટું એક્ઝિબિશન છે અને વિશ્વમાં ત્રીજા નંબરે આવે છે. પ્રદર્શનમાં સરદાર પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ પણ મૂકવામાં આવી છે. આ વિસ્તારને વાઇફાઇ અને સીસીટીવીથી કવર કરવામાં આવ્યો છે. વાઇફાઇથી ચાર એમબીપીએસ લાઇનથી એરપોર્ટ, પીડીપીયુ, એક્ઝિબિશન વિસ્તાર અને મહાત્મા મંદિરને આવરી લેવાશે. આમ કુલ પાંચ હજાર વ્યક્તિઓ જો આવે તોપણ દરેક વ્યક્તિ 10 એમબીપીએસનો ડેટા મેળવી શકશે.

No comments:
Post a Comment